My agassi in my sky books and stories free download online pdf in Gujarati

મારા આકાશમાં મારી અગાસી

..."મારી અગાશીનું આકાશ..."
**************

.......ધરતીકંપ પહેલા મારુ ઘર નળીયા વાળું હતું. વિલાયતી નળીયા.. એ અગાઉ દેશી નળીયા ને વહાણની જેમ વળી ગયેલો મકાનનો એ માચડો..એમ રહ્યા ને ..મોજ થી રહ્યા..અને આ દેશી નડિયાની મોજ ..માંથી વિલાયતી નાળિયામાં પ્રવેશવાનું કારણ મોટાભાઈના લગ્ન...એટલે એ રૂડા અવસરે ઘરને પણ નવોઢા જેવું શણઘારાયું..!
દેશીહોય કે વિલાયતી આ બંદા તો તેને આગાશી સમજી ને જ ચડી જાય. વળી આગણામાં બદામનું ઝાડ....એનો પડછાયો નળીયા પર પડે ત્યારે આ લંબાયેલા પડછાયાને કારણે મારી નાળિયાની અગાશી લાંબી થઈ જતી.
પણ પછી એક મને સાવ જ નાનકડી સાચુકલી અગાશી પણ મળી. બન્યું એવું કે મારા બાથરૂમને રીપેર કરવાની ઘડી આવી પડી..અત્યારસુધી એના ઉપર છીપરા હતા..પણ હવે થોડી હિંમત કરીને ઘરના બધાએ જાત મહેનતથી બાથરૂમની રીતસર છત ભરી...ને બંદા ને ઘટાદાર બદામનાV છાંયડે ટચૂકડી અગાશી મળી ગઈ...એ પણ પાકી..!
એના પર ખુરશી નાખીને સામે નળીયા ની અગાશી જોવાની મજા પડે..ગામની મુખ્ય બજાર જોવા મળે...ને હું ક્યારરેક સ્થિર ખુરશી પર બેઠો હોઉં ને ઓચિંતી કોયલ બદામની મારી સાવ જ નજીકની ડાળ માં આવી ને બેસે ત્યારે તેને એકદમ નજીકથી જોવાનો લ્હાવો મારી આ બાથરૂમની આગાશી પરથી મળ્યો..
તો પૂનમની એકેય એવી રાત ના હોય કે આપણે આપણી આગાશી માં ખુરશી નાખી ને ચાંદની માણી ના હોય. બદામ ના પાંદડા માંથી આવતો ચાંદનીનો એ ચંદરડા પડતો પ્રકાશ મારી નાની અગાશી માં જાણે મારી સાથે મોજ લેતો.મા કેતી કે રાતના ઝાડ નીચે ના બેસાય..ઉતરીઆવ નીચો....એનું કારણ મને આજ સુધી મા એ નથી કીધું..
કેટલાય પુસ્તકો આ અગાશી માં વાંચ્યા.
..તૂટી ફૂટી વાંસળી પણ આજ અગાશીમાં વગાડતો..તો રેડીઓ તો ભેગો ને ભેગો.....
..જાણે મારી અગાશી ને મારુ આકાશ એક મેક ના પૂરક હોય....તેમ સામે સીધી લીટીમાં બ્લ્યુ રંગનું આકાશ મને મોજ કરાવે..
..તો ક્યારેક બપોરના...( કયારેક નહીં પણ એ વખતે લગભગ રોજ- નું) વીજળી વેરણ થાય તો આપણે તો આપણી અગાશીમાં ચડી જઈએ ને સામે નળીયાના મોભે હોલો ભર બપોરે કૈક ને કૈક ગીત ગાતો
કેટલાય પુસ્તકો આ અગાશી માં
તો બાથરૂમની આ અગાશી પરથી નિચે શેરીમાં જોતા .....ચક્કર આવે..!
ને...આંગણા માં અણઘડ કરેલ ક્યારામાં વાવેલા ગલગોટા ..બારમાસી ને સેવન્તિના ફુલને મારી બાથરૂમની અગાશી પરથી જોવાની મજા જ કંઈક અદભુત.....!
