Life Partner - 18 books and stories free download online pdf in Gujarati

લાઈફ પાર્ટનર - 18

લાઈફ પાર્ટનર

દિવ્યેશ પટેલ

ભાગ 18

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો

ઈશ્વરભાઈ પોતાની રેગ્યુલર જિંદગી માં વ્યસ્ત થઈ ગયા જેમ કાઈ બન્યું જ ન હોય આથી સહદેવ નું ટેન્શન ડબલ થતું હતું.આમ પણ કોઈ વ્યક્તિ તમારા ધર્યા કરતા વિરુદ્ધ વર્તન કરે ત્યારે તમને ટેન્શન તો વધે છે અને અહીં તો સહદેવ જ્યારે પ્રિયાની વાત પણ કરતો ત્યારે ઈશ્વરભાઈ વાત બદલી નાખતા ત્યારે સહદેવ ને એમ થતું કે મમ્મી જો હયાત હોત તો કદાચ અત્યારે તે પપ્પા ને સમજાવી શકત. પછી તેના મમ્મી ના દુઃખદ અવસાન કઈ રીતે થયું હતું એના વિચારો માં ખોવાઈ જતો અને પછી પોતાની થોડા સમયથી ઉથલાયેલી જિંદગી માં..!!

********************

આ તરફ માનવ અને પ્રિયાનો સંસાર પણ ધીમે ધીમે ચાલી રહ્યો હતો મુખ્ય તો બંને ત્રણ દિવસ પછી તેઓ ઈશ્વરભાઈ ને મનાવવાના હતા એટલે હવે તેની રાહ જોઈ રહ્યા હતા બધો જરૂરી સમાન તેમને સહદેવ પહોંચાડી રહ્યો હતો.જોકે તે વિચારી રહ્યા હતા એ મુસીબત તો ફક્ત એક રજ હતી તેઓ તો પહાડ જેટલી સાજીસ માં ફસાયા હતા. તે કોના દ્વારા રચાયેલી હતી અને કોણ તેનું માસ્ટરમાઇન્ડ હતું એ તો ભવિષ્ય જ કહેશે

ધીરે ધીરે સમય વીતતો રહ્યો અને એમ પણ સમયયાત્રા આપડે પહેલા વાત કરી એમ સંભવ છે જે વસ્તુની રાહ જોઈએ તો સમય ધીરો થઈ જાય છે અને ટ્રેન પકડવાની ઉતાવળમાં તે રેસમાં દોડતો ઘોડો બને છે.એજ રીતે અત્યારે સમય ગોકળગાય પર સવાર હતો.માનવ અને પ્રિયા માટે આ સમયને કાઢવો વજ્રઘાત જેવો હતો હા સહદેવ માટે પણ ખરો જ!!!

**********************

પણ જેમ તેમ કરતા હવે છેલ્લી રાત્રી પણ પસાર થઈ રહી હતી.બીજે દિવસે સવારે ઈશ્વરભાઈ ને મનાવવા માટે જવાનું હતું આ તરફ માનવ અને પ્રિયા તો સુઈ ગયા હતા પણ સહદેવ પોતાના બેડ પર સૂતો સૂતો જાગી રહ્યો હતો

“પપ્પા તો પ્રિયા વિશે કાઈ પણ સાંભળતા જ નથી તે ગુસ્સે તો નથી પણ ખુશ તો નથી જ ને અને આવો ભાવ પણ ઘણી વાર ઘણું કહી જતો હોય છે પપ્પા ને જઈને કાલ પ્રીયા અને માનવ આવી રહ્યા છે એ કહી દવ અરે ના યાર જો તે ગુસ્સે હશે તો એ એમને અહીં આવવા જ નહીં દે અથવા પોતે જ ક્યાંક જતા રહશે એના કરતાં કાલે જે થવાનું છે એ બધા ના નસીબ પર છોડી દેવું જ વધારે બહેતર છે” સહદેવ આટલું સ્વગત બોલીને આખો બંધ થઈ

