Devilry - 29 books and stories free download online pdf in Gujarati

જંતર મંતર - 29

પ્રકરણ :- 29


જેની ના શરીરમાં અસહ્ય પીડા થઈ રહી હતી. જેની ના શરીરમાં રહેલી આત્માઓ ઉપર ભૈરવનાથ ની તિલસ્મી ગુફાની ભયાનક અસર થતી હતી. જેની ની પીડા તેના માતા પિતા હેરી અને ફેરી જોઈ પણ ન શકતા હતા. અમથી બા પણ જેની ની હાલત જોઈને ખૂબજ ડરી ગયા હતા. જેની ને બચાવવા માટે ભૈરવનાથ તાંત્રિક પોતાનાથી બનતા બધા જ પ્રયાસો કરવા માગતો હતો. ભૈરવનાથ તાંત્રિકે આજ સુધી કોઈક ના શરીર માં એક કે વધુમાં વધુ બે જ આત્માઓ જોઈ હતી પણ જેની ના શરીરમાં તો ચાર આત્માઓ નો વાસ હતો. ભૈરવનાથ એ નક્કી કરી લીધું હતું કે તે પહેલાં જેની ના શરીરમાંથી શીલ ની આત્મા ને બહાર કરશે! પણ કઈ રીતે? ભૈરવનાથ માટે પણ આ એક મોટો પ્રશ્ન હતો. ભૈરવનાથ આસાનીથી પોતાની હિંમત હારે એમ પણ હતો નહિ. ભૈરવનાથ ખૂબ જ વિચારો કરે છે અને પછી તે નક્કી કરી લે છે કે જો શીલ ને જેની ના શરીર માંથી બહાર નીકાળવો હોય તો પહેલા જુલી ને જેની ના શરીરમાંથી બહાર કરવી પડશે. જો એકવાર જેની ના શરીરમાંથી જુલી ની આત્મા બહાર આવી જાય તો હૈવાન શીલ ની આત્મા ને કંઇક લાલચ આપીને જેની ના શરીર માંથી બહાર કરી દઈશ.

ભૈરવનાથ હવે નક્કી કરી ચૂક્યો હતો કે જેની ના શરીરમાંથી સૌથી પહેલા જુલી ની આત્મા ને બહાર કરવા માગતો હતો. જુલી ની આત્મા બીજી બે આત્માઓ થી જોડાયેલી હતી. જુલી ની આત્મા એક સારી આત્મા હતી જેને ભૈરવનાથ મુક્તિ નસીબ કરાવવા માગતો હતો. ભૈરવનાથ એક પૂતળું બનાવ્યું તેને રંગબેરંગી કપડાં પહેરાવી દે છે. ભૈરવનાથ જેની ના શરીરમાંથી જુલી ની આત્મા ને નીકાળવા માટે વિધિ શરૂ કરી દે છે.

ભૈરવનાથ તાંત્રિક પોતાના અભિમંત્રિત કુંડ પાસે જાય છે. ત્યાં જઈને એમાંથી થોડું અભિમંત્રિત જળ લઈ આવે છે. અભિમંત્રિત જળ ને થોડું થોડું પાંચ વખત જેની અને જુલી ના બનાવેલા પૂતળા ઉપર છાંટે છે. હવે ભૈરવનાથ જેની ના હાથ ઉપર એક દોરી બાંધે છે અને બીજો દોરી નો છેડો પેલા પૂતળા ની કલાઈ ઉપર બાંધી દે છે. ભૈરવનાથ જાણતો હતો કે શીલ ની આત્મા જુલી ની આત્માને આસાની થી બહાર આવવા દેશે નહિ! એટલે ભૈરવનાથ ને એ બાબત નું ધ્યાન રાખવાનું હતું કે શીલ ની આત્મા જુલી ની પહેલા બહાર આવીને પેલા પૂતળા માં છૂપાઈ ન જાય! ભૈરવનાથ જેની ના માથા ઉપર પોતાના બંને હાથ મૂકી દે છે અને વિધિ શરૂ કરે છે. ભૈરવનાથ ઘણા બધા મંત્રો બોલી રહ્યો હોય છે. થોડા જ સમય માં જેની ભૈરવનાથ તાંત્રિક નો હાથ જાટકી દે છે.

