A Look at World Culture - Part 1 books and stories free download online pdf in Gujarati

વિશ્વની સંસ્કૃતિ તરફ એક નજર - ભાગ ૧

#આ લેખમાં મે મારા અંગત અને વાંચેલા વિચારો લખ્યા છે હું ક્યારેય આવી ઊંડી બાબત જાણતો ન હતો...પણ વાંચન દરમિયાન આવી બાબત નજરમાં આવી એટલે થયું એક વિચાર સર્જે ચમત્કાર......... ઘણીવાર એવું પણ બને કે લોકો સમજ્યા વગર બધી બાબત પર સવાલ ઉઠાવતા હોય છે પણ તેનો પૂર્ણ વિચાર નથી કરતા......આજના લેખમાં ઘણી સ્પષ્તાપૂર્વક ઉદાહરણ હસે......જે sex ને લગતા છે પરંતુ આવા ઉદાહરણ થોડાક જરૂરી લાગ્યા જેથી હું વધારે સ્પષ્ટ સમજાવી શકું તેથી માફ કરજો........અને જો માફ ન કરો તો હું પેહલા થી બદનામ નું હજી વધારે થઈ જઈશ તો ફેર નહિ પડે...હવે લેખ નીચે મુજબ છે🔻🔻🔻🔻🔻🔻


नरजन्तु नाम दुर्लभं भारते जन्म......ભારતમાં જન્મ મળવો એ મુશ્કેલ છે .....શા માટે ભાઈ આજે અમેરિકા જન્મ મળવો એ ભાગ્યશાળી ગણતા હશે...ભારતમાં શું છે...જ્યાં જોવો ત્યાં અંધશ્રદ્ધા,વહેમ,ઢોંગ ,ધતીંગ છે ધર્મની બાબતમાં પણ પ્રગતિ નથી....રાજનીતિ તો ભાઈ ભાઈ ની નથી રહી...પૈસા બનાવવાની ફેક્ટરી સમજી બેઠા છે.....વિકાસ એવો થયો કે ગાંડો થયો........તો ભારત દેશ મહાન ક્યાં છે??

કોઈ પણ રાષ્ટ્રમાં જાવ ભારતની ઓળખ ધર્મ અને સંસ્કૃતિ આધારિત છે...ભારતની સંસ્કૃતિની મહાનતા એ કઈક જુદી છે......ધર્મ યાની ધારણા.....ધર્મ એટલે જીવન જીવવાની કળા.......ભારતના ધર્મની વ્યાખ્યા જ અલગ છે અને લોકો ચાલ્યા છે ધર્મ બચાવવા.......

ધર્મ એટલે શું એ જ ન ખબર હોય એ શું ધર્મને બચાવી શકે...ભારતીય ધર્મ એ વૈદિક સંસ્કૃતિ આપી તેમાં ચાર વેદ આવ્યા.... ઋગવેદ, યજુર્વેદ,સામવેદ અને અથર્વવેદ.........

આ વેદોમાં જીવન કંઈ રીતે જીવવું એ બતાવ્યું છે...આપડા શારીરિક,માનસિક,સામાજિક, બધા પાસા ને વણી લેવાયા છે...કળા થી કાળા ધોળા બધું જ આવી જાય....વિજ્ઞાન થી માંડી આધ્યાત્મિક વિચાર થયો છે......

ભારતીય સંસ્કૃતિ માં પૂર્ણ વૈજ્ઞાનિક વિચાર છે આપડા હરએક રિવાજ ,રસમ કોઈક તો વિજ્ઞાન છુપાયેલ જ હોય છે.....

જ્યારે ભારત હોય કે બીજા સંસ્કૃતિ ની વાત આવે ત્યારે થાય કે 48 જેટલી સંસ્કૃતિ કાળ નાં પેટાળમાં દટાઈ ગઈ અને ભારતની સંસ્કૃતિ 10000 થી પણ વધારે વર્ષો કેમ ટકી છે???

આ બાબતમાં આપને પિંડગત સંસ્કૃતિ અને સંસ્કાર ગત પ્રગતિ પર વિચાર કરવો પડે (આ હવેની બાબત વાંચેલ છે)

પિંડગત સંસ્ક્રુતિ એટલે જેમાં પ્રજનન (sex) અને લોહીનો વિચાર થાય છે..

