Fari Malishu. - 9 books and stories free download online pdf in Gujarati

ફરી મળીશું !! - પ્રકરણ - ૯

ફરી મળીશું !!
પ્રકરણ - ૯

મમ્મીપપ્પા મારી પાછળ તમે કેટલી મહેનત કરી છે એ હું જાણું છું પણ મેં તમારી બધી મહેનત ઉપર પાણી ફેરવી વાળ્યું છે. હું ભણ્યો, ગામની સ્કૂલમાં ભણ્યો ત્યાં સુધી પહેલો નંબર લાવ્યો. તમે શહેરની કોલેજમાં એડમિશન અપાવ્યું. મેં કોલેજ પણ પાસ કરી પણ નાપાસ કર્યા બરાબર. ના સારી નોકરી કરી શક્યો કે ના સારો દીકરો બની શક્યો. ઈશા વિનાની આ જીંદગી અધૂરી લાગવા લાગી છે. ઈશા વિના કેમ જીવવું એ મને નથી આવડતું. મારે આવી જિંદગી નથી જીવવી માટે મેં ગઈકાલે મરવાનો વિચાર કર્યો હતો. આટલું બોલતા બોલતા મારો ચહેરો લાલ થઈ ગયો હતો. મને મારી જાત પર ગુસ્સો આવી રહ્યો હતો. બાજુમાં મમ્મીપપ્પા બેઠા છે તેનું પણ ભાન રહ્યું ન હતું.

મમ્મીપપ્પા મારી સામે જોઈ રહ્યા હતા. થોડીવાર માટે દ્રવી નાખે એવી શાંતિ છવાઈ ગઈ હતી. તેઓના ચહેરા ઉપર કોઈ લાગણી નહોતી દેખાતી. મારા શબ્દોએ તેમની ઉપર તલવારના ઘા કર્યા હતા. તેઓની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. થોડી ક્ષણો આમજ પસાર થઈ ગઈ પછી પપ્પાના શબ્દો મારા કાને પડ્યા.

શુ આ મારો દીકરો બોલી રહ્યો છે? તે પ્રેમ જ કર્યો છેને કોઈ ગુનો તો નથી કર્યો ને. બેટા, કોઈપણ શરત વગરનો પ્રેમ હોવો જરૂરી છે. પ્રેમ આપવાની જરૂર છે, પછી સામે કંઈપણ મળે એ સુખ, દુઃખ કે દગો તેને પચાવતા શીખવું જોઈએ. કુદરત સામે જીદ કરીને કઈ નથી મળવાનું. જો કુદરત તમને બંન્નેને મળાવવા જ માગતું હોટ તો ક્યારેય જુદા જ ના કરત અને છતાંપણ જો તારો પ્રેમ સાચો હશે તો ફરી જરૂર મળશે.

જિંદગીમાં જે થવાનું હતું તે થઈ ગયું. હવે તારી સાથે જે થશે એ સારું થશે. જો ઇશાએ એનો સંસાર બીજે બાંધી દીધો હોય તો તને કોઈ હક નથી તેનો ઘરસંસાર બગાડવાનો. તારે પણ ટેરો નવો સંસાર શરૂ કરવાની જરૂર છે.

પપ્પા આ બધું બોલી રહ્યા હતા અને હું ચૂપચાપ નીચે જોઈને સાંભળી રહ્યો હતો. તેમની વાત પૂરી થઈ પછી મેં આંખ ઊંચી કરીને તેમની સામે જોયું. મારી આંખોમાં આંસુ હતા. નજીક જઈને મેં તેમના પગ પકડી લીધા. મારો ચહેરો પપ્પાએ તેમની બંને હથેળી વચ્ચે લઈને ઉભો કર્યો અને કપાળ પર ચુંબન કરી પોતાની છાતી સમો ચાંપી દીધો. જીવનમાં ક્યારેક એક બાપ પોતાની લાગણી વ્યક્ત કરે છે.

