Gamaar - 5 books and stories free download online pdf in Gujarati

ગમાર - ભાગ ૫

આપણે જોયું કે નૈના મેકડોનાલ્ડ માં એક બાળકને જોઈને ડિસ્ટર્બ થઈ જાય છે ; તન્વી તેને ઘરે લાવે છે અને નૈના ને તેનું મન હળવું કરવા કહે છે . નૈના પોતાના અતીત ને તન્વી સમક્ષ રજૂ કરે છે . હવે આગળ….
ત્રીજા વર્ષ નું રીઝલ્ટ આવ્યું પણ ન હતું તે પહેલા રાહુલ ની પસંદગી મારા માટે લગભગ થઇ ચૂકી હતી .
રાહુલ પરિવાર સાથે રાજકોટ રહેતો હતો પરિવાર માં માતા-પિતા અને રાહુલ એમ ત્રણ જ સભ્યો હતા. સંતાન માં એક માત્ર દિકરો હોવાથી રાહુલ વધુ પડતો ઈગોએસ્ટીક અને જિદ્દી સ્વભાવ નો હતો .પોતાની સામે બીજી કોઈ વ્યક્તિ ને તુચ્છ ગણતો .પણ આ બધું લગ્ન પછી સમજાયું.” નૈના એ નિસાસો નાંખતા કહ્યું અને વાત આગળ વધારી.
“રાહુલ ના પરિવાર ને હું પસંદ આવી ને પછી ટૂંક સમયમાં અમારા લગ્ન ગોઠવાયા. લગ્ન નાં થોડા જ દિવસો માં રાહુલ નાં સ્વભાવ નો પરિચય મને થવા લાગ્યો. વાતે- વાતે ઉતારી પાડવાની તેની આદત નો મને અનુભવ થયો. મેં મારી મમ્મી ને એક વાર વાત પણ કરી પણ બધું બરાબર થઇ જશે એમ કહી એમને વાત મૂકી દીધી.
મેં એક-બે વાર વિરોધ કર્યો પણ રાહુલે અને સાસુ -સસરા એ મને ,મારા વિરોધ ને દબાવી દીધો.પછી ધીમે ધીમે બધું બરાબર થઇ જશે એમ મેં પણ સ્વીકારી લીધું. રાહુલ વારંવાર મને ગમાર કહી ઉતારી પાડતો.” નૈના એ ફરી નિસાસો નાંખતા કહ્યું.
“ પણ તેને તું ગમાર લાગતી હોય તો તેને તારી સાથે લગ્ન કેમ કયૉ ?” તન્વી એ ગુસ્સે થઈ પૂછ્યું.
“અમારી જ્ઞાતિ માં ભણેલી છોકરી ઓ ખૂબ ઓછી હોવાથી તેને હા કહી હતી. “ નૈના બોલી.
“તો પછી ગમાર શબ્દ નો સવાલ જ કયાંથી આવ્યો?” તન્વી એ પૂછ્યું.
“ તેની ના પસંદ નું કારણ સરધાર હતું “ નૈના એ ઉત્તર આપ્યો.
“મતલબ?” તન્વી ને ન સમજાયું
“ મારૂં ગામડાં ની છોકરી હોવું તેને ના પસંદ હતું તેથી તે વારંવાર કહેતો ,’તું નાના ગામ ની ગમાર મારા સ્ટેટસ ને કોઈ રીતે લાયક નથી આ તો મને હતું કે તું ગ્રેજ્યુએટ છો તો તારા માં ગામડાં નું ગમાર પણું નહીં હોય પરંતુ તું કોઈ રીતે ભણેલી લાગતી જ નથી, તારી હાલ -ચાલ બોલવાની શૈલી ગામડાં ની જ રહી ગમાર પૂર ગમાર’ “ નૈના આક્રોશ માં બોલી.
“પણ નૈના તારી હાલ ચાલ કે લૂક પરથી મને આજસુધી એ ફીલ નહીં થયું કે તું વિલેજ ગલૅ છે મોડૅન લૂક ,મોડૅન કલોથિંગ, ગુડજોબ ધેન વ્હાય હી ટોલ્ડ ધેટ ? તન્વી એ ફરી સવાલ કર્યો.
