Acid - 1 in Gujarati Moral Stories by bharatchandra shah books and stories PDF | એસિડ્સ - 1

Featured Books
Categories
Share

એસિડ્સ - 1

એપિસોડ - ૧

"અનિલભાઈ..લાશની આજુ બાજુના એરિયાને સિલ કરી દો. ફોટોગ્રાફર અને ફોરેન્સિકવાળાને ફોન કરી બોલાવી લો."
સિનિયર પો. ઈ. બલરામ જાધવ સાથી પો. સબ ઈ. અનિલ બાલીને સૂચના આપતા હતા.

મહાનગર પાલિકાની કચરાની ગાડી શહેરથી લગભગ ૨૦ કી મી દૂર એક ખાડીને કિનારે કચરો નાંખવા જાય છે. અઠવાડિયમાં બે દિવસ એ કચરાનો નિકાલ મહાનગર પાલિકા કરે છે. રોજની જેમ આજે બપોરે ૪ વાગે કચરાની ગાડી કચરો ઠાલવવા ગઈ. કચરાના ઢગલાંથી લગભગ ૨૦૦ મી દૂરથી જ કચરાના ઢગલા પાસે ૪_૫ કૂતરાઓને કશુંક ખાતા ગાડીના ડ્રાઈવરે જોયા.. એને ગાડી ત્યાજ થોભાવી. બાજુમાં ગાડીનો ક્લીનર હતો. ગાડીની ઉપર ૩ મજૂરો હતાં. ક્લીનર અને મજૂરોઓએ નજીક જઈને જોયું. ૪-૫ જંગલી કુતરા બે મોટી કોથળીઓ કચરાના ઢગલામાંથી કાઢવાની કોશિશ કરતા હતા. કોથળીઓ મજબૂત રીતે બાંધેલી હતી. કૂતરાઓ કોથળીને ફાડવાની કોશિશ કરતા હતા પણ ફાટતી નહોતી. કદાચ નોન ટેરેબલ કોથળીઓ હશે એટલે ફાટતી નહોતી. ડ્રાઈવર સહિત બધાને શંકા આવીજ ગઈ હતી કે કોથળીમાં માણસની લાશ હોવી જોઈએ. ડ્રાઈવરે સેનેટરી વિભાગના ઓફિસરને ફોન કરી જાણ કરી. સેનેટરી ઓફિસરે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરી. ૨૦ મિનિટમાં મહાનગર પાલિકાના સેનેટરી વિભાગના ઓફિસર અને અન્ય સ્ટાફ સ્થળ ઉપર હાજર થઈ ગયા. થોડીવારમાં સિનિયર પો. ઈ.બલરામ જાધવ ,પો.સબ.ઈ .અનિલ બાલી ત્રણ કોન્સ્ટેબલ સહિત સ્થળ પર હાજર થઈ ગયા.

સિનિયર પો. ઈ.જાધવ, પો.સબ. ઇ અનિલ બાલી અને અન્ય પો.કોએ લાશને કોરડન કરી નાખ્યું. થોડીવારમાં ફોરેન્સિક લેબોરેટરીની ચાર જણની ટીમ પણ સરંજામ સાથે આવી પહોંચી.

પોલીસે લાશનું બાંરકાઈથી નિરીક્ષણ કર્યું. શરીર ઉપર કોઈ પણ હથિયારના ચિન્હો નહોતા કે ગળા ઉપર કોઈ દોરી, વાયર,દુપટ્ટાના નિશાન નહોતા. શરીરમાં પણ કોઈ બદલાવ જોવા મળ્યો નહોતો
અગર ઝેર દઈને હત્યા કરી હોય તો શરીર કાળું કે ભૂરું થઈ ગયું હોત પણ તેવું પણ નહોતું. તો હત્યા કેવી રીતે કરી હશે? લાશની આંખો જોઈ તે કાળી જ હતી. શરીરનો રંગ પણ જેમ હતો તેમજ હતો. હાથ પગ બાંધી મોંમાં ડૂચો ભર્યો હોય કે કોઈ જાડા કપડાથી કે ઓશીકાંથી ગળું દબાવ્યું હોય તેવું પણ નહોતુ. તો હત્યા કરી કે આત્મહત્યા કંઈ સમજાતું નહોતું. પોલીસ વિમાસણમાં મૂકાઈ ગઈ.
પોલીસે ફોરેન્સિકવાળાઓને તેમનું કામ કરવા કહ્યું. મોં પર માસ્ક અને હાથમાં અને પગમાં મોજા પહેરીને ચાર જણની ટીમ લાશનું નિરીક્ષણ કરવામાં જોતરાઈ ગયા. તેમણે સાથે લાવેલ સાધનો વડે લાશનું બારકાઈથી નિરીક્ષણ કર્યું.