"જા બેટા આરામ કર. શાંતિથી વિચારીને નિર્ણય કરજે કે તારે હવે ભવિષ્યમાં શુ કરવું છે. " આટલું કહી તે ખેતરે જવા નીકળી ગયા.

એ રાત્રે હું અગાસીમાં સુઈ ગયો હતો. હું આમ તેમ પાસા ફેરવી રહ્યો હતો. મને ઊંઘ નહોતી આવી રહી. છેલ્લા 6 મહિનાથી ઈશા મારી સાથે નથી. હું ઈશા વિનાની જિંદગી કેમનો જીવી રહ્યો હતો એ મને જ ખબર હતી. હું જાણતો હતો કે ઈશા હવે ક્યારેય નથી મળવાની છતાં ખોટા દિલાસાથી પોતાના મનને મનાવી રહ્યો હતો. કેમકે હું તો આજે પણ ઈશાને જ પ્રેમ કરૂ છું, કરતો હતો અને કરતો રહીશ.

મારા મનમાં ઘણા સવાલો ઉદ્દભવી રહ્યા હતા. શુ આ જીવન છે મારુ? મારી કહાની ક્યારે પુરી થશે? કેમ હું? હું જ કેમ? શા માટે મારી સાથે જ આમ બન્યું? આવા વિચાર કરતા કરતા મારા શિથિલ પડેલા શરીર સાથે હું આંસુ વહાવતો પડ્યો રહ્યો. જાતે ને જાતે હું પોતાને ચૂપ કરાવતો ઉભો થયો. ઊંડા શ્વાસ સાથે એક એક પગલું ભારે લાગી રહ્યું હતું.

અગાસીમાંથી પગથિયાં ઉતારતો નીચે મમ્મીપપ્પાની પથારીએ આવી થોડી ક્ષણો ઉભો રહ્યો. આપણે ઊંઘમાં હોઈએ અને કોઈ આવી જાય અથવા કોઈ આપણને નિહાળી રહ્યું હોય ત્યારે આપણી આંખો આપોઆપ ખુલી જતી હોય છે તેવીજ રીતે પપ્પાની આંખો ખુલી. મને આમ આટલી મોડી રાતે ત્યાં ઉભેલો જોઈ તમને મનમાં પણ પ્રશ્નો ઉદ્દભવ્યા હશે. થોડા દિવસ પહેલા જ દીકરાએ આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હોય પછી આમ દીકરો અડધી રાતે આવીને ઉભો રહે તો ક્યાં બાપને ચિંતા ના થાય. પપ્પા પથારીમાંથી ઉભા થઇ ગયા. અને આશ્ચર્યભાવે મને પૂછવા લાગ્યા કે શું થયું? મેં રૂમની લાઈટ ચાલુ કરી. લાઈટના અજવાળામાં મમ્મીની આંખો પણ ખુલી ગઈ. મેં તેમને બંનેને પલંગમાં બેસાડ્યા અને હું તેમના પગોમાં બેઠો. મેં ધીરેથી મારી વાત કહેવાની શરૂ કરી. પપ્પા હું વડોદરા જવા માંગુ છું. ત્યાં કૃણાલ જોબ કરે છે. તેની સાથે રહીને હું કોઈને કોઈ નાની મોટી નોકરી મેળવી લઈશ. મારી તેની સાથે વાત થઈ છે. થોડા દિવસોમાં હું ત્યાં સ્થાયી થઈ જઈશ. હોવી હું પણ મારી લાઈફને કંઇક મુકામે લઈ જઈશ.

બેટા, તારા આ નિર્ણયમાં મને કોઈ વાંધો નથી. તું સારી નોકરી કરી અને સુખેથી જીવ એમાં મને ખુશી છે. સારો એવો રૂપિયો કમાંજે અને ખુશીથી રહેજે એજ મારા આશીર્વાદ છે. મમ્મીપપ્પાની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેઓ મારા આ નિર્ણય થી ખૂબ ખુશ હતા. તેમને મને બીજા જ દિવસે વડોદરા જવા માટે મંજુરી આપી.