સંસ્કાર ગત પ્રગતિમાં રાજનીતિ,અર્થશાસ્ત્ર,કાયદા,કળા,શિલ્પ વગેરેનો વિચાર થાય છે.....

વિશ્વ આખું આ બે પાયામાં વેચાયેલા છે તેમાં જો આ બન્ને બાબતનો વિચાર ન કરવામાં આવે તો કોઈપણ મહાન સંસ્કૃતિ પણ કાળ નાં પેટાળમાં જતી જ રહે.....

(વ્યાખ્યા ઉપર નજર રાખજો confused થઈ શકો)

પિંદગત સંસ્કૃતિ કનિષ્ઠ હોય અને સંસ્કાર ગત પણ કનિષ્ઠ હોય તો એ સમાજનો નાશ થાય છે....આફ્રિકા ખંડની સંસ્કૃતિ બન્ને ક્ષેત્ર નબળું હતું તેથી ત્યાં માણસના જીવનની શરૂઆત થઈ હતી પણ આજે ત્યાં સંસ્કૃતિ એ અંધારિયા ખંડ માં ફેરવાઈ ગઇ.......

ન્યુઝલેન્ડ નામના દેશમાં માઓરી નામની આદિવાસી પ્રજા હતી તેને ન કંઈ sex નો વિચાર કર્યો જેની સાથે ફાવે સૂઈ લો...મજા આવે તો લગ્ન કરો..મજા આવે ત્યારે છૂટા પડો એવું હતું અને તેની સંસ્કાર ગત પ્રગતિ ક્યાંય હાલમાં બોવ ઉચ્ચ ઉદાહરણ નથી આવતા કે ત્યાં શિલ્પ મળ્યું.કળા મળી....બન્ને રીતે આ પ્રજા પછાત હતી...

ત્યારબાદ ત્યાં પશ્ચિમી સંસ્કૃતિ નો પ્રચાર થયો અને માઓરી સંસ્કૃતિ નાશ પામી......અને કહે છે કે પશ્ચિમી સંસ્કૃતિ જ્યાં જ્યાં ગઈ ત્યાં તેમને લોકોના દુઃખ દૂર કર્યા.........પણ આજની પશ્ચિમી સંસ્કૃતિ પણ અર્થશાસ્ત્ર,કાયદા,પૈસા,વિકાસ,રાજનીતિ જેવા સંસ્કાર ગત પ્રગતિમાં આગળ છે પણ ત્યાં sex નો વિચાર જેમ ફાવે તેમ છે... તેંથી જો આ માર્ગ ચાલશું તો જેમ 48 સંસ્કૃતિ થી વધારે સંસ્કૃતિ દટાઈ ગઈ એમ આ સંસ્કૃતિ દટાઈ જ જશે......આ સંસ્કૃતિ નો નાશ પણ નિશ્ચિત છે.........

આપને સુમેરિયન પ્રજા...મિસર પ્રજા...ગ્રીક પ્રજા....રોમન પ્રજા....બધા વિશે થોડું થોડું જાણતા હશું .....

સુમેરિયન પ્રજા એટલે મેસોપોટમીયાના ની સંસ્કૃતિ અહી આજના નામુ અથવા બેંકની શરૂઆત થઇ હતી તેની આર્થિક અને શિલ્પ,કળા,બધે ક્ષેત્રમાં આગળ હતી પરંતુ આજે એ સંસ્કૃતિ નાં અવશેષો મળે છે...ક્યાંય એનો નામો નિશાન નથી....કારણ ત્યાં sex ની બાબત નથી વિચારાય...

મિસર પ્રજા એટલે ઇજિપ્ત માં જન્મેલી ત્યાં વિશ્વને આપવાજેવું ગાઝા પિરામિડ આજે પણ સાત અજુબામાં આવે છે પણ એ મિસર પ્રજા ક્યાં?????

