Gamaar - 6 books and stories free download online pdf in Gujarati

ગમાર - ભાગ ૬


“ મારાં માતા-પિતા મારા બીજા લગ્ન કરવા ઇચ્છતા હતા એટલે જ રોહન નો કાનૂની હક મને લેવડાવવા માં મને સપોર્ટ ન કર્યો .એ પણ મને પછી સમજાયું જ્યારે તેઓ એ મને બીજા લગ્ન માટે હઠ પૂવૅક કહ્યું, પણ હું તૈયાર ન થઇ .
મેં આગળ અભ્યાસ કરી નોકરી કરવાની દરખાસ્ત રજુ કરી .પહેલા તેઓ એ ના કહી પણ પછી માની ગયા.હું બે વર્ષ ઉચ્ચ અભ્યાસ માટે રાજકોટ જતી રહી ત્યાર બાદ નોકરી પણ ત્યાં રાજકોટ માં જ કરતી થઇ ગઇ. રાજકોટ માં જ રહેવા છતાં મેં ક્યારેય રાહુલ નો કોન્ટેક્ટ કરવાની કે રોહન ને મળવાની કોશિષ ન કરી .
તે વ્યક્તિ એ મને બદલી નાંખી ,તેના ગમાર શબ્દે મારી અંદર ની નૈના ને ખતમ કરી નાંખી .” નૈના નો આક્રોશ જાણે રૂદન દ્વારા નિકળતો હતો.ફરી આગળ બોલી,” તને ખબર છે તનુ જ્યારે કોઈ મને સુંદર,હૉટ જેવા શબ્દો કહે છે ને ત્યારે એ જ શબ્દ ના ચાબખાં રાહુલ ને મારવાનું મારૂં મન કરે છે.
તનુ હું એની પસંદ પ્રમાણે ઢળી ચૂકી હોત જો તેને એક મોકો આપ્યો હોત તો , કયા વાંકે તેને મને પોતાના જીવન માંથી દૂર કરી ? ફક્ત મારૂ ગામડાં ની હોવું એ જ મારો ગુનો ? તું જ કહે મારો શું વાંક?” નૈના ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
“ ના નૈના તારો કોઈ વાંક નથી પણ તારા પરિવારે તને સપોર્ટ કર્યો હોત કે કાનૂની કાયૅવાહી કરી હોત તો તારો દિકરો તારી સાથે હોત” તન્વી એ કહ્યું.
“ હા તનુ મને મારો રોહન બહુ યાદ આવતો ,એની પા….. પા પગલી, એનાં બાળપણ ના નખરાં ,એનું રડવું ,હસવું એની કાલી કાલી બોલી મને બહુ મિસ થાય છે . કોઈ ના નાના બાળક ને જોતી તો મારૂ મન રોહન માટે તળપી ઉઠતું પણ બધી લાગણી દબાવી હું જીવિત હતી પણ આજે રોહન ને જોઇ મારો ખુદ પર કાબુ ન રહ્યો.” નૈના ફરી રડી પડી.
“ નૈના રાહુલ અને રોહન સાથે એક સ્ત્રી પણ હતી મતલબ કદાચ તેને બીજા લગ્ન પણ કરી લીધા હોય ,તને એવો કોઈ ખ્યાલ ખરો? “ તન્વી એ પૂછ્યું.
“ નૈના રાહુલ રોહન અને તેની સાથે એક સ્ત્રી પણ હતી. મતલબ તેને કદાચ બીજા લગ્ન કરી લીધા હોઈ શકે. તને કોઈ ખ્યાલ ખરો?” તન્વી એ પ્રશ્ન પૂછ્યો.
“ ના તનુ તેને છોડ્યા પછી મને તેનાં વિશે કંઇ જ ખબર નથી. મને એક જૂનુન હતું કંઇ કરી દેખાડવાનું, પોતાની જાત ને સાબિત કરવાનું. તેથી હું એ દિશા તરફ કાયૅસ્ત થઇ ગઈ.” નૈના એ ઉત્તર આપ્યો.
“ તારી જાત ને સાબિત તો એ વ્યક્તિ ની સામે જ કરવાની હોય ને નૈના જેને તારી સાથે આવું વતૅન કર્યું. હવે સમય આવી ગયો છે કે તું તેની સામે તારી જાત ને ઉભી રાખે.અને સાબિત કરે કે ગમાર તું નહિ ગમાર તેની વિચાર સરણી હતી જેને કારણે તારા અને તારા સંતાન ની જીંદગી બરબાદ થઈ”. તન્વી આક્રોશ થી બોલી.
“ ના તનુ તું એને જાણતી નથી. ક્યાં, કોની વચ્ચે શું બોલવું, કોનું કેમ માન જાળવવું તે તેનાં માં મેનસૅ જ નથી. કોઈ નું પણ ઇન્સલ્ટ કરવામાં તેને જરાય વાર નથી લાગતી. મને એટલે જ તેનાં થી વધારે ડર લાગે છે. એ મને જોઈને ફરી ગમે તેમ બોલવા લાગશે. ના… ના મારે એને ફેસ નથી કરવો.” નૈના એક શ્વાસે બોલવા લાગી.
નૈના ધ્રુજતી હતી. એ તન્વી એ જોયું ને વિચારવા લાગી, “ કેટલી માનસિક યાત્ના ભોગવી હશે આ છોકરી એ તો આજ સુધી તે માણસ થી આ ડરે છે.”
આ ગમાર વિચાર સરણી વાળી વ્યક્તિ ની માનસિકતા દૂર કરવા કે આવી માનસિકતા સમાજ સામે લાવવા કંઈક કરવું જ જોઈએ. આ વ્યક્તિ ને કોઈ પણ રીતે એ સમજાવવું જોઈએ કે કોઈ નાના સ્થાન પર રહેવાથી વ્યક્તિ ગમાર નથી થતું. તેને રાહુલ શું કરે છે તેનાં બેકગ્રાઉન્ડ ની ઈંક્વાયરી કરવાનું વિચાર્યુ.
(ક્રમશઃ)