THE CURSED TREASURE - 6 books and stories free download online pdf in Gujarati

શ્રાપિત ખજાનો - 6

આગળના પ્રકરણમાં તમે વાંચ્યું...

વિક્રમ અને રેશ્મા બંને આર્કિયોલોજીસ્ટ છે અને બંને સંબલગઢ નામના એક ખોવાયેલા રહસ્યમય શહેરને શોધવા માગે છે. આ માટે વિક્રમ સ્વર્ગસ્થ પ્રોફેસર નારાયણની લાયબ્રેરીમાં જઇને સંબલગઢનું રહસ્ય સાચવેલી ફાઇલ ચોરી લાવે છે. અને વિક્રમ અને રેશ્મા બંને રાજસ્થાનમાં બિકાનેર શહેરમાં આવે છે. જ્યાં વિક્રમનો મિત્ર રહેતો હોય છે. અહીંથી એ સફર માટે જરૂરી માલસામાન ખરીદે છે અને પછી પોતાના સફર પર નિકળી પડે છે. હવે આગળ....

ચેપ્ટર - 6

ગજનેર શહેર આમતો મોટું ગામડું કહી શકાય એવડું શહેર છે. વિક્રમ અને રેશ્મા બંને ગાડીમાંથી ઉતરીને ગજનેરના રસ્તા પર ચાલી રહ્યા હતા. બિકાનેરથી રાકેશે બુક કરાવેલી કાર એ બંને ને ગજનેરના બસ સ્ટેન્ડ પાસે ઉતારીને ફરી બિકાનેર રવાના થઈ ગઇ.

બપોરના અગિયાર વાગવાનો સમય હતો. પણ રાજસ્થાનમાં આવા સમયે પણ ખુબ જ વધારે ગરમી હોય છે. રાજસ્થાનના રણ પ્રદેશના કારણે અહીંયા દિવસે ખૂબ ગરમી અને રાત્રે ખૂબ ઠંડી પડતી હોય છે.

હવે અહીંથી આગળ ઊંટની સવારી પર એમને રણમાં જવાનું હતું. સંબલગઢ સંભવિત રણમાં અંદર આવેલું છે એવું પ્રોફેસરની ફાઇલમાં લખેલું હતું. એટલે હવે એ બંને ઊંટનો મેળ કરવા માટે એમને ગજનેરના પૂર્વ છેડે આવેલા પશુપાલક પાસે જવાનું હતું. પણ એ પહેલા બંને એ બપોરનું ભોજન લઇ લેવાનો વિચાર કર્યો. કારણ કે પછી રણમાં રખડવામાં કેટલો સમય લાગશે એનું કંઈ નક્કી નથી. એટલે એ બંને એ પેટપૂજા કરીને પછી જ જવાનો નિર્ણય કર્યો. એ માટે એમણે રાજસ્થાની ભોજનાલયમાં જઇને રાજસ્થાની વાનગીઓની મજા માણી.

લગભગ એક કલાક પછી વિક્રમ અને રેશ્મા ગજનેરના છેડે આવેલા એક મકાન પાસે આવીને ઉભા રહ્યા. આ મકાન એ જ હતું જેના વિશે રાકેશે જણાવેલું. વિક્રમે ઘરનો દરવાજો ખટખટાવ્યો. થોડીવાર પછી એક પંદર વર્ષની છોકરીએ દરવાજો ખોલ્યો. એ છોકરીએ લઘરવઘર કપડા પહેર્યા હતા. અને દેખાવે એકદમ માસુમ બાળકી હતી. એને જોઇને રેશ્માએ એને પ્રેમથી પુછ્યું, " હમે પ્રતાપ સે મિલના હૈ. ક્યા વો યહાં હૈ?"

