Mission 5 - 31 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 31

ભાગ 31 શરૂ

..................................... 

"અરે આ તો જો કેટલું મોટું નગર છે એ નગર પણ ડૂબી ગયું હશે?" જેકે નેવીલ ને પૂછ્યું. 

"ના પણ આ નગર ઘણા વર્ષો પહેલા અહીંયા હશે અને વર્ષો પછી સમુદ્ર ની સપાટી ઊંચી આવવાના કારણે આ નગર અહીંયા નીચે સુધી આવી ગયું હશે" નેવીલે જેક ને જવાબ આપ્યો. 

"નેવીલ હોઈ શકે કે પેલો પદાર્થ પણ આ નગર માં જ હોઈ શકે?" જેકે નેવીલ ને કહ્યું. 

"હા તે કોઈ કહી ના શકાય પણ ચાલ ને ત્યાં જ જઈને જોઈ લઈએ" નેવીલે જેક ને કહ્યું. 

બન્ને લોકો ત્યાં નગર પાસે જાય છે પણ જેવા તે લોકો એ નગર પાસે જાય છે ત્યાં એક મોટું ઓક્ટોપ્સ આવી જાય છે. અને તેમની ઉપર હુમલો કરી દે છે. 

"નેવીલ તું અંદર જતો રહે જ જલ્દી હું આ ઓક્ટોપ્સ ને સંભાળી લઈશ" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે ના હું તને અહીંયા એકલો મૂકીને આગળ ના જઇ શકું દોસ્ત" નેવીલી જેક ને જવાબ આપ્યો. 

"અરે યાર તું જા અને એ પદાર્થ ગોતી લે કારણ કે મારી જિંદગી કરતા એ પદાર્થ એકદમ કિંમતી છે" જેકે નેવીલ ને કહ્યું. 

"પણ તને ઓક્ટોપસે પડકી લીધો છે એ તને મારી નાખશે" નેવીલે જેક ને કહ્યું. 

"અરે કાંઈ વાંધો નહીં હું મારું બલિદાન આપવા તૈયાર છું પણ તું આપણો આ પદાર્થ ગોતીને ઉપર લઈ જજે એ ના ભૂલતો" જેકે નેવીલને કહ્યું. 

"અરે હું તને એમ નહિ છોડીને જાવ ઉભો રહે એક મિનિટ" નેવીલ આટલું બોલ્યો અને ત્યાં તેને અચાનક એક મોટું અણીદાર હથિયાર દેખાય છે અને નેવીલ આ હથિયાર લઈને સીધો ઓક્ટોપ્સ ઉપર હુમલો કરે છે અને ઓક્ટોપ્સ ઉપર અણીદાર હથિયારથી હૂમલો થવાથી તે તરત જ જેક ને તેની પકડમાંથી છોડી દે છે અને તરત જ ત્યાંથી જતું રહે છે. 

"મેં કીધું હતું ને જેક કે તને હું છોડાવી લઈશ" નેવીલે જેક ને કહ્યું. 

"થેન્ક યુ નેવીલ મારી હેલ્પ કરવા માટે" જેકે નેવીલનો આભાર માનતા કહ્યું. 

"અરે હવે થેન્ક યુ મને પછી કહેજે પહેલા ચાલ અહીંયા આ પદાર્થ ગોતવા અંદર" નેવીલ આટલું બોલ્યો અને ત્યારબાદ બન્ને જણા એ નગર ની અંદર પ્રવેશ કરે છે આ નગર એકદમ જર્જરિત થઈ ગયેલું હોય છે અને આ નગર માં થોડુંક જ આગળ જતાં તે લોકોને છીપલા દેખાઇ જાય છે. 

"જેક જો છીપલું મળી ગયું" નેવીલે જેક ને કહ્યું. 

