Aangadiyaat - 16 books and stories free download online pdf in Gujarati

આંગળિયાત - 16

આંગળિયાત..ભાગ..18

આગળ જોયું આપણે લીનાના મમ્મી એને પુનર લગ્ન માટે મનાવે છે,હવે આગળ....

મંજુબેન લીના સાથે વાત કરી એના ઓરડામાં જાય છે અને ભરતભાઈને સારા સમાચાર આપે છે,-કે લીના ફરી લગ્ન માટે માની ગઈ છે,અહીં લીના એના ઓરડામાં સૂતી સૂતી વિચારે છે, " શું પુનર લગ્ન અંશ માટે ઠીક રહેશ..? અંશ સાથે કોઈ અપનાવશે મને..? મમ્મીને ખુશી માટે હા તો કહી પણ હજી મન નહતું માનતું,અને મમ્મીને વાત પણ સાચી હતી, હું ગમે એટલી કોશીશ કરું એક પિતાની જગ્યા લેવી અઘરી હતી.
એને વિચારોમાં ખોવાયેલી હતી અને કયારે નીંદ આવી ગઈ
એની ખબર ન રહી.

સવાર થતા બધા પોતાના નિત્ય ક્રમમાં પોતાનું કામ પતાવે છે, અને લીના પણ બુટીક જવાં નીકળે છે,રસ્તામાં જ ફોનની રીંગ વાગી, લીનાએ જોયું એની સહેલી સીમા હતી," હાઈ..!"
લીનાએ ફોન ઉપાડતા કહ્યું ,"ઘણા દિવસે કયાં ગુમ હતી..? તારા. ડ્રેસ તૈયાર થઈ ગયા છે કયારે આવે છે તું..."
" લીના ,મારું નાનું એકસીડન્ટ થયું છે પગમાં પાટો છે, હમના આરામ કરવાં કહયું છે ડોક્ટરે તો હું તો નહીં આવી શકું પણ મારો ભાઈ છે એ એ તરફ આવવાનો છે તો એને કહું છું લઈ જશે,"સીમા એ જવાબ વાળતા કહ્યું.

" સારું ધ્યાન રાખ જે તારુ " કહીં ફોન મુકયો, એ બુટીકના કામમાં લાગી, મોબાઈલ દ્વારા બ્લુટુથ સ્પીકર ચાલુ કરી ધીમા અવાજે લત્તાજીના ગીત ચાલુ કર્યાં,લીનાને લત્તાજીના કર્ણપ્રિય સંગીતથી મઢેલા ગીતો બહુજ પસંદ....ગીતની સાથે પોતે પણ ગણગણતી અને એક ધુન થઈ કામે લાગતી,એની એકાગૄતામાં ખલેલ પહોંચાડતો કોઈનો મીઠો પણ ભારેખમ આવાજ ગુંજયો, લીનાએ નજર ઊંચી કરી એ પરમને ઓળખતી હતી, સીમાનો કઝીન હતો જે સીમાનો ડ્રેસ લેવા આવ્યો હતો,લીના એક મીઠી સ્માઈલ આપતા "ઓહ !તમે છો..? આવો આવો! 'એક જ મીનીટમાં આપુ.."કહી એના કામમા પાછી લાગી ગઈ, પરમ કાઉન્ટર ઊભો ઊભો એને જોતો હતો અને થોડી ઔપચારીક વાતો કરી,એક બીજાના ફોન નંબરની આપલે કરી, પરમે લીનાને કોફી ઓફર કરી, અને બુટીક પર જ મંગાવી બંનેએ સાથે કોફી પીધી, એટલી વારમાં કારીગર ડ્રેસ આપી ગયો, એ લઈ પરમ ઘર તરફ નીકળ્યો,પરંતુ એના મન ઉપર લીનાની નજર અસર કરી ગઈ હતી,એ લીના સાથે દોસ્તીનો શરૂઆત કરવાં માંગતો હતો,
દિલાના કોઈ ખુણે લીના પણ એવુ ઈચ્છતી હતી, એને પણ પરમ સાથે વાતો કરવાનું ખૂબ ગમ્યું હતુ.

