relations of the game of emotional buisness - 8 books and stories free download online pdf in Gujarati

સંબંધો લાગણીની રમતોનો ધંધો - 8


કહાની - ટ્રેલર: નિધિ એક સંસ્કારી અને સાચ્ચી છોકરી છે, જે શેખર નામના રઇઝ છોકરા ને બહુ જ લવ કરે છે! શેખર પણ એના સ્વભાવ અને વર્તન થી અત્યંત સુશીલ માલૂમ પડે છે, પણ એક વાર નિધિ ની ફ્રેન્ડ સાંજ એની ઉપર આરોપ મૂકે છે કે એણે એની સાથે ગલત કર્યું છે એમ, પણ શેખર એટલો તો ભલો છે કે એવું શક્ય જ નથી! નિધિ વાત ને જાણવા આગળ વધે છે તો ઘણી વધી વાતો બહાર આવે છે. જે ચોંકાવનારી હોય છે.

"આ કહાની હાલથી ઘણા સમય પહેલા ની છે... મિસ્ટર ચૌહાણ એન્ડ ગ્રુપ ઓફ કંપની શહેરમાં બહુ જ મહત્વના બિઝનેસ માં ના એક હતા... કંપની ના માલિક મિસ્ટર સૂરપાળ ચૌહાણ બહુ જ ઈમાનદાર અને વ્યવહારુ વ્યક્તિ હતા. એમના જ દમ પર કંપની સફળતાની બધી જ સીડીઓ પાર કરી રહી હતી." શેખર એ કહ્યું.

"હા... બધું જ ઠીક હતું તો થયું શું?!" નિધિ એ ચેર પર બેસતા પૂછ્યું.

"થયું એમ ને એમને એક છોકરી હતી... એનું નામ સાંજ ચૌહાણ..." શેખર એ કહ્યું તો નિધિ ને તો યકીન જ ના થયું!

"સાંજ!" નિધિ એક આશ્ચર્ય સાથે બોલી ગઈ.

"હા... ત્રણેય બહુ જ ખુશ અને સુખી હતા... પૈસા ની કોઈ પણ ખોટ નહોતી... બધું જ ઠીક ચાલતું હતું... બધું જ બરાબર હતું, પણ એક દિવસ..." શેખર એ કહ્યું.

"હા... શું થયું?!" નિધિ એ કહ્યું.

"એક દિવસ મિસ્ટર સૂરપાળ ચૌહાણ એમના આલીશાન બંગલામાં બેઠા હતા... અચાનક એમને કોઈ ના ધીમા અવાજે વાત કરવાનો અવાજ આવ્યો તો એ એ તરફ આગળ વધ્યા. એ અવાજ મિસેસ ચૌહાણ ના રૂમમાંથી આવી રહ્યો હતો! એમને રૂમના દરવાજે એમના કાન ટેકાવ્યા... એમને જે સાંભળ્યું, એની ઉપર યકીન કરવું બહુ જ મુશ્કેલ સાબિત થઇ રહ્યું હતું!" શેખર એ કહ્યું.

"ઓહ, એવું તે શું સાંભળી લીધું?!" નિધિ એ સ્વાભાવિક જ પૂછ્યું.

"મિસ્ટર ચૌહાણ એ મિસેસ ચૌહાણ ને સાંજ એ ધમકી આપતા સાંભળી હતી! સાંજ એની મમ્મી ને બ્લેક મેલ કરતા કહી રહી હોય છે કે જો એ એની વાત નહીં માને તો એ બધું જ મિસ્ટર ચૌહાણ ને કહી દેશે!" શેખર એ કહ્યું.

"'તારું જે મિસ્ટર શાહ સાથે ચક્કર ચાલે છે ને એ હું ડેડ ને બધું જ કહી દઈશ!' સાંજ એની મમ્મી મિસેસ ચૌહાણ ને કહી રહી હતી! અને આ બધું જ મિસ્ટર ચૌહાણ દરવાજે કાન ટેકવી સાંભળી ગયા હતા!" શેખર એ કહ્યું.

"ઓહ... એ પછી શું થયું?!" નિધિ એ કુતૂહલવશ પૂછ્યું.

"એ પછી તો મિસ્ટર ચૌહાણ એ એમના પત્ની ને સાફ સાફ કરી જ દીધું કે 'જો તને હું ના જ ગમતો હોય તો તું બેફિકર બીજા ની થઈ શકું છું!' મિસેસ ચૌહાણ અચંબામાં હતા!" શકેહર એ આગળ વાત ચલાવી.

"હાલના સમયમાં કોઈ ના કરે એવું કામ એ ઔરતે કર્યું! એણે કહ્યું કે સારું તો હું મિસ્ટર શાહ પાસે જ ચાલી જાઉં છું! એમ કહી ને એમની પાસે ચાલી ગઈ!" શેખર એ ઉમેર્યું.

"બાપ રે બાપ... બિચારી સાંજ નો પણ ખ્યાલ ના આવ્યો હોય એણે!" નિધિ એ અફસોસ દર્શાવ્યો!

"હા... આવું પણ થતું હોય છે... પણ હજી તને ઘણી વાતો ખબર નથી! જે તારે જાણવી ખૂબ જ જરૂરી છે!" શેખર એ કહ્યું.

"એવું!" નિધિ એ આશ્ચર્ય વ્યક્ત કર્યું.

"યાર મને થોડી ઠંડી લાગે છે..." નિધિ એ એના સ્લિવલેસ શોલ્ડર પર હાથ ફેરવતા કહ્યું.

"એ હા... મારી બાહો માં આવી જા..." શેખર એ કહ્યું અને બંને એક જ ચેરમાં આવી ગયા. નિધિ એ એણે હગ કરી લીધું. બીજી ચેરમાં બંને એ પગ મૂક્યા.

"હા... હવે બોલ!" નિધિ એ એક ચેન ની શ્વાસ લેતા કહ્યું.

"એ પછી ઘણું બધું થયું! મિસ્ટર સૂરપાળ ચૌહાણ એ બીજું મેરેજ કર્યું! એ મેરેજ થી એમને એક બહુ જ હોનહાર અને સમજદાર છોકરો થયો! શું તને ખબર છે એ કોણ છે?!" કહેવાના બદલે શેખર એ નિધિ સમક્ષ એક સવાલ મૂકી દિધો!

વધુ આવતા અંકે...

એપિસોડ 9માં જોશો: "હા... કહું છું પણ એક સવાલ નો જવાબ આપ તો તમે બંને ભાઈ બહેન છો એમ તુંયે મને ત્યારે કેમ ના કહ્યું?" નિધિ એ પૂછ્યું.

"અરે ત્યારે હું તને શું કહેતો, કે અમે એક બીજાના પિતરાઈ ભાઈ બહેન એમ! આખી સ્ટોરી જ કહેવી પડત ને!" શેખર એ કહ્યું.

"હવે બોલ ને પ્લીઝ કયો આરોપ?!" શેખર એ પૂછ્યું.