*

એક મોટી બેગમાં થોડા કપડાં, મમ્મીએ બનાવેલો નાસ્તો, તેલ, શેમ્પુ, સાબુ, બ્રશ અને ટૂથપેસ્ટ, વગેરે સામાન પેક કર્યો હતો. જ્યારે હું પહેલીવાર વિદ્યાનગર ગયો ત્યારે પણ આજ બેગ અને આજ સામાન હતો. બસ ત્યારે આ મોટી બેગના નાનકડા ખાનામાં ઈચ્છાઓ અને સપનાઓ હતા. જ્યારે હદય એકદમ ખાલી હતું. આજે ઈશાને હદયના એક નાનકડા ખૂણામાં કેદ કરી દીધી હતી. જેને હું ક્યારેય બહાર લાવવા નહોતો માંગતો. બસ હવે પછીની જિંદગી મારા પરિવાર માટે હતી. હવે નવેસરથી શરૂઆત હતી.

વડોદરા જવા નીકળી રહ્યો હતો. મમ્મીપપ્પા સામે હતા એકદમ સન્નાટો છવાઈ ગયો હતો. પપ્પાને પગે લાગ્યો તેમને કશું કહ્યું નહિ. મમ્મીની સામે જઈને ઉભો રહ્યો, જેવો મમ્મીને પગે લાગવા નમ્યો કે તેમને મને તેમની છાતીમાં સમાવી લીધો. આંખોમાં અપાર આંસુ વહી રહ્યા હતા. જ્યારે મેં પહેલીવાર ઘર છોડ્યું હતું ત્યારે પણ મમ્મીને મેં આમ રડતા નહોતા જોયા. મમ્મીએ મારા માથા પર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા. છેલ્લે હું ખભે થેલો ભરવીને સ્ટેશન તરફ જવા ઉપડ્યો. પપ્પા મારી સામે જોઈ રહ્યા હતા. તેઓ પહેલેથી તેમની લાગણી ખુલ્લી રીતે કહીજ નહોતા શકતા. ઘણીબધી શિખામણ આપવી હશે પણ તેઓ બોલી શક્યા જ નહીં. બસ બંને એકબીજાની નજરમાં નજર નાખીને જોઈ પણ ના શક્યા. હું નીકળી ગયો.

હું સ્ટેશન પહોચ્યો ત્યાં વડોદરા માટે બસ તૈયાર જ હતી. હું અંદર ગયો, થેલા ને ઉપરના બોક્સમાં મૂકીને બેઠો, બસ ઉપડી.મનમાં વિચારો હાલક ડોલક થઈ રહ્યા હતા. યાદો ઘણીબધી હતી જેને ભૂલવી અશક્ય હતી. હવે મને બસ નવી જિંદગી શરૂ કરવાની ઉતાવળ હતી. અત્યાર સુધીની બધી યાદોને છેલ્લીવાર નિહાળી લેવા માંગતો હતો. આંખો બંધ કરીને બારીના ટેકા ઉપર માથું મૂકી યાદો માણવા લાગ્યો. છેલ્લા 5 વર્ષમાં મારી સાથે શુ શુ બની ગયું બધું યાદ કરવા લાગ્યો.

હું વિચારોમાં ખોવાયેલો હતો, મારી બાજુમાં ખાલી શીટ ઉપર એક ભાઈ આવીને બેઠા. પચાસ પંચાવનની ઉંમરના હશે. માથે સફેદ વાળ, પ્રભાવશાળી તેજસ્વી ચહેરો અને તેમના સ્મિતમાં અલગ પ્રકારની ચમક હતી. સામાનમાં તેમની પાસે એક નાની ઓફીસ બેગ સિવાય ઝાજુ કઈ હતું નહીં. થોડીવાર સુધી અમે એકબીજા સાથે કાંઈ વાતચીત કરી નહીં. તેઓ મારી સામે એકીટશે જોઈ રહ્યા હતા. મને તેનો અહેસાસ થયો મને તેમની હાજરીની અનુભૂતિ થતી હતી. મેં તેમની જામે જોયું છતાં પણ તેમને તેમની નજર નહોતી ફેરવી. પછી તેમને મને પૂછ્યું " કયા જાવ છો મિત્ર? " મોટાભાગે મુસાફરીમાં અજાણ્યા વ્યક્તિ સાથે પહેલો પ્રશ્ન આજ હોય છે.

