Mission 5 - 36 books and stories free download online pdf in Gujarati

મિશન 5 - 36

ભાગ 36 શરૂ

..................................... 

"ભાઈ તારે જે કરવું હોય તે કર હવે હદ થાય છે તારી આ મારા બાપનું ઘર નથી કે તને જે જોઈએ એ બનાવીને અને માંગીને તને મળી જાય બરાબર અને સાંભળી લે તને જો તારી જિંદગી વ્હાલી હોય ને તો તું આ બધું કર બાકી લે રહ્યું આ રહ્યું અણીદાર ભાલુ પકડ આને અને નાખી દે તારી છાતીમાં" જેક એકદમ ગુસ્સે થઈને બોલ્યો. 

"પણ હું એમ કહું છું કે જે આપણું યુરિન હોય છે આ યુરિન આપણાં શરીર કચરો હોય છે અને આ કચરો જ પાછો આપણે પી લઈએ તો આપણને નુકસાન થાય કે ના થાય તું જ મને કહે" નેવીલે જેક ને પૂછ્યું. 

"હા હું માનું છું નુકસાન થાય છે કારણ કે એ યુરિન આપણાં શરીર નો કચરો છે અને તેને આપણે પાછું પી લઈશું તો એ આપણી કિડની ઉઓર ખૂબ જ વધારે બહાર નાખશે પણ એક સમયે જોવા જઈએ તો એ આ મહાસાગર ના ખારા પાણી કરતા તો બેટર ચોઇસ જ છે ને" જેકે નેવીલ ને કહ્યું. 

"હા એ વાત પણ છે" આટલું કહીને નેવીલ પોતાનું જ યુરિન પી લે છે. 

[3/16, 3:11 PM] -જય ધારૈયા: "જેક હું તને દિલ થી કહું છું કે મને હવે લાગે છે કે આપણે લોકો ઘર સુધી નહીં પહોંચી શકીએ અને આપણી આ પાંચ મીટર ની લાંબી હોડી માં જ આપણું મોત થશે" નેવીલે જેક ને કહ્યું. 

"અરે તને કેટલી વાર કહું નેવીલ તું હિંમત રાખ બધું સારું થઈ જશે" જેકે નેવીલ ને જવાબ આપ્યો. 

હવે આ સમુદ્ર ની વરચે જ જેક અને નેવીલ ને ઘણો સમય વીતી જાય છે પણ જેક હાર નથી માનતો પણ હવે નેવીલે તો જીવવાની જ આશા મૂકી દીધી હોય છે અને હવે તો નેવીલ ની માનસિક સ્થિતિ પણ બગડવા લાગી હકી છે નેવીલ પોતાના જ હાથ માં લોહી કાઢી નાખે છે અને પીવા લાગે છે અને ઘણી વાર તો ખાવાનું ના મળતા પોતાના હાથ ઉપર જ બટકા ભરવા લાગે છે. આ બધું જોઈને હવે તો જેક પણ ખૂબ જ ડરી ગયો હોય છે. 

"નેવીલ આવું ના કરાય તું એક કામ કર લે આ માછલીનું લોહી મેં ભેગું કર્યું છે એ પી લેને" જેકે નેવીલ ને કહ્યું. 

"અરે માછલીનું લોહી કોણ પીવે હું તો મારુ જ લોહી પીશ મને એમાં વધારે મજા આવે છે" આટલું કહીને નેવીલ પોતાને જ ઇજા પહોંચાડે છે. અને નેવીલ ની હાલત જોઈને જેક ખૂબ જ દુઃખી થાય છે પણ તે ચાહીને પણ કાંઈ કરી શકતો નથી અને આવી રીતે મહાસાગરમાં ઘણાં મહિનાઓ તે કાઢી નાખે છે. 

એક સમય એવો આવે છે કે જ્યારે ભૂખ અને તરસથી નેવીલ ત્યાં હોડી ઉપર જ પોતાનો દમ તોડી દે છે અને ત્યાં જ તેનું મૃત્યુ થઈ જાય છે. 

"નેવીલ ઉઠ... નેવીલ તને શું થયું જો નેવીલ બસ હવે આપણે થોડાક સમયમાં જ પહોંચી જઈશું. નેવીલ... નેવીલ.. 

