Amar Prem - 22 books and stories free download online pdf in Gujarati

અમરપે્મ - ૨૨

મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે અજય અને સ્વરા તેમનો નિશાળનો અભ્યાસ પુરો કરી કોલેજમા અમદાવાદ એડમીશન મેળવી નજીક-નજીકની હોસટેલમા રહે છે અને તેમના કોલેજ પુરી થયા પછી અને રવિવારે વિવિધ સ્થળોની મુલાકાત લઇ તેમનો પે્મ ગાઢ બનાવે છે.એ દરમિયાન અજયના મિત્ર પૂજનનો સ્વરાને પરિચય કરાવે છે.પૂજન તેઓ બન્નેને સાઉથ ઇનડીયન ડીસ ખાવા આમંત્રણ આપે છે.
હવે આગળ વાંચો.

અજય અને સ્વરા રવિવારે સાંજે પૂજનને મળીને ડીનર લેવા ચેનનાઇ રેસટોરનટ મા જાય છે.રેસટોરનટનુ નામ ‘ચેનનાઇ એકસપે્સ’ રાખવામા આવ્યું હતું તેમાં એનટે્નસ લેતા ચેનનાઇ એકસ્પ્રેસની થીમ પ્રમાણે રેલવે ટ્રેનની માફક આખી હોટલની સજાવટ કરવામાં આવી હતી.તેની બેઠક વ્યવસ્થા ગાડીના ડબ્બા ના આકારની હતી અને આખી હોટલનો દેખાવ જાણે ટે્ઇનમા બેઠા હોઇએ તેવો લાગતો હતો. કિચન પણ રેલવેના ડાઇનીંગ કંપાર્ટમેન્ટ જેવો સજાવયો હતો.તેનો સ્ટાફ અને વેઈટરો પણ સાઉથ ઇનડીયન યુનીફોઁમમા હતા.સ્વરા તો અંદર દાખલ થતા તાજુબીથી જોતી જ રહી ગઇ.

સ્વરા પૂજનને કહે છે કે પૂજન આ રેસટોરનટ કેવી ટે્નના ડબ્બા જેવી સજાવટથી બનાવી છે જાણે આપણે ટે્નમા મુસાફરી કરતા જમતા હોય તેવું વાતાવરણ લાગે છે.બહુ જ સરસ થીમ આધારીત સજાવટ કરવામાં આવી છે.મને આ સજાવટ બહુ જ પસંદ આવી છે.બધા હોટલમાં દાખલ થઇ એક ટેબલ પર બેઠક લે છે.હોટલનો વેઈટર પાણીના ગ્લાસ અને મેનું મુકી જાય છે.પૂજન સ્વરા અને અજયને મેનુમાથી જોઇ ઑડર આપવા કહે છે.અજય અને સ્વરાને મસાલા ઢોસા પસંદ હોવાથી તે બન્ને મૈસુર મસાલાનો ઑડર આપવા કહે છે.પૂજન તેના માટે ઊતતપમની પસંદગી કરે છે અને ઑડર લેવા મેઈન વેઇટરને બોલાવે છે.મેઇન વેઇટર પણ સાઉથ ઇનડીયન ડે્સમા હોય છે.તે આવીને બધાને વડકકમ ટુ ચેનનાઇ એકસપે્સ કહી બધાનુ સ્વાગત કરે છે.સ્વરાને ખાસ અઅઇઓ વડકકમ અમ્મા ટુ ચેનનાઇ એકસપે્સ કહી સ્વાગત કરતો ઑડર લેવા અદબ સાથે પ્રતિક્ષા કરે છે. સ્વરા તેને કહે છે કે ભાઈ મેં અમ્મા નહી હું , અભી કુંવારી લડકી હું ઔર કોલેજ મેં પઢતી હું.પૂજન અને અજય તેની કોમેંટ સાંભળી તેની સામે જોઇને હસે છે એટલે સ્વરા તેમને પૂછે છે કે કેમ મેં ખોટું કીધું તે તમે મારા ઉપર હસો છો ?પૂજન તેને ખુલાસો કરતા બોલે છે કે તેં કંઇ ખોટું કીધું નથી પણ તારી તામિલ ભાષાની જાણકારો નથી તેથી તુ સમજી નથી.તામિલમા મેડમને અમ્મા કહેવાય છે.તેથી તારું મેડમ સ્વાગત કહી તને આવકાર આપ્યો છે.આ સાંભળી સ્વરા પણ ખડખડાટ હસી પડે છે અને વેઇટરને સોરી કહે છે. વેઇટર ઑડર લઇ રવાના થાય છે.થોડીવારમા ઑડરની વાનગી આવે છે બધા વાતો કરતા આનંદથી ડિનર પતાવી બહાર આવે છે. પૂજન ડેઝઁટમા ‘હેવમોર’નો આઇસક્રીમ ખવડાવે છે. ‘અશોક’નુ પાન ખાઇ બધા પૂજનને થેક્યું ફોર નાઇસ ડિનર કહી ગુડનાઇટ કહી છુટા પડે છે. બધા પોત પોતાના ઘર તરફ રવાના થાય છે.અજય, સ્વરાને તેની હોસટેલ ડો્પ કરી આવતા રવિવારે રિવરફ્નટ મલવાનું કહીતેની હોસટેલ જાય છે.

રવિવારે સાંજે અજયને થોડું કામ હોવાથી સ્વરાને સાંજે ૬.૦૦વાગે પહોંચી જવા જણાવે છે.હું કામ પતાવી ૬.૦૦થી ૬.૩૦ સુધીમાં બારાેબાર આવી જઇશ તેમ જણાવે છે.

સ્વરા બરાબર ૫.૪૫વાગે રીવરફ્નટપહોંચી બેંચ પર બેસી સાબરમતી પાણીમાં સામે કિનારે આવેલી બહુમાળી ઇમારતોના પડછાયા જોતી અજયની રાહ જોવે છે.અજયને આવતા ૬.૩૦ પણ થાય તેમ માની તેની સાથે લાવેલી નોવેલ વાંચતી તેની રાહ જોતી હોય છે.

બરાબર ૬.૩૦ વાગે અજય બાઈક પર આવી સ્વરા પાસે બાઇક પાકઁ કરી બેંચ પર બેસી સ્વરાને કહે છે કે મારે આવતા થોડું મોડુ થયું છે તો બોર તો નથી થઇ ગઇ ને ?.......;.

વધુ માટે વાંચો પ્રકરણ -૨૩