Kudaratna lekha - jokha - 8 books and stories free download online pdf in Gujarati

કુદરતના લેખા - જોખા - 8


આગળ જોયું કે ધરતીકંપ ના પ્રકોપ ના કારણે કોઈ બસ માં બેસવા તૈયાર નહોતું થતું. પરંતુ અર્જુનભાઈ ના સમજાવવાથી બધા બસ માં બેસવા તૈયાર થાય છે
હવે આગળ.....

* * * * * * * * * * * * * * *

મયુર ની હાલત તો જાણે કાપો તો લોહી ના નીકળે તેવી થઈ છે. એને કાંઈ સમજાતું જ નથી કે આવા સમયે એ શું કરે. અત્યારે તેને તેના મિત્રો ની સાચા અર્થ માં જરૂર હતી પણ પોતે જ કરેલા મિત્રોના અપમાન ના કારણે તેને પણ ફોન કરી શકે તેમ ના હતો. એ ખૂબ જ વ્યગ્ર અને ચિંતિત હતો. તેને તો પ્રથમ થી જ કંઇક અશુભ થશે એવો આભાસ થયા કરતો હતો. અને આજે ફોન પર એના મમ્મી ની ચીસ સાંભળી ત્યારે સાચે જ કંઇક અશુભ બન્યું જ હશે એવું માની લે છે. અચાનક જ એને એક આઈડિયા આવે છે. જ્યારે એના પરિવાર ને યાત્રા પર મૂકવા ગયો હતો ત્યારે ટ્રાવેલ્સ ના માલિકે જ એને એક વિઝીટિંગ કાર્ડ આપ્યું હતું. પાકીટ માથી કાર્ડ કાઢી ને એના પર દર્શાવેલ નંબર પર ફોન કરે છે. સામા છેડે થી પણ એટલું જ આશ્વાસન આપવામાં આવે છે કે તમે ચિંતા ના કરો રસ્તા માં ઘણી વાર નેટવર્ક ની સમસ્યા આવતી હોય છે. છતાં હું સંપર્ક કરવાના પ્રયત્નો કરું છું. જો સંપર્ક થશે એટલે આપને હું જાણ કરીશ.

અડધા કલાક સુધી અસંખ્ય ફોન કરવાના અથાગ પ્રયત્નો પછી મયુર બેશુદ્ધ અવસ્થામાં જ સોફા પર ફસડાઈ પડે છે. અચાનક જ unknown નંબર પર થી આવેલ ફોન થી સફાળો બેઠો થઈ ને ફોન પર વાત કરે છે હેલ્લો કોણ?

અર્જુનભાઈ :- હા. બેટા હું તારા પપ્પા બોલું છું.

મયુર :- પપ્પા, કેમ છે મારા મમ્મી ને? કેમ ત્યાં કોઈ નો ફોન નથી લાગતો? કેમ મારી મમ્મી એ ચીસ પાડી હતી? તમે બધા સલામત છો ને? હવે પ્લીઝ તમે જલ્દી ઘરે આવતા રહો. મને તમારી બહુ ચિંતા થાય છે. પણ એ તો કહો ત્યાં શું થયું હતું?

અર્જુનભાઈ :- બેટા તું મને કંઈક બોલવા દઈશ તો જ હું કંઇક જવાબ આપીશ ને. જો બેટા અહી બધા સલામત છીએ. કોઈ ને કાઈ થયું નથી. એ તો તને કોલ કર્યો હતો ને ત્યારે ધરતી કંપ ના નાના આંચકા આવ્યા હતા એમાં તારી મમ્મી એ ચીસ પાડી હતી. જો કે ભગવાન ની કૃપા થી કોઈ ને કાંઈ થયું નથી. ધરતીકંપ ના કારણે જ બધા ના મોબાઈલમાં નેટવર્ક જતું રહ્યું. પછી અમે નેપાળની ચેક પોસ્ટ પર આવ્યા અને ત્યાંથી જ તને કોલ કર્યો છે. હવે વધારે વાત નહિ કરી શકું કારણ કે બધા ફોન કરવા માટે અહી લાઈન માં ઉભા છે. માટે તું હવે કાંઈ ચિંતા ના કરતો.

મયુર :- કોઈ ને કાંઈ થયું તો નથી ને પપ્પા? તમે પ્લીઝ હવે આવતા રહો ઘરે.

અર્જુનભાઈ :- ના કોઈ ને કાંઈ નથી થયું. હવે બધા નક્કી કરે એના ઉપર આધાર છે. જે કાંઈ નક્કી થશે એ હું તને જણાવી દઈશ. પણ તું કાઈ ચિંતા ના કરતો. ચાલ હવે ફોન રાખું છું. જય શ્રી કૃષ્ણ.

મયુર :- ઓકે પપ્પા. જય શ્રી કૃષ્ણ.

