Madhdariye - 28 books and stories free download online pdf in Gujarati

મધદરિયે - 28

આગળના ભાગમાં આપે જોયું કે સુગંધા,ડીઆઈજી રાણા, ત્રિવેદી સાહેબ એ બધા આસ્થા બિલ્ડીંગમાં છાપો મારે છે..બિલ્ડીંગની નીચે ગુપ્ત ભોંયરામાં છોકરીઓ રાખેલી હતી એમને કોઈપણ જાતનું નુકશાન ન થાય એ માટે બહુ સાવચેતીથી એક માણસને બહાર બોલાવી કેદ કરી લે છે..થોડીવાર બાદ ગોળી મારવાનો અવાજ આવતા બધા ચિંતીત થઈ જાય છે.હવે આગળ..

"સુગંધા એક તો બહાર આવ્યો,હવે બે બાકી છે.. ખાસ્સી વાર થઈ પણ હજુ એમાથી એકેય બહાર પણ નથી આવ્યો અને ગોળી પણ ચલાવી.. શું હશે??ત્રિવેદી સાહેબ બોલ્યાં..

વોચમેનને બોલાવી રાણાએ બંદૂક એના લમણા પર મૂકી અને અંદરથી ગોળી ચાલવાના અવાજનું રહસ્ય પૂછ્યું..વોચમેનને હવે ખ્યાલ હતો જ.. રાણા સામે સાચું ન બોલવાનું પરિણામ એને ખબર જ હતું..

"સાહેબ હું સાચું બોલવા તૈયાર છું,પણ ચંકી સરથી મને બચાવી લેવો પડે.."

"તને ચંકીથી પણ બચાવી લઈશ અને બાતમીદાર બતાવી તને સજા પણ નહીં થવા દઉં,પણ તારે હજુ ઘણા કામ કરવા પડશે.."

"સાહેબ મને જેટલી ખબર છે એ બધું તમને જણાવીશ,પણ ગોળી કેમ ચલાવી એ મને પણ ખબર નથી."

"રાણા સાહેબ કદાચ અંદર કોઈ મુશ્કેલીમાં હશે તો?? આપણે અંદર જવું પડશે અને બધી બહેનોને બચાવવી પણ પડશે.."સુગંધાએ કહ્યું..

"પણ અંદર જઈશું તો એ લોકો બચાવ માટે આડેધડ ગોળી ચલાવશે અને અંદર રહેલી બહેનોને નુકશાન થશે.. આપણે હજુ થોભવું જોઈએ.."રાણા સાહેબ બોલ્યાં.

બધા પોતાની પોઝિશન લઇ હજુ એકાદો સાથી બહાર આવે એની રાહ જોઈને બેઠા. થોડી વારમાં સીડી ચડવાનો અવાજ આવતા બધા જોશમાં આવી ગયા.. અંદરથી બહાર આવેલા વ્યક્તિની નજર સુગંધા પર પડતાં જ એણે પોતાની પિસ્તોલ સુગંધા તરફ તાકી,ત્યાં સુગંધાએ ત્વરિત ગતિથી જોરદાર લાત એના હાથ પર મારી દીધી..પોતાની પિસ્તોલ નીચે પડતાં એ પિસ્તોલ લેવા નીચે નમ્યો,પણ કોદાળીનો હાથો સુગંધાએ એના માથા પર મારી દીધો.. પેલો બહાર આવનાર માણસ બેહોશ થઇને નીચે પડી ગયો.એને પણ પોલીસને હવાલે કરીને સુગંધાએ હવે ભોંયરામાં જવું જ હિતાવહ માન્યું.. એણે ભાનમાં આવેલા એક સાથી જમાલને પકડીને સીડીના પગથિયાં ઊતરવા કહ્યું..

"ઊતરતી વખતે ઉપર ધ્યાન રાખજે.. જો જરાય આઘુંપાછું જોયું છે કે બીજી કંઈ વાત કરી છે તો જીવ ખોઈ બેસીસ.. તને મારવાની મજા આવશે..મારી ગન તારૂ નિશાન તાકીને જ બેઠી છે.. "સુગંધાએ ધમકી આપી..

