relations of the game of emotional buisness - 3 books and stories free download online pdf in Gujarati

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 3


કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"અને એ ઉપાય છે કે હું મરી જ જાઉં!" સાંજે કહ્યું.

"ઓ પાગલ છું તું કઈ?! આવું ના વિચાર!" કહી ને નિધિ એ એણે એની બાહોમાં જ લઈ લીધી...

"તું જરા પણ ચિંતા ના કર... એ તારી કરીબ નહિ આવે! હું છું ને! હું એણે મારી નાંખીશ! તારા એક એક જુલમ ની એણે કિંમત ચૂકવવી પડશે! એના શરીરના એક એક લોહીના ટીપાં થી!" નિધિ એ મક્કમતાથી કહ્યું. એનો હાથ હજી સાંજના માથે ફરી રહ્યો હતો.

"પણ... આપણે કેવી રીતે કરીશું?!" સાંજે કહ્યું.

"જો મારી પાસે એક પ્લાન છે..." નિધિ એ કહ્યું.

"શું પ્લાન છે?!" સાંજે પૂછ્યું.

"પ્લાન બહુ જ ખતરનાક છે... પણ હું માનું છું કે કોઈ ને પણ શક નહિ પડે!" એણે સાંજના કાનમાં અમુક વાતો કહી. ઘણી વાર એ સહમતી બતાવતી તો ઘણી વાર એના વિશે શકભર્યા સવાલ કરતી તો એના જવાબ એણે નિધિ સંતોષકારક રીતે આપતી.

"તો આ છે પ્લાન..." નિધિ એ લાસ્ટમાં કહ્યું.

"પ્લાન તો ઠીક છે... પણ... પણ મને બહુ જ ડર લાગે છે! જો કોઈ ચૂક થઈ તો..." શક્યતા વ્યક્ત કરીને એની કલ્પના થી ડરી ને સાંજ તો રડવા જ લાગી.

"અરે તું જરાય ચિંતા ના કર... શેખર છે તો છેવટે મારો જ ને! હું એના રગ રગ થી વાકેફ છું! કઈ સિચવેશન માં એ શું કરશે એ મારાથી બહેતર કોઈ નહિ જાણી શકે!" નિધિ એ કહ્યું.

"બસ હવે તું ચિંતા ના કર... હવે સમય એના રડવાનો આવ્યો છે જેને ગલત કર્યું છે!" ખબર નહિ પણ કેમ એ શેખર નું નામ જ ના લઈ શકી! શું હજી એણે શેખર પર વિશ્વાસ હતો?!

"સારું તું જરાય ચિંતા ના કર... હું છું ને તારી સાથે!" નિધિ એ એના ગાલ ને ટચ કરતાં કહ્યું.

"હા..." સાંજ માંડ બોલી શકી.

"હું એણે નહિ છોડું!" નિધિ એ કહ્યું.

એ પછી બંને એ પ્લાન મુતાબિત કામ કરવા એક કોલ શેખર ને કર્યો.

"હાઈ શીખ! ચાલ ને મળીએ યાર મને તારી બહુ જ યાદ આવે છે!" એક ગર્લ ફ્રેન્ડ તરીકે એણે બહુ જ લાડથી વાત કરી. તો "શીખ" શબ્દના ઉલ્લેખથી એણે યાદ આવી ગઈ કે એ એણે હંમેશા શીખ જ આપ્યા કરતો કે તું આ ખા... આમ ના કર... આવું કર તો એણે એનું નામ શેખરથી "શીખ" પાડી દીધું હતું! આ વાત યાદ કરતા એ અનાયાસે જ હસી પડી.

"હા યાર... નિધુ! તું જમી કે નહિ પાગલ! સવાર ની બસ આમ જ ફર્યા કરું છું ને!" શેખર એ કહ્યું.

"અરે નાસ્તો કર્યો છે બાપા..." નિધિ એ સહેજ અકળાતા કહ્યું.

"સારું... તો... કયા રેસ્ટોરન્ટ માં જઈએ?!" શેખર એ સીધું જ પૂછ્યું.

"એ જ શીખ... આપનું જ્યાં દર વખતે જઈએ છીએ..." નિધિ બોલી તો એ સમજી ગયો.

"સારું મળીએ કાલે... ટેક કેર! એન્ડ આઈ લવ યુ બેબ!" શેખર એ આદત પ્રમાણે કહ્યું.

"સારું... બાય... લવ યુ, જાન!" નિધિ એ પણ કહેવું જ પડ્યું અથવા તો એનાથી બોલાય જ ગયું.

એમની વાત ચીત સાંભળી ને સાંજ રડવા લાગી! કંઇક ગલત થવાનો અંદાજો નિધિ ને આવી રહ્યો હતો.

"શું આ બધું જૂઠ છે?!" નિધિ એ સાંજની આંખોમાં આંખો નાંખી કહ્યું.

"હા..." સાંજ રડતા રડતા જ માંડ બોલી શકી તો નિધિ ને તો લાગ્યું કે જાણે કે કોઈ એ એણે કોઇ ઊંડી ખીણમાં ધક્કો મારી દીધો હોય! શું હતું કારણ કે એણે આટલું મોટું જૂઠ કહ્યું હતું?!

વધુ આવતા અંકે...

એપિસોડ 4માં જોશો: દાદા દાદી એ જ એનો ઉછેર કરેલો, પણ પગભર થઈ ત્યાર થી એણે એમના પર આધાર રાખવાનું પણ છોડી દીધું હતું! એ પોતે અલગ ઘરમાં રહેવા લાગી હતી... પગારમાંથી અમુક પૈસા એ ઘરે દાદા દાદી ને મોકલવાતી.

બધું જ ઠીક ચાલી રહ્યું હતું, જ્યારે નિધિ પર એનો કોલ આવ્યો તો એણે નિધિ ને એના ઘરે બોલાવી હતી.

"જો કાલે હું એણે ગમે તે રીતે ફિનિશ કરી જ દઈશ..." નિધિ એ સાંજ ની ઠીક બાજુમાં બેસી જઈ એના હાથ ને પોતાના હાથમાં લેતાં કહ્યું.

"પછી ભલે ને મારે..." આગળ ના શબ્દો થી સાંજ ને એક હળવો ઝાટકો લાગ્યો.