Beauty tips books and stories free download online pdf in Gujarati

બ્યુટી ટિપ્સ

લગ્નસરાની સિઝન શરૂ થઈ ગઈ છે તો લગ્નમાં મહાલવા જતાં પૂર્વે ચહેરાને આકર્ષક કેવી રીતે બનાવશો


લગ્નપ્રસંગે સુંદર દેખાવા માટે હવે રીતસર હરીફાઈ ચાલતી હોય એવું જણાઈ છે. વસ્ત્રોની સાથે ચહેરો કોનો સુંદર દેખાઈ છે અને કોણે કેવો મેકઅપ કર્યો છે એનું હોટ ડિસ્કશન ચાલે છે. મેકઅપ એવી વસ્તુ છે જે કોઈના પણ ચહેરા પર લાગવાથી તેની ઓળખ બદલાઈ છે. પરંતુ જો તમારો ચહેરો સુંદર હશે તો તેના પર મેકઅપ વધુ ખીલી ઉઠશે. લગ્નસરાની સીઝનમાં મેકઅપ કેવી રીતે કરવો તેની આપણે ચર્ચા કરીશું પરંતુ તે પૂર્વે ચહેરાની માવજત કેવી રીતે કરવી તેના પર એક નજર કરી લઈએ.

ચહેરા ની માવજત
- ચહેરાના ગ્લોને વધારવા માટે સૌથી મહત્વનો રામબાણ ઈલાજ છે. દિવસના ૮ થી ૧૦ ગ્લાસ પાણી ચહેરા પર નવી ક્રાંતિ લાવે છે.
- ઘરની બહાર પગ મુકો એટલે ચહેરા પર અને હાથ પર સનસ્ક્રીન લોશન લગાવવનું ભૂલવું નહિ. આમ કરવાથી બહારના પ્રદુષણ, ધૂળ અને હવામાં રહેલા ખરાબ કેમિકલ તમારા ચહેરાને નુકશાન કરી શકશે નહીં.
- અઠવાડિયામાં એકવાર ચહેરા પર સ્કબ કરો. આમ કરવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થાય છે. અને રક્તભ્રમણ થાય છે. પરંતુ યાદ રહે વધુ સ્કબ કરવાથી સ્કિનને નુકશાન થઈ શકે છે.
- ઘરમાં રહેલી વસ્તુઓ જેમ કાકડી, પપૈયા, કેળાં, લીબું, સાકર, મધ વગેરે નો ઉપયોગ તમે સ્કિન પર કરી શકો છો. જેનથી તમારી સ્કિનને કોઈ નુકશાન થવાનો પણ ડર રહેશે નહીં.
- મોટા મોટા બ્યુટીસીશન થી માંડીને સેલિબ્રિટીના મોઢે આપણે અવારનવાર ફ્રુટ અને સેલડ ખાવાની વાત સાંભળી ચુક્યા છે અને તે ખરું પણ છે. પાણી સાથે તાજો ફળોનો રસ, અધકચરા બાફેલા શાક, લીબું પાણી શરીર અને ચહેરા માટે બેસ્ટ છે.
- અઠવાડિયામાં એક વખત ચણાના લોટમાં હળદર ભેળવી અને અંદર થોડી તાજી મલાઈ ભેળવીને શરીર પર અને ચહેરા પર લગાવો અને ઘસો આમ કરવાથી ધીરે ધીરે રૂંવાટી તો ઓછી થાય જ છે સાથે કાળાશ પણ છૂટે છે.
- તમે ઘર ની અંદર હોવ કે પછી બહાર પણ દિવસ દરમિયાન ત્રણથી ચાર વખત ચોખ્ખા પાણીથી તમારું મોં ધોવાનું રાખો. જેથી તમારા ચહેરા પર મેલ જામે નહિ.
- રાતે સૂતી વખતે કોલ્ડ ક્રીમ અથવા નાઈટ ક્રીમ લગાવવું.

આ તો થઈ ચહેરાની દેખભાળની વાત હવે આપણે મેકઅપ ટિપ્સને જાણી લઈએ.