“ના તનુ તારી સામે જે નૈના છે એ તો ‘ગમાર’ નાં લેબલ થી જન્મેલી છે. હું તો બિલકુલ સીધીસાદી હતી. લાંબા વાળ માં ચોટલો વાળેલો. દુપટ્ટા વાળો પંજાબી ડ્રેસ કે સાડી પહેરી સાસુ- સસરા ની મયૉદા જાળવતી, ઘર નું બધું જ કામ જાતે જ કરતી બધા ની જરૂરિયાત નું ધ્યાન રાખતી.
પણ કદાચ રાહુલ મને તેની પસંદ કહી જ ન શક્યા. કે તેનાં મગજ માં હું ગામડા ની એવી છાપે મને તેનાં જીવન એ સ્થાન લેવા જ ન દીધું જે એક પત્ની નું હોવું જોઈએ.
હું ઘણી વાર કહેતી તમે મને કહો તો હું પણ નોકરી કરું કે પછી ગવૅમેન્ટ એક્ઝામ ની તૈયારી કરી નોકરી મેળવવા પ્રયાસ કરું. પણ તેનો એક જ જવાબ રહેતો,’ તારા જેવી ગમાર ને ગાયો ચરાવતા આવડે બીજુ કંઇ નહીં એટલે ખોટી મોટી મોટી વાતો ન કર ,તું કંઇ કરી શકે તેમ નથી’…” નૈના રડતા રડતા બોલી.
“તો પછી તારો પુત્ર? આઇ મીન …..” તન્વી એ ખચકાતા ખચકાતા પુછ્યું.
“સાસુ -સસરા ની ઈચ્છા હતી એટલે રોહન નું આગમન થઈ ગયું” ફરી નિસાસો નાખી નૈના બોલી.
“ મને હતું કે રોહન નાં આવવાથી રાહુલ નું વતૅન સુધરશે પણ એનાં બદલે વધારે ખરાબ થયું શરૂઆત માં તો સાસુ સસરા ક્યારેય મારી તરફેણ કરતા પણ પછી બધું બદલાઇ ગયું. તેઓ પણ રાહુલ ની ભાષા બોલવા લાગ્યા .
“ પણ તારે તો પુત્ર હતો અને સાસુ સસરા ને તો પુત્ર ના ઘેર પુત્ર મળે પછી કોઈ પ્રોબ્લેમ ન હોય એવું જોયું છે મોટાભાગે આઈ મીન જૂની વિચાર સરણી વાળા એવું માને ને “ તન્વી એ નૈના ની વાત કાપતાં પુછ્યું.
“ રોહન એમ ને બહુ વહાલો પણ રાહુલે તેમના મગજ માં એક અને વાત ઘૂસાડી દીધી હતી કે હું ગાંમડા ની ગમાર છું એટલે રોહન ને ક્યારેય મોડૅન લાઇફ નહીં આપી શકું.
રોહન છ માસ નો જ હતો ત્યારે રાહુલે ડિવોસૅ ની વાત કરી ,હું ખુબ કરગરી આજીજી કરી,,સાસુ-સસરા ને પણ વિનવણી કરી પણ ના માન્યા.
મેં કહ્યું કે રોહન નો ઉછેર હું એકલા હાથે કઇ રીતે કરીશ તે ખૂબ નાનો છે તેને માતા પિતા બંન્ને ની જરૂર પડે , તો રાહુલે કહ્યું કે ‘રોહન ને તો તારા જેવી ગમાર ને થોડો આપું તું એની લાઇફ પણ સ્પોઇલ કરી નાંખીશ , તું તારૂ ફેમિલી ત્યાં ગામડે રાખી આને પણ ગમાર બનાવી દેશો ‘ .
હું આઘાત પામી મારૂં તો બધું જ લૂંટાવાની તૈયારી માં હતું, મેં એને કહ્યું કે તે કહેશે એમ રહીશ હું મોડૅન બની જઇશ પણ તે ના માન્યો”. નૈના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“ મારા માતા પિતા કોટૅ જવા ન માન્યા અને અમારા ડિવોસૅ થઇ ગયા મારો રોહન મારા થી દૂર થઇ ગયો અને હું કંઇ ના કરી શકી.
(ક્રમશઃ)