Gamaar - 7 books and stories free download online pdf in Gujarati

ગમાર - ભાગ ૭

આપે વાંચ્યું કે નૈના પોતાના અતીતનાં પાનાંઓ તન્વી સમક્ષ ખોલી રહી છે હવે આગળ... નૈના ની આંખો સવારે થોડી સૂજેલી હતી, અને તે મૂડ માં પણ ન હતી. તેને મૂડ માં લાવવા તન્વી એ પ્રયાસ કર્યો પણ નિષ્ફળ રહી.
તે ઓફિસે પણ બધાં ને ડિસ્ટર્બ લાગી, નૈના મિતભાષી હોવાં છતાં બધા સાથે થોડી મજાક મસ્તી કરી લેતી પણ આજ તેનો ચહેરો પીડાયુક્ત લાગતો હતો.
સાંજ સુધીમાં જ્યારે નૈના ઘરે આવી ત્યારે તન્વી કંઇ વિચારી ચૂકી હતી. પણ નૈના એ વાત સાથે સહમત થશે કે નહીં એ તન્વી માટે મોટો પ્રશ્નાર્થ હતો. એ માટે સૌથી પહેલા નૈના ને મૂડ માં લાવવી જરૂરી હતી.
તન્વી એ ‘ચલ જીવી લઇએ’ ની ટીકીટ બુક કરાવી, જો કે આ ફિલ્મ બે વાર બંને જોઇ ચૂક્યા હતા પરંતુ સિધ્ધાથૅ રાંદેરિયા ની કોમેડી અને યશ સોની નાં લૂક પર બંને ફિદા હતા.
“નૈના માય ડાલિૅંગ આજ મેં કયા લાયી Lets guess”. તન્વી એ ડ્રામા શરૂ કર્યો .
નૈના એકદમ ચમકી અને પછી બોલી ‘શું?’
‘ ચલ જીવી લઇએ ની ટીકીટ’ ……. તન્વી બોલી.
‘ ના યાર મારો મૂડ નથી’ નૈના એ જવાબ આપ્યો.
“ પણ મારો તો છે ને લેટ્સ ગો યાર આજ મને યશ કરતાં સિધ્ધાથૅ કાકા ની કોમેડી જોવાની બહુ ઇચ્છા છે , આ અબળા ને એકલી ન મોકલીશ પ્લીઝ મારી સાથે ચલ…..ચલ જીવી લઇએ”. તન્વી ગોઠણ ભર થઇ એકટીંગ ના મૂડ માં આવી ગઇ.
“ ઓકે ….. ઓકે ઓવર એકટીંગ ની દુકાન તારા ડ્રામા બંધ સાંભળવા કરતાં ચલ જઇએ”. નૈના એ સમપૅણ સ્વીકારી લીધું.
ફિલ્મ માં સિદ્ધાથૅ રાંદેરિયા ની કૉમેડી થી નૈના નાં ચહેરા પર હાસ્ય ની લહેર ફેલાઈ તેને જોઈ ને તન્વી પણ ખુશ થઇ ગઈ.
ઇન્ટરવલ માં તે બોલી,”નૈના તને યશ કરતાં આ કાકા ની એકટીંગ વધારે ગમે છે ને? એક તરફ યશ જેવો ડેશિંગ હેન્ડસમ પુરૂષ ના….ના છોકરો અને એક તરફ આ રાંદેરિયા સાહેબ “. તન્વી એ વાત કરવા ટોપિક મૂક્યો.
“ બંને એ પોતપોતાની રીતે સરસ એકટીંગ કરી છે આટલી સરસ એકટીંગ તો અત્યાર ની બીજી કોઈ ભાષા ની ફિલ્મ માં ભાગ્યો જ જોવા મળે, અને ગુજરાતી મૂવી જેટલો સરસ કથાપટ પણ કદાચ જ જોવા મળે. એકચ્યુલી અત્યાર ની ગુજરાતી મૂવી ગુજરાત ની સંસ્ક્રુતિ અને આધુનિકતા નો સમન્વય છે”. નૈના એ પણ ચચૉ માં ઝંપલાવ્યું.
