Devilry - 31 in Gujarati Horror Stories by Ankit Chaudhary શિવ books and stories PDF | જંતર મંતર - 31

Featured Books
  • અસવાર - ભાગ 3

    ભાગ ૩: પીંજરામાં પૂરો સિંહસમય: મે, ૨૦૦૦ (અકસ્માતના એક વર્ષ પ...

  • NICE TO MEET YOU - 6

    NICE TO MEET YOU                                 પ્રકરણ - 6 ...

  • ગદરો

    અંતરની ઓથથી...​ગામડું એટલે માત્ર ધૂળિયા રસ્તા, લીલાં ખેતર કે...

  • અલખની ડાયરીનું રહસ્ય - ભાગ 16

    અલખની ડાયરીનું રહસ્ય-રાકેશ ઠક્કરપ્રકરણ ૧૬          માયાવતીના...

  • લાગણીનો સેતુ - 5

    રાત્રે ઘરે આવીને, તે ફરી તેના મૌન ફ્લેટમાં એકલો હતો. જૂની યા...

Categories
Share

જંતર મંતર - 31

પ્રકરણ :- 31


હેરી , ફેરી અને અમથી બા પોતાની જેની ને લઈને હસતા મોઢે ભૈરવનાથ તાંત્રિકની ગુફા માંથી વયા જાય છે. ભૈરવનાથ તાંત્રિક પણ હવે શીલ ની આત્મા ને દંડ અને જુલી ની આત્માને મુક્તિ આપવા માટેની તૈયારીમાં લાગી જાય છે. ભૈરવનાથ જુલી ને સાચી મુક્તિ તો ત્યારે જ આપી શકશે જ્યારે શીલ ને દંડ આપી ને તેની આત્માને નર્ક નસીબ કરાવશે. ભૈરવનાથ તાંત્રિક તેની આગળની વિદ્યા કરવામાં વ્યસ્ત થઈ જાય છે. ભૈરવનાથ જાણતો હતો કે શીલ ની આત્મા ખૂબ જ ભયાનક છે અને તે એટલી આસાનીથી શીલ ને દંડ આપી શકે એમ હતો જ નહિ. પણ ભૈરવનાથ પાસે જુલી ની આત્મા હતી જે ભૈરવનાથ ની મદદ કરવા માટે તૈયાર હતી. જુલી નું પૂતળું કંઇક તો ભૈરવનાથ ને ઈશારો કરી રહ્યું હતુ કે શીલ ને દંડ કંઇ રીતે આપવો. થોડા સમય પછી ભૈરવનાથ તાંત્રિક સમજી જાય છે કે શીલ ને અભિમંત્રિત કુંડમાં નાખવાથી તેની દુષ્ટ હૈવાની આત્મા પોતાની બધી શક્તિઓ ખોઈને હંમેશા માટે નર્કના ફેરા કરવા માટે જતી રહેશે. ભૈરવનાથ શીલ ની આત્મા ભરેલી શીશી ને ખોલે તો શીલ ની આત્મા એક જ ક્ષણમાં ત્યાંથી ભાગી છૂટે! એટલે ભૈરવનાથ ને ખુબ જ વિચારીને કામ લેવાનું હતું.

ભૈરવનાથ શીલ ની આત્મા ભરેલી શીશીને પોતાના બંને હાથ વડે મજબૂત પકડે છે. ભૈરવનાથ જાણતો હતો કે તેના અભિમંત્રિત જળ કુંડમાં એટલી શક્તિ છે કે ભલભલી આત્મા આ કુંડમાં શાંત થઈ જાય. ભૈરવનાથ તાંત્રિક અભિમંત્રિત કુંડ પાસે જઈને આ શીશી ઊંધી કરીને જળ ની અંદર જ ખોલી દે છે, જેથી શીલ ની દુષ્ટ આત્મા ભાગી શકે નહિ! જેવી જ શીશી ખુલી કે શીલ ની આત્માએ ભાગવાની કોશિશ કરી પણ તે અસફળ રહી કેમકે ભાગે એની પહેલા જ શીલ ની આત્મા અભિમંત્રિત જળમાં પડી ચુકી હતી. શીલ ની આત્માને આ અભિમંત્રિત જળમાં ખૂબજ કઠિન દંડ મળી ચૂક્યો હતો. શીલ ની આત્મા અત્યંત પીડા થી પીડાઈ રહી હતી. થોડા સમય પછી ભૈરવનાથ ના અભિમંત્રિત જળ કુંડે શીલ ની આત્માને નર્ક તરફ ધકેલી દીધી જ્યાંથી શીલ ની આત્મા પાછી આવવી અશક્ય હતી.

