Amar Prem - 23 books and stories free download online pdf in Gujarati

અમર પે્મ - ૨૩

મિત્રો આપણે આગળ પ્રકરણમાં જોયું કે પૂજન, અજય અને સ્વરાને સાઉથ ઇન્ડિયન વાનગી ખાવા ચેનનાઇ એકસપે્સ હોટલમાં લઇ જાય છે. ડિનર પતાવી બધા છુટા પડી પોત પોતાના નિવાસ સ્થાને જાય છે, અજય,સ્વરાને પછીના રવિવારે રિવરફ્નટ ખાતે મલવા કહે છે. સ્વરા રિવરફ્નટ પહોંચી અજયની રાહ જોતી બેઠી હોય છે. હવે આગળ વાંચો......

રવિવારે સાંજે અજયને થોડું કામ હોવાથી સ્વરાને સાંજે ૬.૦૦ વાગે પહોંચી જવા જણાવે છે.હું કામ પતાવી ૬.૦૦થી ૬.૩૦ સુધીમાં આવી જઇશ.સ્વરા બરાબર ૫.૪૫ વાગે રિવરફ્નટ પહોંચી બેંચ પર બેસી સાબરમતી નદીના પાણીમાં તેની સામા કિનારે આવેલી બહુમાળી ઇમારતો જોતી અજયની રાહ જોતી બેઠી હોય છે.અજયને આવતા ૬.૩૦ પણ થાય તેમ માની તેની સાથે લાવેલી નોવેલ વાંચે છે.બરાબર ૬.૩૦ વાગે અજય બાઈક પર આવી પહોંચે છે.બાઈક સ્વરા પાસે પાકઁ કરે છે તો પણ સ્વરાનુ ધ્યાન જતુ નથી તેટલી બધી નોવેલ વાંચવામા મસગુલ હોય છે.અજય-સ્વરાને બોલાવી કહે છે કે મારે આવતા મોડુ થયું તેથી બોર તો નથી થઇ ગઇ ને ?



સ્વરા:ના..ના આ ઢળતા સુરજના પ્રતિબિંબને નદીના પાણીમાં જોવાની કુદરતી રચના જોતી મારી નોવેલ વાંચવામા મશગૂલ હતી તેથી ટાઇમ કયાં પસાર થઇ ગયો તેની ખબર જ ના પડી.અજય ‘ડિલાઇટ’ની એસપે્સો કોફી સાથે ‘અજીત’ની સેનડવિચ બંધાવી લાવ્યો હતો તે સ્વરાને આપે છે.
અજય: સ્વરા, કંઇ નોવેલ વાંચતી હતી.બહુ ઇનટરેસિટંગ નોવેલ છે?જે વાંચવામા તુ મશગૂલ હતી કે હું આવ્યો તેની તને ખબર પણ ના રહી?
સ્વરા:અજય,આ નોવેલ ‘માતૃભારતી’ના platform પર હપતાવાર આવતી હતી.તે વાચકોમાં બહુ જ લોકપ્રિય થઇ હતી તેથી વાંચકોની માગણીને માન આપી તેને બુક ફોમઁમા પ્રકાશિત કરી છે.મારી સહેલી વાંચવા લાવી હતી તેને બહુ જ ગમી તેથી મને વાંચવા માટે આપી છે.અજય,’માતૃભારતી’ધવારા નવા-નવા રાઇટરોને પ્રોત્સાહન આપી તેમની શકિતને પાંખ આપવામા આવે છે.આ એપ ધવરા ધણા નવા લેખકોને પો્તસાહિત કરી આગળ વધવાની તક આપવામા આવે છે.જે બહુજ ઉમદા કાર્ય છે.અને તેથી સમાજને નવા લેખકો મળે છે.આવા ઘણા ઉગતા લેખકો હાલમાં તેમની બુકો પ્રકાશિત કરી રહ્યા છે.
અજય:વાહ.. ખૂબ સરસ વાત કરી. બુકનું નામ શું છે? તેનો વિષય શું છે?
સ્વરા:અજય.નોવેલનુ નામ ‘જન્મ જન્મ ના બંધન’ છે.તેમા પે્મી અને પે્મીકા તેમના પે્મની પ્રતિક્ષા માટે સાત ભવ સુધી રાહ જોવા તૈયાર થાય છે.
અજય: સ્વરા, આ બધી બુકની વાતો છે,હકિકતમા કોઇ સાત ભવ તો શું સાત વરસ પણ રાહ જોવે નહી !
સ્વરા:અજય,જો પે્મ સાચો હોય તો સાત વરસ રાહ જોઇ શકાય !
અજય:સ્વરા, આ બધી વાતો છે પરંતુ જ્યારે પે્કટીકલી કરવાનું આવે ત્યારે પિ્ય પાત્ર મો ફેરવી લેતું હોય છે.તુ તારી જ વાત કર શું તુ મારા માટે સાત વરસ રાહ જોઇ શકે ?
સ્વરા:અજયની આંખમાં ડૂબી જઇ તેની સામે જોતા જણાવે છે કે,અજય આપણો પે્મ આજકાલનો નથી.આપણે બચપનથી નિશાળ અને હવે કોલેજમા પણ સાથે છીએ,તેથી આપણો પે્મ ખૂબ જ ગાઢ થઇ ગયો છે.આપણા પે્મમા માતપિતા પણ અડચણરુપ નહી બંને કારણ કે આપણા બે ફેમિલીનો સંબધ ત્રણ પેઢીથી ચાલતો આવ્યો છે.દુનિયાની કોઇ તાકાત આપણને જુદા કરી શકશે નહીં.હું જો સંજોગોનું નિર્માણ થશે અને આપણા પે્મની પરિક્ષા આપવાની આવશે તો “સાત વરસ સુધી તને મેળવવા માટે રાહ જોવા તૈયાર છું.”