એનો પ્રશ્ન સાંભળીને એ છોકરીએ ઘરનો દરવાજો બંધ કરી દીધો. એના આવા પ્રતિભાવ જોઇને રેશ્મા ઘડીક ડઘાઈ ગઈ. એને સમજાયું નહીં.. એણે તો ખૂબ જ પ્રેમથી પુછ્યું હતું..! પછી ખબર નહીં એ છોકરીએ દરવાજો કેમ બંધ કરી દીધો? એણે પ્રશ્નાર્થ નજરે વિક્રમ સામે જોયું. વિક્રમને પણ કંઇ સમજ ન પડી. એ ફરી દરવાજો ખખડાવા જઈ રહ્યો હતો એ પહેલાં જ દરવાજો ફરી ખુલ્યો. આ વખતે એક લગભગ ચાલીસ વર્ષનો પુરુષ બહાર આવ્યો. એણે ધોતી અને સફેદ કમીઝ પહેર્યું હતું. અને એની મોટી મૂછો એનો રાજસ્થાની હોવાનો પૂરાવો આપતી હતી.

એકદમ મજબૂત અને કસાયેલ શરીર ધરાવતો એ વ્યક્તિ બોલ્યો, " બોલો સાહબ, મેરા નામ પ્રતાપ હૈ.. મે થારી કે સેવા કર સકુ?"
વિક્રમે એની સાથે હાથ મિલાવ્યા અને કહ્યું, "મેરા નામ વિક્રમ હૈ. ઔર યે મોહતરમાં રેશ્મા હૈ." આટલું બોલીને એણે પોતાના પેન્ટના પાછલા ખીસ્સામાંથી પોતાનુ પાકીટ કાઢ્યું. એમાથી એણે એક કાર્ડ કાઢીને એણે પ્રતાપને બતાવ્યું અને બોલ્યો,"હમે રાકેશને ભેજા હૈ. "
રાકેશનું નામ સાંભળતા પ્રતાપના ચહેરા પરના ભાવ બદલાઇ ગયા. કાર્ડમાં રાકેશનું નામ અને એના નંબર હતા. એ જોઇને એના મુખ પર સ્માઇલ આવી ગઈ. જે સાબિત કરતી હતી કે એ રાકેશને ઓળખતો હતો. એણે વિક્રમ અને રેશ્માને કહ્યું, " આઇએ સાહાબ અંદર આઇએ. " વિક્રમ અને રેશ્મા એની પાછળ ચાલ્યા. એ મકાન એક નાનકડો રૂમ હતો જેમા એક ટેબલ અને ચાર પાંચ લોકો બેસી શકે એની વ્યવસ્થા કરી હતી. મકાનની બીજી તરફ એક મોટો વાડો હતો.એ વાડામાં ચાર ઘોડા.. બાર ઊંટ અને બીજા બે ચાર પશુઓ બાંધેલા હતા. અને પશુઓ માટેની ગમાણમાં ઉભા હતા. એક બાજુ પશુઓ માટેનું નીણ અને ઘાસનો ઢગલો પડ્યો હતો.

વિક્રમ અને રેશ્મા ખુરશીમા ગોઠવાયા. પ્રતાપે એમની સામે ગોઠવાતા કહ્યું, " આપકો રાકેશજીને ભેજા હૈ મતલબ આપકો જરૂર કોઇ જરૂરી કામ હોગા. બોલિયે મૈ ક્યાં મદદ કર સકતા હું આપકી?"

વિક્રમે કહ્યું, " જી હમ એક સફર કે લીયે જાના ચાહતે હૈ ઔર ઉસકે લિયે હમે દો ઊંટ ચાહિયે. જો હમે રેગિસ્તાનમે લે જા સકે. ઔર વો ભી અભી."

" આપકો ભરી દોપહર મે રેગિસ્તાનમે જાના હૈ.?! " પ્રતાપે પુછ્યું. કારણ કે એને આશ્ચર્ય થયું હતું. અને થાય જ ને એને સારી રીતે ખબર હતી કે અત્યારે રણમાં જવું એટલે ગરમ કોલસા પર ચાલવા જેવું થઇ જશે. અત્યારે રણની રેતી એટલી ગરમ હશે. એણે કહ્યુ," સાહબ આપકો અંદાજા ભી હૈ ઇસ સમય રેત કીતની ગર્મ હોગી? બર્તન મે પાની દુધ ઔર ચાય પત્તી ડાલકે રેત પર રખદો તો ચાય પક જાયે. ક્યા સચમે આપ અભી જાના ચાહતે હૈ?

