LOVE BYTES - PART 2 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ-પ્રકરણ-2

લવ બાઇટ્સ
પ્રકરણ-2
ફાલના સ્ટેશન આવ્યુ અને સ્તવન એની બેગ લઇને નીચે ઉતર્યો અને બોગીમાં બીજા મુસાફરોને જાણે હાંશ થઇ બધાં બબડાટ કરી રહ્યાં. હાંશ એ છોકરો ઉતરી ગયો. પેલા સદગૃહસ્થે પેલાં બહેનને કહ્યું "તમે ડરી નહોતાં ગયાં એની સાથે વાત કરતાં હતાં. એમણે કહ્યું "એ કોઇનો છોકરો છે એની પીડા મારાથી ના જોવાઇ એટલે પૂછ્યું તને શું થયું દીકરા ? દીકરા શબ્દ સાંભળી એ શાંત થઇ ગયો હતો જરૂર એનાં જીવનમાં કોઇ ઊંડીં ચોટ પહોચી છે શ્રીનાથજી બાવા એનું સારુ કરે બધાં એ પછી કહ્યું હાં એની પીડા બહુ અઘરી હતી. ઈશ્વર બધું સારુ કરે.
સ્તવન નીચે ઉતર્યો અને એની નજર એક નવયૌવના પર પડી અને એ એની તરફ દોડ્યો ને.. એ... તું જ છે ને ? પણ પેલી યૌવના પાણીની બોટલ લઇને ટ્રેઇનમાં ચઢી ગઇ હતી એનાં ખેસથી એનાં ગળા પરનાં નિશાન ઢાંકી ટ્રેઇનમાં બેસી ગયેલી. સ્તવન એની પાછળ દોડ્યો પણ.. ટ્રેઇન ચાલી નીકળી એ ક્યાંય સુધી ટ્રેઇન પાછળ દોડયો પણ ટ્રેનની ગતિ વધી ગઇ હતી એ ક્યાંય સુધી દોડ્યો પણ બસ ભીંજાયેલી આંખોએ જતી ટ્રેઇનને જતી જોઇ રહ્યો.
એણે મનોમન કહ્યું "એજ હતી. એજ હતી ક્યાં ગઇ ? ક્યાં જતી હશે એ ક્યાં સુધી પ્લેટફોર્મ પર બાવરાની જેમ બેસી રહ્યો. ત્યાંજ મીહીકા દોડતી દોડતી સ્ટેશનમાં પ્લેટફોર્મ પર દોડી આવી અને બોલી "ભાઇ ભાઇ.. અને સ્તવને એની સામે જોયુ અને મીહીકાને વળગીને ધુસ્કે ધુસ્કો રડી પડ્યો... બેના એ ટ્રેઇનમાં જતી રહી.. એજ હતી.
મીહીકા આશ્ચર્યથી સ્તવન સામે જોઇ રહી બોલી ભાઇ એ એટલે કોણ ? કોણ હતી ? કેમ આટલું રડો છો શું થયું ? સ્તવને નિરાશ નજરે કહ્યું "મીહી મને નથી ખબર પણ મને એહસાસ થયો કે... છોડ કંઇ નહીં... મીહીકાએ કહ્યું હું તમને લેવા આવી છું તમે સંતાપ ના કરો. પણ તમારાં ઇન્ટરવ્યું નું શું થયું ? કેવો ગયો ? એ કહો બીજા વિચારો ના કરો. માં પાપા યાદ કરે છે તમારી રાહ જોવાય છે ઘરે. તમારી ચિંતામાં બધાં અડધા થઇ જાય છે તમારું ઇન્ટરવ્યુ નું શું થયું ?
સ્તવન થોડો સ્વસ્થ થયો. મીહીકા સાથે લાવેલી થરમોસમાંથી લીંબુનું શરબત પીને કહ્યું. સરસ રહ્યો છે થોડા દિવસમાં જણાવશે પણ મને વિશ્વાસ છે હું સીલેક્ટ થઇજ જવાનો સ્તવન હાલની જીંદગીમાં જાણે પાછો આવી ગયો. એણે જોયું મીહીડાની આંખો ભીની થઇ છે એને વિચાર આવ્યો મારા લીધે બધાં જ પીડાય છે. એણે વાત બદલીને કહ્યું ચાલ ઘરે વાત કરશું.