જવાબ આપ મને તું મને આ મોટા મહાસાગરમાં એકલો મૂકીને ના જઇ શકે નેવીલ તું તો એ વ્યક્તિ હતો કે જેની પાસેથી મને થોડીક હિંમત મળતી હતી એ મહાસાગર ને પર કરવાની!પ્લીઝ મારી માટે ઉઠી જા ને..... વી...... લ " આટલું કહીને જેક ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે. 

હવે આગળ જતાં જેક ની ઘણી બધી મુશ્કેલીઓ વધવાની હોય છે હવે જેક પેલા ઓક આઇલેન્ડ થી ઘણો દૂર આવી ગયેલો હોય છે અને નેવીલ ના ગયા પછી તે પણ માનસિક રીતે એકદમ તૂટી ગયો હોય છે અને એક એવી ખરાબ સ્થિતિ આવી જાય છે કે તેને પણ કાંઈ ખાવા માટે મળતું નથી અને તે પણ એકદમ પાગલ જેવો જ થઈ જાય છે. 

"મને ખાવા નથી મળતું પણ મારી નિકિતા તો મારી રાહ જોતી હશે ને અને મારે નિકિતા માટે તો ઘરે જવું જ પડશે" જેક મનોમન પોતાને હિંમત આપતા બોલ્યો. 

અને જેક ખાધા વગર એકાદ મહિના સુધી રહે છે પણ છેવટે પોતાનો જીવ નહિ બચે અને કોઈ બીજી વસ્તુ તેને ખાવા ના મળતા તેની પાસે એક વિકલ્પ હોય છે અને તે વિકલ્પ હોય છે ખુદ નેવીલ!હા નેવીલ હવે મરી ગયો હોય છે અને તેના શરીર ને વિઘટકો પોતાનો ખોરાક બનાવી લે તેની પહેલા જેક નેવીલ ના શરીર ના શરીર ને ખાવા ઇરછતો હોય છે. 

"હવે એમ પણ મારી પાસે કોઈ વિકલ્પ નથી અને આ વિઘટકો નેવીલ ના શરીર ને ખાઈ તેની પહેલા મારે નેવીલ ને ખાઈ લેવો પડશે ક્યાં છે મારું હથિયાર જે મને આદિવાસીએ આપેલું આ અહીંયા રહ્યું લાવ આજે તેનો હાથ ખાઈ જાવ પણ શું હું આવું કરું તો ખોટું નથી ને આ વસ્તુ અરે ના ખોટું શું કામ હોય હું તો મારો જીવ બચાવવા આવું કરું છું અને એમ પણ નેવીલ તો મરી જ ગયો છે ને તેને કોઈ વિઘટક ખાઈ જાય તેની પહેલા લાવ ને હું જ તેને ખાઈ જાવ પહેલા તેનો હાથ લઈ લેવા દે" આટલું કહીને જેક નેવીલ ના શરીર ના અંગો ડ્રેઓજ ખાવા લાગે છે અને અંદાજે બે મહિના સુધીમાં તો નેવીલ ના શરીર ને ખાઈ જાય છે. હવે નેવીલ એક સામાન્ય માણસ નથી રહ્યો હોતો પણ હવે તેની આદતો અને તેનો સ્વભાવ પણ આદમખોર આદિમાનવો જેવો થઈ ગયો હોય છે. "હવે તો હું શું ખાઈશ મારો જ હાથ ખાઈ લવ તો કેમ રહેશે ના હું મારો જ હાથ ના ખાઈ શકું અને હું તો જીવતો છું એટલે કાંઈ નહિ હું મરી જાવ પછી મારો હાથ ખાઈ લઈશ" જેકે પોતાને જ મનોમન કહ્યું અને હવે આ વાક્યોથી સમજી શકાતું હોય છે કે તેની માનસિક હાલત પણ ક્યાં સુધી ખરાબ થઈ ગઈ હોય છે. 

.................................... 

મિશન 5 - ભાગ 36 પૂર્ણ

.................................... 

આ બધા સવાલોના જવાબ જાણવા માટે વાંચતા રહો મિશન 5. 

જો તમને આ ભાગ પસંદ આવ્યો હોય તો તમારો કિંમતી અભિપ્રાય આપવાનું ના ભૂલતા. 

.................................