" અમમ.. વડોદરા અને તમે ?" મેં પણ સામે વળતો પ્રશ્ન કર્યો.

" અમદાવાદ, અહીંયા દ્વારકામાં એક સાહિત્યકારોની કોન્ફરન્સ હતી જેમાં હાજરી આપીને પાછો ઘરે જઈ રહ્યો છું. વ્યવસાયે હું એક લેખક છું અને ગુજરાત સમાચારની પૂર્તિમાં દર બુધવારે મારા લેખ પ્રકાશિત થાય છે " આટલું કહી તેઓ અટક્યા. પણ અમારી વાતોની શરૂઆત થઈ ગઈ હતી.

ક્યાં જાવ છો? થી શરૂ થયેલ ચર્ચા હવે આગળ ચાલવા લાગી હતી. કદાચ લેખકોની આ ખાસિયત હોતી હશે કે સામેવાળાને તેઓ વાતોથીજ ઓળખી જતા હોય છે.

" નવા જીવનની નવી શરૂઆત કરવા જઈ રહ્યો છું " મેં કહ્યું.

મારા વિશે અમુક વાતો જાણ્યા બાદ તેઓને મારી વાતમાં વધારે રસ પાડવા લાગ્યો. મેં તેમને મારા વિશે બધું જણાવ્યું કે કેવીરીતે હું વિદ્યાનગરમાં કોલેજ કરવા ગયો અને અત્યારે વડોદરા જોબ માટે જય રહ્યો છું. આખી સ્ટોરીમાં ઈશા વિશે મેં એકપણ વાત તેમને નહોતી કરી. લગભગ અમારી અડધી મુસાફરી આમજ વાતોમાં નીકળી ગઈ.

તેઓને અમદાવાદ ઉતરવાનું હતું. તેઓનું સ્ટેશન નજીક આવી ગયું હતું. છેલ્લે મને કહેતા ગયા કે દોસ્ત આ દુનિયામાં હજુ તારે ઘણું શીખવાનું અને જોવાનું બાકી છે હિંમત ના હરતો. દુનિયા તારી દરેક પગલે પરીક્ષા કરશે તું તેની સામે અડીખમ ઉભો રહેજે. જતા જતા તેઓ મને એક બુક આપતા ગયા અને કહ્યું કે લે આ બુક સમય કાઢીને અચૂક વાંચજે તારા જેવા જ એક સામાન્ય માણસની કહાની છે.એ બુક હતી જીતેશ ડોંગા ની નોર્થપોલ.

બુક વાંચવી આમતો મને બહુ ઓછું ગમતું પણ ઈશા સાથે રહીને ઘણીવાર હું લાઈબ્રેરીમાં તેની સાથે વાંચતો. તેને નવલકથાઓ વાંચવી ખૂબ ગમતી હતી. ઈશા મારા જીવનની નાનામાં નાની દરેક વસ્તુમાં તેની હાજરી હતી. જેને હું ભૂલવા જતો એ આગળ જ હતી.

તે ભાઈના ગયા પછી હજુ મારે બે કલાકની મુસાફરી બાકી હતી. હવે એકલા એકલા કંટાળો આવવા લાગ્યો હતો. મેં તે બુક વાંચવાની શરૂ કરી. જાણે મારી જ આત્મકથા વાંચી રહ્યો હોય તેમ લાગ્યું. સતત 2 કલાક સુધી મેં તે બુક વાંચી. વડોદરા આવી ગયું તેનું પણ મને ભાન ના રહ્યું. જાણે હું મારા જુના દિવસો જીવી રહ્યો હોય તેમ લાગી રહ્યું હતું. કંડકટર આવીને કહેવા લાગ્યો કે ભાઈ તારું સ્ટેશન આવી ગયું ત્યારે હું બસ માંથી સામાન લઈ નીચે ઉતર્યો.