વિક્રમે જવાબ આપતા કહ્યું," જી.. હમે અભી જાના હૈ. મૈ આપકો આપકી તય કી હુઇ કીંમત સે જ્યાદા દેને કો તૈયાર હું. પર હમે અભી જાના હૈ. ઔર હમ શામ હોને સે પેહલે વાપસ આ જાયેંગે. તો આપ ઉસકી ચિંતા ભી મત કિજીયે. આપ બસ હમે દો ઊંટ દે દિજીયે."

રેશ્માએ આશ્ચર્યથી વિક્રમ સામે જોયું. પ્રતાપની વાતમાં દમ હતો કે ભર બપોરે રણમાં ન જવાય. પણ વિક્મની અત્યારે જ જવાની જીદ જોઇને એને આશ્ચર્ય તો થયું જ સાથે શંકા પણ ગઇ. અને આ વિક્રમ સાંજ સુધીમાં પાછો આવી જવાની વાત કેમ કરે છે? જો સંબલગઢ મળી જશે તો ત્યાંનું બધું જ અધ્યયન અને આંખો વિસ્તારમાં જોવામાં ઘણો લાંબો સમય લાગવાનો છે. કદાચ એક દિવસ નિકળી જાય એવડું મોટું શહેર અને એનો એ કીમતી ખજાનો શોધવામાં.. તો પછી આ શું બોલી રહ્યો છે?

શંકાનું સમાધાન કરવા માટે રેશ્માએ પ્રતાપને સંબોધીને કહ્યું, " અગર આપ બુરા ના માને તો આપ હમે એક મિનિટ દેંગે?" પ્રતાપે સહમતી દર્શાવી. રેશ્મા ઉભી થઇને વિક્રમને થોડે દૂર લઇ જઇને પુછતા કહ્યું, "તુ શું કરી રહ્યો છે? પ્રતાપ રાજસ્થાનના રણને આપણાથી વધારે ઓળખે છે. એટલે એની વાતમાં દમ છે કે આપણે ભર બપોરે ત્યાં ન જવું જોઈએ. અને તને એવું શું કામ લાગે છે કે આપણે સાંજ પહેલા આવી જશું? તને ખબર છે ને કે આપણા કામમાં કેટલો સમય લાગી શકે છે?"

વિક્રમે એને શાંત પાડતા કહ્યું," આટલા બધા પ્રશ્નોનો એક સાથે કેમ જવાબ આપું હું? અને તને મારી ઉપર ભરોસો છે કે નહીં? "

" હા.. છે. ને" રેશ્માએ કહ્યું.

" હા તો બસ. " વિક્રમે કહ્યું," મારી ઉપર ભરોસો રાખ. તું ત્યાં પહોંચીશ એટલે તને તારા બધા પ્રશ્નોના જવાબ મળી જશે. અત્યારે આપણે આને મનાવવાનો છે ઊંટ આપવા માટે. ઓ.કે.?"

રેશ્માએ કંઈ ઉત્તર ન આપ્યો.