“ હાહાહાહા તાંત્રિક….. એટલું આસાન નથી મને આ જેની ના શરીરમાંથી આઝાદ કરવાનું…. તાંત્રિક…. ખોટા પ્રયાસો ના કર! હું જેની ને નહિ છોડુ! “

ભૈરવનાથ ની ગુફામાં શીલ નો હાહાકાર ચારે તરફ ફેલાઈ ચૂક્યો હતો. શીલ જેની ને કોઈપણ હાલાતમાં છોડવા માટે તૈયાર હતો જ નહિ. જેની ના માતા પિતા હેરી ફેરી અને અમથી બા પણ ખૂબ ગભરાઈ ચૂક્યા હતા.

“ દુષ્ટ આત્મા ઈસ બચ્ચી કો તુઝે છોડના હિ હોગા વરના મે તુઝે અભી કે અભી ભસ્મ કર દુંગા. “ ભૈરવનાથ

“ તું ક્યાં મુઝે ભસ્મ કરેગા ? મે તો પહલે સે હિ ભસ્મ હું. હાહાહાહા “ શીલ


હૈવાન શીલ ની આત્મા કોઈ ભયાનક રૂપ લે એની પહેલા જ ભૈરવનાથ જેની ના શરીરમાંથી જુલી ની આત્મા ને અલગ કરવા માગતો હતો. જુલી ની આત્મા શીલ થી અલગ કરવી આસાન પણ હતી જ નહિ. જીયા ના ગુરુ કાળનાથ ને ભનક થઈ જાય છે કે કોઈક તેમના વશમાં થયેલી આત્માઓ ને હાની પોહચાડવાની કોશિશ કરી રહ્યું છે. કાળનાથ હવે પોતાની વશ માં કરેલી આત્માઓ ને બચાવવા માટે પોતાની વિધિ શરૂ કરી દે છે. પણ હવે આ એટલું આસાન હતું જ નહિ કે કાળનાથ ની વિધિ ને કોઈ તોડી શકે પણ ભૈરવનાથ તાંત્રિક પણ આ બધા માં કાચો ન હતો. ભૈરવનાથ આ આત્માઓ ને બહાર નીકાળવાની કોશિશ કરતો હતો તો બીજી તરફ કાળનાથ આ આત્માઓ ને જેની ના શરીરમાં બાંધી રાખવા મથી રહ્યો હતો. કાળનાથ અને ભૈરવનાથ વચ્ચેનું આ દન્દ્ર યુધ્ધ જામ્યું હતું. આ યુધ્ધ માં વિજય ભૈરવનાથ નો જ થવાનો હતો કેમકે ભૈરવનાથ તાંત્રિક જેની ને બચાવવા માટે લડી રહ્યો હતો.

કાળનાથ તેની વશમાં કરેલી આત્માઓ ને બચાવવા માટે ગમે તે કરી શકે એમ હતો. ભૈરવનાથ પણ જેની ને બચાવવા માટે તનતોડ પરિશ્રમ કરી રહ્યો હતો. ભૈરવનાથ હવે જેની ઉપર એક હાડકું ફેરવે છે અને પોતાનો હાથ જેની તરફ આગળ કરે છે. ભૈરવનાથ ના હાથ માં ચા ભરેલો કપ હતો.

“ બચ્ચા ઇસ બચ્ચી કો ચાય મે મિલાકર ઈન આત્માઓ કો દિયા ગયા હૈ. ઇસ બચ્ચી પર કિસીને કાલા જાદુ કિયા હૈ. બચ્ચા તુમ ઇસ કપ કો જાનતી હો?” ભૈરવનાથ

ભૈરવનાથ એ ફેરી તરફ ઈશારો કરીને પેલા ચા ના કપ વિશે પૂછ્યું! ફેરી એ કપ જોતાં જ કહી દીધું કે….

