Madhdariye - 17 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 17

આગળના ભાગમાં આપે જોયું કે પ્રિયાની જગ્યાએ સુગંધા ચંકીની પાર્ટીમાં જવા તૈયાર થાય છે.. પરિમલના પિતા પોલીસખાતામાં ઊચ્ચ હોદ્દા પર હતા.. જરૂરી તમામ મદદ કરવા એ તૈયાર હતા.. મોટો પ્રશ્ન એ હતો કે ચંકીનું સાચું નામ કે મોં કોઈ એ જોયું ન હતું..સુગંધાએ સાવચેતીથી પાર્ટીમાં પકડાઈ ન જાય એનું ધ્યાન રાખ્યું..ચંકી કોણ છે એ એને જાણવું હતું..પાર્ટી પૂર્ણ થયા બાદ એ ઘરે જવા નીકળે છે પણ કોઈ એનો પીછો કરતું હોય એવો એને ભાસ થાય છે.. ઘેર પહોચે છે ત્યારે પરિમલ સાથે એ વાત કરતી હોય છે ત્યાં કોઈ બંદૂકધારી લોકો આવી જાય છે..હવે આગળ..

સુગંધાએ જોયું તો સામે અમિત પોતાના સાગરિતો સાથે હાથમાં બંદૂક લઈને ઊભો હતો..પરિમલ આ લોકોને જોઈને જ પામી ગયો કે જરૂર આ ચંકીના માણસો છે.. અમિતે બંદૂકથી સુગંધાના પેટમાં જોરદાર વાર કર્યો.. સુગંધાની દર્દથી ચીખ નીકળી ગઈ..પરિમલ સુગંધા પર થયેલા હુમલાથી ગુસ્સે થઈ ગયો..આંખોમાં ક્રોધને લીધે લોહીના ટશીયા ફૂટી નીકળ્યા હોય એમ આંખો લાલ થઈ ગઈ!!"નીચ,નરાધમ,પાપી,એક સ્ત્રી પર હાથ ઉપાડી પોતાની મર્દાનગી સાબિત કરે છે?? તારામાં તાકાત હોય તો એક વખત મારી સામે આવ..એક વખત મને છોડી જો પછી તને ખબર પડે કે કેમ મારી શકે છે તુ.. " પરિમલ બોલ્યો..

"નીચ,નરાધમ,પાપી!!હા,, હા,, હા, હા,.. એ તો હું છુ.એના સિવાય બીજા કોઈ વિશેષણ હોય તો બોલ.."અમિતે કહ્યું..

પરિમલને પણ એણે ત્રણચાર તમાચા માર્યા.. પરિમલ અને સુગંધા લડી શકે એમ હતા,પણ સામે પાંચ લોકો હતા,ઉપરથી હથિયાર સાથે.. હજુ હમણા જ અવની સૂતી હતી.. એને ખબર પડે ને જાગી જાય તો એ નાનકડી બાળકી ફફડી ઉઠે.."

"તને શું લાગ્યુ કે તુ પ્રિયાની જગ્યાએ તુ આવ તો મને ખબર ન પડે એમ લાગે છે તને?? પ્રિયાના હરેક શ્વાસને હું અનુભવી શકું છું..મને પાર્ટીમાં જ વહેમ પડ્યો હતો તારા ઊપર,પણ તને પ્રિયા જીવતી છે એ વાતની ખબર નહીં હોય એમ સમજી મારો વહેમ જાણી હું ચૂપ રહ્યો.. તે ચંકીસરના માથા પર પીન કાઢી ત્યારે મને પાક્કો વહેમ ગયો કે પ્રિયા નથી,પણ તારી બેન બોસની બહુ માનીતી છે એટલે હું ચૂપ બેસી રહ્યો.. તારો પીછો કર્યો ત્યારે મને ખબર પડી કે તમે બેય શું કાંડ કરો છો.. મારે ત્યારે જ તમને પકડી લેવાની હતી,પણ તુ કોની સાથે મળીને આ પ્લાન કરે છે કે તુ કેટલી જોરમાં છો એ જાણવા જ હું અહીં સુધી તારો પીછો કરીને આવ્યો છું..બોલ તુ કેમ આવી હતી પાર્ટીમાં?? નહીતર આ બંદૂક અવાજ નહીં કરે પણ એમાથી નીકળેલી ગોળી તારી ખોપરીની આરપાર નીકળી જશે.."

"અમિત તુ પહેલા પણ લાચાર હતો ને અત્યારે પણ લાચાર છો.. આ તારી બંદૂક જ બતાવે છે કે તને કેટલો ડર લાગે છે!!"સુગંધા બોલી..

