Ek ajanyo sambandh - 4 books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો સંબંધ ભાગ-૪ સમજણ, પ્રેમ અને સમજૂતી



અનન્યા પોતાના ઘરે પહોંચે છે. અયાન પણ પોતાનું ઓફિસનું કામ પતાવીને ઘરે પરત ફરે છે.

અનન્યા પોતાનો મોબાઈલ હાથમાં લઈને અયાનના રિપ્લાયની રાહ જોતી હતી. થોડાક સમય બાદ અયાન પોતાના બેડરૂમમાં જતાં જ લંબાઈ જાય છે અને આજે થયેલી આ ઈત્તફાક મુલાકાતથી ખૂબ જ ખુશ જણાતો હતો. આ વિચાર આવતાં જ અયાનને સોશિયલ મીડિયાવાળી વાત યાદ આવે છે અને તરત જ પોતાનો મોબાઈલ હાથમાં લઇ મોબાઈલ ડેટા ઓન કરે છે અને અનન્યાને અનુસરે છે અને મેસેજ કરે છે. થોડા સમય માટે વાતચીત કરે છે અને ત્યારબાદ રાતનો સમય વધારે વીતતાં મોબાઈલ બાજુમાં મુકીને સૂઈ જાય છે.

આ જ રીતે પોતાના રોજિંદા જીવનમાંથી સમય કાઢી બંને એકબીજા સાથે અઠવાડિયા સુધી વાત કરે છે.

“ઘણા દિવસોથી મુલાકાત થઈ નથી.” અયાનને વિચાર આવતાં જ અનન્યાને મેસેજ કરે છે.

{અયાન : Hii.
ઘણા દિવસોથી મળ્યાં નથી તો તું ફ્રી હોય તો મળીએ…!

અનન્યા : હા જરૂર.
બોલ ક્યારે મળવું છે?

અયાન : કાલે ટાઈમ મળશે તને?
કેમ કે કાલે રવિવાર છે એેટલે હું ફ્રી છું.

અનન્યા : હા સારું ચાલ. મળીએ કાલે.

અયાન : Ok. Bye.

અનન્યા : Ok. Bye. }

બંને પોતાનો અનુકૂળ સમય અને જગ્યા નક્કી કરી લે છે.
અનન્યા નક્કી કરેલા સમયે આવી ગઈ હતી. અયાન રસ્તામાં ટ્રાફિકમાં ફસાયો હતો. દસેક મિનિટ મોડું થતાં અયાન દોડીને આવે છે અને અનન્યાની સામે આવીને બેસી જાય છે. અનન્યા કંઈ પણ બોલ્યા વગર અયાન સામે જોઈને બેસી રહે છે. અયાન અનન્યાના આ મૌનને સમજી જાય છે.

“સોરી… સોરી… ટ્રાફિકમાં ફસાયો હતો એટલે મોડું થયું.” હજું તો અનન્યા કંઇ બોલે એ પહેલાં અયાન પોતાના નાજુક સ્વરમાં બોલ્યો.

“હા સારું ચાલ. કંઇ વાંધો નહીં.” અયાનની વાત સાંભળી અનન્યા થોડું હાસ્ય અનુભવે છે અને બોલે છે.

“હાસસ્...” એમ કરતાં અયાન હાશકારો અનુભવે છે.

“એક વાત કહું તને” અનન્યા વાતની શરૂઆત કરતાં બોલવા જાય છે અને…
“પેલા કંઈક ઓર્ડર કરી લઈએ…” અયાન અનન્યા બોલવા જાય ત્યાં વચ્ચે જ બોલે છે.

“હા. હા. પણ આજે હું કૉફી ટ્રાય કરીશ.” અનન્યા પોતાનો ઉત્તર આપતા કહ્યું.

“હા. ભલે હો.” અયાને કહ્યું અને “એક કૉફી અને એક ચા” કાઉન્ટર પર ઈશારો કરી ઓર્ડર આપતાં બોલ્યો.

“હા તું કંઈક વાત કરવાની હતી મને… શું વાત હતી જણાવો.” અયાને અનન્યાની વાતની શરૂઆત કરતાં કહ્યું.

“હા. ‘સમજણ’.”અનન્યા તેની વાતની શરૂઆત કરતાં કહ્યું.
“સમજણ…?” અયાને અજાણ બનતાંની સાથે જ પ્રશ્ન કર્યો.

“અરે… આખી વાત તો સાંભળ મારી.” અનન્યાએ ટકોર કરતા કહ્યું.