****************

બીજા દિવસ નો સૂરજ બધાને જગાડી રહ્યો હતો.માનવ અને પ્રિયા બંને તૈયાર થઈને કમિશ્નર બંગલા તરફ આગળ વધતા હતા તેની સાથે તેમણે એક સુંદર ગિફ્ટ લીધું હતું.બંને ના મન માં એક ભરોસો હતો કે ઈશ્વરભાઈને ગમે તેમ મનાવી લેશું અને આ તરફ સહદેવ પણ પુરી કોશિશ કરી રહ્યો હતો કે તેના પપ્પાનું મૂડ ખરાબ ન થાય તેની સાથે પૂરો ખ્યાલ પણ રાખી રહ્યો હતો સાથે જ નવના ટકોરે દરવાજા નો ટકોરો વાગ્યો.એટલે ઈશ્વરભાઈ દરવાજા તરફ તેને ખોલવા માટે આગળ વધ્યા સાથે જ સહદેવ ના ધબકારા બમણાં થયા.

ઈશ્વરભાઈએ દરવાજો ખોલ્યો,સામે પ્રિયા અને માનવ બંને ઉભા હતા.ઈશ્વરભાઈને થોડું આશ્ચર્ય થયું પણ કદાચ પહેલેથી જ આવો કોઈ અંદેશો હોય એમ તેમના ચહેરા પર જુના ભાવ પ્રસ્થાપિત થયા.અને બંને ને અંદર આવવા કહ્યું.પ્રિયા અને માનવ ને એ વાત નો આશ્ચર્ય જરૂર થયો કે ઈશ્વરભાઈના મુખ પર ગુસ્સો ન હતો અને નિભાવ બનીને તેમને આવકાર આપ્યો.ઈશ્વરભાઈએ પોતાના સોફા પાસે ગયા અને તેના પર બેસીને છાપું હાથ માં લીધું અને તેમાં નજર કરી વાંચવા લાગ્યા સાથે કહ્યું “હા બોલો જલ્દી મારી પાસે વધારે સમય નથી”

માનવે પ્રિયા તરફ જોયું તો તે તેના પપ્પાને જોય થોડી ભાવુક હતી કદાચ તેમને કહેલા પેલા શબ્દ કે તેમની પાસે તેમની એકની એક હા હવે તો એક ની એક જ કહેવાય ને તેની માટે પણ સમય ન હતો.આથી માનવે વાતની લગામ તેના હાથ માં લીધી “અંકલ(કદાચ પપ્પા કહેવું યોગ્ય ન લાગ્યું અથવા તે બોલી ન શક્યો) મેં અને પ્રિયાએ લગ્ન કરી લીધા છે.પણ તમે એની ચિંતા ન કરો કે પ્રિયા મારી સાથે દુઃખી રહેશે.જો તમને અમારા વ્યવસાય થી કોઈ પ્રોબ્લેમ હોય તો હું તે બિઝનેસ છોડી ડૉક્ટરીને જ મારો પ્રોફેશન બનાવી દઈશ.પણ પ્લીઝ અંકલ તમે અમને બંને સ્વીકારી લો”

ઈશ્વરભાઈ કાઈ બોલે એ પહેલા તો સહદેવ બોલ્યો “હા પપ્પા તમે હવે નારાજગી છોડી દો અને દીદી ને અપનાવી લો ને” પછી ઈશ્વરભાઈએ છાપું બાજુ માં મૂક્યું અને ઉભા થયા અને કહ્યું “જો હું આ કોઈ કાળે સ્વીકારું અને રહી વાત તારો વ્યવસાય બદલાવની તો વ્યવસાય બદલવાથી સ્વભાવ નથી બદલતો અને પ્રિયા હવે તારી પાસે બે ઓપ્શન છે એક તો અહીં રોકાઈ જા અને બીજો કે તું તારી જિંદગી માં આઝાદ છું તું માનવ સાથે જઈ શકે છે પણ હા એટલું યાદ રાખજે આજે આ દરવાજા બહાર ગઈ તો પાછો આ ઘરમાં પગ નહીં મુકવા દવ”

