Friends ..... books and stories free download online pdf in Gujarati

મિત્રો.....

મિત્રો જેટલા મળ્યા છે
બહુ ઊંચા ગજાના મળ્યા છે.

આજે કંઈ ભારે ભારે નથી લખવું બસ એક હલકું ફુલકું લખવું છે.
મારા જીવનમાં મારા માતા-પિતા બાદ સીધો બીજો નંબર ભૈબંધ (મિત્રો) નો આવે છે કારણ અમુક વસ્તુ દિલ ખોલીને એમની સાથે જ શેર કરી શકાય છે. ક્યાંક એ ચમકારા મને માનસિક થાકમાંથી મુક્ત કરે છે.. મારે ખૂબ મિત્રો પણ જેની સાથે ખુલ્લા મને હસી બોલી શકું અને આમ તો જોવા જાઉં તો જેમની સામે બોલતા કંઈ વિચાર જ ન કરવો પડે એવા અમુક જ છે આજે એ બધાના દર્શન કરાવું..

૧) ધ્રુવલ . જે. પુરોહિત

આમ મારી સાથે બી.એનો સહપાઠી અને કાંડ કરવામાં એક નંબર.. કોઈ જ બાબત એની સાથે શેર કરતા મારે કંઈ જોવું ન પડે અને એક હદ એવી વટાવી છે કે અમને બંન્નેને એકબીજાના મેઈલ આઈડી અને સોશિયલ મીડિયાના પાસવર્ડ સુધી ખબર છે.. અને મારા સંકટ સમયની સાંકળ આમ છેલ્લા દિવસના ફિલ્મનો લોય બનીને ઉભો હોવ તો નિખિલ કે વિકીની જેમ મને ખેંચતા વાર ન કરે એવો. એણે હંમેશા કોઈ વાત સિરિયસ લીધી જ નથી હંમેશા હસતા હસતા તેણે દરેક વાતનો ઉકેલ લાવ્યો છે.

૨) વિવેક (વિવેક્યો) , 'રખડું'.

"તું શાંતિ રાખને ભઈ , હંમેશા ધ્યાન રાખ કે જેને જેવા છે તેવા જ સ્વીકાર બાકી હેરાનગતી પાક્કી છે"

આ શબ્દો મારા જીગરજાન વિવેકના છે કારણ એ આમ મારો 108 , 101, મહેતાસાહેબ અને બીજુ ઘણુંબધું છે. તેણે ખૂબ સંઘર્ષ વેઠયો છે અને હાલ આ પોસ્ટ લખું છું ત્યારે પાક્કી ખાતરી સાથે કહું કે તે સાલો નક્કી રેસ્ક્યુમાં જ છે . આમ તે શું નથી કરતો તેની યાદી બનાવી પડે. મને મારા ખુશીના પ્રસંગે ખૂબ આનંદિત કરે પણ સામે મને જવાબદારીનું ભાન પણ કરાવે મને મારો ચહેરો બતાવનાર વિવેક છે કારણ અમુક વસ્તુ મેં માત્ર વાંચી , સાંભળી હતી પણ તેની સાથે મેં રૂબરૂ માણી છે આનંદ લીધો છે.. આમ જોવા જાઉં તો આ મારી એવી શાળા છે કે જ્યાં હું વગર ફી એ ભણું છું અને આ મારો માસ્તર વગર ફી એ મને ભણાવે છે પણ વિવેક એ એવી શાળા છે કે જ્યાં "જિંદગીને ડીલ કરીને નહિ ફીલ કરીને જીવો" ના પાઠ ચાલે છે . પણ વિવેક્યો એટલે ચાનો ચરસી અમે બને સરખા...

૩) હર્ષલ બ્રહ્મભટ્ટ 'હેરી'.