ડરતાં-ડરતાં જમાલ નીચે ઉતરતો હતો.. એ નીચે ગયો કે તરત અંદર રહેલા એના સાથીએ એના શરીર પર ઘાવ જોઈ લીધો.. એ થોડો અકળાયો હતો.. "કેમ કરતા તને વાગ્યું છે? કોઈ પોલીસનું લફડું નથીને??"

અંદર જતા જ થોડી હિંમત આવતા જમાલે હા પાડી..એટલું બધું ત્વરીત બની ગયું કે સુગંધા પાસે કોઈ રસ્તો બચ્યો જ ન હતો. એણે તરત નીચે કુદકો મારવો પડ્યો..જમાલ ગન લઈ કોઈને મારવા જાય એ પહેલા સુગંધા એમની ઉપર જ પડી..એણે ગન આંચકી લીધી.રાણા અને ત્રિવેદી સાહેબ પણ આવી ગયા હતા.. સુગંધાએ એકલીએ બંને પર પોતાની પકડ મજબૂત કરી લીધી હતી..પોલીસ સ્ટાફ અંદર જઈ શકે એટલી જગ્યા જ ન હતી.પોતાના મજબૂત હાથો વડે રાણાએ બરાબર મેથીપાક ચખાડ્યો અને પોલીસના હવાલે કરી દીધા.. પોતાની દીકરી અવનીને ત્યાં જોતા સુગંધા ભાવવિભોર બની ગઈ..અવની ખાધાપીધા વગર અશક્ત જણાતી હતી..પોતાની દીકરીને સહીસલામત જોઈ એણે પ્રભુનો પાડ માન્યો..ત્રિવેદી સાહેબની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા..

"રાણા સાહેબ અત્યારે જ મીડિયા બોલાવો.. હવે લડાઈ આરપાર થશે.હું નથી ઈચ્છતી કે પોલીસનો કોઈ ખૂટલ આદમી ચંકીના સાથીને છોડાવે..મીડિયામાં લાઇવ આવશે તો ભ્રષ્ટ મંત્રીઓ પણ સાથ નહીં આપી શકે..ચંકીના આવા સાથીદારો પોતાનું મોત વહાલું કરશે પણ મોં નહીં ખોલે..એના સાથી ઘટશે તો એ નબળો પડશે.. સાપની પૂંછડી દબાશે તો એ દરમાંથી બહાર નીકળવાનોજ છે..એની કોઈપણ ભુલ એના માટે ઘાતક પૂરવાર થશે.."સુગંધા ગુસ્સાથી લાલચોળ બની ગઈ હતી.રાણા સાહેબે એમ જ કર્યુ..બધી છોકરીઓ મુક્ત થઈ એટલે ખુશી સમાતી ન હતી..દેશની સાચી સેવા કરનાર અને પોતાની મુક્તિદાતા એવી સુગંધાને બધાએ સલામી આપી.

બધાના મોં ઢાંકીને છોકરીઓ બહાર લાવવામાં આવી..છાપામાં કે ટીવીમાં કોઈનું મોં ન દેખાય એ પૂરતું ધ્યાન રાખવામાં આવ્યું..

ન્યૂઝ ચેનલોના પ્રવક્તાઓ સવાલો પૂછવા લાગ્યાં..

"પ્લીઝ એક-એક કરીને પૂછો"રાણા સાહેબ બોલ્યાં.

"તમારા જેવા ઈમાનદાર લોકો પોલીસમાં છે એ જાણીને આનંદ થયો.પણ તમે બધું કઈ રીતે જાણ્યું,કે છોકરીઓ અહીં જ છે??આના પાછળ કોનો હાથ લાગે છે?એ વ્યક્તિ પકડાયો કે નહીં?"સવાલો ઘણા પૂછાયા..

