Gamar - Part 1 in Gujarati Fiction Stories by Shital books and stories PDF | ગમાર - ભાગ ૧

The Author
Featured Books
  • Safar e Raigah - 21

    منظر۔شاہ میر نے کیمرے کے لینس سے اپنی نظر ہٹائی اور مڑ کر آی...

  • بندھن — ایک پیار کا

    ایک چھوٹے سے خوبصورت شہر میں عائشہ اپنے والدین کے ساتھ رہتی...

  • دماغ

    آپ کی نظر آپ کی نگاہیں اشاروں سے کچھ کہہ رہی ہیں۔ ہماری زندگ...

  • Safar e Raigah - 20

     منظر ۔اگلی صبح، جب سنہری دھوپ ہاسٹل کی خوبصورت بالکونی پر گ...

  • ویرانی

    تنہائی   خالی پن کو گلے لگانا سیکھیں۔ تنہائی کو دور کرن...

Categories
Share

ગમાર - ભાગ ૧

વાંચક મિત્રો ,
‘પેલે પાર’ અને ‘મેલું પછેડું’ ની સફળતા અને આપના સકારાત્મક પ્રતિભાવ માટે આપ સર્વે વાંચકોનો દિલથી આભાર માનું છું .
આપ સમક્ષ ફરી એક નવા કથાપટ સાથે હાજર થઈ છું , આશા છે આપને આ લઘુ નવલકથા પસંદ આવશે .
આપના પ્રતિભાવોની અપેક્ષા સહ આપ સમક્ષ આજથી ‘ગમાર’ ભાગ ૧ રજૂ કરૂં છું.

“ હાય બ્યુટીફૂલ ગુડ મોર્નિંગ.” કહી પોતાની જાત ને એક ફ્લાઈંગ કીસ મીરર માં આપી નૈના રેડી થવા લાગી.
“ કોઈ કહે કે ના કહે પણ તું પોતાની જાત ને ગુડ મોર્નિંગ વીશ કરવાનું ક્યારેય ન ચુકે.” તન્વી બોલી.
તન્વી અને નૈના અમદાવાદ નાં નારણપુરા વિસ્તાર માં ૧ BHK રેન્ટ પર રાખી સાથે રહેતા હતા. બંને જોબ કરતા હતા એટલે સવાર થી મોડી સાંજ સુધી બંને બહાર જ હોય, પણ જે સમય મળતો તેમાં હસી -મજાક કરવાનું નાં ચૂકતાં.
નૈના મધ્યમ કદ ની રૂપાળી છોકરી હતી. હંમેશા જમણી બાજુ થી વાળ ની લટ ને થોડી થોડી વારે ઉંચી કરવાની આદત તેને શોભતી હતી.
”જો તનુ આજ તું પહેલા બાથરૂમ માં ઘુસી ને તો તારું આવી બન્યું સમજજે. આજ મારી મીટિંગ છે એટલે મને પહેલા રેડી થઇ જવા દે,તું આજ મેરે લિયે ચાય બના દે ડાર્લિંગ”નખરાળા અંદાજ માં નૈના એ તન્વી ને કહ્યું.
“અને જો હું બાથરૂમ માં ઘૂસી જઇશ તો તું શું કરીશ ડાર્લિંગ ?” .તન્વી એ મજાક ના સ્વર માં કહ્યું.
“મેં બાથરૂમ કા દરવાજા તોડ ડાલૂંગી યા બિના નહાયે હી ચલી જાઉંગી. ઐસા જુલમ મત કર મેરી જાન તું મેરી અચ્છી દોસ્ત હૈ નાં ?” નૈના એ સીન બદલ્યો.
“અચ્છા જા જી લે અપની જીંદગી” કહી ને ખડખડાટ હસતા તન્વી એ નૈના ને રસ્તો આપ્યો.
તન્વી રૂપાળી ૫’૪’ હાઇટ ની પાતળી ,નાજૂક લાંબા પણ કલર્ડ લેયર હેર વાળી મોર્ડન ગર્લ હતી.કોઈ ટીવી ચેનલ માં સારી પોસ્ટ પર કાર્યરત હતી.
લગભગ એક વર્ષ થી બંને સાથે રહેતા હતા.પરંતુ બંને વચ્ચે ઝઘડા જોવા ન મળેલ .બંને વચ્ચે આત્મીયતા સારી હતી.
નૈના ફટાફટ બાથરૂમ તરફ દોડી ન્હાયા પછી બાથકોટ માં બહાર આવી પોતાના વોર્ડરોબ માંથી તેને લાઇટ એન્ડ ડાર્ક બ્લ્યૂ કોમ્બિનેશન વાળી સિલ્ક ની બંધેજ સાડી વીથ સ્લીવલેસ બ્લાઉઝ લઇ રેડી થવા લાગી.
“આજ કિસી પર બિન મૌસમ બિજલી ગિરાને કા ઇરાદા હૈ ક્યા ? “ તન્વી માદક અવાજ માં બોલી.
“યાર તનુ આજ મેડમે મિટિંગ માં ટ્રેડિશનલ પહેરવાનું ઇન્ટીમેશન આપ્યું છે.કોઈ બિઝનેસ ડેલીગેશન સાથે પ્યોર ઇન્ડિયન લુક માં પ્રેઝંન્ટ રહેવાનુ છે.” વાતો કરતાં નૈના રેડી પણ થઇ ગઇ.
લાઇટ એન્ડ ડાર્ક બ્લ્યૂ રંગની સાડી તેના લુક ને વધુ નિખારતી હતી. તેની સાથે તેને વ્હાઇટ પલૅ નેકલેસ વ્હાઇટ હીલ્સ અને હાથ માં વૉચ પહેરી હતી ,તે ખૂબ સિમ્પલ પણ આકષૅક લાગતી હતી.
કમર પર હાથ રાખી પોતાની જાતને અરીસા માં નીરખી પછી પોતાની પસંદ નું પરફ્યુમ લગાવી આદત મુજબ તેના વાળ ની લટ ને ઉંચી કરી.
“ તું આજે ખૂબ સરસ લાગે છે નૈના જોજે કોઈ પોતાનું દીલ હારી ન જાય” તન્વી ફરી તોફાની અવાજ માં બોલી.
નૈના તેની તરફ જોઇ ને હસી અને નીકળી ગઇ.તન્વી ને તેનું આ હાસ્ય અલગ લાગ્યું ,ન ગમે તેવું લાગ્યું.ઘણીવાર તેને આ હાસ્ય અનુભવ્યું હતું અને ઘણીવાર તેને નૈના ને પુછવાનું મન પણ થતું પણ તે પૂછી ન શકી.

(ક્રમશઃ)