ભૈરવનાથ શીલ ની આત્મા ને તો હમેશાં માટે નર્ક નસીબ કરાવી ચૂક્યો હતો. હવે જુલી ઉર્ફ જુલિયટ નો વારો હતો અને તે એક સારી આત્મા હતી એટલે ભૈરવનાથ તેની મદદ કરીને તે આત્માને મુક્તિ અપાવી સ્વર્ગ નસીબ કરાવવા માગતો હતો. સ્વર્ગ નો રસ્તો પણ ભૈરવનાથ નો અભિમંત્રિત જળ કુંડ હતો. ભૈરવનાથ જુલી ના પૂતળાને કુંડ તરફ લઈ જાય છે અને તેમાં ધીરેથી મૂકી દે છે. અભિમંત્રિત જળ કુંડ જુલી ની આત્માને પવિત્ર કરીને સ્વર્ગમાં મોકલી દે છે. આખરે જુલી આ બધા બંધનો માંથી આઝાદ થઈ ગઈ અને તેને મુક્તિ નસીબ થઈ ગઈ. જેની ના જીવનનું એક દર્દનાક ચૅપ્ટર તો ભૈરવનાથ એ પૂરું કરી દીધું પણ જેની આગળ હજુ તેની આખી જિંદગી ઉભી હતી જે તેનું ફરી એકવાર વેલકમ કરવા તૈયાર હતી.

જેની પોતાના માતા પિતા હેરી, ફેરી અને અમથી બા સાથે ફરી એકવાર એક અઠવાડિયા પછી ઘરે આવી ગઈ હતી. અમથી બા જેની ને બહાર જ રોકી દે છે. ફેરી ના રસોડામાં જઈને અમથી બા થોડા અંગારા જલાવીને બહાર લઈ આવે છે. અમથી બા કાળી મીર્ચ વડે જેની ની નજર ઉતારે છે અને મુઠ્ઠી વાળી ને તેના ઉપર ફૂંક મારી તેને અંગારા ઉપર નાખી દે છે. હેરી અને ફેરી ફરી એકવાર પોતાની દીકરી જેની નું સ્વાગત ધામધૂમથી કરે છે. પોતાના માતાપિતાનો અપાર પ્રેમ જોઇને જેની ની આંખો ભરાઈ આવે છે.


“ મા બાબા હું તમારો જેટલો પણ ઉપકાર માનું એટલો ઓછો છે! ધન્યવાદ નહિ કહું કેમકે એ બઉ નાનો શબ્દ છે. જે તમે મારી માટે કર્યું છે એ બીજું કોઈ ન કરી શકે. લવ યુ મા બાબા “

જેની આટલું કહીને પોતાના માતા પિતાના ગળે લાગી જાય છે. જેની ને ખુશ જોઈ તેના માતા પિતા હેરી અને ફેરી પણ ખુશ થઈ જાય છે. બે વર્ષ પછી જેની ને આટલી ખુશ જોઈ હતી.

“ જેની ઉપકાર તો આપડે અમથી બા નો માનવો જોઈએ! કેમકે બેટા અમથી બા ના હોત તો હું ને તારી મા હાથ ઉપર હાથ મૂકીને તારી દિવસે દિવસે બગડતી હાલત જોઈને અફસોસ કરી રહ્યા હોત! જેની અમથી બા ભગવાન બની ને આવ્યા હતા એ સમયે, નહિ તો અમે તો તારી હાલત જોઈને જ બોખલાઇ ગયા હતા. “

હેરી આટલું કહીને જેની અને ફેરી સાથે અમથી બા ના પગે લાગી તેમના આશીર્વાદ લે છે. આ લોકો અમથી બા ને ધન્યવાદ નથી કહેતા કેમકે ધન્યવાદ ખૂબ નાનો શબ્દ હતો. અમથી બા થોડા સમય પછી પાછા પોતાના ઘરે ચાલ્યા જાય છે. ફેરી જઈને જેની નો રૂમ બંધ કરી આવે છે. રૂમ ના લૉક ઉપર ભૈરવનાથ આપેલો અભિમંત્રિત ધાગો પણ બાંધી દે છે.