“હા. બોલ.” અયાને અનન્યાને શાંત સ્વરમાં ઉત્તર આપતા પોતાની વાતને રજૂઆત કરવા માટે કહ્યું.
હજું તો અનન્યા કંઈ કહેવા જાય છે ને ઓર્ડર આવ્યો ‘એક કૉફી અને એક ચા.’
બંને એક-એક ચૂસકી લગાવે છે.

“પેલું તું કંઈક સમજણનું કેતી હતી…!” અયાને ફરીથી પૂછ્યું.
“હા હા. મેં છેલ્લાં ઘણાં દિવસથી તારી સાથે વાત કરીને એમાં મેં તારામાં એક બાબત બરાબર ધ્યાનથી જોઈ છે.” અનન્યાએ કહ્યું.

“શું જોયું એવું તો મારામાં? “ અયાને સામે પ્રશ્ન કર્યો.

“સમજણ.” અનન્યાએ જવાબ આપતા કહ્યું.

“મારામાં સમજણ કંઈ રીતે? અને તને કંઈ રીતે લાગ્યું કે મારામાં સમજણ છે?” અયાને હાસ્ય અનુભવતા પ્રશ્ન કર્યો.
“એક તો જો દરેક વાતને એકદમ બધી જ ચોખવટ સાથે રજૂ કરવાની આદત અને હા કોઈપણ પરિસ્થિતિમાં તેનો જવાબ ખૂબ જ સમજી વિચારીને આપવાનો.” અનન્યાએ ઉત્તર આપતાં જણાવ્યું.

“અચ્છા. અચ્છા. પણ સાચું કહું ને તો આ બાબત મેં તારામાં પણ અનુભવી છે. તું પણ ખરેખર એવી જ છે. દરેક વાતને એકદમ સરળ અને સ્પષ્ટ રીતે રજૂ કરવાની અને દરેક પ્રશ્નનો ઉત્તર બહું જ સમજી વિચારીને આપે છે.” અયાને અનન્યામાં અનુભવેલી બાબતને રજૂ કરતાં કહ્યું.

“ખરેખર?” અનન્યાએ નવાઈ પામતાં અયાનને પ્રશ્ન કર્યો.

“હા ખરેખર. પણ હા આટલી બધી સમજણ માત્ર એક જ પ્રકારનાં વ્યક્તિમાં આવે છે એ હું ચોક્કસપણે જાણું છું.” અયાને ઉત્તર આપતાં કહ્યું.

“એક જ પ્રકારના એટલે? કેવા પ્રકારના?” અનન્યાએ પ્રશ્ન પૂછતાં કહ્યું.

“જેણે પોતાના જીવનની ખૂબ મોટી પછડાટ અને આઘાતોની પરિસ્થિતિમાંથી પસાર થયાં હોય તેવાં પ્રકારના.” અયાને ઉત્તર આપતા કહ્યું.

“ઓહ્... ઓહ્... તું તો મારા કરતાં પણ આગળ નીકળ્યો. પણ હા તારી વાત ૧૦૦% સાચી છે.” અનન્યા અયાનની વાતનાં વખાણ કરતાં અને સમર્થન આપતા કહ્યું.
“તે તારા જીવનમાં ખૂબ મોટી પછડાટ અનુભવી લાગે છે...” અયાને અનન્યાની વાતને સંપૂર્ણ સમજી જતાં કહ્યું.
“તને શું લાગે છે?” અનન્યાએ સામે પ્રશ્ન કર્યો.

“જે રીતે તું વાત કરે છે એ પ્રમાણે તો મને એવું જ લાગે છે કે તે અનુભવ્યું હશે.” અયાને પોતાનું મંતવ્ય રજૂ કરતાં કહ્યું.

“હા સાચી વાત તારી. ‘પ્રેમમાં’ બહું મોટી પછડાટ અનુભવી છે.” અનન્યા પોતાની વાત રજૂ કરતાં બોલી.

અનન્યાના આટલું બોલતાં જ અયાન અનન્યાની સામે તેની આંખો પહોળી કરી જોઈ રહ્યો.

“આવી રીતે કેમ જોઈ રહ્યો છે મને?” અયાનનું વર્તન જોઈ અનન્યા બોલી.

“હું પણ એવી પછડાટ અને આઘાતોમાંથી પસાર થયો છું.” અયાન એક બાજુ ખુશ અને બીજી બાજુ રડમસ સ્વરમાં બોલ્યો.

“ખરેખર?” અનન્યા પોતાના હાથમા રહેલો કૅફીનો કપ નીચે ટેબલ પર મૂકી આશ્ચર્ય વ્યક્ત કરતાં પૂછે છે.