"ઓ.કે?" વિક્રમે ફરી પુછ્યું. આખરે રેશ્માએ હકારમાં માથું હલાવીને એને સહમતી આપી. એનો ઉતર સાંભળીને વિક્મને શાંતિ થઇ. ફરી એ બંને પ્રતાપ સામે બેસી ગયા. વિક્રમે પ્રતાપને કહ્યું," દેખો પ્રતાપ, હમે અભી જાના હૈ. તુમ હમ પર ભરોસા કર સકતે હો. તુમ હમે ઊંટ દેદો. ઔર હમ તુમ્હે અભી પુરે પૈસે દે દેંગે." કહીને એણે પાંચસોની નોટનું એક બંડલ એની સામે મુક્યું. બંડલ જોઇને એની આંખો ચમકી. થોડીવાર વિચાર કરીને એણે જવાબ આપ્યો, " ઠીક હૈ સાહાબ. આપ દો ઊંટ લે જાઇએ. વૈસે તો મૈ હર બાર જીનકો ઊંટ ભાડે દેતા હું ઉનકે સાથ ઉનકે સફર પર જાતા હું. લેકીન આપ રાકેશજી કે દોસ્ત હૈ ઈસિલિયે મૈ આપ પર ભરોસા કર રહા હું. ઇસે તોડીએગા મત." કહીને એણે ઊંટની ગમાણ માંથી બે ઊંટની લગામ વિક્રમ ના હાથમાં સોંપી અને વિક્મે નોટનું બંડલ પ્રતાપના હાથમાં સોંપ્યું. પછી વિક્રમ અને રેશ્મા બંને ઊંટ પર સવાર થઈને દક્ષિણ તરફ રણમાં હંકારી મુક્યા.

ચારે તરફ અફાટ રણ દેખાતું હતું. ગજનેર પાછળ રહી ગયું હતું. હવે તો ગજનેર દેખાતું પણ બંધ થઇ ગયું હતું. રેશ્મા અને વિક્રમ બંને ઊંટની પીઠ પર સવાર થઈને દક્ષિણ દિશા તરફ આગળ વધી રહ્યા હતા. ગરમીનો પારો ખુબ ઉપર ચડેલો હતો. વિક્રમ એની પાસે રહેલા કમ્પસ(હોકાયંત્ર)ની અણી દક્ષિણ દિશા પર રહે એ વાતનું ધ્યાન રાખી રહ્યો હતો.

રેશ્મા પોતાના જ વિચારોમાં ડુબેલી હતી. એ જુના સમયને યાદ કરી રહી હતી જ્યારે એ અને વિક્રમ બંને સાથે હતા. એ પણ શું સમય હતો. બંને સાથે ભણતા. અને સાથે રહસ્યો ની ગુત્થી સુલ્જાવતા. સંબલગઢ શોધવાનું. એમનું સ્વપ્ન હતું. પણ એક ઘટનાએ બધું જ બદલી નાખ્યું. અને રેશ્મા પ્રોફેસર નારાયણ સાથે કામ કરવા ચાલી ગઇ. પ્રોફેસર ઇચ્છતા હતા કે વિક્રમ પણ એમની સાથે કામ કરવા આવી જાય. કારણ કે વિક્રમ જેવો એક બાહોશ જુવાન લોહી એમની સાથે આવી જાત તો એમના કામમાં ઘણી મદદ થઇ જાત. એ માટે એ પોતે પણ પ્રયાસ કરી ચૂક્યા હતા. પણ વિક્રમે એમને ના પાડી દીધી. ખબર નહી કેમ?

રેશ્માએ અત્યારે સારો અવસર લાગતા એને પુછ્યું, " વિક્રમ, એક વાત પુછુ?"

" હા પુછ." વિક્રમે કહ્યું. એનું ઊંટ રેશ્માના ઊંટની ડાબી બાજુ ચાલી રહ્યું હતું.

" શું હું એકમાત્ર કારણ હતી કે જેને લીધે તું પ્રોફેસર નારાયણ સાથે કામ કરવા નહોતો માંગતો?"

એનો પ્રશ્ન સાંભળીને વિક્રમે આશ્ચર્ય સાથે એની સામે જોયું. આ સવાલ આજ પહેલા રેશ્માએ ક્યારેય નહોતો કરેલો. વિક્રમ આ વિશે રેશ્મા સાથે બવ પહેલા વાત કરવા માગતો હતો. પણ ક્યારેય ચાન્સ ન મળ્યો. પછી એ બંને અલગ થઈ ગયા. પણ વિક્રમને લાગ્યું કે અત્યારે આ વાત કરી શકાય છે.

વિક્રમે એનો જવાબ આપતા કહ્યું...

(ક્રમશઃ)

* * * * *