“ જેની દીકરા આજે તું અમારી સાથે જ રહીશ. તારો રૂમ જ્યાં સુધી ભૈરવનાથ પવિત્ર ન કરી જાય ત્યાં સુધી તારે અહી અમારી સાથે રહેવાનું છે.”

ફેરી ની લાગણીઓ પોતાની દીકરી માટે એકદમ બરાબર હતી. હેરી અને ફેરી એ પોતાની દીકરી જેની સાથે ઘણું બધું જોઈ લીધું હતું. હેરી અને ફેરી માં હવે હિંમત બચી જ ન હતી કે તે પોતાની દીકરી જેની ને પોતાના થી અલગ કરે. હેરી જેની ને લઈને પોતાના રૂમમાં જાય છે ત્યાં જઈને જેની નું માથું પોતાના ખોળામાં લઇ લે છે. ફેરી જેની ના માથા ઉપર પોતાનો હાથ ફેરવી રહી હોય છે ને હેરી રૂમમાં આવે છે. હેરી અને ફેરી બંને ના ચહેરા ઉપરની ખુશી આજે કંઇક અલગ જ હતી.

“ ફેરી આજે જેની ને આટલી શાંત જોઇને દિલને આરામ મળ્યો છે. મારી દીકરી સાથે ગયા સમયમાં શું શું થઈ ગયું! આપડે જેની ને આ પીડામાંથી બે વર્ષ પછી આઝાદ કરી શક્યા. કાશ આપડે પહેલા જ સમજી ગયા હોત કે જેની ઉપર આત્માનો વાસ છે તો જેની ને આટલા લાંબા સમય સુધી પીડામાં ન રહેવું પડોત.”

હેરી આટલું બોલી શક્યો ને એની આંખો ધરધર વહેવા લાગી. જેની ઉભી થઈને પોતાના પિતાના ગળે લાગી જાય છે.

“ પાપા આજે તમારા લીધે જ તમારી દીકરી જેની સહી સલામત છે. બાબા જો તમે મારી મદદ ન કરી શક્યા હોત તો શીલ ની હૈવાની દુષ્ટ આત્મા મારી સાથે શું કરોત! કોને ખબર? બાબા તમારે પરેશાન થવાની જરૂર જ નથી આજે તમારી દીકરી તમારા લીધે જ ઠીક છે. લવ યુ મમ્મી પપ્પા તમે મને મળ્યા એ મારા જીવનની સૌથી અમૂલ્ય ભેટ ભગવાને મને આપી છે.”
જેની આટલું કહી ને તેના મમ્મી પપ્પા ને બાથ ભરાવી દે છે. બંને ના ગાલ ઉપર જેની ચુંબન કરે છે.

“ ફેરી અને જેની આજ પછી આપડા ઘરમાં કોઈપણ જુલી ઉર્ફ જુલિયટ. જેમ્સ અને શીલ નું નામ નહિ લે! આ વાતને હવે આપડે હમેશાં માટે ભૂલી જઈશું.” હેરી

“ ઓકે બોસ! હા પાપા. “ ફેરી અને જેની

થોડા સમય પછી ફેરી ના ચહેરા ઉપર ઉદાસી આવી જાય છે. ફેરી ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી. ફેરી ના ચહેરા સામે જોઈ હેરી જેની ને ઇશારો કરે છે. જેની પોતાની મા ફેરી નો માયુસ ચહેરો જોઈને ફેરી ને કહે છે.