મયુર ના મન માં ઘેરાયેલી અપાર ચિંતા એક જ ફોન આવતા જ જાણે બાષ્પીભવન થઈ ગઈ. મયુર મનોમન નક્કી કરે છે કે હવે એ લોકો આગળ જવાનો પ્લાન કેન્સલ કરી ને ઘરે આવતા રહે તો વધારે સારું.

નેપાળ ચેક પોસ્ટ પર બધા જ યાત્રિકો તેમના વાલી ને ફોન કરી ને બાજુ ના આશ્રમ માં વિરામ કરવા પહોંચે છે. વહેલી સવાર નો સમય હતો માટે બધા એ નાસ્તો કરી થોડો આરામ કર્યો. આરામ કર્યા બાદ યાત્રા ના આયોજક કનુભાઈ બધા જ યાત્રાકો ને એક હોલ માં નાની મીટીંગ નું આયોજન કરે છે. જેનો એજન્ડા એજ હતો કે હવે આગળ પ્રવાસ શરૂ રાખવો કે ઘર વાપસી કરવી.

કનુભાઈ :- જુઓ તમે બધા અહી ની પરિસ્થિતિ થી સારી રીતે વાકેફ છો. મારા ખ્યાલ પ્રમાણે હવે આગળ નો પ્રવાસ વધારવો એ એક જોખમ જેવું કામ છે. મારા મત પ્રમાણે હવે આપણે ઘરે જતા રહેવું જોઈએ. જેટલો પ્રવાસ ઓછો થશે એ હિસાબ પ્રમાણે હું તમારી ટિકિટ માથી વધતા પૈસા આપને હું રિટર્ન કરી આપીશ. હવે પછી નો નિર્ણય હું તમારા ઉપર છોડું છું. તમે જેમ કહેશો એ પ્રમાણે આગળ નું આયોજન કરીશ.

કનુભાઈ ની વાત થી યાત્રિકો વચ્ચે ચહલ પહલ શરૂ થઈ ગઈ. મોટા ભાગ ના યાત્રિકો નો આ પ્રથમ પ્રવાસ હતો. બધા જ મુંઝવણ અનુભવતા હતા કે આગળ શું કરવું. અમુક યાત્રિકો નું એવું કહેવું હતું કે જીવ ના જોખમે આ પ્રવાસ ના કરાય તો અમુક લોકો એમ કહેતા હતા કે અહી સુધી આવ્યા જ છીએ તો પશુપતિનાથ મંદિર ના દર્શન કરવા જ જોઈએ. યાત્રિકો બે વિભાગ માં વહેચાય ગયા. એક એવો વિભાગ જે આગળ જવા માંગે છે અને એક એવો વિભાગ જે અહી થી સીધા ઘરે જવા માંગે છે.

અર્જુનભાઈ મનોમન વિચારવા લાગ્યા કે જે લોકો હમણાં બસ માં બેસવા પણ તૈયાર નહોતા થતા એ લોકો ને હજુ આગળ સફર કરવી છે. પણ એક જોતા અર્જુનભાઈ નું મન પણ એવું જ કહેતું હતું કે પશુપતિનાથ મંદિર ના દર્શન કરવા જ જોઈએ. ધરતીકંપ આવ્યા ને એક કલાક થઈ ગઈ હોવા છતાં ફરી એક પણ આંચકો આવ્યો નથી. જો આવું જ રેય તો આગળ ની સફર કરવામાં વાંધો નઈ.

અર્જુનભાઈ એ કનુભાઈ ને પોતાનો પ્રસ્તાવ મૂકતા કહ્યું કે આ આશ્રમ માં બપોર સુધી રહીશું જો બપોર સુધી માં એક પણ ભૂકંપ નો આંચકો આવશે તો આગળ ની સફર આપણે કેન્સલ કરીશું અને જો આંચકો ના આવે તો આગળ ની સફર યથાવત રીતે શરૂ રાખીશું. અને એમાં પણ જે લોકો આવવા ના માંગતા હોય એને અહીં જ રોકાણ ની વ્યવસ્થા કરી આપીશું. કનુભાઈ ને પણ આ પ્રસ્તાવ ગમ્યો એને તરત જ આ પ્રસ્તાવ બધા યાત્રિકો ને જણાવી દે છે. યાત્રિકો એ પણ આ પ્રસ્તાવ મંજૂર કર્યો.

ક્રમશઃ
પ્રમોદ સોલંકી

શું બપોર સુધી માં ભૂકંપ આવશે?
જો ના આવે તો આગળ નો પ્રવાસ કરશે?

જાણવા માટે વાંચતા રહો "કુદરતના લેખા - જોખા"

વધુ આવતા અંકે........

આપનો કિમતી પ્રતિભાવ આપવાનું ચૂકશો નહિ
આભાર🙏🙏🙏