"જૂઓ પોલીસમાં બધા ભ્રષ્ટ નથી હોતા..આ કામ ફક્ત પોલીસ ન કરી શકે,મીડિયાની અને સામાન્ય નાગરિકોની પણ જવાબદારી હોય છે દેશ પ્રત્યે..જ્યાં તમે ખરાબ થતું જુઓ કે તરત જાણ કરો,એને સમાજ સામે મૂકો..અમારા ખબર હોય છે જે આ માહિતી અમને આપે છે,પણ તમે બધા જાણો છો કે ચંકી કોઈ સાબિતી નથી છોડતો એટલે અમારો એક જાંબાઝ વ્યક્તિ એની ગેંગમાં સામેલ થયો અને એણે જ અમને અહીં સુધી પહોંચવામાં મદદ કરી છે.. આ વોચમેને પણ અમને મદદ કરી છે..આ સમાચાર આખા દેશમાં પહોંચે એવા પ્રયત્નો કરજો.. ચંકી હવે મારી પહોંચથી બહુ દૂર નથી..ચંકી જરૂર મંત્રીઓની મદદથી મારી બદલી કે કેસમાંથી હટાવવા કોઈ ચાલ રમશે,પણ હવે મંત્રી કે રાજકારણી ચંકી જેવા લોકોની મદદ ન કરી શકે એવા પ્રયાસો કરીને આ મુદ્દાને વેગ આપજો.."સુગંધાએ પોતાની વાત પૂર્ણ કરી..

બધી છોકરીઓ પોલીસ રક્ષણ હેઠળ નારી કેન્દ્રમાં લઇ જવામાં આવી..રાણાએ પોતાના વિશ્વાસુ લોકો જ ત્યાં મૂક્યા હતા..

35 છોકરીઓમાંથી એક છોકરી બોલી"દીદી તમે અમને છોડાવી તો લીધી, પણ ચંકીના લોકો અમારા પરિવારને સલામત નહીં રહેવા દે.. અમારા પરિવારનું કોણ??"

"તમે ચિંતા ન કરો.ચંકી તમારા પરિવારને તમે એના ઈશારે કામ કરો એટલા માટે જ મારતો હોય છે..હવે એ તમારા પરિવારનું કશું નહીં બગાડી શકે,ને ચંકીને આપણે વિચાર કરવાની તક આપવી જ નથી..મીડિયાની મદદ લો,ફેસબુક,વોટ્સએપ,કે મેસેજની મદદથી જ્યાં દેહ વ્યાપાર ચાલતો હોય એવી જગ્યાઓ શોધો.. દરેક જગ્યાએ રેડ પાડવાની છે.. જે ધંધાને લીધે એણે પાવર મેળવ્યો છે એ ધંધાની કમ્મર તોડી નાખવાની છે.. એ પોતે જ ભૂલ કરશે અને પકડાશે.. એની રાતદિવસની ઉંઘ હરામ કરી દેવાની છે..ઘણા અડ્ડા વિશે તો અમિત પણ જાણતો હશે એટલે એ કામ આપણે અત્યારેજ કરવાનું છે..રાણા સાહેબ તમે થર્ડડિગ્રી આપવાનું શરૂ કરી દો,અમિતનું મોં ખોલાવો.હું ચીફ મિનિસ્ટર સાહેબ સાથે વાત કરીને બધા ઓર્ડર કઢાવી લઉં છું.."

"હા તમે કહ્યું એમ જ થશે..અમિતની ખાતિરદારી ચાલું જ છે,સૂરજ પોતે ત્યાં હાજર છે. તમે ઓર્ડર શૂટ એન્ડ સાઈટનો જ માંગજો.. જો આપણા હાથ બંધાયેલા હશે તો આપણે બની જઈશું."

સુગંધાએ ફોન લગાવ્યો મિનિસ્ટર સાહેબ ટીવી પર આજની ડિબેટ જોતા હતા.. સુગંધાનો ફોન જોઈને એમણે તરત ઉંચક્યો "પ્રથમ લડાઈ પાર કરવા બદલ અભિનંદન.આખરે દૂનિયાની સામે તમારે આવવું જ પડ્યું.."