રોમન સામ્રાજ્ય જેના અંકોનો ઉપયોગ આપડે કરી છી જેને ગણિતના આવા નિયમ આપ્યા છે રોમન પ્રજા નો કાયદો આજેપણ ભણાવવામાં આવે છે પણ ત્યાંની સંસ્કૃતિ ક્યાં??? એ પ્રજાની પ્રગતિ કેટલી હશે એ વિચારો પણ આજે રોમન સંસ્કૃતિ ક્યાં?????

ગ્રીક પ્રજા જેને વિશ્વમાં પ્રથમ બંધારણ બનાવ્યું હતું,...ત્યાં આજની ઓલિમ્પિક ગેમ્સ એ ગ્રીક પ્રજાની દેન છે છતાં તેની સંસ્કૃતિ ક્યાં છે કેમ કાળ માં દટાઈ ગઇ......???
ગ્રીક નામની પ્રજામાં સિકંદર જેવો રાજા અને પ્લેટો ,સોક્રેટિસ, અને અરીએસ્તોલ જેવા વિદ્વાન થયા એના પુસ્તક આજે પણ માર્ગદર્શન આપે છે...અરે તેનું ગણિત,ઇતિહાસ,રાજનીતિ,તત્વજ્ઞાન બધું વિશ્વમાં બેસ્ટ હતું છતાં આજે તે નાં અવશેષ જમીનમાંથી ગોતવા પડે છે.....


ઉપર આપેલી સંસ્કૃતિ માં આ બધાની પીંડગત એટલે કે લોહીના સંબંધ ગમે ત્યાં બાંધી લેતા હતા......

આજની યુરોપીયન સંસ્કૃતિ માં પણ એજ ચાલે છે ગમે ત્યાં sex માણો...મજા આવે તો રહી નહિતર અડી અડી ને છુટા ભારતીય પ્રજા પણ એના અનુસરણ કરેશે તો વિશ્વ આખાં ની સંસ્કતિ પૂરી થઇ ગઇ તેમ આ પણ નાશ થશે એ નિશ્ચિત છે.....

આ બધી સંસ્કૃતિમાં પીડગત માં ખામી હતી અને સંસ્કાર ગત ઉચ્ચ હતી .....પણ અમુક સંસ્કૃતિ એવી થઈ છે જ્યાં લોહી,sex નો વિચાર થયો છે પણ બીજી બાબત ભૂલી ગયા.......

ગોલ ,શકો, હુણો , વેડોલ જેવી સંસ્કૃતિ પણ કાળ માં દટાઈ ગઇ...વાચતા ખબર પડી કે ગોલ પ્રજા એ રોમન સામ્રાજ્ય ના હાડકા ઢીલા કર્યા હતા......

હૂણનો એટિલા સરદારે બધાને એકજૂથ કરી રોમન પર આક્રમણ કરી સતાં સ્થાપી હતી...છતાં પણ આજે એ હુણ પ્રજા ક્યાં??????


ઉપર નાં બધા પર વિચાર કરજો કે જ્યાં પિડગત સંસ્કૃતિ અને સંસ્કાર ગત પ્રગતિ નો બન્નેનો સરખો વિચાર નહિ થાય તો હમેશ એ બધી સંસ્કૃતિ નો નાશ નિશ્ચિત છે....

પણ ભારતીય ભૂમિમાં આ બન્ને વિચાર થયો હતો એટલે જ આજે પણ આપને રામરાજ્ય ની ઝંખના કરી છી....રામના સમય માં આ બધી બાબત શ્રેષ્ઠ હતી અને આજે પણ આપડી વર્ણ્યવસ્થા મુજબ જ લગ્ન થાય છે પણ અફસોસ કે પશ્ચિમી સંસ્કૃતિ નાં ગુણ આવી રહ્યા છે...જેની સાથે ફાવે ત્યાં સૂઈ જવું....

આપડે ભાગ ૨ માં ભારતીય સંસ્કૃતિમાં આ બંને પ્રગતિનો પૂર્ણ વૈજ્ઞાનિક વિચાર થયેલ છે તેથી આજે પણ આર્ય ધર્મ બધે મહાન છે ....એના પર વિચાર કરીશું...


બીજા વિચારો ભાગ ---------;૨ ma.....