મેં પહેલેથી કૃણાલને જાણ કરી રાખી હતી એટલે તે મને રાત્રે 11 વાગે વડોદરા બસ ડેપો પર લેવા આવી ગયો હતો. જેવો હું બસમાંથી બહાર નીકળ્યો કે તે મને શોધતો સામે જ આવી ગયો. એકવાર તો એ મને જોઈને સીધો ચોંટીજ પડ્યો. હજુ કૃણાલ કે બીજા કોઈને મારા આત્મહત્યાવાળા પરાક્રમની જાણ ન હતી. તેને ફટાફટ મારા હાથમાંથી બેગ લઈ લીધી, અને બાજુમાં આવેલ ચાની કીટલી પર લઈ ગયો. તેણે અમારા બન્ને માટે બે ચા અને સિગારેટ લીધી.

સિગારેટના કસ લેતો લેતો કૃણાલ મને કેહવા લાગ્યો.ધવન, અહીંયા બરોડામાં જોબ મેળવીને સેટલ થવું ખૂબ અઘરું કામ છે. તારો ફોન આવ્યો એટલે મેં તારા માટે પહેલેથીજ એક સારી જોબ શોધી રાખી છે. આમતો આ જોબ તને મળે નહીં પણ આપણું સેટિંગ હતું એટલે બધું થઈ ગયું છે. એક ગુપ્તાજી છે જે મારી કમ્પનીના ક્યાયન્ટ છે. તેમનો હાર્ડવેરનો વેપાર છે એમને ત્યાં એકાઉન્ટ સંભાળવા માટે એક વ્યક્તિની જરૂર હતી જેથી મેં તારું ત્યાં નક્કી કરી દીધું છે. કૃણાલની વાતો સાંભળીને હું નિરાશ થઈ રહ્યો હતો. એક વેપારીને ત્યાં એકાઉન્ટીગ કરવામાં હું મારા સપના કેમના પુરા કરીશ આમ વિચારી રહ્યો હતો. ત્યાંજ મારા વિચારો કૃણાલ તરત જ સમજી જતો હતો કે શું? તેણે તરત જ કીધું કે ભાઈ વેપારી એટલે કોઈ સામાન્ય ધંધોના સમજતો. ગુપ્તા આખા વડોદરામાં હાર્ડવેરનો માલ સપ્લાય કરે છે. ધંધાનો કિંગ માણસ છે. અને ભાઈ અપડા જેવા એને ત્યાં બીજા 50 કામ કરે છે. ગુપ્તાનું વર્ષનું 100 કરોડનું કામકાજ છે.

અરે,કૃણાલ એવું કંઈ નથી હું તો એમજ આપણા જુના દિવસો યાદ કરી રહ્યો હતો અને તે મને ગુપ્તાનો આખો ચોપડો ચિઢ્ઢો સંભળાવી દીધો. સારું એ કહે મારા રહેવાની વ્યવસ્થા ક્યાં કરી છે?

"ડાર્લિંગ તારે તો મારી સાથે જ મારી રૂમમાં રહેવાનું છે"
કૃણાલ સિગારેટના છેલ્લા કસ મારતો કહેવા લાગ્યો. અમે ત્યાંથી તેના એકટીવા પર તેની રૂમ પર જવા નીકળ્યા.

કૃણાલ મને લઈને તેની રૂમ પર આવ્યો. રૂમ પર સરસ સોસાયટીમાં હતી. એક બંગલો હતો જેમાં એક વૃદ્ધ કપલ રહેતું હતું અને એના બીજા માળે કૃણાલને તેઓએ ભાડા પર એક રૂમ આપી હતી. રૂમમાં જેવો દાખલ થયો તો વિદ્યાનગરની મારી રૂમ યાદ આવી ગઈ. બધુજ એની જગ્યા એ વ્યવસ્થિત ગોઠવેલ હતું. કોઈપણ વસ્તુ આમતેમ પડી ન હતી. હું પોતે તો રૂમ જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો કે કૃણાલની રૂમ અને આટલી સાફસફાઈ? મેં ફટાફટ કૃણાલને પૂછી લીધું ભાઈ લગ્ન તો નથી કરી લીધું ને.