"જય હિન્દ સર.. તમારા ઓર્ડર વગર આ શક્ય ન હતું..સાચા અભિનંદનના હકદાર આપ છો.. ચંકીને લીધે મારે કોઈને મારી સાચી ઓળખ આપવાની ન હતી,પણ ચોકી મારા વિશે જાણી ગયો હતો એટલે ના છુટકે મારે દૂનિયા સામે મારી ઓળખ જાહેર કરવી પડી છે,પણ હજુ લડાઈ બાકી છે. મારે થોડા સ્પેશિયલ પાવર જોઈએ છે.. કાલે સવારે એના સાગરિતો મારા હાથે મરે તો એ બાબતે કોઈ પ્રશ્ન ઉપસ્થિત ન થવો જોઇએ."

"પણ મેડમ તમે એમને જીવતા પણ પકડી શકો છો.. એ પકડાશે તો આપણા દેશનું ન્યાયતંત્ર એમને યોગ્ય સજા આપશે.."

"પણ સર, ચંકીનો અપરાધ સામાન્ય નથી..એ માણસને તો કીડી મકોડા જેમ મારી નાખે છે.. એને પકડવામાં કેટલાય પોલીસ જવાનો પણ મરશે.. અમારી પાસે સતા હશે તો અમે નચિંત બની એને ટક્કર આપી શકીએ.. એેક ઈમાનદાર પોલીસ મરે એના કરતા આવા પચાસ ગુનેગાર મરે એ વધું બહેતર છે.."સુગંધાએ કહ્યું..

"શક્ય હોય ત્યાં સુધી ચંકીને જીવતો પકડજો,બાકી મારે ઉપરથી ઓર્ડર લેવા પડે.. કેટલાય લોકો મરશે એનો જવાબ મારે પણ આપવો પડે.. એન્કાઉન્ટર કદાચ 10 કે 20 હોય પણ ચંકીની ગેંગમાં હજારો લોકો છે,,એ બધાના મરવાના હિસાબ આપતા મારે પણ પરસેવો છૂટી જાય.. ન્યૂઝ ચેનલોના માલીકોને પણ વાતચીત કરવી પડે.. એ લોકો જો સમજે અને સાચું ચિત્ર રજૂ કરે તો આપણું કામ હળવું બની જાય..તમે મારા ઓર્ડરની રાહ જોજો ત્યાં સુધી જાહેરામાં કોઈનું એન્કાઉન્ટર ન થાય એ તકેદારી રાખજો."

"સર મારે હજારો લોકોને મારવા નથી,પણ જે મોટા માથા છે એમના સુધી પહોંચવા સંપૂર્ણ છૂટછાટ જોઈએ..અને આ કેસ જ્યાં સુધી સોલ્વ ન કરૂ ત્યાં સુધી મારા અંડરમાં જ કેસ રહે એમ કરજો.."

"તમને મારા તરફથી છૂટ આપું છું અને કોઈ તમને આ કેસથી નહીં હટાવી શકે એની ખાત્રી આપું છું..લેખીત ઓર્ડર કાલ સુધીમાં તમને મળી જશે.."

"ધન્યવાદ,જય હિન્દ સર.."

પોતાના મનમાં વર્ષોથી સળગતી આગની જ્વાળાઓને જલતી રાખીને પ્રિયા બેઠી હતી..આજે એની પાસે તક હતી,પોતાના અપમાનનો બદલો લેવાની,પોતાના ચારિત્ર્યને ગંદુ કરનાર અમિતને એ કોઈપણ ભોગે જીવતો છોડવા માંગતી ન હતી.સૂરજે અમિતને બરાબર ધોયો હતો,પણ અમિતે હજુ પોતાનું મોં ખોલ્યું ન હતું.. એ ચંકીનો માનીતો અને વફાદાર હતો..ચંકી પોતાને છોડાવશે એવી આશા હજુ એને હતી,આટલું જલ્દી એ માની જાય એમ ન હતો..