“ તાંત્રિક બાબા આ તો અમારા ઘર નો જ કપ છે.” ફેરી

હેરી ફેરી અને અમથી બા થોડા વિચલિત થવા લાગ્યા હતા કેમકે કોઈક પોતાના ઘરમાં આવીને પોતાની દીકરી જેની ઉપર કાળુ જાદુ કરી ગયું હતું. હેરી અને ફેરી ને આ વાત ખૂબ જ વિચલિત કરી રહી હતી.

“ તો બચ્ચા કોઈ તેરા અપના હિ હૈ જો ઇસ બચ્ચી કો પરેશાન કરવા ચાહતા હૈ.” ભૈરવનાથ

ભૈરવનાથ તાંત્રિક ની વાત સાંભળી ને હેરી અને ફેરી ના પગ નીચેથી જમીન સરકી જાય છે. હેરી અને ફેરી ઊંડા વિચારોમાં ડૂબી જાય છે કે કોણ હશે એ ? જેની એ તેનું શું બગાડ્યું હશે કે તેને જેની ઉપર કાળા જાદુ નો સહારો લેવો પડ્યો ? ઘણા બધા સવાલો હેરી અને ફેરી ના મગજમાં હોય છે. જેના જવાબ મળવા ઘણા અઘરા હતા. હેરી અને ફેરી નો ચિંતા વાળો ચહેરો જોઈને ભૈરવનાથ બોલે છે…

“ બચ્ચા ફીકર મત કરો મે અભી તુમ્હે ઉસ ધોખેબાજ કા ચહેરા દિખાતા હું જિસને ઇસ માસૂમ બચ્ચી કો હાની પોહચાને કી કોશિશ કી.” ભૈરવનાથ

ભૈરવનાથ ની વાતોથી હેરી અને ફેરીના મનમાં એક ઉમ્મીદ જાગી ચૂકી હતી. હેરી અને ફેરી નો ગુસ્સો પણ ફૂટી રહ્યો હતો. હેરી અને ફેરી નો ગુસ્સો એ હદ સુધી વધી ગયો હતો કે કાળી વિદ્યા કરવા વાળું છે કોણ એ જાણી ને તરત જ તેને સજા આપવા માટે પણ તૈયાર હતા. હેરી અને ફેરી આતુરતાથી ભૈરવનાથ સામે જોઈ રહ્યા હતા કે આખરે તે હતું કોણ? હેરી અને ફેરી ની આતુરતા સેકન્ડે સેકન્ડ વધી રહી હતી.


ભૈરવનાથ જેની ના માથા ઉપર ફરી એક વખત પોતાના હાથ મૂકી દે છે. ભૈરવનાથ એ તો સમજી ચૂક્યો હતો કે કોઈક એ જેની ઉપર કાળી વિદ્યા કરી છે. હવે ભૈરવનાથ એ માણસ નો ચહેરો ત્યાં ઉભેલા જેની ના માતાપિતા હેરી , ફેરી અને અમથી બા સામે લાવવા માગતો હતો. હેરી અને ફેરી નો ગુસ્સો તો પહેલાથી જ ફૂટી રહ્યો હતો. બધા ની નજર ભૈરવનાથ તાંત્રિક ઉપર હતી. જીયા નો ગુરુ કાળનાથ પણ પોતાની શિષ્ય જીયા ને બચાવવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. ભૈરવનાથ એ ફરી એકવાર જેની અને પેલા ચા ના કપ ઉપર અભિમંત્રિત જળ છાંટ્યું અને ધીરે ધીરે એક પરછાઇ બનવા લાગી. ત્યાં ઉભેલા દરેક લોકો ના મનમાં હતું કે કોઈક પુરુષ હશે જેને જેની ઉપર કાળી વિદ્યા નો પ્રયોગ કર્યો હશે. ધીરે ધીરે આ પરછાઇ બની રહી હતી અને કાળનાથ તેને રોકવા માટે અથાગ પ્રયત્ન કરી રહ્યો હતો.
હેરી ફેરી અને અમથી બા પલક જબકાયા વગર આ છાયા ને જોઈ રહ્યા હતા. કાળનાથ આ છાયા ને બનતો રોકવા માટે પ્રયાસ કરી રહ્યો હતો. જેવો જ કાળનાથ આ છાયા ને બનતો રોકતો કે તરત જ ભૈરવનાથ આ છાયા ઉપર અભિમંત્રિત જળ છાંટી દેતો હતો. કાળનાથ પોતાના જાદુમાં જ નિષ્ફળ થઈ રહ્યો હતો કેમકે ભૈરવનાથ ના અભિમંત્રિત જળમાં એટલી શક્તિ હતી. પેલો છાયો હવે પૂરો બની ગયો હતો ને આખરી વખત ભૈરવનાથ આ છાયા ઉપર અભિમંત્રિત જળ છાંટી દીધું ને આ છાયો આખો બની ગયો. આ છાયા ને પાછળ થી જોતાં હેરી અને ફેરી એટલું તો સમજી ગયા હતા કે કોઈક છોકરી એ જ જેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ કર્યો છે. આ છાયા ની પીઠ હેરી અને ફેરી તરફ હતી એટલે તે ચહેરો જોઈ શકતા ન હતા.
“ બચ્ચા ઇસકો જાનતે હો ?” ભૈરવનાથ


