Ek aash jindagini - 3 books and stories free download online pdf in Gujarati

એક આશ જિંદગીની - 3

જય શ્રી કૃષ્ણ મિત્રો,

આગળ આપણે જોયું કે ડૉ સંજય શાહ પ્રદીપ ને રીમા ને કેન્સર જેવી ભયંકર બીમારી હોવા ની જાણ કરે છે. પ્રદીપ રીમા ની બીમારી વિશે જાણી ને ખુબ જ હતાશ થઈ જાય છે. હવે આગળ જોઈશું...

****************************************************
પ્રદીપ આખા રસ્તે પોતાના વિચારો સાથે મથામણ કરતો પોતાની લાગણી ઉપર કંટ્રોલ કરીને માંડ પોતાની જાતને સંભાળી ઘરે પહોંચે છે. ઘરે પહોંચતાં જ અંજના ને સ્ટડીરૂમમાં આવવાનું કહે છે..

અંજના:- શું વાત છે પ્રદીપ, કેમ મને સ્ટડી રૂમમાં બોલાવી અને આ શું? કેમ તમારું મોઢું ઉતરેલું છે? કંઈ થયું છે કે શું? તમે કંઈ ટેન્શનમાં છો? કંઈ થયું છે? અરે હા! તમે તો રીમા ના રિપોર્ટ લેવા ગયા હતા ને? શું આવ્યું રિપોર્ટમાં?
પ્રદીપ નું મન એકદમ જ લાગણી થી ભરાઈ આવે છે. પ્રદીપ કઈ બોલે તે પહેલાં જ તેની આંખો માંથી આંસુ વહેવા લાગે છે. એના દિલ પર જાણે કોઈ એ મોટો પથ્થર મૂકી દીધો હોય એટલો ભાર આ વાતનો લાગી રહ્યો હતો.

અંજના:- અરે પ્રદીપ શું થયું ? તમે આમ રડો છો કેમ? શું થયું છે? કાંઈક બોલો તો ખરા? પ્રદીપ કેમ આમ ચૂપ છો તમે પ્રદીપ પ્લીઝ કઈક બોલો? તમને આમ આવી હાલત માં જોઈ ને મારા હ્રદય ના ધબકારા વધી ગયા છે કઈક તો બોલો પ્લીઝ... રિપોર્ટ માં બધું બરાબર તો છે ને..

પ્રદીપ( રડતા આવજે):- કાઈ જ બરાબર નથી અંજના, આપણી દીકરી પર, મારી પરી પર બઉ મોટી મુસીબત આવી પડી છે.રીમા ને બ્લડ કેન્સર છે...

અંજના(એકદમ આઘાત સાથે):- શું બક્વાસ કરો છો તમે? એવું હોય જ ના શકે.મારી રીમા તો હજી નાની બાળ છે એને ખાલી એક સામાન્ય તાવ આવ્યો છે. તમને જરૂર કોઈ ગેર સમજ થઈ છે..

પ્રદીપ :- કાશ કાશ કે એવું જ હોત! આ મારી કોઈ ગેર સમજ જ હોત. કયો બાપ પોતાની દીકરી નું આવું દર્દ જોઈ શકે. મને પણ આઘાત લાગ્યો હતો જ્યારે ડૉ સંજય એ મને આ વાત કહી.મારું હ્રદય એક ધબકારો ચૂકી ગયું હતું આ વાત સાંભળીને...

અંજના:- ના ના પ્રદીપ પ્લીઝ કહી દો કે તમે ખોટું બોલો છો. એવું બની જ ના શકે. હજી તો મારી દીકરી એ આ દુનિયા માં જોયું જ શું છે. હજી તો એ માસૂમ બાળકી છે. આ રીપોર્ટ ખોટા છે. ડો સંજય પણ ખોટું બોલે છે. આપણે એને બીજા ડૉ પાસે લઈ જઈશું. ફરી બધી તપાસ કરાવીશું. પણ પણ કહી દો કે આ ખોટું છે પ્રદીપ...

પ્રદીપ:- હા હું પણ એવું જ વિચારતો હતો કે ડૉ સંજય ખોટું બોલે છે કદાચ એ કોઈ મજાક કરે છે. મજાક ડૉ સંજય એ નહિ પરંતુ આપણી કિસ્મતે આપણી ઠેકડી ઉડાડી છે. જે સંતાન ને પામવા માટે આપડે આટઆટલું સહન કર્યું છે. હવે એ જ સંતાન માટે આપણી કિસ્મત આપણને આજમાવી રહી છે. તું જ જોઈ લે આ રીપોર્ટસ...

અંજના રીપોર્ટસ જોઈ ને એકદમ જ ભાંગી પડે છે. તે અર્ધ બેહોશીની હાલતમાં ઢળી પડે છે...

