riya shyam - 20 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય પ્રણયકથા - 20

ભાગ - 20
લગ્નની ચાલુ વિધિમાં, પંકજભાઈએ વેદના કાનમાં
રીયા અને શ્યામ વિશે કરેલ વાતથી,
વેદ બિલકુલ વ્યથિત થઈ જાય છે.
વેદ, દુઃખી અને ટેન્શનમાં તો પહેલેથી જ હતો.
કારણ કે, તેનો મિત્ર શ્યામ
આજે પોતાના લગ્નમાં હાજર નથી રહી શકયો.
પાછું
વેદના પોતાના લગ્નમાં
શ્યામ હાજર નહીં રહી શકવાનું કારણ પણ કેવું ?
વેદના મનમાં આજ ગડમથલ ચાલી રહી છે, કે
શ્યામે...
શ્યામે મને બચાવવા માટે પોતાનું અંગ-દાન કર્યું.
મારા માટે એણે એની જીંદગી દાવ પર લગાવી દીધી.
એણે મારા માટે એટલી હમદર્દી અને પ્રેમ બતાવ્યો કે,
આટલી હમદર્દી કે પ્રેમ તો કદાચ...
એક સગો ભાઈજ બતાવી શકે.
એજ, ભાઈથી પણ અધિક ફરજ નિભાવવાવાળો મારો મિત્ર શ્યામ, અત્યારે મારા લગ્નમાં હાજર નથી.
મિત્રો, આપણે જાણીએ છીએ કે,
આ વાતનું દુઃખ તો વેદને પહેલેથીજ હતું,
ને વધારેમાં હમણાં જ પંકજભાઈએ વેદને,
શ્યામ અને રીયા વિશે કાનમાં કરેલ વાત...
કે જે વાત વિશે વેદે,
સ્વપ્ને પણ ન વિચાર્યું હોય, એવી શ્યામ વિશેની વાત અત્યારે પંકજભાઈએ વેદને કહી હતી, અને એ પણ, કયા સમયે ?
કે જે સમયે વેદ,
શ્યામ માટે કંઈ પણ કરી શકવા,
કે ભવિષ્યમાં પણ જો
પંકજભાઈની, શ્યામ અને રીયા વાળી વાત,
જો 100℅ સાચી હોય તો પણ, વેદ, આગળ કંઈ પણ કરી શકવાનો ન હતો.
મતલબ
અગ્નિની સાક્ષીએ લગ્ન કરી રહેલ વેદ સામે,
અત્યારે ખરેખર અગ્નિ પરીક્ષાનો સમય હતો, અને
પરીક્ષા પણ કેવી ?
કે જે પરીક્ષામાં વેદ પોતે નાપાસજ થવાનો છે.
વેદની બીજી કઠણાઈ પણ કેવી ?
તે હાલની પોતાની મનોસ્થિતિ,
કોઈને કહી પણ નથી શકતો,
કે પોતે ચૂપ રહી, સહી પણ નથી શકતો.
અત્યારે આવી જ કંઈક મનોસ્થિતિ
વેદની સાથે-સાથે રીયાની પણ છે.
કેમકે
રીયાને લગ્નમંડપમાં આવે, લગભગ અડધો કલાક જેટલો સમય થઈ ગયો છે.
પરંતુ
રીયાને મિત્ર શ્યામ, ક્યાંય જોવા નથી મળી રહ્યો.
રીયાના મત મુજબ, ખરેખર તો અત્યારે શ્યામ
વેદની પાસે ને પાસે જ હોવો જોઈએ.
અરે, વેદની પાસે જ કેમ ?
મારી અને વેદની વચ્ચે,
ધીંગા-મસ્તી કરતો, ચેનચાળા કરતો, ખુશ-ખુશાલ હોવો જોઈએ.
કેમકે
આજનો દિવસ તો, એના માટે અત્યંત ખુશીનો દિવસ હોવો જોઈએ.
પરંતુ
રીયાને શ્યામ ક્યાંય નહીં દેખાઈ રહ્યો હોવા છતાં,
રીયા અત્યારે લગ્નમંડપમાં હોવાથી,
રીયાની પણ એક મર્યાદા છે.
કે તે શ્યામ વિશે વેદને કે બીજા કોઈને પણ
કંઈ પુછી શકતી નથી.
લગ્ન પરિપૂર્ણ થાય છે.