હેરી અને ફેરી પેલા છાયા નો ચહેરો જોવા માટે થોડા આગળ ચાલે છે. છાયા નો આગળ તરફ જઈને તે જોવાની કોશિશ કરે છે કે આખરે કોણ છે આ? જે જેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ કરી રહ્યું હતુ. હેરી અને ફેરી પેલા છાયા નો ચહેરો જોવા જતા હતા ને ચહેરો જોઈને હેરી અને ફેરી ના હોશ ઊડી ગયા હતા. હેરી અને ફેરી ખૂબ જ ડરી જાય છે કેમકે આ ચહેરો જીયા નો હતો જેને તે બંને દીકરી સમાન માનતા હતા. પહેલા તો હેરી અને ફેરી ને પોતાની આંખો ઉપર વિશ્વાસ ન થતો હતો પણ તેમની આંખો આગળ આ સચ્ચાઈ હતી જેને તે બંને જૂટલાવી શકે એમ હતા જ નહિ.
“ હેરી જીયા તો આપડી દીકરી સમાન હતી ને! આપડે જેની ને જેટલો પ્રેમ આપતા હતા એટલો જ પ્રેમ આપડે જીયા ને પણ આપ્યો છે તો પછી જીયા એ આપડી જેની સાથે આવું કેમ કર્યું ? “ ફેરી
“ શું વાત કરે છે ફેરી દીકરા! જીયા એ આપડી જેની ઉપર કાળી વિદ્યાનો પ્રયોગ કર્યો છે ?” અમથી બા
“ હા અમથી બા મને તો વિશ્વાસ જ નથી થતો કે જેને અમે દીકરી સમાન માનતા હતા એ અમારી ખુદની દીકરી જેની સાથે આવું પણ કરી શકે. મને તો વિશ્વાસ જ નથી થતો.” ફેરી
હેરી અને ફેરી નો વિશ્વાસ જે જીયા ઉપર હતો એ ચકનાચૂર થઈ ચૂક્યો હતો. હેરી અને ફેરી બંને ની આંખો માં નોધારા આંસુ હતા. જ્યારે પોતાના જ લોકો વિશ્વાસઘાત કરે ત્યારે દુઃખ પણ ખૂબ વધુ થાય છે. અમથી બા પેલા છાયા ને જોવા માટે તેની તરફ આવે છે. અમથી બા જીયા નો છાયો જોઇને જ તેને કંખોડવા લાગે છે.
“ જીયા તારી ઉપર કરેલો વિશ્વાસ જ આજે સૌથી મોટો અમારો અંધ વિશ્વાસ સાબિત થયો. પેલી કહેવત તારા લીધે જ સાચી પુરવાર થાય છે કે…. એક સ્ત્રી જ બીજી સ્ત્રી ની સૌથી મોટી દુશ્મન હોય છે. જીયા આજે તે સાબિત પણ કરી દીધું.” અમથી બા


ક્રમશ…….