"વૉદરા બોલ હું કોમ સ "
ફોન ઉપાડ્યા બાદ સીધું આ ધ્રુવ વાક્ય હોય છે અને આ મારો ભૈબંધ હેરિયો એ અમદાવાદનો બૌ મોટો અન લો......બો કાર્ટૂનિસ્ટ છે એ કાર્ટૂનિસ્ટ પછી એ પહેલાં એક ઉત્તમ મિત્ર છે કદાચ મારાથી ઘણા મોટા છે પણ અમારે મુખપુસ્તક (ફેસબુક) માં કમેન્ટ્સમાં ઠઠ્ઠા મશ્કરી ચાલતી જ હોય.. એમાંય અમુકવાર બૂમાબૂમ પડે.. આટલા લેવલમાં હોવા છતાંય તે દરેક મિત્રને મહત્તા આપે છે કોઈવાર પોતે ગમે તેટલો દુઃખી હોય પણ મિત્રના કામ માટે અડધી રાત્રે હાજર હોય છે મારી પુસ્તક પરબમાં નિર્ણાયક તરીકે મેં એમને જસ્ટ ફોર્મલીટી માટે પુરસ્કારની વાત કરી તો તેણે એમ જ કયું "ધુલા એક કામ કરજે આપણે બધા ભૈબંધો ભેગા થઈ ચાહોત્સવ કરીશું એજ આપણો પુરસ્કાર"

૪) વસીમ "વ્હાલા"

"બોલો બોલો ભાઈજાન મજામાં"..
આ શબ્દો બીજા કોઈ નહીં પાક્કો ભૈબંધ વસીમ્યાના જ હોય એ આમ ભાવનગરનો પણ આમ બીજી શાખા મારા દિલમાં છે પણ આમ તે સાવ સાદો સરળ અને તેનો અવાજ એટલે બાપા.... તીણા માં તીણો અવાજ વસીમનો છે . અમૂકવાર અમારે કલાકોના કલાકો જામે કોઈવાર હોસ્પિટલમાં હોય કોઈવાર ઘરે હોય પણ ઉડ્ડયનનું કોઈ કામ હોય તો પડતી બુમે કરે. કારણ તે ઉડ્ડયનની કોર કમિટીમાં છે એટલે આમ ઉડ્ડયનને તેણે હૃદયમાં જીવતું રાખ્યું છે. એકવાર મેં રમેશ પારેખના પુસ્તક વિશે પૂછ્યું ત્યાંતો બીજા દિવસે મારા ઘરે ...... આવો ભૈબંધ.. ગમે એવો મોટો લેખક હોય તેના વિશે કઈક પૂછીએ એટલે તરત માહિતી મળે આમ એ મારી ડિક્સનરી છે. બાકી વસીમની વાત ન થાય આમ તેની પાસે રહીને ખૂબ શીખ્યો છું ને શીખતો રહીશ.

૫) અજય ચૌહાણ 'ઈચ્છાધારી"

આ એક અલગારી છે અને આમ જોવા જઈએ તો એ સાચો ને સચોટ ભાવક છે પણ અજ્યો મને એટલે ગમે કે તે હંમેશા નિજાનંદમાં મસ્ત હોય છે કોણ શુ કહે તેની પરવા નથી મૂળ તો તે માં પાવાવાળીના ખોળામાં આવેલ ગામ સુરેલીનો વતની અને નોકરી કરવા રોજ વડોદરા આવે પણ એ હંમેશા નિજાનંદમાં જ હોય મેં અજ્યા પાસે ખૂબ શીખ્યું છે પણ હજી રૂબરૂ મુલાકાત એકપણ વાર થઈ નથી. પણ એની વાત કરવી એટલે બીજું પુનરાગમન લખવું....

બીજા ઘણા મિત્રો છે પણ અહીં શબ્દોની મર્યાદા નડે છે પણ આ સાથે પંકજભાઇ, જીજ્ઞેશભાઈ 'કર્મવીર' , નરેન્દ્ર 'વસંત' , આ મિત્રો વિશે જલ્દી જલ્દી... ફરીથી બીજા ભાગમાં.. ત્યાં સુધી શુભ સવાર...

ધ્રુવ પ્રજાપતિ 'આઝાદ'