.. એક વખત મારી આ ચાગલી અગાશીને હનુમાનજી વાંદરા સ્વરૂપે આવીને પવિત્ર પણ કરી ગયા હતા...એ વખતે મારા ગામમાં દર વર્ષે ચોક્કસ સમયે એક કદમાં બહુ મોટો.. ને જાણે મોટી ઉંમર નો એક વાનર દેવ આવે..આખા ગામના ઘરોમાં નાળિયા પર લાંબી પૂંછડી લાફાવતો ઠેકડા ઠેકડી કરે..ને ગામ આખું જોવા નીકળે...ને આમ ઠેકડા મારતો મારા ઘરના નળીયાની અગાશીમાંથી સીધી મારી બાથરૂમની અગાશીમાં છલાંગ મારી ને કાયમી પડેલી ખુરશી ને આડી પાડી દીધી..ને બદામ ના ઝાડ પર ચડી ગયો...ને ત્યાંથી પેશાબ કર્યો ને મારી અગાશી ને પવિત્ર કરી !બોલો....! ગામ આખું આ ખાસ કુતુહલ એ જોવા નીકળે કે એ વાંદરો ગામના મહાદેવ મંદિરમાં જાય ને ઠેકડો થઈ ઘટ ઘન્ટ વગાડે..!
અને એ ઘન્ટ વગાડી ને પછી ગામ માંથી બહાર નીકળી ચાલતી પકડે..!
ગામના વડીલો એમ કહેતા કે આ વાંદરો પવિત્ર આત્મા છે અને એ અંબાજીથી નીકળી નારાયણસરોવર યાત્રાએ નીકળ્યો છે... ! જે હોય તે ....એ રહસ્ય! હજી પણ સમજાયું નહીં...
આપણે તો આપણી બાથરૂમની અગાશી.... હા મારી અગાશીના આકાશની વાત કરવી છે.....!
..... આ સંસ્મરણો હું એ બાથરૂમની અગાશી પરથી નથી વાગોળતો.....હવે તો એનું અસ્તિત્વ જ નથી રહયુ...! હું આ મીઠી યાદો વાગોળી રહ્યો છું..મારૂ ધરતીકંપમાં પડી ગયેલ માટી ના ઘરમાંથી બેઠું થયેલ પાકું અને પ્રમાણમાં મોટા મકાનની અગાશી પર થી....
આજે આ આગાશી પર લગભગ 40 ફુલછોડના કુંડા છે..એમ બદામનું ઝાડ નથી..હવે એ કપિરાજ નથી આવતા....પણ કુદરત પાસે મેં એક અગાશી અને મારું એક નોખું આકાશ માગ્યું હતું....માંગતા વેંત જ આપી દીધું... પણ કંઈક ગમતું છીનવી ને.....!!!
.. આજે આ અગાશીમાં દિવસે મારો પોતાનો સૂરજ ઉગે છે. અને રાત્રે મારા પોતાના..... હા મારા એકલા ના ચાંદ...તારા ઉગે છે....
તો આકાશગંગા ની દુધાળ નદીમાં મારી અગાશીમાંથી જ છલાંગ લાગવું છું...તો ખરતા તારા ને અહીં થી જ પકડવાની દોટ મુકું છું.....તો શરદપૂર્ણિમા ના મારી મા સાથે દૂધ પૌંઆ ની મોજ લવું છું.......સાથે સાથે બુદ્ધ પૂર્ણિમાની પ્રેમ ...કરુણા ના કિરણો વહાવતી ચાંદનીમાં આગાશી માં ચટ્ટો પાટ સુઈ ,કાનમાં ઈયર ફોન ભરાવી ઓશોના પ્રવચન સાંભળતો સાંભળતો.. ચાંદનીને બાથ ભીડી ને કોઈ બીજી દુનિયામાં સરી પડું છું....હું ગેમે તે કરું....આ મારી અગાશીનું આકાશછે...હા મારુ આકાશ છે.
----સી.ડી.કરમશીયાણી
**********
9426143122