સુહાગરાત હોવાથી રીયા,
શ્યામે પોતાના હાથે સજાવેલ રૂમમાં પલંગ પર વેદની રાહ જોતી બેઠી છે.
સાથે-સાથે શ્યામ ક્યાં ગયો હશે ?
એ વિશેની મુંજવણ સાથે રીયા, રૂમના શણગારનો નજારો જોઈ રહી છે.
રીયાના પલંગની બિલકુલ સામે, ખુશ-ખુશાલ મુદ્રામાં, એક હાથથી હસતા મોઢે અંગુઠો બતાવતો, શ્યામનો ફુલ-સાઇઝનો ફોટો લાગેલો છે, રીયા શ્યામના એ ફોટા સામે જોઈ રહી છે.
શ્યામના એ ફોટાની નીચે લખ્યું છે,
હેપ્પી મેરેજ,
વેદ-રીયા, તમને બંનેને
મારા તરફથી આજથી શરૂ થતા, તમારા નવા જીવનની શરૂઆતની ખુબ-ખુબ શુભકામનાઓ.
પલંગ પર બેઠેલ રીયાના મગજમાં,
અત્યારે એકજ સવાલ છે, અને રીયા તેજ સવાલ...
જેવો વેદ,
રૂમમાં આવે, ત્યારે વેદને પુછવા માગે છે.
કે, શ્યામ ક્યાં છે ?
તે મેરેજમાં કેમ ન દેખાયો ?
થોડીવારમાં વેદ રૂમમાં પ્રવેશ છે.
વેદને અત્યારે તો રૂમની બહારથી
એના હમ-ઉમ્ર, સગા-સંબંધીઓએ ખુશ-ખુશાલ મુદ્રામાં રૂમની અંદર મોકલવા પ્રેમથી ધક્કો માર્યો છે.
વેદ પણ,
એ લોકોને શંકા ન જાય તે માટે, અત્યાર સુધી ખોટું-ખોટું હસી રહ્યો હતો, ખુશી બતાવી રહ્યો હતો.
પરંતુ
વેદ જેવો રૂમમાં પ્રવેશ છે, એની એ જૂઠી ખુશી
વેદ
રૂમના દરવાજાના ઉમરેજ મૂકી દે છે, અને
એજ ગંભીર ચહેરે અને ધીમા પગલે રૂમમાં પ્રવેશે છે.
વેદ રૂમમાં પ્રવેશતાજ તે પણ, સરપ્રાઈઝ અને ભાવવિભોર થઈ જાય છે.
એને ખબર જ નથી કે,
તેના મિત્ર શ્યામે, એનો રૂમ પણ આટલો સુંદર સજાવ્યો છે.
રૂમનું દૃશ્ય અને ફુલ સાઈઝનું શ્યામનું કટીંગ અને એ કટિંગની નીચે લખેલ શુભકામનાઓ વાળો મેસેજ જોતા, વેદની આંખો ભરાઈ આવે છે.
તે હજી દરવાજાથી માત્ર ચાર ડગલાજ અંદર આવ્યો છે, અને હજી પણ ત્યાં જ ઊભો છે.
રીયા પર પણ, હજી તેની નજર ગઈ નથી.
પરંતુ
રીયા વેદને આ સ્થિતિમાં જોઈ, શ્યામ વિશે થોડી વધારે ગંભીર થઈ જાય છે.
રીયા અને વેદ માટે આમતો આજની રાત ખાસ હોવી જોઈતી હતી,
પરંતુ
આજની વેદ અને રીયાની સુહાગરાત,
બન્ને માટે આજની રાત મિત્રતા અને લાગણીથી તરબતર, તેમજ બંનેને અવાચક બનાવનારી હતી.
વેદ તો રૂમમાં ચાર ડગલા ચાલીને હજી સુન્ન થઈ ઉભો છે.
બીજીબાજુ, રીયાને પણ મનમાં
ખોટા-ખોટા વિચારો આવે,
એ પહેલાંતો રીયા, પોતાની જગ્યાએથી ઊભી થઈ, વેદની પાસે આવી જાય છે.
વેદની પાસે આવી રીયા વેદને એકજ સવાલ કરે છે કે,
વેદ
શ્યામ ક્યાં છે ?
વેદ હજી પણ, વિચારો અને આઘાતમાં ખોવાયેલો, શ્યામના ફોટા સામે જોઈ રહ્યો છે.
