riya shyam - 28 books and stories free download online pdf in Gujarati

રીયા - શ્યામ ની કે વેદની 3 મિત્રોની દ્રિકોણીય - 28

ભાગ - 28
શ્યામના રૂમમાંથી શેઠ રમણીકલાલના નીકળી ગયા પછી,
શ્યામ પોતાના પલંગ પર સૂતા-સૂતા વિચારી રહ્યો છે કે...
હે પ્રભુ, તે ખરા સમયે મને સાચો રસ્તો સુઝાડ્યો, મારા થકી આજે બે જિંદગી બચાવી લેવાનું તે મને જે સૌભાગ્ય પ્રદાન કરાવ્યું,
એ બદલ, હું તારો આજીવન ઋણી રહીશ.
મનમાં ઈશ્વરને આટલી પ્રાથના કરી રહેલ શ્યામના ચહેરા પર, અને તેના વ્યક્તિત્વ પર અત્યારે કોઈ ચમત્કારીક ચેતના દેખાઈ રહી છે.
અત્યારે શ્યામ, શારીરિક અને માનસિક બંને રીતે બિલકુલ સ્વસ્થ હોય, તેવું એને એક નજરે જોતાંજ દેખાઈ આવે છે.
અત્યારે શ્યામના, આવાજ વિચારોની સકારાત્મકતા શ્યામની ઝડપી રિકવરીમાં મદદરૂપ પણ થઈ રહી છે.
શ્યામમાં અત્યારે આ બદલાવ કે પ્રભાવ દેખાઈ રહ્યો છે, તેના બે કારણો છે.
એક તો હમણાંજ શેઠ રમણીકભાઈ પોતે એના માથે વ્હાલથી હાથ ફેરવીને ગયા એનો પ્રભાવ દેખાઈ રહ્યો છે, અને બીજો પ્રભાવ
શ્યામમા અત્યારે જે ઉત્સાહ દેખાઈ રહ્યો છે તે એ છે કે... હમણાં થોડાક કલાકોમાં જ સવાર પડશે, ને વેદ અને રીયા એને હોસ્પિટલ મળવા આવશે.
બસ આવુજ, મનમાં વિચારતા-વિચારતા શ્યામ ક્યારે સુઈ ગયો, તેની તેને પોતાને જાણ જ ન થઈ.
સવારે શ્યામ જ્યારે આંખ ખોલે છે, તો તેની બિલકુલ સામે...
વેદ અને વેદની બાજુમાં રીયાને બેઠેલ જુએ છે.
વેદ અને રીયા, આમ તો ક્યારનાય હોસ્પિટલ આવી ગયા હતા, પરંતુ
તેઓ શ્યામની ઊંઘ બગાડવા નહીં માગતા હોવાથી, વેદ અને રીયા, હમણા સુઈ રહેલ શ્યામની બાજુમાંજ બેસી ગયા હતા.
વેદ અને રીયા, શ્યામની બાજુમાં બેસીને ક્યારનાએ પોતાના મિત્ર શ્યામને મન ભરીને નિહાળી રહ્યા હતા.
વેદ અને રીયા, ભલે ક્યારના અને એકધારા સૂતેલા શ્યામને જોઈ રહ્યા હતા, પરંતુ હાલ...
તેમને એ ખ્યાલ નથી આવી રહ્યો કે
હાલ શ્યામની આંખ પહેલા ખુલી કે વેદ અને રીયાને જોઈને શ્યામનું મુસ્કાન વાળું મોઢું ?
શ્યામ, રીયા અને વેદને જોઈને અત્યંત ખુશ થઈ જાય છે, બંનેનો હાથ પકડી શ્યામ
તેના બંને મિત્રોને ફરીથી લગ્નની શુભેચ્છા પાઠવે છે.
વેદ અને રીયાની આંખોના ખૂણા ભીના થઇ જાય છે.
ત્યાંજ
શ્યામ : અરે, આ શું કરી રહ્યા છો તમે લોકો ?
હું બિલકુલ સ્વસ્થ છું, અંદરથી પણ અને બહારથી પણ.
વેદ : અમે જાણીએ છે દોસ્ત, આ તો ખુશીના આંસુ છે.
હરખના આંસુ છે આ.
રીયા : આજે અમને પારસ જેવો મિત્ર મળ્યો છે, એની ખુશીના આંસુ છે.
પછી વેદ, રીયા અને શ્યામ
એકબીજાને હળવી હગ કરે છે.
આ ત્રણેએ અત્યારે એકબીજાને કરેલી હગ ભલે હળવી છે, પરંતુ...