અજય: o.k.....o.k,આ તો હું just તારી મજાક કરતો હતો,તુ તો ખેરેખર સિરિયસ થઈ ગઇ.રિલેક્ષ સ્વરા and એનજોય યોર કોફી વિથ સેનડવિચ.સ્વરા જ્યારે આપણે મલીયે છીએ ત્યારે તુ મારી આંખોમાં જોઇને શેમા ખોવાઇ જાય છે.?

સ્વરા: અજય,તારી આંખો ઊંડી દરિયા જેવી છે.જે હોઠ કરતા પણ વધારે બોલે છે,જેમાં તોફાન છે.જેને જોતા હું મારી જાતને ખોઈ બેસુ છું અને તારી આંખમાં હું મારી જાતને શોધું છું .મને તારી નિલી માંજરી આંખો ખૂબજ ગમે છે,તેથી જ્યારે તુ મલે છે ત્યારે ફક્ત તારી આંખો જોયા કરુ છું.અજય,તારી આંખની હું દિવાની થઇ ગઈ છું,મને તારી આંખોમાં સમાવી લે.

અજય: સ્વરા, હવે સાંજના પડછાયા નદીના પાણીમાં ઊતરી આવ્યા છે અને આપણે હજુ યુનિવર્સિટી સુધી જવાનું છે,મોડુ થશે તો તારી મેટ્ન હોસટેલનો દરવાજો બંધ કરી દેસે.હવે આપણે નિકળવુ જોઇએ !

સ્વરા બેંચ પરથી ઊભી થઇ અને જવા માટે અજય સામે જોવે છે.અજય ઊભો થાય છે ,પરંતુ તેની આંખ સામે કાળું ધાબું હોય તેમ અનુભવે છે અને ચક્કર આવતા હોય તેમ લાગે છે,સ્વરા એકદમ તેનો હાથ પકડી લઇ તેને પાછો બેંચ ઊપર બેસાડી પાણીની બોટલ આપી પાણી પિવા કહે છે.અજય પાણી પીને ફે્સ થઇ પાંચ મિનીટ પછી જવા કહે છે તેથી સ્વરા કહે છે કે અજય આર યુ ઓકે ? શું થયું હતું તને ? આપણે કાલે ડોકટરની એપોઇનટમેંટ લઇ બતાવી દઇએ.

અજય:don’t worry swara,આ તો just ખાલી ચડી ગઇ હતી તેથી થોડું ચક્કર જેવું લાગીયુ.આયમ ઓકે ,લેટ અસ ગો નાવ........

વધુ વાંચો પ્રકરણ -૨૪