LOVE BYTES - 10 books and stories free download online pdf in Gujarati

લવ બાઇટ્સ - પ્રકરણ-10

લવ બાઇટ્સ
પ્રકરણ-10
સ્તવન એનાં પિતા સાથે મોબાઇલથી વાત કરી રહેલો અને સામેથી પાપાએ કહ્યું "દીકરા તું રાજમલકાકાને પૈસા આપતો રહેજે અને એક મીનીટ તારી માં તને કંઇ કહેવા માંગે છે લે વાત કર એની સાથે.
સ્તવને માં સાથે વાત કરતાં કહ્યું "માં તમે કેમ છો ? મને અહીં કોઇ અગવડ નથી કાકી ખૂબ કાળજી લે છે માં કોઇ ચિંતા નથી બીજે ઘર ભાડે રાખી જવા પણ ના પાડે છે.
ભંવરીદેવીએ કહ્યું "એ લોકો ખૂબ સારાં માણસો છે એટલેજ ભરોસો હોવાથી તને ત્યાં મોકલ્યો છે. તારા પાપાએ કહ્યું છે એમ પૈસા આપી દેજે એમને પણ બધાં ખર્ચ થાય તારી પાછળ અને વારે તહેવારે કંઇને કંઇ આવતા જતા લેતો જજે.
સ્તવને કહ્યું માં હું ફળફળાદીને બહુ લઇ જઊં છું પણ મને વઢે છે કે કોઇ ખર્ચ નહીં કરવાનો તારાં કાકા બજારથી બહુ લાવે છે ખૂબ મને સાચવે છે. પણ માં થોડોક વખત પછી હું મળવા આવીશ થોડો સેટ થઊં પછી અને તમને ઘરે પણ પૈસા નિયમિત મોકલીશ કોઇ ચિતા ના કરશો.
ભંવરીદેવીએ કહ્યું અરે તું બચાવજે આપણનેજ કામ લાગશે અહીં જરૂર નથી બસ તારું અને મીહીકાનું વેવીશાળ થઇ જાય એનીજ રાહ જોઊં છું મારે ખાસ વાત તને એ પૂછવાની છે કે તારાં માટે માંગા આવે છે શુ કરીએ ? બધાને ના કરતાં રહીયે છીએ. સારું ઘર અને છોકરી મળી જાયતો... સ્તવને માં ને અટકાવતાં કહ્યું "માં કોઇ ઉતાવળ ના કરશો હજી વાર છે મને બરાબર સેટ થવા દો અને થોડાં પૈસા બચાવવા દો પછી વાત. કંઇ નહીં માં ફોન મૂકુ છું માં એ કહ્યું અરે ઉભો રહે પૂરી વાત કર ઉતાવળનાં કર. તારી તબીયત કેમ છે ? તમે હજી પેલા... સ્તવને કહ્યું ના માં હમણાંની કંઇ નથી થયું સારુ છે.
માંએ કહ્યું હાંશ તને સારુજ રહે એજ પ્રાર્થના કરુ છુ અને સાંભળ રાત્રે લલિતાબહેન સાથે વાત કરાવજે. ઘણો સમય થયો મારે વાતજ નથી થઇ તારાં પાપા રાજમલસિંહજી સાથે વાત કરી લે છે.
સ્તવને કહ્યું "માં હવે ઘરેજ જઊં છું રાત્રે ચોક્કસ હું વાત કરાવીશ ચાલો ફરી રાત્રે વાત કરીએ... આવજો જયમાતાજી એમ કહીને ફોન મૂક્યો.
***********
વામનભાઇએ તરુણીબહેને પૂછયું દીકરી સ્તુતિને હવે કેમ છે ? કંઇ અગોચર થયુ નથીને ? તરુણીબેહેને કહ્યું ના હમણાંથી કંઇ નથી સારુ છે ભગવાન આવુંજ રાખે આ છોકરીનાં વેવીશળ માટે છોકરો શોધવાનો છે માતાજી એને સારી રાખે બસ.
વામનભાઇએ કહ્યું મેં પૂજા કરાવી પછી સારુ રહે છે તારી વાત સાચી છે એનાં વેવીશાળ અંગે વિચારવું પડશે પણ હું આજે વિચારુ છું ગુરુ અઘોરનાથજી પાસે જઉં એમની સાથેજ ચર્ચા કરી લઉ. પછી કોઇને વાત કરીએ.