"પણ અહીંયા તો આજુબાજુ માં કેટલા બધા છીપલા છે આમાંથી સાચું છીપલું કયું છે એ કેવી રીતે ખબર પડશે અને ચાલ આપણે એ ખબર પાડી પણ લીધી કે આ છીપલુ સાચું છે તો આ બધું આ સામે પથ્થર ઉપર શું લખ્યું છે? સ્વાતિ નક્ષત્ર ઓન્લી વન મિનિટ" જેક બોલ્યો. "

"અરે તેની પાછળ પણ એક કથા છે મેં એકવાર આ હકીકત મારા મિત્ર પાસેથી સાંભળી હતી કે ઘણા વર્ષો પહેલા અહીંયા જ એક નગર હતું અને આ નગર ની અંદર ખૂબ જ ગરીબ પ્રજા રહેતી હતી અને તે લોકો આટલા ગરીબ હોવાને કારણે બધા લોકો આ પ્રજા ને હેરાન કરતા એટલે ત્યારથી એ પ્રજા ત્યાં ના બીજા નગરોને હેરાન કરવા લાગી પ્રજામાંથી ઘણા લોકો ચોર લૂંટેરા બની ગયા કારણ કે તે લોકો દુનિયાના જુલમથી કંટાળી ગયા હતા અને ત્યાં સુધી આ વાત આગળ વધી ગઈ કે ત્યાંના જે રાજા હતા આ રાજા પણ આ લોકો સાથે સામેલ થઈ ગયા અને દગાથી તેમને માત્ર ત્રણ વર્ષ ની અંદર ઘણા બધા હીરા અને સોનુ ભેગા કરી લીધા અને હવે જે પ્રજા પહેલા સાવ ગરીબ હતી એ પ્રજા હવે એકદમ પૈસાદાર બની ચુકી હતી અને આ નગર ની પ્રજા પાસે એટલા બધા પૈસા આવી ગયા હતા કે કદાચ આ પ્રજા કામ પણ ના કરે અને બેઠા રહે તો પણ આગળ ના હજારો વર્ષો સુધી તેમનો પૈસો ના ખૂટે અને છેવટે આ પ્રજાની પાસે હદ થી વધારે પૈસો આવી જવાથી પોતાના કામ ધંધા બંધ કરી લીધા ખેડૂતે ખેતી કરવાની બંધ કરી દીધી અને બીજા બધા વેપારીઓએ જીવન જરૂરી વસ્તુઓ વહેંચવાની બંધ કરી દીધી અને જેના કારણે નગર ની અંદર ભૂખમરો આવી ગયો અને લોકો મરવા લાગ્યા લોકો પાસે પૈસા અને હીરા તો ઘણા બધા હતા બસ ખાવા માટે અનાજ જ નહકતું ત્યારે જોતજોતામાં એ નગર તબાહ થઈ ગયું અને ત્યારે એક ઋષિએ એક પ્રવાહી બનાવ્યું જેને પી ને ભૂખ્યા રહીએ તો ચાલે અને આ પ્રવાહીની ખબર પ્રજા અને રાજા ને પડતા તેઓએ એ ઋષિને મારી નાંખયા અને એ પ્રવાહી તેમની પાસેથી હડપી લીધું પણ ત્યારે ઋષિએ એ પ્રવાહી ત્યાં પડેલા એક છીપલાની અંદર નાખી દીધું અને તેમણે શ્રાપ રાજા અને પ્રજાને શ્રાપ આપ્યો કે હવે આ છીપલુ માત્ર એક લાખ વર્ષો પછી જ સ્વાતિ નક્ષત્ર ની અંદર જ માત્ર એક મિનિટ માટે ખુલશે અને તમે બધા તબાહ થઈ જશો અને તે ઋષિ મરી ગયા અને છેવટે ત્યાંની પ્રજા અને રાજા પૈસાના લાલચ ના કારણે તેમનું પણ મૃત્યુ થયું હવે આ છીપલામાં રહેલું એ જ પ્રવાહી અત્યારે થોરિયમ હિલિયમ નું મિશ્રણ બની ગયેલ છે. " નેવીલે જેકને પૂરી વાત જણાવી. 

"ઓકે નેવીલ આ કથા તો એકદમ રસપ્રદ છે" જેકે નેવીલને કહ્યું. 

"અરે હા જેક કથા તો રસપ્રદ છે પણ હવે આ છીપલામાંથી સાચું છીપલુ કયું છે એ ગોત" નેવીલે જેક ને કહ્યું. 

"મને લાગે છે કે આમ ભલે બધા છીપલા સરખા દેખાય પણ જો આ એક જ છીપ્લુ એવું છે જેની આજુબાજુ માછલીઓ તરે છે તો મારા મત મુજબ તો આ જ સાચું છીપલુ હશે પણ બીજી વાત હું એમ કહું છું કે આપણે બધા છીપલા ખોલીને જોઈ લઈએ તો કેમ રહે?" જેકે નેવીલ ને કહ્યું. 

.................................... 

મિશન 5 - ભાગ 31 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

................................