એ હગનો સમય થોડો વધારે છે, ત્રણેયને એકબીજાથી છૂટા પડવા ઘણો એવો સમય લાગશે, એવું હમણાંજ રૂમના દરવાજા સુધી આવી ગયેલ ડોક્ટર નિહાળે છે.
મિત્રો, અહી આપણે એક વાત જાણી લઈએ કે,
ભલે ગઈ રાત, વેદ અને રીયાની સુહાગરાત હતી, પરંતુ
વેદ અને રીયા, બન્નેના જીવનની આ પહેલી હગ હતી.
તેઓએ કાલે રાત્રેજ નિર્ણય કર્યો હતો કે,
જયાં સુધી, શ્યામ હોસ્પિટલથી બિલકુલ સ્વસ્થ થઈ, સાજો થઈ ઘરે ન આવે, ત્યાં સુધી તેઓ તેમની સુહાગરાત નહીં મનાવે.
અહી ડોક્ટર સાહેબ રૂમમાં આવે છે.
ડોક્ટર : વેદ, રીયા, તમને બંનેને મારા તરફથી પણ તમારા લગ્ન નિમિત્તે ખૂબ-ખૂબ શુભેચ્છા.
બીજુ, મારે તમને એક સારા સમાચાર આપવાના છે કે,
તમારા મિત્ર શ્યામને, બે-ત્રણ દિવસમાંજ હોસ્પિટલમાંથી રજા મળી જશે, અને બીજું
હવે બીજી કોઈ ચિંતા કરવા જેવું ખાસ છે નહીં,
શ્યામ બિલકુલ સ્વસ્થ છે.
શ્યામ : હા ડોક્ટર સાહેબ, મને જલ્દી અહીંથી રજા આપો, હજી મારે આ લોકોને મેરેજની ગિફ્ટ આપવાની પણ બાકી છે.
વેદ : શ્યામ, યાર ગિફ્ટતો તે ક્યારનીએ આપી દીધી છે, એક એવી અનમોલ ગિફ્ટ તે આપી છે કે,
જેનુ પુરી દુનિયામાં, કોઈ મૂલ્ય ન કરી શકે,
રીયા : અને હા ડોક્ટર સાહેબ, અમને બીજી ગિફ્ટ આપી છે તમે.
તમે અમને અમારો દોસ્ત શ્યામ, અને એ પણ બિલકુલ સ્વસ્થ અને હેમખેમ.
આ ગિફ્ટ પણ અમારાં માટે એટલીજ કિંમતી છે.
તમારો ખુબ ખુબ આભાર ડોક્ટર સાહેબ.
હવે આગળ
બે દિવસ પછી શ્યામને હોસ્પિટલમાંથી રજા મળી જાય છે.
શ્યામ પોતાના ઘરે, તેના પપ્પા પંકજભાઈને હોસ્પિટલમાં શેઠ રમણીકલાલે કરેલ બધી વાત જણાવે છે, અને શ્યામ, તેના પપ્પા પંકજભાઈ અને સાથે રઘુ પણ...
ત્રણે શેઠ રમણીકલાલને મળવા તેમની હોટેલ જાય છે.
તેઓને હોટલ આવેલા જોઈ, શેઠ રમણીકલાલ ખુશ થઈ તેઓનું હદયથી સ્વાગત કરે છે.
રમણીકલાલ : જો શ્યામ, હવે હું જે કહું તે તુ ધ્યાનથી સાંભળજે, પંકજભાઈ તમે પણ.
શ્યામ, મારી ઉંમર થઈ ગઈ છે.
એટલે, મારી એવી ઈચ્છા છે કે, હવેથી આ હોટેલ તુ અને મારો દિકરો, જેને તે નવું જીવન આપ્યું છે, તમે બન્ને આ હોટેલની જવાબદારી સંભાળી લો.
હું આવતો-જતો રહીશ.
અને પંકજભાઈ, હવેથી તમારે સ્કૂલબસ કે રીક્ષા નથી ચલાવવાની આજથી...
હવે તમારે મારી ગાડી ચલાવવાની છે, અને એ પણ ડ્રાઈવર તરીકે નહીં, એક મિત્ર તરીકે, મારા નાના ભાઈ તરીકે.
આ સાંભળી, શ્યામ અને તેના પપ્પા ખુશ અને ભાવુક થઈ જાય છે.
સાથે-સાથે શેઠ રમણીકલાલ,
પંકજભાઈને એક નાનુ, પણ સુંદર ઘર પણ બનાવી આપે છે, તેમજ ખબરી રઘુને હોટલમાંજ કામ પર રાખી લે છે.

શ્યામ જ્યારે હોસ્પિટલમાં હતો, ત્યારે
ફોન પર વેદ અને રીયા સાથે તેણે એક વાત કરી હતી.
એ વખતે શ્યામે,
રીયાને લઈને વેદને ફોનમાં કહ્યુ હતુ કે,
વેદ, તારી આર્થીક સ્થિતી જો હજી ન સુધરી હોત તો.....
વધું ભાગ 29 માં