"લાગે છે તુ એમ મોં નથી ખોલવાની.. એના પતિને પતાવી દો અને આને બાંધીને બોસ પાસે લઈ જઈએ..આની પાસે ધંધો કરાવશું.. બોસ પણ રાજી થશે..(સુગંધા તરફ જોઈને બોલ્યો) તારા એવા હાલ કરીશ કે તુ મોતની ભીખ માંગીશ.. તુ અને પ્રિયા બેય સરખી જ દેખાવ છો.. મને પ્રિયા ભોગવવા ન મળી તો શું થયું,તુ બિલકુલ એના જેવી જ દેખાય છે.. તને તો ધરાઈને ભોગવીશ..ચંકી સર ખૂશ થશે.. તને જો નગરવધૂ ન બનાવું તો જોઈ લેજે.. તારા લીધે જ પ્રિયા મને ન મળી..હવે તારૂ જીવન નર્ક બનાવી દઈશ."

એમનામાંથી એક પરિમલ તરફ આગળ વધ્યો..પરિમલ પોતાની આંખો બંધ કરી ઈશ્વરને પ્રાર્થના કરવા લાગ્યો..હવે બચવાની કોઈ શક્યતા એને લાગતી ન હતી..સુગંધાએ નજર ફેરવી લીધી.. બંદૂક ફક્ત બે લોકો પાસે જ હતી.. એમા ઘણા અમિતતો એની પાસે જ હતો..અમિતનું ધ્યાન પરિમલ તરફ હતું.. એ પરિમલ તરફ જોઈને અટ્ટહાસ્ય કરી રહ્યો હતો.. સુગંધાએ મોકો જોઈને પોતાનું બળ હતું એટલા જોરથી અમિતના બે પગ વચ્ચે લાત મારી..

"ઓ બાપ રે!! એમ કહી અમિત બેવડો વળી જમીન પર પડ્યો અસહ્ય વેદનાને લીધે એ આળોટતો હતો.. બીજા બે સાથી અમિતને જોવા નીચે નમ્યા કે ત્વરિત ગતિથી એમના સાથીદારને બળપૂર્વક સૂગંધાએ એમના પર પટકી દીધો.. ઘડીક તો શું થયું એ કોઈ સમજી શક્યું નહીં..એક સ્ત્રી આવું પણ વિચારી શકશે કે આટલી બહાદુરી બતાવી શકશે એ એમણે મનમાં વિચાર્યું પણ ન હતું..અમિતની ગન થોડી દૂર હતી એટલે એણે પરિમલ તરફ જતા ગુન્ડાએ પાછળ જોયું એટલે હજુ શું થયું એ જોવા ગયો ત્યાં સ્પીડમાં સુગંધાની કીક એના હાથ પર પડી.. એના હાથમાં રહેલી ગન હવામાં ગઈ કે તરત પરિમલને પકડનાર વ્યક્તિ એને કેચ કરવા ગયો છે પણ સુગંધા એના કરતા વધુ ઝડપે પહોંચી ગઈ અને કેચ કરી લીધો..હવે બાજી પલટાઈ ગઈ હતી..સુગંધા પાસે બંદૂક હતી ને પરિમલે અમિતની બંદૂક ઉપાડી લીધી..

"સુગંધાએ બંને ગન પરિમલને સોંપી અને ઝડપથી પાંચેયને જાડી રસ્સીથી બાંધી દીધા..સુગંધાએ પહેલા તો બધાને લાત મુક્કાનો સ્વાદ ચખાડ્યો.. પરિમલે એના પિતાને ફોન કરીને બોલાવી લીધા..

પરિમલ તો જાણે કોઈ ફિલ્મ જોતો હોય એમ હજું વિશ્વાસ નહોતો કરી શકતો કે સુગંધા આ કામ કરી શકે છે..સુગંધાને હજુ શંકા હતી કે અમિત ચંકીનો ખાસ માણસ છે એટલે એને ખબર જ હોય કે ચંકી કોણ છે કે ક્યાંથી આવે છે? કદાચ થોડીક બાતમી મળી જાય તો પણ ચંકી સુધી પહોંચી શકાય..એણે પાંચેયને ઢોરમાર મારવાનું શરૂ કર્યું..