સ્તુતિ ટીવી જોતી હતી અને સાથે એનો ભાઇ તુષાર હતો. બંન્ને જણાં પ્રોગ્રામ અંગે ચર્ચા કરી રહેલાં. સ્તુતિ પૂછતી હતી કે આ ગાવા માટે બધાં પ્રોગ્રામ થાય છે તો ગાયક નક્કી કેવી રીતે કરતાં હશે ?
તુષારે કહ્યું દરેક સીટીમાં એનાં ઓડીશન થાય એમાં સીલેક્ટ થાવ તો મુંબઇ જવા મળે અને હરિફાઇમાં ભાગ લેવાનો જીતો તો 15 લાખ રૂપિયા અને ટ્રોફી ઉપરથી મારુતી કાર મળે દીદી કેટલું બહુ ઇનામ કહેવાય.
સાંજ વીતી ગઇ હતી રાત પડવાની તૈયારીઓ હતી સ્તુતિ જમીને સૂવાનાં એનાં રૂમમાં આવી અને મંમીને કહ્યું માં કાલે મોડી ઉઠીશ મને સૂવા દેજો ખૂબ થાક લાગ્યો છે.
માં એ કહ્યું જા વેળાસર શાંતિથી સૂઇજા ચિંતા વિના નહીં ઉઠાડું વહેલી એમ કહીને હસી પડ્યાં. વામનભાઇ પણ સ્તુતિની હમણાંથી તબીયત સારી રહેતી હતી એટલે ખુશ હતાં.
સ્તુતિએ લાઇટ બંધ કરી સૂવા માટે બેડ પર આવી સૂતાંવહેંત એને નીંદર આવી ગઇ. રાત્રીનો એજ સમય થયો બરોબર અડધી રાત્રે સ્તુતિને લાગ્યુ કે એની બાજુમાં કોઇ સૂઇ ગયુ છે એ અડધી ઊંધે જાગી ગઇ અને એનાં બેડ પર કોઇની હાજરી હોય એવું લાગ્યુ એણે જોયું તો કોઇ દેખાતું નથી છતાં એવો પાકોજ એહસાસ હતો કે કોઇ બાજુમાં સૂતૂ છે એ ગભરાઇ ગઇ એને થયું કે માં પાપાને ઉઠાયુ ત્યાંતો કોઇ અગોચર વ્યક્તિ એ એને બાથમાં લીધી અને બોલી ચાલ બહાર નદીએ ફરવા જઇને.
ખૂબ ગભરાયેલી સ્તુતિને બોલી તમે કોણ છો ?
પેલો અગોચર આત્મા બોલ્યો "કેમ સ્તુતિ તેં મને ઓળખ્યો નહીં હુ તારો જન્મોજન્મનો પ્રેમી તને મળવા આવ્યો છું પ્રેમ કરવા આવ્યો છું આવીજા મારી બાહોમાં ચાલ ક્યાંક ફરવા જઇએ અને ખૂબ પ્રેમ કરીએ એમ કહીને સ્તુતિને વળગ્યો સ્તુતિ ચીસ પાડવા ગઇ પણ નિષ્ફળ રહી પેલો આત્મા એનાં ગળાની આસપાસ હાથ વીળાંળીને બેઠો હતો.
સ્તુતિને આખા શરીરે પરસેવો થયો. એને થયું રૂમની બહાર દોડી જઊં માં પાપાને ઉઠાઠું પણ એનાંય કંઇ થઇ શકતું નહોતું પેલો આત્મા એનાં ડોકનાં આવેલ નિશાન પર હોઠ મૂકીને ચૂમી રહેલો.
સ્તુતિને પીડાની જગ્યાએ સારું લાગી રહેલું ગમી રહેલું એણે પૂછ્યું તમે કોણ છો ? તમે મને પ્રેમ કરો છો ? તો શા માટે સામે નથી આવતા ?
પેલો આત્મા કંઇ બોલ્યા વિના સ્તુતિ ને પ્રેમ કરી રહેલો. સ્તુતિને જાણે ગમી રહેલું એ ચીસ નહોતી પાડી રહેલી છતાં અંદર અદશ્ય ગભરાટ હતો. ત્યાંતો સ્તુતિ આખી ઊંચકાઇ ગઇ અને એને ઉચકીને આત્મા દરવાજા પસાર કરતો છેક મુખ્ય દરવાજે આવી ગયો સ્તુતિ હવે ગભરાઇ અરે કોણ છો ? કોણ છો ? અર્ધ બેભાન અવસ્થામાં એને સમજાઇ નહોતું રહ્યું કે એની સાથે આ શું થઇ રહ્યું હતું એને ગમી પણ રહેલું અને ડર પણ ખૂબ હતો આવનાર આત્માને જાણે ઓળખતી હોય એવું વર્તન હતું.