***************
ટ્રેઇન ચાલી નીકળી હતી એમાં બેસી ગયેલી એ નવયૌવના સ્તુતિએ અવાજ સાંભળેલો એય.. એય.. પણ એ ગભરાઇને જલ્દી અંદર આવી ગઇ હતી.. એને થયું મને કોણ આમ બોલાવે છે ? એણે ટ્રેઇનની બારીમાથી કોઇ યુવાન ટ્રેઇનની પાછળ દોડતો જોયો હતો. અને આશ્ચર્ય સાથે ડર પણ હતો. સાવ રૂઢીચુસ્ત કુટુંબમાં ઉછેરેલી સ્તુતિ સંકોચાઇને બેસી રહી. અને ક્યારે એનુ સ્ટેશન આવે એની રાહ જોઇ રહી. પણ અંદર ઊંડે ઊંડે કોઇ સ્પંદનો ઉછાળા મારી રહેલાં એને સમજાતું નહોતું એની સાથે શું થઇ રહ્યુ છે અને બારી બહાર હજી જોઇ રહી હતી.
********
સ્તવન મીહીકા ઘરે આવી ગયાં. ઘરમાં એક ખુશીનો આજે જન્મ થયો હતો કે સ્તવનનો ઇન્ટરવ્યુ સારો ગયો હતો માં પાપાને આશા બંધાઇ હતી. માં બોલી શ્રીજીબાવા સૌ સારુ કરશે દીકરા તારી આ પીડા નથી જોવાતી તું કામે લાગી જાય તો બધુ ધીમે ધીમે શાંત થઇ જશે.
સ્તવને બધાને ખુશી તો આપી હતી પણ સાથે એ ફ્રેશ થઇને પાછો એનાં રૂમની અટારીમાં આવીને બેસી ગયો વારે વારે એ છોકરીનો ચહેરો યાદ કરી રહેલો એને ગીતની કડીઓ સ્ફુરવા માંડી એ ગણગણી ઉઠયો.
તું મોહકને માફક મને..
તારાં વિના ગમતું નથી મને.
શબ્દો ચોર્યા વિના લખું તમે
પ્રેમમાં ભીંજવે આંખ મને
પળ પળ હું તરસુ છું જ તને
કારણ તું સાચું જ કહે મને
યાદ તારી રોજ સતાવે મને
આવીને મળ તું વ્હાલી મને.
હાથમાં રાખી હાથ ફેરવું તને
દિલમાં બસ સખી રાખું તને.
આમ સ્તવન શબ્દો વગોળતો ખાટ પર સૂતો સૂતો હળને હળવે ગાઇ રહેલો. એને ખબર નહીં અગમ્ય કોઇ એહસાસ પ્રેમનાં થઇ રહેલાં. નક્કી એ... એજ હતી. અને ક્યારે આંખ મીચાઇ ગઇ ખબર ના પડી. આંખમાં સૂકાયેલાં આંસું સિવાય એની પાસે જાણે કશુંજ નહોતું કોઇ યાદ સાથે લઇને સૂઇ ગયો.
ઘરમાં બધાં કોઇ આવનાર સારા સંદેશની આશમાં નિશ્ચિંત સૂઇ રહેલાં સ્તવનની જીંદગીમાં સારાં દિવસો આવે એની પ્રાર્થના કરી રહેલાં.
મીહીકા હવે નાની નહોતી એને પણ એવો એહસાસ ચોક્કસ હતો કે ભાઇનું કોઇ સ્પર્શી જતું એને મળ્યું હોવુ જોઇએ ભલે મેળાપ નથી થયો પણ ભૂતકાળ કાળે કોઇ જરૂર થયો છે આ કેવી વિંટબણા છે શું રહસ્ય છે ? એની રાત આખી આ વિચારોમાં વીતી ગઇ.
સવારે ઉઠીને સ્તવન નાઇ ધોઇ પરવારીને મહાદેવનાં મંદિરે પહોચી ગયો. એનો ઇન્ટરવ્યુ સારો ગયો છે અને એનું પરિણામ સારું આવે એનાં માટે પ્રાર્થના કરવા લાગ્યો. ત્યાં પૂજારીજીએ સ્તવનને જોયો. એની કુંડળી નો એમણે જ અભ્યાસ કરેલો અને એમણે સ્તવનને એવી વિધી અને દોરા ધાગા કરી આપેલાં. સ્તવને પ્રાર્થના કરતો જોઇ એના આસું જોઇ રહ્યાં જેવી પ્રાર્થના પુરી થઇ સ્તવન ઉભો થયો અને પૂજારીજીએ એને બોલાવ્યો.
