Mission 5 - 16 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 16

ભાગ 16 શરૂ

................................... 

"ના તેઓએ હાર ના માની પહેલીવાર તો તેઓ ઘરે જતા રહ્યા પણ જ્યારે બીજી વાર તેઓ આ ભોંયરામાં આવ્યા ત્યારે તેઓ પહેલા કરતા પણ વધારે એટલે કે 28 મિટર સુધી ઊંડે ગયા અને ત્યાં તેમને એક પથ્થર મળ્યો જ્યાં લખ્યું હતું હજુ ચાળીસ ફિટ નીચે બે મિલિયન પાઉન્ડ છે. અને ત્રેવીસ ઓગસ્ટ અઢારસો તેર ના દિવસે એ ભોંયરામાંથી એક બોક્ષ કાઢવામાં આવ્યું. "

 

"તો પછી એ બોક્ષ માંથી શું નીકળ્યું કેટલા પાઉન્ડ નીકળ્યા?"

"અરે તમે શાંત રહો સાંભળો તો ખરા ત્યારબાદ જ સાચી કહાની ની શરૂઆત છે પણ હજુ સુધી એ બોક્ષ ની અંદર શું હતું તે હજુ સુધી કોઈને ખબર પડી નથી અને એ બોક્ષ માં શું હતું તે એક વ્યક્તિ કહી શકે એમ હતો અને એ હતો એન્થની જે ડેનિયલ નો મિત્ર હતો જે લંડન માં રહેતો હતો અને આજના સમયમાં પણ તેના મોટા મોટા બંગલાઓ કેનેડા સને યુ. કે ની અંદર જોવા મળે છે. અને એન્થની ના છોકરાને આજ સુધીમાં માત્ર એક જ વખત લોકોની વરચે જોવામાં આવ્યો છે. " નેવીલે બધાને માહિતી આપી. 

"મતલબ આ એંથનીના છોકરાને કયા જોયો હતો બધાએ?" રીકે નેવીલ ને પૂછ્યું. 

"જ્યારે તે પોતાની પત્ની માટે ડાયમંડના ઘરેનાઓ ખરીદવા આવ્યો હતો અને ત્યારે તેને લગભગ ચૌદ કરોડ રૂપિયાના ઘરેણાં પોતાની પત્ની માટે ખરીદ્યા હતા. અને આ પરથી તો તમે લોકોએ અંદાજો લગાવી જ લીધો હશે કે એ બોક્ષમાંથી શું નીકળ્યું હશે?" નેવીલે બધાને કહ્યું. 

"મતલબ એ બોક્ષ નો ખજાનો અત્યારે એન્થની ને મળી ગયો હતો એમને તો પછી તમે હવે અહીંયા શું શોધવા આવ્યા છો?" રોહને નેવીલ ને પૂછ્યું. 

"કહેવાય છે કે એ બોક્ષમાં તો માત્ર આ ખજાનાનો એક ભાગ હતો પણ અસલી ખજાનો તો હજુ સુધી કોઈ શોધી નથી શક્યું અને એ ખજાનો જ હું ગોતવા અહીંયા આવ્યો છું" નેવીલે રોહન ને જવાબ આપ્યો. 

"ઓકે પણ જો નેવીલ અમારે ખજાનાની લાલચ નથી અમે અહીંયાંથી કેવી રીતે નીકળી શકીએ તે અમને કહે એટલે અમે પાછા ઘરે જઇ શકીએ" જેકે નેવીલને જવાબ આપ્યો. 

"જો તમારે લોકોએ અહીંયાંથી નીકળવું હોય તો મને જ્યાં સુધી માહિતી છે ત્યાં સુધી મેં જે ખાણની વાત કરી ત્યાં જ આ કૂવો છે અને એ ખાણ ને એક ચાવીથી લોક કરવામાં આવી છે અને એ ચાવીને ગોતવા માટેનો મેપ હું તમને આપું છું જેથી તમે અહીંયાંથી નીકળી શકો" નેવીલે જેકને મેપ આપતા કહ્યું. 

"ઓકે તો ચાલો હવે આ છોડ ગરમ થઈ ગયો હશે ખાવાનું ચાલુ કરીએ" નિકિતાએ બધાને કહ્યું. 

"અરે હા આ ટાપુની વાતમાં આ તો ભૂલી જ ગયા" રીકે બધા લોકોને કહ્યું. 

"વાહ ખૂબ જ સ્વાદિષ્ટ છે એ છોડ તો" મિસ્ટર ડેઝી ખાતા ખાતા બોલ્યા. 

"હોય જ ને એકદમ નેચરલ છે એટલે" નેવીલે જવાબ આપ્યો. 

હવે ઘણી રાત થઈ ગઈ હતી બધા લોકો સુઈ ગયા હતા કારણ કે સવારે હવે આ ખાણ અને તે ખોલવાની ચાવી શોધવાની હતી અને બધા લોકો ત્યાં જ એક તંબુ બનાવીને સુઈ ગયા. 