" ઇન્સ્પેકટર સાહેબ, લાશને લેબમા લઈ જવી પડશે." લેબના મુખ્ય ટેકનીશિયને સિનિયર પો. ઇ બલરામ જાધવને કહ્યું. ૪ દિવસ પછી રિપોર્ટ મળશે તેવું પણ તેમણે જાણ કરી.

" ઓકે.."

બધા છૂટા પડ્યા. પોલીસ વિચારમાં પડી ગઈ કે હત્યા થઈ કેવી રીતે? ફોરેન્સિકવાળાના રિપોર્ટ પર જ દારોમદાર હતો. ત્યાર સુધી તો રાહ જોવી જ પડવાની.

સુધાંશુ સરકારની મોટી બહેન પ્રો. ડો. સૌમ્યાવતી સરકારને ઉંમરની ૭૫મા વર્ષે છેલ્લા એક અઠવાડિયાથી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. અવિવાહિત એવા કર્મનિષ્ઠ પ્રો. ડો.સૌમ્યાવતી સરકાર લિવરના ઇન્ફેક્શનથી માંદા પડ્યા હતા. અંગ્રેજી વિષયમાં એમ.એ કર્યું હતું પછી એમ એડ કરી સૌમ્યાવતીબહેન શહેરના એક ખ્યાતનામ કોલેજમાં લેક્ચરર તરીકે જોડાયા. પાંચ વર્ષ બાદ પૂર્ણ સમયના પ્રાધ્યાપક તરીકે તેમની નિમણૂક થઈ. પછી એમને પી.એચ. ડી કરી. એજ કોલેજમાં અંગ્રેજી વિભાગના મુખ્ય બન્યા. અને નિવૃત્તિને બે વર્ષ જ બાકી હતા ત્યારે પ્રિન્સિપાલ બન્યા. તેમની સુદીર્ઘ કારકિર્દી દરમ્યાન તેઓ ગરીબ,સામાન્ય વાલીઓના છોકરાઓને વિનામૂલ્ય ભણાવતા હતા અને નિવૃત્ત થયા પછી પણ તેમણે ભણાવવાનું ચાલુ જ રાખ્યું હતું.

તેમના ભાઈ સુધાંશુ સરકાર દવાના અધિકૃત વિક્રેતા અને વિતરક હતા. તેમના બે દીકરાઓ સમય અને સૂચક સરકારી નોકરીમાં ઉચ્ચ હોદ્દાઓ પર ફરજ બજાવતા હતા. તેમના ભાભી સુનયનાબહેન ભણેલા હતાં પણ ઘરકામ અને બંને દીકરાઓને સાચવતા હતાં. ભાઈની આર્થિક પરિસ્થિતિ સારી હતી એટલે તેમને નોકરી કરવાની નોબત નહોતી આવી.

સૌમ્યાવતીબહેનના લોહી અને યુરીનના રિપોર્ટ આવી ગયા હતા. પરિસ્થિતિ સહેજ સુધારા પર હતી. પ્રવાહી ખોરાક જેમ તેમ લેવાતો હતો. ઘરના તમામ સભ્યોને, ઓળખીતાઓ, સગાવહાલાઓને ઓળખતા હતા પણ જોરથી બોલાતું નહોતું. કોઈને કંઈ કહેવું હોય કે વાત કરવી હોય તો ઇશારાથી નજીક બોલાવી કાનમાં કહેતાં હતાં.

ક્યારેક ભાનમાં હોય ત્યારે ભૂતકાળની યાદો આવી જતી. અને આંખો ભીની થઈ જતી.

હોસ્પિટલના બિછાને ૧૫ દિવસ થઈ ગયા હતા. પ્રો. ડો. સૌમ્યાવતી સરકારની તબિયત પાછી લથડતી જોવા મળી. પ્રવાહી ખોરાક જેમતેમ લેવાતો હતો. ડોકટરો પૂરી કોશિશો કરતા હતા. કિડની રિસ્પોન્સ નથી આપતી એવું ડોક્ટરોનું કહેવું હતું. તેઓ આમ જાગ્રત મનના જ હતાં. બધી વાતોની સમજ પડતી હતી. ધીમા અવાજમાં બોલી શકતા હતા. બધાને ઓળખી શકતા હતા.સૂતા સૂતા ટી.વી જોતા હતા. એમના મોઢા આગળ કોઈ છાપું પકડી રાખે તો રોજ છાપું પણ વાંચતા હતાં. કોઈક વાર અજાગ્રત અવસ્થામાં રહેતા અને લવારા કરતાં.