"હા તો અમિત હવે બોલ તુ શું કરવાનો હતો?? સુગંધા કોઈ ખાવાની વસ્તુ છે કે ખાઈ જા?? સુગંધાતો સળગતો જ્વાળામુખી છે,એની નજીક આવીશ તો ખાખ થઇ જઈશ..મારે સૌથી પહેલા તારો જ વારો લેવાનો હતો ને તુ મારી જાળમાં ફસાઈ પણ ગયો.. તારો પ્રેમ જ ખોટો હતો.. મેં તને વહેમ જાય અને તુ મારી પાછળ આવે એટલા માટે તો પીન નાખી હતી, ને જાણી જોઈને એ પીન ચંકીના માથે લગાવી હતી..તુ ચંકી કરતા હજુ નાનો છો,પણ તારા સપના બહુ મોટા છે એ મને ખબર છે.. મારૂ ડરવું,બિલાડી આવવી એ માત્ર એક સંયોગ હતો.. મારે તને પકડવાનો હતો.. મારી બહેનને નર્કની જીંદગી જીવવા મજબુર કરનાર હજુ સમય છે સાચુ બોલી જા તો તને છોડી દઈશ..ચંકી કોણ છે?? એ ક્યાંથી આવે છે?? એનો અવાજ જાણે મેં કેટલીયે વાર સાંભળ્યો છે.. તુ જે જાણતો હોય એ કહી દે.."

"મને માફ કરી દો દીદી. હું ચંકી સર વિશે કંઈ જાણતો નથી..હું પ્રિયાને ખરેખર સાચા દિલથી ચાહતો હતો.. એને દુનિયાની દરેક ખુશી આપવા ઈચ્છતો હતો.. મારી પાસે પૈસા ન હતા એટલે મેં ખોટો રસ્તો પસંદ કરી લીધો,પ્રિયા મને જરૂર પૈસાની મદદ કરશે એ મને વિશ્વાસ હતો,પણ એ બાપની મિલ્કત કોઈને આપે એમ ન હતી...

ઉપરથી તમે મને જોઈ ગયા.. મેં ઘણી કોશિષ કરી કે ઈમાનદારીથી ખાઉં, પણ ઈમાનદારીનું આજે કોઈ મૂલ્ય નથી રહ્યું..હું ગમે તે ભોગે પૈસા કમાવવા ઈચ્છતો હતો..પ્રિયા જરૂર પૈસા લાવશે એ મને વિશ્વાસ હતો,પણ એ ખાલી હાથે આવી..ધંધાની શોધમાં હું મારા દોસ્તો સાથે અવળા રસ્તે ચડી ગયો."

"આખી જિંદગી યાદ રાખ એવી સજા તને અપાવીશ.. તારા જેવા નરાધમોને જીવતા ન છોડાય..એક આતંકવાદી કેટલાય લોકોને મારી નાખે છે,પણ તમારા ધંધા એનાથી પણ વધુ ખરાબ છે.. તમને સજા ન મળે તો કેટલીયે અબળાના જીવન તમે બર્બાદ કરી નાખશો.."સુગંધા ગુસ્સામાં હતી.

"મને સજા તુ નહીં અપાવી શકે.. ચંકી સર મને ગમે તેમ કરીને છોડાવી લેશે..તુ હજુ ચોકી સરને ઓળખતી નથી..ગમે તેવી સજામાંથી એ બચાવી શકે એમ છે.. એની પહોંચ બહુ ઉપર સુધી છે.."

"તુ અને તારા ચંકીથી કશું નહીં થાય.. તને તો હું ઘણા સમય પહેલા મારી શકી હોત,પણ મારે તો ચંકીને મારવાનો હતો,એ પહેલા તને મારીને શું કરૂ?? ને રહી વાત તને છોડાવવાની,તો એટલું યાદ રાખજે કે તને પોલીસ પકડે તો ચંકી છોડાવી શકેને?? તુ મારી કેદમાં રહીશ.. તારો ચંકી આકાશ પાતાળ એક કરશે તોય તુ મળવાનો નથી."સુગંધા બોલી..

"આજે કે કાલે પણ તુ મારુ કે ચંકીનું કશું બગાડી શકવાની નથી..પોલીસ ખાતામાં એકથી એક ફૂટી જાય એવા અધિકારીઓ છે.. પૈસાને જોરે અમારૂ કશું નથી થવાનું.. તારી કેદમાંથી છૂટ્યો કે તરત ધંધો શરૂ,અને એ તારો પણ છેલ્લો દિવસ હશે એટલું યાદ રાખજે.." અટ્ટહાસ્ય કરતો અમિત બોલ્યો..