“પણ પપ્પા આવું શુ કરો છો પ્લીઝ માની જાવ ને” પ્રિયા એ ડૂસકું ભરતા કહ્યું

“પ્રિયા તારે કશું બોલવાનું થતું નથી છોકરી ની જાત છો તો છોકરી થઈ ને રહે” ઈશ્વરભાઈનો ગુસ્સો હવે સાતમા આસમાને હતો. આ સાંભળી સહદેવનો ગુસ્સો કાબુના ન રહ્યો એટલે એ પ્રિયા અને ઈશ્વરભાઈની વચ્ચે આવી ને ત્રાડક્યો “ બસ પપ્પા બહુ થયું હવે એક શબ્દ ન બોલતા દીદી એ કોઈ ગુનો નથી કર્યો કર્યો ફક્ત અને લવ મેરેજ કર્યા છે અને એ પણ પહેલા તમારી પાસે આવ્યા હતા તમેં ના પાડી અને શા માટે ના પાડી કે તમને એમનો વ્યવસાય નથી ગમતો અને તમને નથી ગમતો એમાં પ્રિયનો શુ વાંક છે, અને આ સ્ત્રી ની જાત એટલે તમે ક્યારથી આવા ભેદભાવી બની ગયા, શહેર ના કમિશ્નર છો એટલું યાદ રાખજો આવા નીચા વિચાર રાખીજ ન શકો તમે”

“બસ ભઈલા”પ્રિયા એ ધીમેથી કહ્યું

“એક મિનિટ દીદી” સહદેવ કોઈનું સાંભળવાના મૂડ માં ન હોય એમ કીધું

“પણ સહદેવ મને આ વ્યવસાય પર બિલકુલ ભરોસો નથી એટલે એ તો હું નહી જ સ્વીકારું” ઈશ્વરભાઈ પણ સામે એટલા ગુસ્સામાં જવાબ આપ્યો એટલે સહદેવે કહ્યું “ અચ્છા એમ તો સાંભળો મમ્મીનું અવસાન યાદ છે ને તમે જ્યારે એક પોલીસ ઓફિસર હતા ત્યારે એક ગુંડા એ તમારા પર ગોળી ચાલવા જતો હતો ત્યારે મમ્મી વચ્ચે આવી ને એ ગોળી ખાઈ લીધી અને તમને જીવનદાન આપ્યું.મમ્મી ના અવસાન નું કારણ તમારું પોલીસ હોવાનું થયું ને આ વાત તો તમે પ્રિયાથી પણ સંતાડી ને રાખી હતી તો તો એ રીતે તો મારી સાથે પણ કોઈ લગ્ન નહીં કરે બરોબર ને!” આ સાંભળીને માનવ તથા પ્રિયા સામે પણ એક રહસ્ય ઉજાગર થયું!!!

આ સાંભળી ઈશ્વરભાઈની આંખ માંથી આંસુ આવી ગયા પણ તેમને એ કંટ્રોલ કર્યો અને પછી સહદેવ ને એક તમાચો મારી દીધો અને કહ્યું “નીકળી જાવ ત્રણેય અહીંથી..” જોકે તે તમાચો સાવ ધીમો જ હતો કદાચ જાણી જોઈને ધીમો માર્યો હતો પણ પોતાનું સ્વાભિમાન ઘવાયું હોય એમ સહદેવ બોલ્યો “તો નીકળીજ જઈશ અને હા ફોન કરશોને તો પણ પાછો નહીં આવું!!” આટલું કહી સહદેવે એક હાથ માનવ નો અને બીજો હાથ પ્રિયનો પકડ્યો અને ચાલી નીકળ્યા અને માનવ તથા પ્રિયાને પણ પરિસ્થિથી જોતા ત્યાંથી નીકળી જવુજ વધુ યોગ્ય લાગ્યું!!!

તે બધાના ત્યાંથી જતાજ ઈશ્વરભાઈના મુખ પર એક ભેદી સ્મીત ફરી વળ્યુ!!!!

ક્રમશ:

તમારો ફીડબેક(અભિપ્રાય) મને 7434039539 પર આપો