Amar Prem - 27 books and stories free download online pdf in Gujarati

અમરપે્મ - ૨૭

મિત્રો મારા મોબાઇલ ફોનથી ગુજરાતીમાં અમુક શબ્દો લખવામા તકલીફ પડે છે તેથી વાર્તા ના અનુસંધાનમાં પ્રાસ બેસાડી સમજી લેશો તેવી આપને નર્મ વિનંતી કરુ છું. તકલીફ બદલ ક્ષમા ચાહું છું.ભુલચુક સુધારીને વાંચશો.



મિત્રો આપણે આગળના પ્રકરણમાં જોયું કે પૂજન તેના કાકાના ઘરે જઇ લંડનના જોવા લાયક સ્થળેા અને હોટલો વિગેરેમા ફરી આનંદ કરી ટોરોનટોમા કોલેજ કરવા જાય છે ત્યાં તેને જેની(જેનીફર લોપેઝ) સાથે પરિચય થાય છે.જેની તેને તેની સાથે શેરિંગમા રહેવાની ઓફર કરે છે.પૂજન ફયુચર પલાનીંગ વિચારે છે.થોડા સમય પછી જોડાવા હા પાડે છે.સ્વરા અને અજય પણ તેમના ફલેટની યોજનામાં હપતે હપતે પૈસા ભરી ભવિષ્યનાં સ્વપ્નો જોવે છે.મણિયાર સાહેબ સ્વરાને તેના લગ્ન માટે ચિંતા જણાવે છે........હવે આગળ વાંચો....



અજય અને સ્વરા તેમની રોજિંદી જિંદગીમાં જોબ કરી તેમની આવકમાંથી બચત કરી દર મહિને નવી ફલેટની યોજનામાં હપતે હપતે રુપિયા ભરતા હતા.તેઓ બન્ને ખુશ હતા કારણ કે તેમના લગ્ન પછી મકાનની ચિંતા હવે કરવાની નહતી.આમ તેમની રુટીન લાઇફ પસાર કરતા દોઢ વર્ષ પસાર થઇ જાય છે.તેમના ફલેટની ડાઉન પેમેનટસ મની ભરાઇ જવાથી તેમને તેમના ફલેટનો પઝેશન મલી જાય છે.અજય અને સ્વરા તેમની કંબાઈન આવકમાં હાઊસિંગ બેંકમાથી લોન માટે અરજી કરી બાકીની રકમ બિલડરને ચુકવી આપે છે.હવે તેઓ દર મહિને તેમના પગારમાંથી હપતો ચુકવી લગ્ન કરી રહેવા જવાનો પ્લાન બનાવે છે.તેઓ તેમના પેરેનટસની લગ્ન બાબત મંજુરી મેળવે છે.અજયના પિતાને તેમની યાતિ નહી હોવાથી થોડા ખચકાય છે પરંતુ અજયની મક્કમતા પાસે ઝુકવુ પડે છે અને મંજુરી આપે છે.



પૂજનનો તેમની સાથે કોનટેકટ ચાલુ હોય છે અને અવાર નવાર ફોન તથા લેપટોપથી વિડીયો ચેટીંગથી મલતો રહેતો હતો.પૂજન-અજયને કેનેડા આવવા માટે આગ્રહ કરે છે.અજય તેને જણાવે છે કે મારે હવે સ્ટુડનટ વિઝા પર ભણવા આવવાની ઈચછા નથી પરંતુ જે બીજી કોઇ વ્યવસ્થા થાય તો સ્વરા હા પાડે તો જ વિચાર કરીશ.આ બાબત તે સ્વરાને માહિતી પણ આપતો હતો.સ્વરાની ઈચછા લગ્ન કરીને જવું હોય તો જવા દેવાની હતી.




અજયની ઓફિસને કેનેડા સાથે આઉટ સોરસીંગનુ કામ હતું તેથી તેને રાત્રિના સમયે મોડે સુધી કેનેડા ઓફિસ સાથે કોનટેકટમા રહેવું પડતું હતું.એક દિવસ કેનેડાથી મેઈન ઓફિસમાંથી કોલ આવે છે કે તેમના એક કર્મચારીને અમદાવાદ તેમના માતપિતાની તબિયત સારી નહી રહેતી હોવાથી ટા્નસફર જોઈએ છે તો તમારી ઓફિસમાંથી કોઇને આવવાની ઈચછા હોય તો ટા્નઝિટ વિઝા મારફત મોકલી આપો.અજયના બોસ તેને બે વરસ માટે કેનેડા જવા માટે જણાવે છે.અજય તેમના પેરેનટસ સાથે વાત કરી જણાવવા કહે છે.અજય,સ્વરાને તેમની ઓફિસમાંથી આવેલ ઓફર બાબત જણાવે છે કે જો તારી મંજુરી હોય તો હું આ ઓફર બાબત વિચાર કરી પછીજ મારા પેરેનટ્સને પુછુ ?સ્વરા કહે છે કે અજય હજુ આપણા મેરેજ પણ નથી થયા અને ફલેટના હપતા પણ ભરવાના આવે છે,મારી ઈનકમમાંથી ઘર ખર્ચ કાઢવાનો છે તેથી હું એકલી બધો બોજ ઊપાડી ના શકુ ? આપણે બન્નેની ઈનકમમાંથી હપતા ભરવાનો પ્લાન બનાવેલ તેથી જ ફલેટનુ પલાનીંગ કરાયું હતું હવે તું જો કેનેડા જાય તો હપતા ભરવા મુશ્કેલ પડે.અજય કહે છે કે સ્વરા તુ ફલેટના હપતા બાબત જરા પણ ચિંતા કરતી નહી.હુ કેનેડાથી મારી સેલેરીમાથી રેગયુલર તને હપતાની રકમ મોકલી આપીશ.મને કેનેડીયન ડોલરમાં સેલેરી આપવાની ઓફર મલી છે અને આવો મોકો ફરી મલવો મુશ્કેલ છે.પૂજન પણ કેનેડા છે અને તેનો આગ્રહ છે કે આવો ચાનસ્ જવા દેવા જોઇએ નહી.મારા રહેવાની વ્યવસ્થા તેમની સાથે થઇ જશે.મારી કેનેડાની ઓફિસ પણ ડાઉન ટાઉનમા આવેલી છે તેથી તેના ધર અને ઓફિસ પણ નજીકમાં વોકિંગ ડિસટનસમા છે.




સ્વરાની ઈચછા અજયને કેનેડા એકલા જવા દેવાની હતી નહીં.તેમના લગ્ન પણ થયા નહતા એટલે તયાંના વાતાવરણમાં જો કોઇ છોકરી પસંદ પડી જાય તો પોતાના ભાવિનો પ્રસન ઊભો થાય.અજયની ખાત્રિ અને તેના ઊપર ભરોસો હોવાથી કમને જો તેના પેરેનટસ હા પાડે તો ફક્ત બે વરસ જ રોકોઈને પાછા આવી જવાની શરતે હા પાડે છે.....,,,,,,,




વધુ માટે વાંચો પ્રકરણ -૨૮


....