Sakaratmak vichardhara - 15 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 15

સકારાત્મક વિચારધારા 15

ગયા મહિને પપ્પા નું પ્રમોશન અને ટ્રાન્સફર સાથે સાથે થયું.બસ,હાથ માં આવેલી ભવિષ્યના વિકાસ માટે ની તક પપ્પાએ ઝડપી લીધી.અમે ગુજરાત થી મુંબઈ રહેવા
આવી ગયા.રહેવા માટે મકાન કંપની તરફ થી જ મળેલ હતું.આખા ઘર ની સેટિંગ થઈ ગયા બાદ રવિવાર આવ્યું ત્યારે પપ્પા એ કહ્યું આજે ઘણા દિવસો પછીનો થાક ઊતર્યો છે ચાલો, બાપ્પા ના દર્શનો માટે જઈએ.આથી,અમે સિદ્ધિવિનાયક દર્શન માટે ગયા.અમે દર્શન કર્યા, દર્શન કર્યાં બાદ અમે જેવા મંદિર ની બહાર નીકળ્યા કે તરત જ ભિખારીઓ એ પપ્પાને ઘેરી લીધો.પપ્પા એ એક ભિખારી ને વીસ ની નોટ આપી.ત્યાર બાદ જેવા થોડા આગળ વધ્યા કે તરત જ એક બીજો ભિખારી ફરી પપ્પા પાસે આવ્યો અને પપ્પા પાસે દસ ની નોટ હતી તેમણે તેને આપી પણ તે આભાર માનવા બદલ ગુસ્સે થવા લાગ્યો અને કહેવા લાગ્યો તમે પેલા ભિખારીને તો વીસ રૂપિયા આપ્યા અને મને તો દસ રૂપિયા આપ્યા તે મારો નાનો ભાઈ છે.

મને કેમ ખાલી દસ રૂપિયા.પપ્પા તો કંઇ જવાબ આપ્યા વિના ત્યાંથી આગળ વધ્યા.ત્યાર બાદ અમે હોટેલ માં જમવા ગયા જેવા જમીને નીકળ્યા ત્યારે તે ભિખારી પપ્પા ની સામે ખૂબ ગુસ્સા જોઈ રહ્યો હતો.

તમને શું લાગે છે? આ માત્ર ગુસ્સો હતો ના આ તેની અંદર છુપાયેલી લાલસા હતી?
ના,તેની અંદર જન્મેલી ઈર્ષા હતી કે મારા ભાઈ કરતાં મને કેમ ઓછું ?ત્યાર બાદ એ જન્મેલી ઈર્ષા માં આખો દિવસ તેનું ચિત ક્યાંક ના ચોંટ્યું અને ગુસ્સા માં પોતાનો આખો દિવસ ખરાબ
કર્યો ઘણી વખત તો તેની પાસે દાન આપવા આવેલા લોકો તરફ પણ તેનું ધ્યાન ન રહ્યું.આ રીતે મળનારો લાભ પણ ગુમાવી દીધો પણ જો એ ભિખારીને પોતાના ભાઈ ને શું મળ્યું તેની ચિંતા કર્યા વગર પોતાના વિશે વિચાર્યું હોત તો અને એમ કહ્યું હોત કે હજુ તો આખો દિવસ બાકી છે આ તો સવાર ની બોણી છે તો અન્ય ભક્તો તરફ થી મળનારા લાભ તરફ તેની નઝર ગઈ હોત તો આખા દિવસ ના અંતે તેને ખૂબ લાભ થઈ ગયો હોત પણ તેને શું મળી શકે છે એ વિચારવા બદલ તેના ભાઈ ને કેમ વધુ મળ્યું એ વિચાર માં સમય વેડફી નાખ્યો.આથી, જ તો કહેવાય છે કે, બીજા ના બગલાં ને જોઇને પોતાના ઝૂંપડા ને આગ ના લગાડાય. ઈર્ષા એક એવી અગ્નિ છે જેના ધુમાડા માં આસપાસ નું કશું દેખાતું નથી સારા નરસા નો ભેદ પણ માનવી ભૂલી જાય છે.

પણ, શું એ માત્ર ભિખારી માં હતી.ના, મિત્રો વતા ઓછા અંશે ક્યાંક ના ક્યાંક આપણાં માં પણ પ્રવર્તમાન છે.

"अग्निशेषम् ऋणशेषम् शत्रुशेषम् तथैव च |
पुन: पुन: प्रवर्धेत तस्मात् शेषम् न कार "
.
અર્થાત્
"અગ્નિ, શત્રુ, અને ઋણ થોડા પણ બાકી રહે તો વધતા જાય છે."
ઈર્ષા તો આથી પણ વધુ ખરાબ છે જે માનવી પર હાવી થઈ જાય તો તે માત્ર એક, બે નો નહી આખાય કુલ નો નાશ કરી નાખે છે.જેનો સૌથી મોટો ઉદાહરણ રામાયણ માં છે.માતા કૈકઈ ની ઈચ્છા હતી કે રાજ ગાદી શ્રી રામ ને ના મળે આથી,જ તેમણે રાજા દશરથ પાસે થી સમય આવે ત્યારે વરદાન ની માંગણી કરવાનું વચન માંગી લીધું.સમય આવતા જ શ્રી રામજ માટે વનવાસ અને ભરત એટલે કે પોતાના પુત્ર માટે રાજગાદી માંગી લીધી હતી અને રાજા દશરથ વચનબદ્ધ હતા ને સાથે સાથે તેમનો સિદ્ધાંત હતો કે,"પ્રાણ જાયે પણ વચન ના જાય" આથી, રામ સાથે થતાં આ અન્યાય સહન ન થતાં તેમના વચને જ તેમના પ્રાણ હરી લીધા અને કુલ નો નાશ થયો.
મહેક પરવાની