રીયા ફરીથી વેદને, ખભેથી થોડો હચમચાવી ગંભીરતાથી પૂછે છે કે,
વેદ... શ્યામ ક્યાં છે ?
ત્યારે વેદ,
મહાપરાણે રીયા સામે જુએ છે.
એક-બે નજર રીયા તરફ, ને એક-બે નજર શ્યામના ફોટા તરફ નાંખ્યા પછી,
વેદ,
રીયાનો હાથ પકડી બિલકુલ ધીમા અને ગળામાં ડૂમો ભરાઈ ગયો હોય એમ, મહાપરાણે નીકળી રહેલ શબ્દો દ્રારા,
વેદ, રીયાને કહે છે કે,
રીયા, પ્લીઝ
કોઈ સવાલ નહીં કરતી,
અત્યારે, તુ ખાલી સાંભળ.
વેદ રીયાને આટલુ કહી,
પોતાનો મોબાઈલ કાઢે છે.
ફરી વેદ,
વારાફરતી રીયા અને મોબાઈલ સામે જોતા-જોતા
મોબાઈલમાં શ્યામનો નંબર ડાયલ કરે છે.
રીયા ને કંઈ ખબર નથી પડી રહી કે,
આ શુ થઈ રહ્યું છે ?
પરંતુ
કંઈક તો, દુઃખદ કે ગંભીર બાબત છેજ,
એટલો ખ્યાલતો રીયાને આવી જાય છે.
એટલે રીયા, વેદને આગળ કંઈ પૂછવાને બદલે જે થાય છે એ, કે પછી વેદ જેમ કહે તેમ કરવા પોતાની જાતને તૈયાર કરી લે છે.
રીયાએ જોયું કે,
વેદે તેના મોબાઈલમાં શ્યામનો નંબર ડાયલ કર્યો છે અને સ્પીકર ફોનનું પણ બટન દબાવ્યું છે.
માટે રીયા, શ્યામ ફોન ઉઠાવે અને જે વાત થાય, તે વાત સાંભળવા પોતાની જાતને તૈયાર કરી લે છે. આ બાજુ હોસ્પિટલમાં હાજર શ્યામના ફોનમાં રીંગ વાગે છે.
શ્યામ અત્યારે વેદનો ફોન આવેલ જોઈ,
અત્યારે વેદનો ફોન ઉપાડવો કે નહી, તેની વિમાસણમાં આવી જાય છે.
કારણ કે,
શ્યામ જાણે છે કે, આ સમયે વેદ એકલો ન હોઈ શકે, રીયા એની પાસેજ હશે.
શ્યામ વિચારે છે કે,
આમતો વેદે, આ સમયે ફોન ન કરવો જોઈએ.
વેદે કરેલ, ફોનની ચાલુ રીંગમાં શ્યામ આવુ કંઈક વિચારી રહ્યો છે,
તો બીજી બાજુ...
વેદ અને રીયા,
એકબીજાનો હાથ પકડી, અવાચક થઈ, પલંગમાં બેઠા-બેઠા બંનેની વચ્ચે સ્પીકર પર રાખેલ ફોન તરફ નજર કરી, શ્યામ ક્યારે ફોન ઉપાડે તેની રાહ જોઈ રહ્યા છે.
ફોનની રીંગ વાગવાની પૂરી થાય એ પહેલાજ, અને ફોનની છેલ્લી રીંગ પતે,
એ પહેલાજ શ્યામ ફોન ઉઠાવે છે.
વધું ભાગ 21મા

લેખક નોંધ

વાચકમિત્રો,
હું હજી હમણાં જ માતૃભારતી સાથે જોડાયો છું.
લગભગ પાંચેક મહિના જેટલો સમય થયો છે,
પરંતુ
આ પાંચજ મહિનામાં, માતૃભારતીના વિશાળ પ્લેટફોર્મ થકી, તેમજ માતૃભારતીના સુંદર મેનેજમેન્ટ થકી, સાથે-સાથે આપ સૌ જિજ્ઞાસુ અને બહોળા વાચક વર્ગના સમૂહ થકી,
મને આ પાંચજ મહિનાના મારા લખાણ દ્વારા,
તમારા સૌના આશીર્વાદ સમાન, વ્યુ, ડાઉન લોડીંગ અને સ્ટાર રેટિંગ આ બધુજ
ખરેખર મારા ધાર્યા કરતાં પણ અધિક મને મળ્યા છે.