- મેકઅપ કરવાનો પ્રથમ અને મહત્વનો સ્ટેપ છે ફેશ ને પ્રોપર ક્લીન કરવો જે મોટેભાગના લોકો સ્કીપ કરે છે અને પછી પછતાય છે.
- ફેશ ને ક્લીન કરવા માટે ક્લિન્ઝીગ મિલ્કથી સાફ કરો.
- મેકઅપ લાંબો સમય સુધી રહે અને ફ્રેશ રહો તે માટે પહેલાં ચહેરા પર બરફ ઘસો. બે ત્રણ ટુકડા બરફના હાથમાં અથવા કપડામાં લઈને તેને ચહેરા પર ૨ થી ૩ મિનિટ સુધી ઘસો.
- મેકઅપ કરતાં પૂર્વે પ્રથમ ચહેરા પર પ્રિ પાઈમર લગાવો આમ કરવાથી મેકઅપ લાંબો સમય સુધી ટકી રહે છે.
- ફાઉન્ડેશન લગાવતી વખતે હમેશા તમારા સ્કિનને કલરને ધ્યાનમાં રાખવો નહિ તો મેકઅપ ડાર્ક થઈ શકે છે.
- ફાઉન્ડેશન વ્યવસ્થિત લગાવાઈ જાય પછી નાક, કાન, ગાલ અને હડપચીની બાજુમાં બ્રશ થી બોર્ડરલાઈન બનાવો. આમ કરવાથી તેને પ્રોપર શેપ તો મળશે જ સાથે ચહેરા પર તે ઉભરીને પણ આવશે.
- ડાર્ક સર્કલ અને કાળા ધબ્બા હોય તે સ્થાને ક્લિન્સર લગાવો આમ કરવાથી સમગ્ર ચહેરાનો રંગ એકસરખો દેખાશે.
- ટ્રાન્સલુસન્ટ પાઉડરથી સ્પજથી ફાઉન્ડેશનની ઉપર લગાવો આમ કરવાથી મેકઅપ બરોબર ચોટી જશે.
- ફાઉન્ડેશન બાદ ઉપર કોમ્પેક્ટ પાવડર લગાવો આમ કરવાથી ચહેરા પરની રોનક વધી જાય છે. કોમ્પેક્ટ પાવડર પણ ચહેરાના રંગને અનુસાર જ વાપરવો.
- મેકઅપ કરતી વખતે નવા નવા એક્સપ્રિમેન્ટ કરવાને બદલે યોગ્ય લાગતો હોય અને મેચ થતો હોય તેવો જ મેકઅપ કરવો.
- હવે આંખના શણગાર તરફ વળવાનું છે. આંખ ચહેરાનો સૌથી આકર્ષણ ભાગ છે. તમે જે રંગની લિપસ્ટિક લગાવવાના છો તેજ રંગ નો આઇશેડો વાપરવો નહિ તો કદરૂપુ લાગશે. સવારે ફક્શન હોય તો તે પ્રમાણે મેકઅપ કરવો અને રાત્રે હોય તો થોડો સ્મોકી લુક આપો. સ્મોકી આઇસ હોટ અને બોલ્ડ લુક આપે છે.
- લિપસ્ટિકથી હોઠ સુંદર દેખાઈ છે પરંતુ ચહેરાની લાલિમા અનેક ગણી વધી જાય છે. સવારે પિંક, પીચ જેવા લાઈટ શેડ્સ ના કલર કરવા અને રાત્રે ડાર્ક રેડ, બાઉન જેવા રંગનો ઉપયોગ કરવો.
- લિપસ્ટિક લગાવતાં પૂર્વે હોઠ પર બોર્ડરલાઈન કરીને બાદમાં તેમાં રંગ પૂરો.તેમાં પર થોડો પાવડર લગાવો અને ફરી લિપસ્ટિક લગાવો. આમ કરવાથી લિપસ્ટિક લાંબો સમય સુધી ટકશે.
- લિપસ્ટિક લગાવતાં પૂર્વે લિપ બામ લગાવવું જેથી હોઠની નરમાશ જળવાઈ રહે.
- ચહેરા પર ચમક લાવવા માટે ગાલ પર બ્લશર અથવા બ્રોન્સ લગાવી શકો છો.
- બધો મેકઅપ થઈ ગયા બાદ છેલ્લે ચહેરા પર ફિકચર સ્પ્રે કરો. મલમલના કપડા થી હળવા હાથે પાણી લૂછી લેવું.