"ગુડ મોર્નિંગ ઓલ યાર ઉઠો બધા હવે જોવો સૂરજ પણ ઊગી ગયો છે" નેવીલે બધાને જગાડતા કહ્યું. 

"અરે હા બેડ મોર્નિંગ કહો મારી તો કમર રહી ગઈ અહીંયા સુઈને તો" જેકે જવાબ આપ્યો. 

"કાંઈ નહિ મિત્રો ચાલો તો હવે મેપ ઓપન કરો આ મેપ માં સૌથી પહેલા આપણે એક ભોંયરાની અંદર જવાનું છે એટલે ચાલો મને ફોલો કરો" નેવીલ બધાની આગેવાની કરતા કહ્યું. 

લગભગ દસેક કિલોમીટર ચાલ્યા પછી ત્યાં એક મોટું મેદાન આવે છે આ મેદાન એકદમ સાફ હોય છે જમીન એકદમ પોપડા પડેલી હોય છે અને થોર ના ઝાડ અહીંયા હોય છે સાથે સાથે આ મેદાન ની અંદર એક ખતરારૂપ વસ્તુ પણ હોય છે અને એ છે મેદાનમાં ઘણા બધા જંગલી જાનવરો!આ જાનવર સંબય રીતે દેખાવમાં તો ડાયનોસોર જેવા જ હોય છે અને જો આગળ જવું હોય તો આ જંગલી જાનવરો વાળા મેદાનમાંથી જ આગળ જવું પડે. 

"આ મેદાન તો આખેઆખું જંગલી જાનવરો નું ભરેલું છે" જેકે કહ્યું. 

"હા અને આ જાનવરોથી બચીને જ આપણે આગળ ચાલવાનું છે" નેવીલે જવાબ આપ્યો. 

"પણ આ જાનવરો આપણી ઉપર હુમલો તો નહીં કરે ને?"રોહન ડરતા ડરતા બોલ્યો. 

"આ જાનવરો ની એક ખામી છે જો આ જાનવરો પાસેથી આપણે નીકળવું હોય તો એકદમ શાંતિથી નીકળવું પડશે કારણ કે આ જાનવરો ની જોવાની શક્તિ એકદમ ઓછી છે પણ સાંભળવાની શક્તિ ખૂબ જ વધારે છે. એટલે જ્યારે આપણે ત્યારે નીકળીએ ત્યારે એકદમ શાંતિથી કોઈ પણ અવાજ કર્યા વગર નિકળીશું તો આપણે આરામથી આગળ પહોંચી જઈશું. "નેવીલે રોહનને જવાબ આપ્યો. 

"ઓકે તો લેટ્સ ગો ફોર એડવેન્ચર" આવું કહીને જેક અને નેવીલ આગેવાની કરતા બધા લોકો સાથે ચાલવા લાગ્યા. તેઓ જેવા મેદાન ની વરચે ગયા એટલામાં ત્યાં નીચે એક વીંછી આવી જાય છે. અને ઝોયાના પગ ઉપર ચડી જાય છે. 

"આ.... આ....... વીંછી" ઝોયાએ જોરથી બૂમ પાડી. 

"અરે જોરથી બૂમ પાડવાની એમાં શું જરૂર હતી?" રીકે ઝોયાને કહ્યું. 

"અરે પણ કેટલો મોટો વીંછી હતો!" ઝોયાએ જવાબ આપ્યો. એટલામાં તો ત્યાં મેદાન માં ઊભેલા બધા જંગલી જાનવર તે લોકો તરફ આવવા લાગ્યા. 

"અરે ભાગો હવે નહિતર આ લોકો આપણને બધાંને મારી નાખશે"જેકે જવાબ આપ્યો. 

"હા તો ચાલો ભાગો" આટલું કહીને બધા લોકો ત્યાંથી ભાગવા લાગે છે અને તેમની પાછળ આ જંગલી જાનવરો પણ આવે છે. તે લોકો પાંચ કિલોમીટર સુધી દૂર ભાગે છે ત્યાં સુધી એ જાનવરો તેમનો પીછો કરે છે હવે ત્યાં એક સુરંગ જેવું આવે છે ત્યાં આ બધા સંતાઈ જાય છે પણ પેલા જાનવરનું કદ મોટું હોવાને કારણે તે અંદર એ સુરંગમાં પ્રવેશી શકતું નથી. 

.................................... 

મિશન 5 - ભાગ 16 પૂર્ણ

.................................... 

શું જેક અને તેના સાથી મિત્રો સુરંગમાં સહી સલામત રહી શકશે?તેઓ કેટલા સમય સુધી હવે સુરંગમાં રહેશે?આગળ શું થશે?

 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

...............................