એક રાતે ૮ વાગ્યાના સમાચાર એમણે ટી.વી પર જોયા. સમાચાર જોઈ અને વાંચી અચરજમાં પડી ગયા. આજથી ૪૦ વર્ષ પહેલાં બે નરાધમોને વાયરસનાં સંક્રમણથી માર્યા હતા તેઓનો રિપોર્ટ અમેરિકાની અને પુણેની ફોરેન્સિક લેબોરેટરીએ મોકલ્યો હતો. આ હત્યા કોઈ વાયરસનાં સંક્રમણથી થયેલી હોવી જોઈએ એવો અંદાજ કર્યો હતો. પણ ઠોસ પુરાવા ન હોવાથી તેની ખરાઈ થઈ શકી નહી. કેવા વાયરસનાં સંક્રમણથી હત્યા થઈ, કોણે કરી હતી, ક્યારે કરી હતી, કેમ કરી હતી વગેરેનો તપાસ થઈ શક્યો નહિ. આ હત્યાનું રહસ્ય ઉકેલવામાં પોલીસ તંત્ર, જાસુસી તંત્ર, સી.બી.આઇ, સી.આઇ. ડી તેમજ દેશ વિદેશની ફોરેન્સિક વિભાગ નિષ્ફળ નીવડ્યું હતું. દેશ વિદેશના વૈજ્ઞાનિકો માંથુ ખજવાળતાં રહી ગયા. આ બે નરાધમોના હત્યાનું રહસ્ય હજુ ઘૂંટાતું જ હતું.

આ સમાચાર વાંચી પ્રો. ડો. સૌમ્યાવતી વિચારમાં પડી ગયા. બીજે દિવસે સવારે હોસ્પિટલમાં તેમનો ભાઈ સુધાંશુ તેમની સાથે હતાં. રોજની જેમ તેમણે છાપું પકડી રાખ્યું અને પ્રો. સૌમ્યાવતી છાપું વાંચતા હતાં . વાંચતા વાંચતા ગઈ કાલના ટી.વી.પરના સમાચાર વિગતવાર વાંચ્યા. એમણે એમના ભાઈ સુધાંશુને નજીક બોલાવ્યાં. એમના મોં આગળ કાન લાવવા કહ્યું.

ધીમા અવાજમાં તેઓ કહેતા હતાં કે , " ભાઈ,તને એક વાત કહેવી છે જે મે આજસુધી કોઈને કીધી નથી."

" કેવી વાત છે બહેન"

" તે પહેલાં તું મને વચન આપ કે આ વાત તું કોઈને કહેશે નહી. તારી પત્ની,છોકરાઓ,વહુઓ મિત્રો, સગાવ્હાલાઓને કોઈને જ કહેવાનું નહી. તને આપણા લોહીના સંબંધની કસમ છે. ભાઈ બહેનના સંબંધની કસમ છે. તું મારા માથાપર હાથ મૂકી મને વચન આપ."

સુધાંશુ ભાઈ થોડો સમય વિચારતા થયા કે એવી કેવી વાત છે જે ગુપ્ત છે? કોઈને જ નથી ખબર?

" ઓકે બહેન , હું તમારી કસમ ખાઈ વચન આપું છું કે મારા જીવતે જીવ હું કોઈને આં વાત કહીશ નહી.બોલો શું વાત છે?"*
સૌમ્યાવતીબહેને ભાઈ સુધાંશુનો જમણો હાથ પકડી આંખ બંધ કરી કહેવા લાગ્યા............


ડો. સુશી રઘુનાથ પેન્ડ્સે..લગ્ન પહેલા સુશીલા મહાદેવ વામણે.એમ ડી જનરલ ફીઝિશિયન જર્મનમા બર્લિન ખાતે પતિ ડો. રઘુનાથ પેન્ડ્સે એમ એસ એફ સી પી એસ. જનરલ સર્જન.અને પ્લાસ્ટિક સર્જન. છેલ્લા ૪૦ વર્ષથી જર્મનમા પોતાનું હોસ્પિટલ ચલાવતા હતા.

--------------------------------