સુગંધાને એનું હાસ્ય અકળાવી નાખતું હતું.."સાલા તુ પોતે એક બાપની ઓલાદ નથી એ નક્કી છે.જેમ ભ્રષ્ટ પોલીસ છે એમ પોતાનું સર્વસ્વ વેચીને પ્રામાણિકતા જાળવી રાખે એવા પણ લોકો છે એમા..પોતાના પરિવારને સંકટમાં છોડીને પોતાનો ધર્મ પ્રાણના ભોગે પણ પાળે એવા પણ પોલીસ છે.. તારો પનારો હજુ સુધી નમકહરામ લોકો સાથે જ પડ્યો છે.."

"તુ લાખ કોશિષ કર. પણ છતા પણ તારી બેનને કે કોઈને છોડાવી નહીં શકે.. તુ હજુ મચ્છર છો.. મારો વાળ પણ વાંકો નહીં કરી શકે.."અમિત હજુ પોતાની વાત પર મક્કમ રહી હસતો રહ્યો..

સુગંધાનો ગુસ્સો સાતમા આસમાને હતો.. ગન કાઢી એણે અમિતની છાતી પર રાખી અને બોલી"તો હવે આનાથી બચી શકતો હોય તો બચી લે.. હું તને સીધો યમલોક જ પહોંચાડી દઉં તો?? ન કેસ, ન મુકદમો બસ સીધો ફેંસલો જ કરી દઉં છું તારો."અમિત હવે ફફડી ઉઠ્યો.. પોતાનું મૃત્યું એને સાવ નજીક લાગ્યું..સુગંધા ટ્રીગર દબાવવા જ જતી હતી ત્યાં પરિમલે એને રોકી લીધી..

"શું કરે છે આ?? એને મારીને તુ સજાથી બચી શકીશ?? શા માટે કાનૂન પોતાના હાથમાં લઇ રહી છો??"

"તમે વચ્ચે ન બોલતા,આજે તો એને પુરો કરી જ નાખીશ..આમેય ધાનના ધાનેરા મરે એમા દુ:ખ ન લાગવું જોઈએ..ને મેં પહેલા જ કહ્યું હતું કે તમે આમા માથું ન મારો એ જ તમારા માટે સારૂ છે.."સુગંધા ગુસ્સાથી બોલી..

એનો ગુસ્સો જોઈને પરિમલ કશું બોલી શકે એમ ન હતો..સુગંધાનું આ સ્વરૂપ અમિત અને પરિમલ માટે નવું હતું.

સુગંધાએ હવે બંદૂક અમિત તરફ તાકી ત્યાં એનો હાથ કોઈએ ઉપર ઉઠાવી લીધો..અમિતનું પેન્ટ પલળી ગયું હતું..

પરિમલના પિતા એટલી વારમાં ત્યાં પહોંચી ગયા હતા..એમણે જ અમિતને બચાવી લીધો હતો.."આને મારીને તુ પોતે ગુનેગાર સાબિત થઈ જશે તો આ ચંકીને કોણ પકડશે?એક Cid ઓફીસર પોતાની લાગણી કે ક્રોધને કાબૂમાં પણ ન રાખી શકે એટલું કમજોર ન બનાય..તારે હજુ ઘણું કામ કરવાનું બાકી છે.. તારી ઓળખ છતી ન થાય એટલા માટે તો મેં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન માટે તને દુનિયાથી અને પરિમલથી પણ બચાવી રાખી છે.. તારૂ અવિચારી પગલું મેં લાવેલા ઓર્ડર પર પાણી ફેરવી દેશે..મુખ્યમંત્રી પાસેથી ઘણા પ્રયાસો બાદ તારૂ નામ પોલીસ ખાતામાંથી મેં કઢાવી નાખવામાં સફળતા મેળવી છે.. તને જે કામ સોંપ્યું છે એ કામ પર ધ્યાન કેન્દ્રીત કર.. હાથી સામે કૂતરા ભસે તો એને જવાબ ન અપાય.. આવા નાના કામ માટે તુ Cid ઓફીસર નથી બની.."

એમણે માંડ માંડ સુગંધાને શાંત પાડી.. પરિમલ માટે આ વાત આંચકો હતી. આટલા સમયથી સુગંધા સાથે હોવા છતા સુગંધાએ ક્યારેય એવું લાગવા દીધું ન હતું કે એ પોલીસમાં છે.. હવે એને ખબર પડી કે સુગંધામાં આટલી બધી ચપળતા,કૂશળતા,ને લડવાની તાકાત કેમ હતી?