જેની મને અત્યંત ખુશી છે, અને મારી એ ખુશીને ઉજાગર કરવા, હાલ ચાલતા અધિકમાસમાં મને તમારા તરફથી મળેલ આટલો અધિક સહકાર અને જુસ્સાને કારણે,
હું આપ સૌને નમન કરું છું.
ભલે આપણે એકબીજાને મળ્યા નથી, કે ભેગા થયા નથી.
હાલ આપણે માત્ર એકબીજાને નામ અને એકબીજાના કામમાત્રથીજ ઓળખીએ છીએ.
છતાં,
એકબીજા પ્રત્યેનો આપણો આટલો ભાવ ખરેખર માતૃભારતી પર જ જોવા મળે.
માતૃભારતીના પરિવારમાં જોવા મળે, અને એ તમારા અને મારા માટે ખૂબ આનંદની વાત કહેવાય.
મિત્રો, મારે વિશેષમાં એ કહેવું છે કે
લેખક ભલે કોઈપણ હોય,
લેખક માટે એણે લખેલ વાર્તા, આર્ટીકલ કે સુવિચાર...
લેખક માટે એમનું, કોઈ પણ લખાણ સામે કમેન્ટનું પણ એટલું જ મહત્વ હોય છે.
કમેન્ટસથી સૌથી વધારે ખુશી લેખકને થતી હોય છે.
વાચકે લખેલું કમેન્ટ, પછી ભલે તે લેખક માટે ઉત્સાહ વધારનાર હોય, કે પછી
લેખકની આર્ટિકલમાં અજાણે રહી જતી કોઈ ભૂલ કે ખામી તરફ ધ્યાન દોરતી કમેન્ટ હોય.
એક લેખક માટે તો, વાચકની એક કમેન્ટ લેખકના આગળના આર્ટીકલને માટે વધારે મજબૂત કરવાવાળી, નવા લખાણમાં પ્રાણ પૂરી તેમજ હજી વધારે સારું લખવાની પ્રેરણા પૂરી પાડતી હોય છે.
તો વ્હાલા વાચક મિત્રો, અહીં સુધીનું મારુ લખાણ,
પાંચ મહિનામાં મે લખેલ આર્ટીકલ, નવલકથા કે સુવિચાર
આ તમામ
સાથે-સાથે મેં પસંદ કરેલ વિષયવસ્તુ, રજૂ કરવાની મારી રીત, તમને ગમી કે નહીં, તે જરૂર જરૂર જરૂરથી કમેન્ટ કરશો.
જો મારું લખાણ તમને ગમ્યું હોય તો કમેન્ટની સાથે-સાથે,
તમારા ગ્રુપમાં પણ મારા લખાણની લીંક ફોરવર્ડ કરશો,
કે જેથી આપણા માતૃભારતી પરિવારના ગ્રૂપમાં વધારે ને વધારે લોકો જોડાય અને સારા સાહિત્યનો આનંદ લઈ શકે, અને જો મારા લખાણમાં તમને કંઈક કહેવા જેવું લાગે, ધ્યાન દોરવા જેવું લાગે કે પછી તમને ગમતા વિષય પર, હું કાંઈ લખું
તો તે પણ કમેન્ટ કરજો.
જો મારી પાસે એવું કોઈ લખાણ હશે તો હું જરૂર મુકીશ, કે પછી તે વિષય પર લખવાનો ટ્રાય કરીશ.
તો પ્લીઝ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં.
વાચક મિત્રો, બીજી એક ખાસ વાત મારે તમને એ જણાવવી છે કે,
માતૃભારતી પર, ટૂંક સમયમાંજ હું એક નવી નવલકથા શરૂ કરવા જઈ રહ્યો છું, મને વિશ્વાસ છે કે, એની વાર્તા તમને ખુબજ ગમશે.
વાર્તા છે, પ્રેમ અને ઘમંડની, ઘમંડીના પ્રેમની, ગરીબ અને અમીર વચ્ચે બંધાતા પ્રેમની.
જમીન અને આસમાન જેટલું આર્થીક અંતર ધરાવતાં બે પરીવારની વચ્ચે પાંગરતી પ્રેમ કહાની.
પ્રિયા અને રાજની પ્રેમ કહાની