"સ્તવન દીકરા અહીં આવ આજે તું ઘણો ખુશ દેખાય છે તને આનંદમાં જોઇને અને પણ ખૂબ ખુશી થઇ છે. તારું ભાગ્ય ઉજળું છે તું નાહક પીડાય છે. શું થયું ? શેની પ્રાર્થના આટલી મન દઇને કરતો હતો. ભગવાન પુરષોત્તમ મહાદેવ જરૂર તારી મદદ કરશે. તને ખબર છે ? આ શિવ સ્વરૂપ અલૌકીક છે પુરષોત્તમ મહાદેવ નામ કેમ પડ્યુ ? ભગવાન વિષ્ણુએ આ સ્વરૂપ ઘારણ કર્યુ છે. આખા ભારતવર્ષનાં આજ મહાદેવનું સ્વરૂપ એવુ છેકે એમાં શિવ વિષ્ણુ સ્વરૂપે અને વિષ્ણુ શિવ સ્વરૃપે બિરાજમાન છે. તારી બધી મનોકામના પુરી થશે મને સાચી વાત જણાવ તને શેની પીડા છે ?
પોતાનાં કુટુંબની ખૂબ નજીક એવાં પૂજારીની આંખોમાં સ્તવને પ્રેમ અને કરુણા જોઇ એનાંથી સારું બધુ જ કહેવાઇ ગયું એણે કહ્યું "પૂજારીજી મારો ઇન્ટવર્યુ તો સરસજ ગયો છે પણ આજે ટ્રેઇનમાં પાછા આવી સ્ટેશન પર ઉતર્યો અને પછી.. એમ એણે આખી વાત કહી જણાવી પેલી નવયૌવનાને જોઇને એને જે ભાવ, એહસાસ થયાં એ પૂજારીજીને જણાવ્યાં.
પૂજારીજી થોડીવાર સ્તવનની સામે જ જોઇ રહ્યાં. ખૂબ વિદ્યાન અને દરેક શાસ્ત્રમાં જાણકાર પૂજારી થોડીવાર વિચારમાં પડી ગયાં. એમણે આંખો બંધ કરી અને કંઇક મનોમન ગણવા માંડ્યા એમની આંખો ખૂલી અને બોલ્યાં "સ્તવન જરૂર તારો કોઇ ગત જન્મની વાત છે કોઇ રહસ્ય છે અને એ છોકરીમાં તારી પીડાનો ઉકેલ મને જણાય છે. એ છોકરી અંગે તુ વધુ શું જાણે છે ? એમણે સ્તવનનાં અંતરમાં ઘા ખૂલ્લા કરવા પ્રયત્ન કર્યા કંઇક એમાંથી નિવારણ મળી આવે.
સ્તવને કહ્યું "બસ એને નજરોથી જોઇ છે એથી વધુ કંઇ જ જાણતો નથી અને મારે કંઇક કહેવુ છે યાદ કરવું છે પણ મને કંઇ સૂજતું નથી તમે કહો છો એમ હું એને જાણતો હોઊં ખૂબ નજીકથી ઓળખતાં હોઊં એવો આભાસ થયો હતો.
પૂજારીજીએ કહ્યું "તું હમણાં શાંત થા દેવ બધુજ સારું કરશે એમ કહીને પ્રભુ પાસેથી એક લાલ દોરો લઇને એનાં હાથમાં બાંધ્યો અને મોટો કાળો દરો મંત્રોચ્ચાર કરીને એને ગળામાં પહેરવા કહ્યું. એ અંતે બોલ્યાં "કોઇ એહસાસ તને આપ્યો છે એ ગમે ત્યારે પ્રગટ થશે તું ઘરે જા પછી હું તારાં પાપા સાથે વાત કરીશ એમ કહીને એ ગર્ભગૃહમાં ચાલ્યા ગયાં સ્તવને દોરો પહેરીને ઘર તરફ જવા નીકળી ગયો.
સ્તવન ઘરે આવ્યો અને માં ને કહ્યું મંદિર ગયેલો પૂજારીજીએ આ દોરાં આપ્યાં બાંધવા અને પહેરવા... પછી અચાનક એને શું થયુ કે એની આંખો વિસ્ફરીત થઇ ગઇ પસીનો વળી ગયો એણે ચીસ નાંખી... મને તું દેખાય છે સાચું બોલ કોણ છે ?
વધુ આવતા અંકે - પ્રકરણ-3