riya shyam - 15 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 15

ભાગ - 15
આગળના ભાગમાં આપણે જાણ્યું એ પ્રમાણે,
રઘુને બચાવતા ઘાયલ થયેલ શ્યામ માટે, આ ક્ષણ ભગવાનના આશિર્વાદ સમાન સાબિત થાય છે.
કેવી રીતે ?
હવે જાણીએ...
શ્યામ નો ધક્કો વાગવાથી ખબરી રઘુ જે જગ્યાએ પડ્યો હતો,
ત્યાંથીજ રઘુ ઊભો થવાને બદલે, લાચાર અને દયાના મિશ્ર ભાવ વાળી નજરે, શ્યામ સામે જોઈ રહે છે.
અત્યારે આ ક્ષણે રઘુનો અંતરાત્મા જાગી ગયો છે, અને તેને કોષી રહ્યો છે.
અત્યારે રઘુને પોતાની જાત પર અતિશય ધૃણા આવી રહી છે.
રઘુ મનોમન પોતાની જાતને નફરત ભાવથી ધિક્કારી, પોતાના પર થૂ-થૂ કરી રહ્યો છે.
રઘુને થાય છે કે,
જે વ્યક્તિના, તેના મિત્રના, તેમજ તે બંનેના પરિવારની બરબાદીનું કારણ હું બન્યો,
એવા વ્યક્તિએ પોતાના જીવની પણ પરવા કર્યા સિવાય, આજે મારો જીવ બચાવ્યો છે.
હું માણસ કહેવાને લાયક નથી.
થોડા પૈસાની લાલચમાં હું આ શું કરી રહ્યો હતો ?
ખરેખર, આ હલકું કૃત્ય કરનાર, હું માફીને લાયક નથી.
ભગવાન ન કરે ને જો, આ વ્યક્તિએ મને ન બચાવ્યો હોત ને,
આજે આ દુર્ઘટનામાં મારો જીવ ગયો હોત,
તો મારા પરિવારનું શું થાત ?
આમતો, ભગવાને મને મારા કર્મોની સજા રૂપે જ આ સજા મને આપી હશે.
છતાં
કોઈ જાન-પહેચાન વગર, કોઈ સ્વાર્થ વગર, આ વ્યક્તિએ પોતાના જીવની પરવા કર્યા સિવાય મને બચાવ્યો.
જે વ્યક્તિ અત્યારે આટ-આટલી મુશ્કેલીઓમાં ઘેરાયેલો હોવાં છતા, પણ જો એ માનવતાનું કાર્ય કરી શકતો હોય, તો હું તો માણસ કહેવાવાને લાયક નથી.
માણસ જાત પર કલંક સમાન કૃત્ય હું કરી રહ્યો હતો.
ધિક્કાર છે મારી જિંદગી પર.
શ્યામને ખભે વાગ્યું હોવા છતાં,
તે ખબરી રઘુ પાસે આવીને રઘુને ઊભો કરે છે, અને કહે છે,
કે ભાઈ વાગ્યું તો નથી ને ?
શ્યામના મોઢેથી ભાઈનું સંબોધન, અને એક અજાણ્યા માણસ પ્રત્યેની લાગણી ભર્યું આ એક વાક્ય રઘુની આંખમાં પાણી લાવી દે છે.
રઘુ રીતસર શ્યામના પગમાં પડી જાય છે, અને પોતાને માફ કરવા નહીં, સજા આપવા માટે શ્યામને કહે છે.
શ્યામને અત્યારે કંઈ સમજાઈ નથી રહ્યુ.
શ્યામ રઘુને ઉભો કરી દવાખાનાના ઓટલે બેસાડી શાંત પાડે છે, અને રઘુ
આ શું બોલી રહ્યો છે ?
કેમ બોલી રહ્યો છે ? અને
રઘુ પોતે કોણ છે ?
તે વિશે પૂછે છે.
ત્યારે રઘુ જણાવે છે કે,
તમારો એકસીડન્ટ જેણે કરાવ્યો, એ બદમાશોનો ખબરી છું હું.
તમારા જેવા ભલા માણસનો પીછો કરી તમારી ખબર એ લોકો સુધી પહોંચાડતો જાસૂસ છું હું.
અરે, ખબરી કે જાસૂસ સાનો, થોડા પૈસાની લાલચ માટે જે નરાધમોએ, જે બદમાશોએ,
મને તમારી પાછળ મોકલ્યો,
એવા માણસોની ચમચાગીરી કરતો ચમચો છું હું.
તમારો એક્સિડન્ટ થયો, એ દિવસથી હું તમારી પાછળ ને પાછળ રહ્યો છું, અને તમારી ઘડી-ઘડીની ખબર, હું એ લોકોને આપી તમારી પરેશાનીઓમાં તમારી તકલીફમાં હું વધારો કરાવી રહ્યો હતો, અને મારા દ્વારા તમારી તકલીફોના વધારા સમાન, હમણાં જે પોલીસ આવીને ગઈ, બેંક પર ગઇકાલે રાત્રે જે થયું, તમારા બંને મિત્રોના પપ્પાને અત્યારે જે તકલીફ પડી રહી હશે, એ બધાનું નિમિત હું છું.
તમે મને સજા આપો.
શ્યામ કંઈ વિચારે/સમજે,
ત્યાં સુધીમાં ડોક્ટર પણ વેદને એના રૂમમાં મુકી વેદને આરામ કરવાનું કહી, તેમજ વેદને હવે, પલંગમાંથી ઉભા નહીં થવાનું કહી શ્યામ પાસે આવે છે.
ડૉક્ટર વેદને કહીને આવ્યાં છે,
હું શ્યામને લઇને હું આવું છું, પછી આપણે આગળ શું કરવું ?
કે આ બધુ શું થઈ રહ્યુ છે ? બ
તેની ચર્ચા કરીએ.
પછી ડોક્ટર, શ્યામ અને રઘુ જ્યાં બેઠા હતા, ત્યાં આવે છે.
શ્યામ, ડોક્ટર સાહેબને રઘુએ ક્હેલ પૂરી વાત જણાવે છે.
ત્યારે ડૉકટર સાહેબ, શ્યામને સલાહ આપે છે કે,
તમારા પપ્પાના વડીલમિત્ર RS આવી જાય, એટલે
તું અને RS રઘુને લઈને પોલીસ સ્ટેશન જઈ, પોલીસને બધી હકીકત જણાવી દો તો વધારે સારું રહેશે, એવું માનવું છે.
વધું આગળ ભાગ - 16 માં