relations of the game of emotional buisness - 9 books and stories free download online pdf in Gujarati

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 9


કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"મારા મતે તો બસ તુ એક જ હોનહાર અને સમજદાર છોકરો છું, બાકી આ દુનિયામાં તો કોઈ પર પણ મને તો વિશ્વાસ નથી!" નિધિ એ કહ્યું.

"હા... એવું જ છે... એમનો છોકરો હું જ છું! એટલે જ તો મારી સુરક્ષા માટે ડેડ આટલું ધ્યાન રાખે છે!" શેખર એ કહ્યું. નિધિ ને આમ તો ખબર જ હતી કે શેખર એક મોટા ઘર થી આવે છે પણ એના સ્વભાવ ને લીધે એ ક્યારેય આગળ જાણવા પ્રેરાય જ નહિ!

"ઘર ભલે ગમે એવું હોય એ તો મસ્ત જ છે ને!" નિધિ હંમેશા વિચારતી.

"શીખ... એ પછી સાંજ નું શું થયું એ તો તુંયે કહ્યું જ નહિ!" નિધિ એ પૂછ્યું.

"એ પછી સાંજ એના નાના નાની સાથે એક અલગ જ જીવન જીવી રહી હતી... એ પછી તો મેં એના પર કોઈ ખાસ ધ્યાન આપ્યું જ નથી!" શેખર એ કહ્યું.

"ઓકેકેકેકે! હું એમ કહું છું કે આ ગોળી વાળો હમલો કોને કરાવ્યો હશે?!" નિધિ એ પૂછ્યું.

"મને તો સો ટકા ખાતરી છે કે મારી પિતરાઈ બહેન ની જ આ મહેરબાની હશે!" શેખર એ એક નિશ્વાસ સાથે કહ્યું.

"હા... એટલે જ એણે તારી ઉપર આવો ઘીનોનો આરોપ પણ મૂક્યો હતો!" હવે નિશ્વાસ સાથે નિધિ બોલી.

"કયો આરોપ?! કેવો આરોપ?!" શેખર ખરેખર જાણવા માંગતો હતો.

"એણે મને એવું કહ્યું છે ને કે... તુંયે... તુંયે..." એ આગલા બોલવા અસમર્થ લાગી રહી હતી!

"મે શું?! બોલ ને નિધુ!" શેખર એ પૂછ્યું.

"હા... કહું છું પણ એક સવાલ નો જવાબ આપ તો તમે બંને ભાઈ બહેન છો એમ તુંયે મને ત્યારે કેમ ના કહ્યું?" નિધિ એ પૂછ્યું.

"અરે ત્યારે હું તને શું કહેતો, કે અમે એક બીજાના પિતરાઈ ભાઈ બહેન એમ! આખી સ્ટોરી જ કહેવી પડત ને!" શેખર એ કહ્યું.

"હવે બોલ ને પ્લીઝ કયો આરોપ?!" શેખર એ પૂછ્યું.

"એણે મને કોલ કરી ને કહેલું કે તુંયે એની સાથે જબરદસ્તી કરી!" કહેતા કહેતા જ નિધિ ની આંખોમાં આંસુ આવી ગયાં!

"ઓએમજી! કોઈ પ્રોપર્ટી માટે કેટલું નીચે ગીરી શકે! આઈ જસ્ટ કાન્ટ બિલિવ ધિસ!" શેખર એ કહ્યું.

"અરે યાર... એણે મને એટલી તો સફાઈ થી કહેલું ને કે હું તો..." નિધિ અટકી ગઈ!

"કે તું તો શું?! બોલ... હવે છૂપાવવા કઈ જ નથી રહ્યું!" શેખર એ કહ્યું.

"હું તો તારું મર્ડર પણ પ્લાન કરી ચૂકી હતી!" નિધિ એ ખૂબ જ રડતા કહ્યું.

"બસ આટલો જ હતો તારો મારી ઉપર ટ્રસ્ટ!" શેખર ની આંખોમાં આંસુ હતાં.

"અરે શીખ... એ તો મને લાગ્યું કે કોઈ છોકરી પોતાની ઈજ્જત તો આમ નહિ જ ઉછાળે ને એમ!" નિધિ એ દલીલ કરી.

"હા... તો તને એની વાત પર યકીન થઈ ગયું, અને મારી વાત પર જ નહિ! મારી જ બહેન મારી દુશ્મન છે! ડેડ ની સિક્યોરિટી એ મને કહેલું જ કે તું જ મને મારીશ, આ બધા જ દુઃખો ની વચ્ચે પણ મેં તો બસ તને જ લવ કરેલો, અને તું જ મારી ઉપર ટ્રસ્ટ ના કરું!" શેખર વધારે ને વધારે રડ્યો.

"ના... શીખ, એવું બિલકુલ નથી! આઈ ટ્રસ્ટ યુ! આઈ લવ યુ!" નિધિ એ કહ્યું.

"નો... યુ ડોન્ટ! પ્લીઝ કીપ ડિસ્ટન્સ ટુ મી!" શેખર એ કહ્યું અને પોતે બીજી ચેરમાં ચાલ્યો ગયો!

"ના... આવું ના બોલ ને તું, પ્લીઝ! હું સમજી શકું છું કે તારી ઉપર શું વીતે છે! પ્લીઝ શીખ! પ્લીઝ! હું મરી જઈશ યાર!" નિધિ એ રડતા રડતા જ કહ્યું.

"ના... બાપા! મને ખુદ આટલો અનુભવ થયો તો પણ મેં શા માટે તારી ઉપર ટ્રસ્ટ કર્યો હશે?!" શેખર એ ખુદ ને જ રડતા રડતા પૂછ્યું.

શેખર ના એ છેલ્લા વાક્ય થી નિધિ ને તો સાવ એવું જ લાગ્યું જાણે કે એનું બધું જ લુંટાઈ જ ના ગયું હોય?! પોતે પાયમાલ થઈ ગઈ હોય એવું એ અત્યારે ફીલ કરી રહી હતી!

"પ્લીઝ તું આવું ના બોલ ને યાર!" નિધિ માંડ બોલી શકી.

વધુ આવતા અંકે...

એપિસોડ 10માં જોશો: એકવાર ભૂલથી મસ્તીમાં જ નિધિ ને એણે સહેજ જોરથી ઝાપટ મારી લીધી હતી તો એણે એક દિવસ સુધી બસ સોરી સોરી જ બોલ્યા કર્યું હતું! એ શેખર ને આજે આમ શું થઈ ગયું હતું! આ વાત પરથી એણે સમજાય રહ્યું હતું કે પોતે કેટલી મોટી ભૂલ કરી છે!

આ વિચાર કરી ને એણે ખૂબ જ અફસોસ કર્યો અને પેલી છરી તરફ એનું ધ્યાન ગયું... એણે છરી ને ઉઠાવી લીધી અને આગળ કઈ પણ વિચાર્યા વિના જ ખુદ ના જ પેટમાં પ્રહાર કર્યો!