અને એટલે જ તે દિવસની લીના અને પરમની મુલાકાત દોસ્તી બની ગઈ, ધીરે ધીરે બંને અઠવાડીયે એક વાર બે વાર એમ કોફી પીવા સાથે જવા લાગ્યાં, પરમને લીના ગમવાં લાગી હતી, એ ઘણી વાર કહેવાની કોશીશ કરતો, પણ લીના બધુ સમજીને પણ ના સમજીનું નાટક કરી વાત ઉડાવી દેતી,લીનાને પણ પરમ ગમતો જયારે પણ એ પ્રેમ ભરી નજરથી પરમને નીરખવા જતી એને અંશનો ચેહરો સામે આવી જતો અને એક ર્ધાસ્કા સાથે નજરને બીજી તરફ ફેરવી વાત બદલવાની કોશીશ કરી લેતી,એ બધું પણ પરમથી અજાણ ન હતું,એ બધું જ જાણતો હતો, લીનાની ભુતકાળના જીવન વિષે, પરંતુ એ ઈચ્છતા હતો,- કે લીના ખૂદ એની લઘુતાગૃનંથીમાંથી બહાર નીકળે,એ ખૂબ હિંમ્મત કરી એની હકીકતનો સામનો કરે.

આ બાજુ લીના માટે નીતનવા માંગા આવવા લાગ્યા હતા,કોઈ વિધુર તો કોઈ છુટાછેડા લીધેલા, તો કોઈ શારીરીક ખોડ ખાંપણ વાળા, અને સમાજનું માનીયે તો એક છુટાછાડા લીધેલી અને ચાર વરસના છોકરાની મા માટે આનાથી વિશેષ માંગની આશા સમાજ પાસે ન રાખી શકાય,ભલેને પછી છોકરી ગમે એટલી દેખાવડી રૂપ રૂપનો અંબાર હોય,-કોઈ મોટી કંપનીની માલકીન હોય,પણ સમાજની આ હદ હતી,
એક વાર છુટાછેડા થાય એટલે જીવન ભંગારમાં મુકેલા ત્રાંબા-પિત્તળના વાસણ જેવું થઈ જાય, કોઈ એ વાસણ ઉપર લાગેલો દર્દનો કાટ ઉલેચવાં તૈયાર ન થાય અને અંતે એ ભંગારમાં જાય.એ વાત લીના પણ સમજતી હતી,જયારે પરમ તો એક ઉભરતો યુવાન હતો, ગોરો, નમણો છ ફુટ હાઈટ, આજના ટૃન્ડ પ્રમાણે દાઢી તો એની સુંદરતામાં વધારો કરતી હતી,નોકરી પણ વેલ સેટ ,હવે આટલા સ્માર્ટ અને ગુડ લુકીંગ યુવાનના પરિવાર વાળા એક છોકરાની મા સાથે લગ્ન માટે કેમે રાજી થાય..! એમા એમનો પણ દોષ ન હોય બધાં મા-બાપને પોતાની વહુ કે જમાઈ પોતાના સ્ટેટસ અને દિકરા દિકરીના દેવખવાની સરખામણી કરતાં જ જોઈતા હોય છે.

અહીં એક માંગુ લીના માટે આવે છે જે યુવક ન કહેવાય પણ આધેડ કેહવાય, એ કુંવારા જ હતા, એને બીઝનસ જમાવાની લાયમાં લગ્નની ઉંમર નીકળી ગઇ હતી,એ અંશને પણ અપનાવવા તૈયાર હતા.
મંજુબેન અને ભરતભાઈ તો ખૂશ થઈ ગયા આ સાંભળી, -કે
છુટાછેડા થયેલી છોકરીને કુંવારો અને કરોડોપત પતિ મળશે, એટલે અંશના ભવિષ્યની ચિંતા પણ નહીં રહે,એને લીના સાંજે ઘરે આવતા બધી વાત કરી અને સમજાવ્યું, લીના પાસે જવાબ આપવા માટે હા કે ના કઈ જ ન હતુ, એનુ મનનો ઝુકાવ પરમ તરફ વધવા લાગ્યો હતો, પણ પરમ કે એનો પરિવાર અંશને અપનાવે કે નહીં એ એક અસમંજસ હતી,કારણ કે પરમ એટલો હેન્ડસમ હતો, વેલ સેટ હતો કે સારામાં સારી કુંવારી છોકરી એને મળી શકે એમ હતી.
જયારે પરમ અહીં એવુ વિચારતો હતો કે લીના કયારેક તો હિંમ્મત ભેગી કરી એના પ્રેમને કહ્યા વગર ઓળખી એને અપનાવશે.

હવે આગળના ભાગ વાચશું પરમ અને લીના એકબીજાના પ્રેમનો સ્વીકાર કરશે... ? પરમના પરિવાર અંશને અપનાવા તૈયાર થશે..?

🙏જય શ્રીકૃષ્ણ 🙏

✍doli modi