“હા. પણ હા હું મારા ભૂતકાળ વિશે એકપણ વાત કરવાં નથી માગતો. એ તને પહેલાંથી જ ચોખવટ કરી લઉં.” અયાને ઉત્તર આપતા પોતાની વાતને રજૂ કરી.

“હા હું પણ મારા ભૂતકાળ વિશે કોઈ વાતચીત કરવા નથી માંગતી.” અનન્યાએ અયાનની વાતમાં સૂર પૂરાવતા કહ્યું.

“હા બરાબર. હવે આગળ વધવું છે. હું મારો રસ્તો ભટકી ગયો હતો ને આ ઠોકર લાગતા મને ભાન થયું એવું હું વ્યક્તિગતપણે માનું છું.” અયાને પોતાના અનુભવો જણાવતાં કહ્યું.

“હા. સાચી વાત કરી તે.” અનન્યાએ પણ અયાનની વાતમાં સૂર પૂરાવતા કહ્યું.

આ ઉભરાઈ આવેલા પ્રેમના મુદ્દાને ઠારવા બંને થોડીવાર શાંત બેસી રહે છે.

“આપણે અગાઉ ઘણી વખત મળ્યા આજે પણ મળ્યા અને છેલ્લા ઘણા દિવસોથી વાતો પણ કરીએ છીએ. પણ એમાં એક પ્રશ્ન છે મને. આપણે બંને કયાં સંબંધકે બંધનમાં છીએ એ તું પણ નથી જાણતો કે હું પણ નથી જાણતી.”અનન્યા સ્પષ્ટતા કરતાં બોલી.

અનન્યાના આટલું બોલતા જ અયાન પોતાના હાથમાં રહેલો ચાનો કપ નીચે મૂકે છે અને અનન્યાને વચ્ચેથી જ અટકાવતા બોલી ઉઠે છે “એક મિનિટ એક મિનિટ. જો તું આ વાતને આગળ વધારે એ પહેલાં જ તને એક વાત કરી લઉં.”
“હા બોલ.” અનન્યાએ કહ્યું.

“જો હું વ્યક્તિગતપણે એવું માનું છું કે તું આ સંબંધને અજાણ્યો જ રહેવા દેશે તો સારુ રેશે. નથી કોઈ ભાઈ-બહેનના સંબંધમાં બંધાવું કે નથી કોઈ સારા મિત્રતા ના સંબંધમાં બંધાવું. બસ આ સંબંધને અજાણ્યો જ રહેવા દે. આ સંબંધને એક “Unknown Relationship” નું નામ આપીએ. મજા પણ આવશે.” અયાને પોતાની વાતને સ્પષ્ટપણે ચોખવટ કરતાં કહ્યું.

“હા... હા... સારું. મને પણ ગમ્યું તારી આ અજાણ્યા સંબંધની વાત અને “Unknown Relationship” પણ.” અનન્યાએ અયાનની વાતમાં હકારાત્મક વલણ અપનાવતાં ઉત્તર આપતાં કહ્યું.

“ખરેખર ગમ્યું?” અયાને પ્રશ્ર કર્યો.

“હા સાહેબ.” અનન્યાએ પોતાની ડોક હલાવતાં જવાબ આપતા કહ્યું.

“Thank you.” અયાને કહ્યું.

“Most Welcome.” અનન્યાએ કહ્યું.

“ચાલો હવે સમય ઘણો થઈ ગયો છે તો મારે જવું પડશે હવે ઘરે.” અનન્યાએ ઘરે જવાનું કારણ આપતાં કહ્યું.

“હા. ચાલો જઈએ હવે.” અયાને અનન્યાની વાતમાં સૂર પૂરાવતા કહ્યું.

“Bye.” અનન્યાએ કહ્યું અને ઘરે પરત ફરી.

“Bye.” અયાને કહ્યું.

‘શું લાગે છે આ અજાણ્યા સંબંધમાં રહેવાનું કંઈ કારણ હશે?’

‘શું આ અજાણ્યો સંબંધ આગળ વધશે કે પછી અજાણ્યો જ રહી જશે?’

‘આ મુલાકાત અને અજાણ્યા સંબંધમાં બંધાયા બાદ બંને પોતાના પરિવારને આ વાતની જાણ કરશે?’

આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે મળીએ એક અજાણ્યો સંબંધ ભાગ-૫ માં.

ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.
#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
#એક અજાણ્યો સંબંધ ભાગ-૧ ‘અધૂરી મુલાકાત’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૨ ‘ખોવાયેલું મન’.
#એક અજાણ્યો સંબંધ ભાગ-૩ ‘ઈત્તફાક’.

અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)