Ek ajanyo sambandh - 1 books and stories free download online pdf in Gujarati

એક અજાણ્યો સંબંધ ભાગ-૧ 'અધૂરી મુલાકાત'


અયાન પુસ્તકાલયમાં પુસ્તકની શોધમાં ફરતો હતો.

“ક્યાં હશે એ પુસ્તક… !” અયાન પુસ્તકની શોધમાં પોતાના મનમાં જ બોલે છે.

અયાન પુસ્તકની શોધમાં હતો ને ત્યારે જ એક છોકરી આ પુસ્તકાલયમાં પ્રવેશે છે. થોડીવાર પછી આ છોકરીની નજર અયાન પર પડે છે. પહેલા તો આ છોકરાને બરાબર જોયા અને સંપૂર્ણપણે નિરીક્ષણ કરી લીધું કે આ ખરેખર અયાન જ છે ને.

“અયાન...અયાન…”અયાનને અચાનક પાછળથી બૂમ સંભળાઈ. અયાનને બૂમ સંભળાતા જ અજાણતા પાછળ વળીને જોયું.

જોકે ઘણાં સમય પછી બંને એકબીજાની પ્રત્યક્ષ હાજર હતાં.
“ઓળખે છે કે ભૂલી ગયો… ?” છોકરીએ તેની પાસે આવતાં જ પ્રશ્ન કર્યો.

“ના… તમે કોણ?” અયાનને ઓળખાણ ના પડી હોવાથી સામે જ પ્રશ્ન કર્યો.

“ભલે તે મને ના ઓળખી પણ હું તને બરાબર ઓળખું છું.” અયાનની ના નો ઉત્તર આપતાં છોકરી બોલી.

“હા.. તો તમે તમારી ઓળખાણ આપશો હવે…?”અયાને હસતાં હસતાં સામે બીજો પ્રશ્ન કર્યો.

“હા…જરૂર. તને યાદ છે આપણે નાનાં હતા ત્યારે એક જ સોસાયટીમાં રહેતાં હતાં. તારા ઘરની લાઇનમાં જ મારું ઘર હતું. હવે કંઈ યાદ આવે છે ખરી… ?” છોકરીએ પોતાની ઓળખ આપતાં સામે પ્રશ્ન કર્યો.

“હા… હા… અ..અ.. અનન્યા. બરાબર ને… !” થોડું આશ્ચર્ય સાથે અને અચકાઇને નામ લેતા અયાન બોલ્યો.

“હા…હું એજ અનન્યા.” અનન્યા ખુશ થઈ સ્મિત આપતા બોલી.
“અરે… મોહતરમા જી આપ ખુદ હો…! તો આપકો પહેંચાનેમે હમને ઇતની દેર ક્યું કર દી.”અયાને પોતાના અલગ જ અંદાજમાં પ્રતિઉત્તર આપતા કહ્યું.

“હા… જનાબ. હમ ખુદ આપકે સામને ખડે હેં.”અયાન જે રીતે પોતાના અલગ અંદાજમાં બોલ્યો હતો એવી જ રીતે અનન્યા બોલે છે.

આટલું બોલતાં જ બંને એકબીજાની સામે જોઈને હસી પડે છે. ત્યારબાદ બંને ત્યાંથી થોડા આગળ વધે છે.

“તો બોલ… કેમ અહીંયા આટાં મારે છે આ પુસ્તકાલયમાં?” ચાલતાં ચાલતાં અનન્યા અયાનને પ્રશ્ન કરે છે.

“એમાં એવું છે કે હું લેખક બનવાની તૈયારી કરું છું અને સાથે સાથે સારાં પુસ્તકો વાંચવાની પણ આદત છે મને. એટલે અહીંયાથી પસાર થતો હતો તો થયું કે લાવ એક મુલાકાત કરતાં આવીએ અને એક પુસ્તક પણ લેતાં જઇએ વાંચવા માટે.”અયાને પોતાનો ઉત્તર આપતા કહ્યું.

“ઓહ્… લેખક બનવાની તૈયારી કરે છે એમ. સરસ.. સરસ… હા મારે પણ કંઈક એવું જ છે. પણ મને એવી કોઈ લખવાની આદત તો નથી. પણ વાંચવુ ગમે છે મને.”અનન્યાએ અયાનની વાતમાં સૂર પૂરાવતા કહ્યું.

“બરાબર.” અયાન અનન્યાની વાત સાંભળી બોલ્યો.

આમ, આ રીતે વાત કરતાં કરતાં સાથે-સાથે પુસ્તકો પણ જોતાં જાય છે.અને બંને એક-એક પુસ્તકની પસંદગી પણ કરી લે છે.બંનેને ઘરે જવાનું મોડું થતું હોવાથી વાત ત્યાં જ ટૂંકાવી દે છે.

“સારું તો હું નીકળું હવે.મારે ઘરે જવામાં મોડું થાય છે.” ઘરે જવાની ઉતાવળમાં અનન્યાએ અયાનને કહ્યું.

“હા... હા... નીકળ તું. મારે પણ મોડું જ થાય છે તો હું પણ હવે નીકળું જ છું.”અયાને પણ પોતાની વાત સુચવતા કહ્યું.

“Bye...” અયાન બોલ્યો.

“Bye...” પ્રતિઉત્તર આપતાં અનન્યા બોલી.

‘તો શું લાગે છે હવે આ અયાન અને અનન્યાની મુલાકાત થશે?’

‘અને થશે તો કયા કારણોસર થશે?’

‘મુલાકાત કરવાં માટેની પહેલ કોણ કરશે?’

‘કે પછી આ અધૂરી મુલાકાતની જેમ આ સંબધ પણ અહીંયા જ અધૂરો રહી જશે...!’

આ તમામ પ્રશ્નોના નિરાકરણ સાથે મળીએ એક અજાણ્યો સંબધ ભાગ-૨ માં.

ખાસ નોંધ-
અહીં કરવામાં આવેલ વર્ણન એક કાલ્પનિક કલાકૃતિઓ દ્રારા રજૂ થયેલ છે. જેને કોઇપણ વ્યક્તિના વાસ્તવિક જીવન સાથે કોઈ નિશ્બધ નથી.મારી આ રચના દ્રારા કોઈ જાતી, ધર્મ, સમાજના સ્વાભિમાન પર પ્રશ્ર ઊભા થાય એવું કોઈ જ કૃત્ય રજૂ કરવામાં આવેલ નથી.

મારી કલમ દ્રારા લખાયેલ અન્ય રચનાઓ પણ આ માધ્યમથી ઉપલબ્ધ છે.

#નિઃસ્વાર્થ પ્રેમ
#આશાનું કિરણ
#ઉંબરો
અસ્તુ...

લિ. પટેલ પ્રિન્સ

Instagram ID : @_prince126

Whatapp No : 7043014445(Patel Prince)