પરિમલે સુગંધાને સેલ્યૂટ મારી ને કહ્યું "વાહ!હું ધન્ય થયો તને પામીને,પણ આટલા સમયથી સાથે રહેવા છતા પણ તે મને કહ્યું નહીં કે તુ પોલીસ ખાતામા Cid છો?"

"પુષ્પા દીદી વિશે મને બધી ખબર હતી ને પ્રિયા પણ આમ મૃત્યું પામી છે એવી ખબર પડી પછી મેં પોલીસખાતું જોઈન કર્યું, પણ મને નાના કેસમાં રસ ન હતો.. સામાન્ય લોકો સજા પામે અને ગુનેગારો મજા કરે એવો ઘાટ થતો હતો એટલે મેં Cid એક્ઝામ આપી અને સિલેક્ટ પણ થઇ ગઇ..મારા ઘરમાં પણ બધાને એમ જ કહ્યું કે મેં નોકરી છોડી દીધી છે.. દુનિયાને કોઈને ખબર નહોતી કે હું Cidમાં છું..ને આ ગુનેગારોને પકડવા માટે મારી ઓળખ ગુપ્ત રહે એ જરૂરી હતું.. પિતાજીને મેં જ આપણા લગ્નની વાત કરી હતી..એમને મારી બધી ખબર હતી એટલે હું અહીં સારી રીતે કામ કરી શકું એવો વિશ્વાસ હતો.. પણ પ્રિયાને તમે જોઈ એટલે અને પિતાજીએ કહ્યું એટલે તમારી સામે રહસ્ય છતું કરવું પડ્યું..

પરિમલના પિતા બોલ્યા"શાબાશ!!બેટા તે તારો પ્રથમ પડાવ પાર કરી નાખ્યો છે.. મને વિશ્વાસ છે કે બહુ જલ્દી ચંકી પણ પકડાશે.. પણ પાકા સબૂત વગર એને પકડવાનો કોઈ મતલબ નથી."

"પિતાજી એ પકડાશે ત્યારની વાત ત્યારે પણ અત્યારે આ પાંચને પકડ્યા એનું શું કરવું??આમને પકડીને પોલીસને હવાલે કરવામાં આવશે તો કદાચ ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર એમને કશું નહીં થવા દે.આમને કોઈ એવી જગ્યા પર રાખવા પડશે જ્યાંથી એ ભાગી ન શકે.."સુગંધા બોલી..

એમને આપણે આપણા ગોદામની ઓરડીમાં પુરી દેવા જોઈએ,ત્યાંથી આ લોકો ભાગી નહીં શકે.. પરિમલે કહ્યું..

"ના મારા એક મિત્ર છે જે નારી ઉત્થાન માટે કામ કરે છે.. એ ચોક્કસ આ પાંચેયને કેદમાં રાખશે અને તુ તારૂ કામ પણ ચાલુ રાખી શકીશ.."પરિમલના પિતાએ કહ્યું..

"પણ આ રીઢા ગુનેગાર છે.. એમને કદાચ ન સાચવી શકે અને નાહક એ ખોટા લફડામાં પડશે.એમને બીજે જ ક્યાંક રાખવા પડશે.." સુગંધા એ કહ્યું..

આખરે એકદમ ઈમાનદાર અને ઝાંબાઝ ઓફીસર ડીઆઈજી રાણાને આ ગુનેગાર સોંપીને આગળનું કામ કરવું એમ નક્કી કર્યું..એ પરિમલના પિતાની બહુ નજીક હતા.. એક નીડર,બાહોશ અને મૃદુભાષી એવા રાણા ગુનેગાર માટે કાળ બની આ શહેરમાં આવ્યા હતા..એમને વાત કરવાથી કદાચ એ હા પાડશે એમ જાણી ફોન કર્યો અને એમણે હા પાડી..પાંચેયને જીપમાં નાખી રાણા સાહેબના ફાર્મ હાઉસમાં એમને રાત્રિના અંધકારમાં એક મજબૂત દરવાજા વાળા રૂમમાં પૂરી દીધા..

રાણા સાહેબ પાસેથી કોઈ ભાગી શકે એમ હતું જ નહીં..રાહતનો શ્વાસ લઈ વધુ વાત સવારે કરીશું એમ કહી બધાએ રજા લીધી..

સુગંધા હવે શું કરશે??

ચંકી પોતાના વફાદાર અમિત વગર શું કરશે??શું પ્રિયા પર કોઈ આફત તો નહીં આવે ને??

રાણા આ ગુનેગારો સાચવી શકશે???

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે