THE CURSED TREASURE - 4 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 4

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું,

વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંનેનો એક ભૂતકાળ રહી ચૂકેલો છે. વિક્રમ રેશ્મા ના બોસ પ્રો. નારાયણના ઘરેથી એમની એક ગુપ્ત ફાઇલ ચોરવા તે એમના ઘરમાં ચોરીછુપે જાય છે. અને લાયબ્રેરીમાં પહોંચે છે. હવે આગળ..

ચેપ્ટર - 4

વિક્રમ લાયબ્રેરીમાં પહોંચી ગયો હતો. લાયબ્રેરીમાં ઘોર અંધકાર હતો. બધી લાઇટો બંધ હતી. અને બારીઓ પણ બંધ હોવાથી એને કંઇજ દેખાય રહ્યુ હતું નહીં. એણે પોતાની સાથે લાવેલ મીની ટોર્ચ ચાલુ કરી. એના અજવાળામાં એણે જોયું કે એની સામે જ બારી હતી જે બંધ હતી.

રૂમમાં લગભગ બધી જ દીવાલોને અડાડીને કબાટ લગાવેલા હતા જેમાં કિતાબો ભરેલી હતી. વિક્રમે એમને ધ્યાનથી જોયું તો એને ખબર પડી કે પ્રોફેસર પાસે વિપુલ પ્રમાણમાં પુસ્તકો હતા. બધા કબારની ઉપર એ કબાટમાં ક્યા વિષયની કિતાબો હતી એ દર્શાવતી તકતીઓ લગાડી હતી. જેમકે ગુજરાતનો પ્રાચીન ઇતિહાસ, મધ્ય ભારતનો ઇતિહાસ, ગુપ્તકાલીન ભારતનો ઇતિહાસ. વગેરે વગેરે..

આ બધી જ પુસ્તકો મુલ્યવાન લાગતી હતી. એમાં પણ એક કાચના દરવાજા વાળા કબાટમાં એણે સદીઓ જુના તામ્રપત્રો અને અને ખાસ કોતરણી અને લખાણ વાળા પથ્થરો જોયા. એ જોઇને વિક્રમ અત્યંત પ્રભાવિત થયો. મનોમન એ પ્રોફેસર ના કામની પ્રશંસા કરવા લાગ્યો. આમ તો એને અને પ્રોફેસરને વધારે ભળતું ન હતું. પણ એવુ પણ ન હતું કે એ પ્રોફેસરને નફરત કરતો હતો. પણ એ એમના કામ કરવાની રીત એને પસંદ ન હતી. એમાંય રેશ્મા જ્યારે એને છોડીને પ્રોફેસર સાથે કામ કરવા જતી રહી ત્યારે પ્રોફેસર તરફનો અણગમો વધી ગયો.

પોતાના વિચારોમાંથી બહાર નીકળીને એણે આમતેમ ટોર્ચ કરીને એ ફાઇલ ગૌતવાનો પ્રયાસ કર્યો. પણ એને એફાઇલ ક્યાય ન દેખાય. પણ એને એ ખબર હતી કે એ ફાઇલ કોઇ ગુપ્ત જગ્યાએ રાખી હશે જે આસાનીથી કોઇની નજરમાં ન આવે. એથી એણે આજુબાજુ જોવાનું શરૂ કર્યું.

એ શોધી રહ્યો હતો કંઇક અજુગતું. કંઇક જે નોર્મલ ન હોય. કોઇ લીવર અથવા તો કોઇ છુપાએલી સ્વિચ, જે સામે જ હોય પણ પહેલી નજરમાં ન દેખાય. એણે સૌથી પહેલાં પ્રોફેસરના ટેબલ પાસે જઈને એ ટેબલના પાટીયાની નીચે હાથ ફેરવવા લાગ્યો. એને ખબર હતી કે મોટા ભાગના લોકો આવી કોઇ સિક્રેટ સ્વિચ ટેબલની નીચે જ રાખતા હોય છે. પણ એને અહીંયા કંઇ ન મળ્યું. કદાચ પ્રોફેસર એના ધાર્યા કરતા વધુ હોશિયાર હશે. એટલે જ એમણે ટેબલ નીચે કંઈ જ રાખ્યું નથી.

એણે એક પછી એક કબાટ અને એની આજુબાજુની જગ્યા ચેક કરવાની શરૂઆત કરી. લાકડાની એ પ્લેટો જે આખા કબાટને અલગ અલગ ખાનામાં વિભાજીત કરતા હતા એને પણ ધ્યાનથી જોઈ રહ્યો હતો. અચાનક એને કંઈક દેખાયું. એક કબાટની ડાબી બાજુ સાઇડમાં એણે જોયું કે તો ઉપરથી નીચે સુધી લઈને સાત સ્ટીલના ફુલોના મોડલ લગાવેલા હતા. પણ એમાં વચ્ચનું એક ફુલ બીજા ફુલો કરતા થોડું બહાર નિકળેલું હતું. વિક્રમને એ ફુલ જોઇને શંકા ગઇ. એણે એ ફુલને દબાવ્યું. એના ફુલ દબાવતા જ કબાટની નીચે કંઇક અવાજ આવ્યો. એણે નીચે જોયું તો એક વધારાનું ખાનું કબાટની નીચેથી બહાર આવ્યું હતું. અને એમાં એક ફાઇલ હતી. વિક્રમના મોઢા પર વિજયસુચક સ્મિત આવી ગયું. "પ્રોફેસર ખુબ જ સ્માર્ટ છે." એ મનોમન બબડ્યો.

એણે એ ફાઇલ ઉપાડી. એ ફાઇલનાં કવર પર લખ્યું હતું, "કોન્ફિડેન્શિયલ".. એટલે ગુપ્ત માહિતી...
એણે એ ફાઇલ ખોલીને જોયું.. એમાં કેટલાક કાગળો હતા. એ કાગળો વાંચીને વિક્રમ ચોંકી ગયો. એને વિશ્વાસ ન આવ્યો કે જે એ વાંચી રહ્યો છે એ સત્ય છે કે નહીં. થોડીવાર તો એ ત્યાં જ ઉભો રહ્યો. પછી એ ફાઇલ લઇને જે રસ્તેથી આવ્યો હતો એ રસ્તે એટલે કે એસી ડક્ટ માંથી પાછો રેશ્મા પાસે પહોંચી ગયો.

વિક્રમને પાછો આવતો જોઇને રેશ્માનાં મોઢા પરની ચિંતા દૂર થઇ. વિક્રમ જેવો નિચે ઉતર્યો કે રેશ્માએ એને ખુરશી પર બેસાડીને પાણીનો ગ્લાસ આપ્યો. પાણી પીને વિક્રમના શરીર અને મગજ પર ઠંડક પ્રસરી ગઇ. થોડી વાર એમનમ શાંત બેસીને એણે પોતાના શ્વાસોશ્વાસ નોર્મલ થવા દીધા. એટલામાં તો રેશ્મા એ એના હાથમાં રહેલી ફાઇલ જોઇને એના ચહેરા પર મોટી સ્માઇલ આવી ગઈ. એણે વિક્રમ પાસે એ ફાઇલ માગી. વિક્રમે આપી દીધી કારણ કે એણે પહેલેથી જ એમાં રહેલી બધી માહિતી વાંચી લીધી હતી. રેશ્માએ એને પુછ્યું, " શું લખ્યું છે આમા?" વિક્રમે જવાબ આપતા કહ્યુ, " તું જાતે જ વાંચી લે."

રેશ્માએ ધડકતા દિલે એ ફાઇલનાં પન્ના ખોલવાની શરૂઆત કરી. એ ફાઇલ એના અને વિક્રમનાં સોનેરી ભવિષ્યની ચાવી હતી. એને એ ફાઇલ ખોલતઘ વખતે એક અલગ જ પ્રકારની લાગણી અનુભવાય રહી હતી. એણે એ ફાઇલ ખોલીને એની વિગતો વાચવા માંડી. એમાં લખ્યું હતું,

" પ્રોજેક્ટ સંબલગઢ.
તારીખ:- 25/2/1999
એક્સપિડિશન(ખોદકામ) ઇસ સ્ટાર્ટેડ ઓન સાંઇટ નં. 83. ( 15 કીલોમિટર સાઉથ ટુ ગજનેર)
સાઇટ ઇન્ચાર્જ મિ. મનોહર દેસાઇ."

રેશ્માએ પેજ ફેરવ્યું.

" ધીસ ઇસ. કમાન્ડર દેશપાંડે. ધીસ મેસેજ ઈસ ફોર પ્રો. નારાયણ. મિ. મનોહર દેસાઇ ઇસ નો મોર. સાઇટ નં. 83 ઇસ નાવ સીલ્ડ નેવર ટુ ઓપન અગેન. "

ફાઇલ વાંચીને રેશ્માની રુંવાળી ઉભી થઈ ગઈ. તો પ્રોફેસરે સંબલગઢ ક્યાં આવેલું છે એ સાચે જ શોધી કાઢેલું. તો હવે બસ અમારે એમના અધુરા છોડેલા કામને પુરુ કરવાનું છે. પણ એને આ સાઇટ ઇન્ચાર્જ મનોહર દેસાઈ ની મોત કને સાઇટ હંમેશા માટે સીલ શું કામ કરી દેવામાં આવી છે તે સમજાયું નહીં. એણે આ જ વસ્તુ વિક્રમને પુછી,"વિક્રમ, તને શું લાગે છે કે આ સાઇટ નં. 83 શું કામ સીલ કરી દીધી હશે? અને આ મનોહર દેસાઇ નું મૃત્યુ કઇ રીતે થયું હશે?

વિક્રમે જવાબ આપ્યો," ખબર નહી. કદાચ ત્યાં કોઇ ઘટના ઘટી હશે. અથવા તો ત્યાં કંઇક એવું મળ્યું હશે જેને પ્રોફેસર દુનિયાથી છુપાવવા માગતા હતા. કદાચ સંબલગઢનું રહસ્ય અને ત્યાંના લોકોની હંમેશા જવાન અને ત્રણસો વર્ષ જીવી શકવાની ક્ષમતા પાછળનું કારણ એમના હાથમાં આવી ગયું હશે."

એના જવાબ પર રેશ્મા પરણ વિચારમાં પડી ગઇ. અને વિક્રમની દલીલ પણ ખોટી ન હતી. હોઇ શકે કદાચ સંબલગઢનું રહસ્ય પ્રોફેસરે જાણી લીધું હોય અને એ રહસ્ય એ દુનિયાથી દૂર માત્ર પોતાના પુરતું સિમિત રાખવા માંગતા હોય. પણ પ્રોફેસર એટલાં સ્વાર્થી હોય શકે એકોણ જાણે કેમ પણ એનું મન માનવા તૈયાર ન હતું. પણ વિક્રમને ખોટું ન લાગે એટલે એની સામે પ્રોફેસરનો બચાવ કરવા માંગતી ન હતી. આમેય પ્રોફેસર અને વિક્રમને વધારે ભળતું નહોતું. એણે ફરી એક વાર સાઇટ નં. 83 નું એડ્રેસ જોયું. કોઇ ગજનેર નામની જગ્યાથી પંદર કીલોમિટર દક્ષિણમાં હતી. એણે વિક્રમને પુછ્યું, " આ ગજનેર ક્યાં આવેલુ છે?"

" હા." વિક્રમે કહ્યું., " ગજનેર રાજસ્થાનમાં આવેલું એક નાનકડું નગર છે. એ બિકાનેરથી દક્ષિણ પશ્ચિમમાં થોડે દૂર આવેલું છે. અને રણની એકદમ અડીને જ છે. થારનું રણ જેમાં આ નગર છે એનાંથી દક્ષિણમાં એટલે નક્કી આ જગ્યા રણની અંદર આવેલી હશે. "

" તો આપણે ત્યાં કઇ રીતે પહોંચી શું?" રેશ્માએ પુછ્યું.

" એની ચિંતા ન કર. " વિક્રમે કહ્યું," બિકાનેરમાં મારો એક ગુજરાતી મિત્ર રહે છે. એ આપણને બધી જ જરૂરી વ્યવસ્થા કરી આપશે. બસ આપણે કાલે સવારની ટ્રેન પકડીને બિકાનેર માટે નિકળી જવાનું છે. ટિકિટનો બંદોબસ્ત હું કરી રાખીશ. તું વહેલી સવારે ચાર વાગ્યે અંહીથી નીકળી જજે. અને મને પાંચ વાગ્યે સ્ટેશને મળજે. બીજે દીવસે સાંજે આપણે બિકાનેર હોઈશું. "

" હા પાકું," રેશ્માએ કહ્યું. અને વિક્રમે રેશ્મા પાસેથી એ ફાઇલ લઇને એ જ્યાંથી ઘરમાં આવ્યો હતો ત્યાંથી પાછો બહાર જઇને પોતાની મોટરસાયકલ લઇને નીકળી ગયો. રેશ્મા એને જતી જોઈ રહી.જેવો એ ઘરથી દૂર ચાલ્યો ગયો કે પછી રેશ્મા પોતાના રૂમમાં આવીને એણે પોતાની બેગ પેક કરી અને બેગને બારી બહાર ફેંકી દીધી. અને એણે કાગળ અને પેન લઇને પ્રોફેસર નારાયણની પત્નીને સંબોધતો એક પત્ર લખ્યો જેમાં એણે પોતાને એક જરૂરી કામ હોવાથી વહેલી સવારે નીકળી જવું પડ્યું છે એવું બહાનું લખી નાખ્યું અને. પોતાના રૂમના ટેબલ પર રાખી દીધું. અને પોતે બારીમાંથી બહાર નીકળીને દીવાલ ટપીને ઘરથી દૂર અને વિક્રમ જે દિશામાં ગયો હતો એની વિરુદ્ધ દિશામાં ચાલી ગઈ.

* * * * *

રાતના લગભગ ત્રણ વાગ્યા હશે. પ્રોફેસરના ઘરનો ડેલો એક રહસ્યમય વ્યક્તિએ ખોલ્યો. એ ખોલીને એણે ઘરનો મેઇન ડોર ખોલ્યો જેની ચાવી એની પાસે હતી. પછી અંધારીયા હોલને પસાર કરીને એ લાયબ્રેરીનાં દરવાજા સુધી આવ્યો. અંધારામાં એનો ચહેરો દેખાતો ન હતો.એણે લાયબ્રેરીનાં દરવાજા પર લગાવેલ કી પેડ માં એક નંબર દબાવ્યો. અને લાયબ્રેરીનો દરવાજો ખુલી ગયો. એ વ્યક્તિ અંદર ગયો તો એણે જોયું કે એસી ડક્ટની જાળી ખુલ્લી છે. એણે તરત જ એક કબાટ પાસે જઈને એમાં લગાવેલાં સ્ટીલનાં ફુલમાંથી એક દબાવ્યું કબાટની નીચેથી એક ખાનું બહાર આવ્યું. પણ એ ખાલી હતું. જે જોઇને એ વ્યક્તિના ગુસ્સાનો પાર ન ઉ. પણ ગુસ્સાને કાબુમાં લાવીને એ ફક્ત એટલું જ બોલ્યો

" વિક્રમ, હું તને નહીં છોડું."

(ક્રમશઃ)

* * * * *