પ્રિયા અમિતની પાસે પહોંચી ગઈ.."સૂરજભાઈ ઘડીક આ નરાધમને મારા હવાલે કરી દો.. આનામાં તાકાત તો જરાય નથી,પણ એનો માસુમ ચહેરો કેટલીયે પ્રિયાને અભડાવી ગયો છે..ચંકીને છોકરી આ અમિત જ સપ્લાઇ કરતો હતો..એને ચંકીના બધા અડ્ડાની ખબર જ હોય..હજુ તો 35 છોકરી જ મળી છે,પણ હજુ કેટલીયે કેદમાં છે.. તમે તો આ એક જ અડ્ડો જોયો છે,પણ આવા કેટલાય અડ્ડા છે હજુ."

પ્રિયાને જોતા અમિત થોડો ગભરાયો હતો.. પ્રિયાને દગો આપ્યા પછી બદલાની આગમાં એ સળગતી હતી એ વાતનો ખ્યાલ અમિતને હતોજ..

"નીચ,નરાધમ મેં તને સાચા દિલથી પ્રેમ કર્યો હતો, અરે મારૂ સર્વસ્વ સોંપવા પણ તૈયાર હતી,પણ બદલામાં તે શું આપ્યું??દગો!! અને એ પણ કેવો?? સીધી મને વેશ્યાવૃત્તિમાં ધકેલી દીધી!!હું અત્યાર સુધી જીવતી છું તો ફક્ત મારો બદલો લેવા..ચંકીના બિસ્તરને ગરમ કરવા કરતાં હું મોતને વહાલું કરત,પણ હું મરી જાત તો તને મારવાની પ્રતિજ્ઞા કેમ પૂરી થાત??આજે દરેક હિસાબ ચૂકતે થશે.."પોતાના હાથમાં લાકડી લઈને પ્રિયા ટૂટી પડી અમિતને મારવા..જોયા વગર એ લાકડી ફટકારવા લાગી.. સૂરજે એને રોકી લીધી નહીંતર અમિત ગયો હતો.. તમ્મર ખાઈને અમિત બેહોશ થઈ ગયો હતો..એના પેન્ટમાંથી બદબૂ આવી રહી હતી.એનું એકી અને બેકી પ્રિયાની મારથી ત્યાંજ થઈ ગયું હતું..

"શું કરો છો તમે?? એને મારી નાખવો હોત તો મેં ક્યારનો મારી નાખ્યો હોત, પણ આને આપણે હજુ જીવતો રાખવો પડશે.. છૂપા અડ્ડાના બધા રહસ્યો અમિત પાસે જ છે.. એ મરી જશે તો બીજી બહેનો કેમ છૂટશે??"

"ના છોડી દો મને.. આજે એને માર્યા વિના મને ચેન નહીં પડે.. મને જે સજા કરવી હોય એ કરે પણ અમિતતો મરશે જ.."પ્રિયા સૂરજના હાથોમાંથી છટકવાનો નિષ્ફળ પ્રયાસ કરી રહી હતી..એક તમાચો પડતાં પ્રિયા શાંત થઈ..એ સુગંધા હતી.

"પ્રિયા તુ એકલી નથી જેણે અમિતની દરીંદગીનો ભોગ બનવું પડ્યું છે,અમિત મરી જશે તો હજારો પ્રિયા ચંકીની કેદમાં રહી જશે..એક વખત હું બધા અડ્ડા પરથી છોકરીઓ છોડાવી લઉં પછી અમિત તારા હવાલે કરી દઈશ,પછી તારે એને મારી નાખવો હોય તો મારી નાખજે.."સુગંધા પ્રિયાને સમજાવતા બોલી..ગુસ્સાથી પ્રિયા હાંફતી હતી..

સુગંધાનો ફોન વાગ્યો..

ચંકી કોણ છે એ કેમ ખબર પડશે??

અમિત પોતાનું મોં ખોલશે??

બધાને સુગંધા છોડાવી શકશે??

જાણવા માટે વાંચતા રહેજો મધદરિયે