“ મા હવે હું એકદમ ઠીક છું, તું શું વિચારોમાં ખોવાયેલી છે? મા હવે મારી સાથે કંઈપણ નહિ થાય! તું મા ચિંતા ન કર. “ જેની

“ ફેરી હવે આપડી જેની એકદમ ઠીક છે પછી તને શું ચિંતા સતાવી રહી છે? ફેરી હવે બધું બરાબર છે તું આમ ઉદાસ થઈશ નહિ.” હેરી

“ હેરી વાત છે જ ઉદાસ થવા જેવી! હેરી આપડે જીયા ને પોતાની દીકરી સમજી અને તેને આપડી પોતાની દીકરી જેની સાથે આવું કેમ કર્યું હશે? મને તો જીયા ઉપર ખૂબ જ ગુસ્સો આવી રહ્યો છે.” ફેરી

ફેરી ની વાત સાંભળી ને જેની એટલું તો સમજી ગઈ કે તેની સાથે જે છેલ્લા બે વર્ષ થી થઈ રહ્યું હતું તેના માટે જવાબદાર બીજું કોઈ નહિ પણ જેની ની બેસ્ટ ફ્રેન્ડ જીયા હતી. જેની માટે આ વાત ખૂબજ આઘાત જનક હતી. જેની ના વિશ્વાસ ને પણ ઠેશ પોહચી હતી. જેની ના મનમાં ઘણા બધા સવાલો હતા જેના જવાબ હવે ફક્ત જેની ને જીયા જ આપી શકે એમ હતી. જેની જીયા ના ઘરે જવાની વાત કરે છે અને હજુ સાંજના 5 જ વાગ્યા હતા એટલે હેરી અને ફેરી પણ જીયા ના ઘરે જવાની જેની ની વાત માની લે છે. હેરી અને ફેરી ના મનમાં પણ ઘણા પ્રશ્નો હતા જેનો જવાબ હવે જીયા જ આપશે એ ઉમ્મીદ થી તે જીયા ના ઘરે જવા માટે નીકળે છે. થોડા સમય પછી તે લોકો જીયા ના ઘરે પોહચી જાય છે. ઘરની અંદર જતા પહેલા હેરી પોલીસને ફોન કરીને જીયા ના ઘરે બોલાવી દે છે. જીયા ના ઘરમાં જતાં જ જીયા ઉપર પ્રશ્નો વરસવાની તૈયારી માં હતા. જીયા જેની ને જોઈને દેખાડા કરવાનું શરૂ કરી દે છે.

“ જેની તું એકદમ ઠીક થઈ ગઈ! તને સહી સલામત જોઇને હવે મારી આ આંખો ને સુકુંન મળ્યો છે. જેની હું તને સલામત જોઇને આજે ખૂબ જ ખુશ છું. “ જીયા

“ હા તું તો ખુશ હશે જ! કારણ કે તું મારી બેસ્ટ ફ્રેન્ડ છે. તારા જેટલી મારી ફિકર કોઈ ન કરી શકે જીયા.” જેની

“ હા જેની હું તને ખૂબ જ માનું છું. આજે તો તુ ઠીક થઈ છે એટલે હું કાલભૈરવ ના મંદિરે જઈને એમને શરાબ નો પ્રસાદ ચડાવિશ! જેની તું મારી સાથે દર્શન કરવા માટે આવીશ!” જીયા

“ જીયા મારી તબિયત હવે જરાક ઠીક થઈ છે. મને ખૂબ ખુશી છે કે મારી બેસ્ટ ફ્રેન્ડ જીયા મારી સલામતી માટે કાલભૈરવ ના મંદિર સુધી જશે! ત્યાં જઈને મારા માટે દુવા માગશે! મા હું કેટલી કિસ્મત વાળી છું કે મને જીયા જેવી સહેલી મળી!” જેની

“ હા બેટા તું ખૂબ જ કિસ્મત વાળી છે કે તને સમય થી ભાન થઈ ગયું કે જીયા જેવી તને સહેલી મળી જ ન શકે! જીયા ખૂબ જ પાક્કી સહેલી છે હો જેની તારી. પેલી ગિફ્ટ હવે આપી દે જે આપડે ફક્ત જીયા માટે લાવ્યા છીએ. જીયા ખૂબ જ ખુશ થઈ જશે તારી અમૂલ્ય ભેટ જોઇને.” ફેરી

ક્રમશ…….



આ સ્ટોરી ને લગતા કોઈ પણ પ્રશ્ન કે અન્ય પ્રશ્ન માટે મને વોટ્સએપ 9624265491 કરી શકો છો ! અને ઈન્સ્ટાગ્રામ ઉપર પણ ફોલો કરો @Author_ankit_Chaudhary