પ્રદીપ:- પ્લીઝ અંજના પ્લીઝ સંભાળ તું તારી જાતને. આપણે આપણી દીકરીની જિંદગી ની લડાઈ માં એનો સાથ આપવાનો છે. આપડે હિંમત રાખવી જ પડશે. હું સમજુ છું કે એક માં માટે આ સહેલું નથી કે પોતાના ના સંતાન ને મોત સામે લડતા જોઈ શકે. પરંતુ તું આમ ભાંગી પડીશ તો હું રીમા ને કેમ સંભાળીશ. અંજના રીમા આપણી દીકરી છે એ આમ જિંદગી થી હાર નઈ માને. હું રીમાને કાંઈ જ નહીં થવા દઉં. તું વિશ્વાસ રાખ મારા ઉપર હું એનો બાપ છું. આપડે એની ટ્રીટમેન્ટ માં કોઈ જ કસર નહિ છોડીએ.પછી ભલે ને ગમે તે કિંમત ચૂકવી પડે. ડૉ સંજય એ રીમા ને એક દિવસ કેન્સર હોસ્પિટલમાં એડમિટ થવાનું કહ્યું છે જેથી કેન્સરની આગળ તપાસ થઈ શકે અને મે ડોક્ટર સંજય ને કહ્યું છે કે બાકી બધી ટ્રીટમેન્ટ એ ઘરે જ કરશે. આપણે આપણી રીમા ને કાંઈ નહિ થવા દઈએ..

અંજના પ્રદીપને ભેટીને રડવા લાગે છે બસ એક જ વાત કહે છે કે પ્લીઝ પ્રદીપ મારી દીકરી ને બચાવી લ્યો.પ્લીઝ ..

બીજા દિવસે પ્રદીપ અને અંજના રીમાને ડોક્ટર ની સલાહ મુજબ કેન્સર હોસ્પિટલમાં એડમિટ કરી દે છે. ત્યાં રીમા ની આગળ તપાસ કરવામાં આવે છે....

રીમા આ બધી વાત થી સાવ અજાણ જ હોય છે. રીમા ખૂબ જ માસૂમિયત થી પૂછે છે કે મમ્મી પપ્પા શું થયું છે મને? તમે મને અહીંયા શું કામ લઈ ને આવ્યા છો?. અંજના ને પ્રદીપ એક બીજા સામે જોઈ ને મુંજાઈ છે કે પોતાની દીકરી ના કર્મ ની કઠણાઈ ની વાત કઈ રીતે કહે.રીમા હજી તો માસૂમ બાળ છે એને આવા ભયંકર રોગ વિશે શું ખબર હોય.એટલા માં ડૉ સંજય ત્યાં આવી જાય છે ને આખી વાત એ પોતાના હાથ માં લેતા રીમા ને સમજાવે છે કે જો દીકરા તારી સ્કૂલ માંથી જ અમને કેહવામાં આવ્યું છે કે દરેક વિદ્યાર્થી ની તપાસ કરવાનું બસ જો તારા થોડા રિપોર્ટ થઈ જાય પછી પાછું તારે તારા ઘરે જ જતા રેહવાનું છે.

રીમા એ ડોક્ટર અંકલ ની વાત માં હા માં હા જરૂર મેળવી હતી.પણ એણે અત્યાર સુધી માં એના મમ્મી પપ્પા ના આટલા વ્યાકુળ ચહેરા ક્યારેય જોયા નહોતા. ડોકટરો સતત એની આસપાસ દોડા દોડી કરી રહ્યા હતા. રીમા ના મસ્તિષ્કમાં નવા પ્રશ્નોના વિચાર વમળો સર્જન કરી રહ્યા હતા.તેને જ્યાં સુધી ખબર હતી ત્યાં સુધી જ્યારે પણ સ્કૂલમાં તપાસ કાર્યક્રમ હોય ત્યારે ડોક્ટર સ્કૂલમાં જ તપાસ કરવા આવતા. ક્યારેય કોઈ વિદ્યાર્થી ને હોસ્પિટલ લઈ જવામાં નહોતા આવતા. એટલી પણ એ અણસમજુ નહોતી કે આવી પરિસ્થિતિને પારખી ના શકે.છતાં પણ રીમા આ બધું શાંત ચિતે જોઈ રહી હતી.બધી જ તપાસ કરાવ્યા બાદ પ્રદીપ અને અંજના રીમા ને લઇ ને ઘરે પહોંચ્યા.

પ્રદીપ જ્યારે પણ ઉદાસ હોઈ ત્યારે પોતાના સ્ટડીરૂમમાં કલાકો સુધી એકલો બેસી રહેતો. આજે પણ તે ઘરે પહોંચીને સીધો સ્ટડી રૂમમાં ગયો.અંજના પણ તેને સાંત્વના આપવા તેના માટે કોફી લઈને સ્ટડી રૂમમાં જાય છે.

ક્રમશ...
મારી વાર્તા વાંચવા બદલ અને આપના કિંમતી પ્રતિભાવ આપવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર 🙏🙏આગળ જોઈશું આવતા અંક મા.....