relations of the game of emotional buisness - 5 books and stories free download online pdf in Gujarati

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 5


કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"હા... બોલ! કાર જ ડ્રાઈવ કરું છું... ઠોકાઈ જાવ ક્યાંક!" શેખર ના અવાજમાં ભીનાશ હતી.

"ના... ઓ પાગલ!" ખબર નહિ પણ કેમ નિધિ ના મોં માંથી તુરંત જ નીકળી ગયું!

"આમ પણ હું કંટાળ્યો છું યાર! મારે મરવું જ છે! પ્લીઝ એકવાર બોલ ને હા પ્લીઝ!" શેખર એ કહ્યું.

"ઓય... મસ્તી કરતી હતી હું તો! જો ખબરદાર આવું કઈ કર્યું પણ છે તો!" નિધિ એ કહ્યું.

"સારું..." શેખર માંડ બોલી શક્યો.

"કાલે મળીએ, જાન! આઈ લવ યુ સો મચ!" નિધિ એ કહ્યું.

"આઈ લવ યુ ટુ!" શેખર બોલ્યો, હજી એના અવાજમાં થોડી ભિનાશ તો હતી જ.

એ રાત્રે ત્રણેય પોત પોતાના ઘરે ખાઈ ને પથારી માં પડ્યા હતા. પોત પોતાના ઘરે પથારીમાં રહી ને બધા અલગ અલગ જ વિચારી રહ્યા હતા.

"અરે શેખર જાન છે મારી! હું એણે નહિ જ મારી શકું! કેવી રીતે હું મારી જ જાન ની જાન લઈ લઉં?!" નિધિ વિચારી રહી અને એ જ મથામણમાં ઊંઘી ગઈ.

"ઘણા દિવસ થયા... મારી નિધુ ને મળીશ! જાન માગશે તો પણ હસતા હસતા આપી જ દઈશ હું તો!" શેખર એ વિચાર કર્યો અને એના લક્ઝીરિએસ બેડ ના તકિયા ને બાહોમાં રાખી ચેન ની ઊંઘ ઊંઘી ગયો.

આ બાજુ સુધ બુધ ખોયેલ સાંજે થોડું ખાવું જ પડ્યું કે એણે નિધિ ને કોલ પર કહેવું જે હતું! કોલ કરી ને જમી એમ નિધિ એ પણ એણે ભૂલ્યા વિના જ પૂછ્યું હતું. વિચારોમાં સાંજ ને ક્યારે ઊંઘ આવી ગઈ એણે ખ્યાલ જ ના રહ્યો.

કાલ નો દિવસ આ ત્રણેય માટે બહુ જ મહત્ત્વ ધરવાનાર સાબિત થવાનો હતો. ત્રણેય ની જિંદગી બદલાઈ જાય એવા સંજોગ અને સમય આ રાત બાદ ના કાલના દિવસે થવાના હતા!

સોનેરી સવાર નો તડકો નિધિ ના ખૂબસૂરત ચહેરા ઉપર બારીમાંથી આવી રહ્યો હતો. એણે કોલ ની રીંગ વાગી તો કોલ ચેક કર્યા... શેખર નો એ એની ઉપર આઠમો કોલ હતો! એણે તુરંત જ શેખર નો કોલ ડાયલ કરી દીધો!

"અરે ઊઠી નથી ને તું?! જલ્દી ફ્રેશ થા... હું આવું છું તારા ઘરે!" શેખર એ કહ્યું.

"હા... આવ મને પિક અપ કરવા!" નિધિ એ કહ્યું અને કોલ કટ કરી એ ફ્રેશ થવા ચાલી ગઈ.

નાહી ધોઈ ને એ જસ્ટ ચા જ પિતી હતી કે ડોર બેલ રણકી... એના દિલમાં એક સરવરાટી દોડી ગઈ! ખબર નહિ પણ આજે એણે બહુ જ ઇન્તજાર થઈ રહ્યો હતો.

એની મમ્મી એ ડોર ઓપન કર્યો તો ઈસ્ત્રી વાળો કપડાં લેવા માટે આવ્યો હતો! એની મમ્મી એ એણે કપડાં આપ્યા તો એ ચાલ્યો ગયો.

"શું થઈ ગયું છે મને?! હું કેમ એનો આટલો વેટ કરું છું! હે ગોડ! હું એણે લવ ના કરું! પ્લીઝ મને શક્તિ આપો!" નિધિ મનોમન જ બોલી.

"આવું છું કે નહિ તું!" નિધિ એ તેવર માં જ પૂછ્યું.

"અરે હા બાપા... આ જો ને હું ટ્રાફિક માં ફસાયો છું! જસ્ટ દસ મિનિટ! હું તારી પાસે જ હોઈશ!" શેખર એ કહ્યું અને કૉલ કટ કરી દીધો.

"દસ મિનિટ!" નિધિ એ શબ્દો રીપિટ કર્યા અને વિચારવા લાગી. "શીખ... બાકી બધું જ એક બાજુ અને તારા હગ ની એ હૂંફ એક બાજુ! આઈ જસ્ટ વોન્ટ ટુ હગ યુ! બસ લાસ્ટ વાર!" વિચારતા ની સાથે જ એક આંસુ નું બિંદુ એના ડાબા ગાલ પર ડાબી આંખમાંથી આવી જ ગયું.

એ આગળ કઈ વિચારે એ પહેલાં ડોર બેલ વાગી... એના શરીરમાં એક ધ્રુજારી આવી ગઈ!

વધુ આવતા અંકે...

એપિસોડ 6માં જોશો: શેખર એ ચા ફિનિશ કરી તો નિધિ નો ખુશ ચહેરો મુરઝાઇ ગયો, પણ એના આ બદલાવ ને શેખર કળી ગયો, એણે કહ્યું - "તારું શું માનવું છે! હું આમ જ ચા પી જ કરું અને તું જોયા જ કરે! અરે હજી જીવીશ હું... હું મરી..." એ આગળ કઈ બોલે એ પહેલાં જ નિધિ એ એણે દૂરથી જ ચૂપ રહેવાનો ઈશારો કરી દિધો.

"ચાલ હવે રેસ્ટોરન્ટ જઈએ..." શેખર એ કહ્યું તો નિધિ ને વિચાર્યું "હવે એ સમય આવી જ ગયો... જુદાઈ નો!" એક નિશ્વાસ સાથે નિધિ એ "હા..." કહ્યું બંને કાર તરફ ચાલ્યા.