સ્તુતિએ કહ્યું તમે કોણ છો ? મારાં માં પાપા ઉઠી જશે તો તમારી ખેર નથી ? મને શા માટે વિતાડો છો ? મારી સાથે તમારો સંબંધ શું છે ? મને ક્યાં લઇ જાવ છો ? વારે વારે શા માટે મને હેરાન કરો છો ? અને પેલો અદશ્ય જીવ પણ સ્તુતિને સમજાવવા પ્રયત્ન કરતો હતો એણે કહ્યું તારો પ્રેમી છું તારાં વિરહમાં તડપી રહ્યો છું તને મેળવવા માટે મેં કેટલા જન્મ રાહ જોઇ મારી પાસે સ્થળ શરીર નથી છતાં છે તું મને છોડીને કેમ જતી રહી હતી ?
સ્તુતિ બધું સાંભળી રહી હતી આખાં ઘરમાં નીરવ શાંતિ હતી એનાં સિવાય બીજુ કોઇ સંવાદ સાંભળી શકતું નહોતું પેલાએ કહ્યું "મને ઓળખ્યો નહીં ? તને યાદ છે આપણે નદી કિનારે બેસતાં. રળીયામણાં ડુગર પર ફરતાં તને ખૂબ પ્રેમ કરતો તારી પાછળ જીવ આપેલો હું બાવરો થઇને ભટકું છું તને કંઇ યાદ નથી ?
સ્તુતિએ કહ્યું તમે મને ઉંચકી લાવ્યા છો તો મારા બેડ પર સૂતેલું કોણ છે ? મારું શરીર તો ત્યાં છે અને તમે મને આવી અગોચર સ્થિતિમાં અહીંથી ક્યાં લઇ જાવ છો ? અને અચાનકજ શું થયું કે સ્તુતિ પથારીમાં બેઠી થઇ ગઇ ચકળવકળ આંખે ચારો તરફ જોવા લાગી આ શું થયું ? હમણાં તો હું દરવાજા પાસે હતી તો હમણાં પથારીમાં કેમ છું મને કોણ ત્યાં લઇ ગયું ? એને હવે ગભરામણ થઇ એણે ચીસ પાડીને કહ્યું "કોણ છો ? ક્યાં ગયાં મને આમ હેરાન કરીને તમને શું મળે છે ?
ત્યાંજ પાછો પથારીમાં કોઇ હોય એવો એહસાસ થયો સ્તુતિનાં ગળામાં જખમ જાણે ચૂસાતાં હોય એવો આભાસ થયો એણે એન્ને હાથ ત્યાં મૂકી દીધાં એનાંથી ફરીથી મોટેથી ચીસ નંખાઇ ગઇ...
આ નીકળેલી ચીસ માં પાપાએ સાંભળી અને એ લોકો દોડી આવ્યાં. શું થયું સ્તુતિ ? એની માં તરુણીદેવી સ્તુતિની સામે જોઇ રહ્યાં હતાં સ્તુતિનાં ચહેરો સફેદ રૂની પૂણી જેવો હતો એની આંખની આસપાસ ચકામા ઉપસી આવેલાં એનાં લીલા ઘા માંથી રસ ઝરતો હતો અને અચાનકજ ઘરમાંથી કોઇ બહાર નીકળી ગયું એવું બધાએ અનુભવ્યું.
વામનરાવ ચિંતામાં પડી ગયાં પાછું મારી દીકરીને શું થયું ? મનોમન ઇશ્વરને પ્રાર્થના કરી રહ્યાં હતાં ત્યાંજ સ્તુતિ બોલી... એ આવેલો મને મળવા હું એને છોડીને આવી છું. એને.. હું મને એ નહીં છોડે.. મને બહાર લઇ જવા આવેલો મારે એની સાથે જવું છે મને જવાદો એમ કહેતી ઉભી થઇ ગઇ અને બીજીજ ક્ષણો ઘડામ કરતી બેડ પર પછડાઇ ગઇ અને બેભાન થઇ ગઇ.
વામનરાવ અને તરુણીબહેન મોં વકાસીને જોઇ રહ્યાં અને પછી સ્તુતિ........
વધુ આવતા અંકે - પ્રકરણ-11