" ના ભાઈ ના " મારે એ બધી ઝંઝટમાં પડવું નથી પણ કેમ એવું પૂછ્યું.

"તારી આ રૂમ આટલી સાફ જોઈને વિચાર આવ્યો " મેં કહ્યું

" એતો કામવાળા માસી આવે છે તેઓ બધું સાફ કરી જાય છે" કૃણાલે જવાબ આપ્યો.

સારું જો ભાઈ ફ્રીજમાં જમવાનું હશે તું જમી ને સુઈ જજે મારે સવારે જોબ પર જવાનું છે એટલે મારે હોવી સુઈ જવું પડશે. અને તારે કાલનો દિવસ છોડીને પરમ દિવસથી જોબ ચાલુ છે તોતું કાલે તારી બધી તૈયારી કરી રાખજે કહીને કૃણાલ તેની પથારીમાં સુઈ ગયો.

*

બીજા દિવસે સવારના છ વાગતા હતા. મારા કાનમાં મીઠો અવાજ અથડાઈ રહ્યો હતો. આટલો મીઠો અવાજ તો ઈશા સિવાય કોઈનો ના હોય આમ વિચારીને આંખ બંધ કરીને મજા માણી રહ્યો હતો. અચાનક અવાજ આવતો બંધ થઈ ગયો એટલે હું પથારીમાંથી સફાળો ઉભો થઇ ગયો. પોતાના સપનાની દુનિયામાંથી બહાર નિકળીને ઈશાને જોવા માટે પોતાના રૂમની બારી તરફ દોડ્યો. દોડીને બારીમાંથી બહાર જોયું તો ફક્ત નીરવ શાંતિ જ હતી. આજુબાજુ આવેલા મકાનો પર ડોકિયું કરીને જોયું તો કોઈ દેખાયું નહીં તેથી નિરાશ થઈ થોડીવાર આકાશ તરફ મીડ માંડીને ભગવાનને મનોમન કહેવા લાગ્યો. " હે પ્રભુ ઈશા હવે જોવા પણ મળશે કે નહીં ".
આટલું વિચાર્યા બાદ પોતાના કપાળ પર ટપલી મારતા ફરી બોલ્યો " હું પણ સાવ બુદ્ધુ જ છું સપનાંને પણ હકીકત માની લઉ છું. હવે ઈશા ફરી નથી મળવાની "

પાછો રૂમમાં આવીને બાથરૂમમાં ગયો. અરીસામાં જોયું તો ચહેરા ઉપર દાઢી વધેલી હતી, માથામાં આછા કાળા વાળ વધી ગયા હતા. મારી જાત પર હસ્યો પણ હવે પેહલા જેવી માદકતા રહી નહોતી. ચહેરો નિસ્તેજ લાગી રહ્યો હતો. હું પોતાની દિનચર્યામાં લાગ્યો. આજે મારો નવા શહેરમાં પહેલો દિવસ હતો. નવું શહેર, નવા લોકો, નવું કામ. મારા માટે વડોદરા બિલકુલ નવું હતું. હા, ખાલી કૃણાલ એકલો મારી સાથે હતો. જેને હું મારા દિલની બધી વાતો કહી શકતો હતો.

રૂમમાં પડેલ કૃણાલના સિગારેટના પેકેટમાંથી એક સિગરેટ સળગાવી પીતો પીતો બાલ્કનીમાં ગયો. સિગારેટના કસ ખેંચતા ખેંચતા વિચાર્યું " કાલથી નવી જિંદગી શરૂ ".




................................( ક્રમશઃ ).................................


- રોહિત ભાવેશ