“ પણ મારા જેવી એકટીંગ તો રાંદેરિયા સાહેબ પણ ન કરી શકે હો બાકી “ તન્વી એ સ્ટાઇલ મારતા કહ્યું.
“ હા….હા….હા… બોરિંગ એકટર કોની સાથે કંપેર કરે છે,રાંદેરિયા સાહેબ પાસે તારા સિંગ-ચણા તો શું ફોતરાં પણ ન આવે” નૈનાં એ જીભ કાઢતા કહ્યું.
તન્વી સમજી ગઇ નૈના મૂડ માં આવી ગઇ હતી .ઇન્ટરવલ પછી મૂવી પૂણૅ કયૉ બાદ બંન્ને ઘરે ગઇ.થોડૂ ગપસપ કરી ઊંઘી ગઈ. તન્વી એ રાત્રે એક વાર નૈના ને જોઇ તેના ચહેરા પર શાંતિ લાગતી હતી, તે સુખે થી ઉંઘતી હતી. પછી તન્વી કંઇક વિચારતી – વિચારતી ઊંઘી ગઈ.
થોડા દિવસો માં તન્વી એ એક મિત્ર દ્વારા રાહુલ અંગે ની થોડી માહિતી કઢાવી લીધી . આ વિશે નૈના ને વાત કરવાનો યોગ્ય સમય ની રાહ જોવા લાગી.
એક વાર રાત્રે તન્વી એ નૈના ને કહ્યું ચલ ને નૈના આજ ડિનર મ્યુનિસિપલ માર્કેટ માં જઇ ને લઇએ.
અમદાવાદ ના બેસ્ટ ફૂડ ઝોન માં એક સી.જી. રોડ પર આવેલું મ્યુનિસિપલ માર્કેટ , ખાસ કરીને યંગ જનરેશન ની પસંદ ની જગ્યા ઓ માં આ સ્થાન સ્પેશ્યલ કહેવાય.
બંન્ને ત્યાં ગયા , પસંદ નું ફૂડ લીધા બાદ કોલ્ડ ડ્રિન્ક લેતા તન્વી એ કહ્યું, “ ખબર છે નૈના રાહુલ જે કમ્પની માં જોબ કરે છે તેની ઓફિસ અહીં નજીક જ છે.” નૈના ની કંપારી તન્વી એ અનુભવી પણ તેને વાત આગળ વધારી. “ તે રાણીપ રહે છે. મેરીડ છે. લૂક નૈના કોઈ નાની ઘટના નથી બની તારી જોડે. પૂરી જીંદગી બરબાદ થઇ ગઈ. ખાલી તેની પછાત વિચાર સરણી નાં કારણે. જો આ વ્યક્તિ ની વિચાર સરણી ને તું અત્યારે નહિ બદલે તો પોસિબલ છે કે કાલ સવારે રોહન પણ એજ રસ્તે ચાલે. વિચાર નૈના તારો ડર દૂર કર અને રાહુલ ને ફેસ કરવા નિશ્ચય કર.” તન્વી એ શાંતિ થી નૈના ને સમજાવી.
“ તનુ શું ફાયદો મળશે? એ કહે, ચલ હું રેડી પણ થઇ જાઉં તો તેને ક્યાંક મળી હું એમ કહું જો હું કેવી મોડૅન થઇ ગઈ છું. જો જોબ કરું છું. આમ કહું? આમ કહીશ તો શું તેની વિચાર સરણી માં કોઈ ચેન્જ આવશે? ના બિલકુલ નહિ, એ એમ જ કહેશે મોડૅન કપડાં પહેરવાથી તું મોડૅન નહિ બને. તું ગમાર જ રહીશ. કેમકે તારી પરવરિશ ગામડા માં થઇ છે.” નૈના તન્વી ને સમજાવતા બોલી.
તન્વી ને નૈના ની વાત એકદમ સાચી લાગી. તેથી તે પણ ચુપ થઇ ગઈ. પણ કુદરત આ બધું જોઈ ને ચુપચાપ નૈના માટે કોઈ રસ્તો તૈયાર કરી રહી હતી.
(ક્રમશઃ)