Koobo Sneh no - 55 books and stories free download online pdf in Gujarati

કૂબો સ્નેહનો - 55

🌺 આરતીસોની 🌺

પ્રકરણ : 55

વિરાજનું ભયંકર સ્વરૂપ જોઈને આવનારા વાવાઝોડાના વિચારથી દિક્ષાના મનનું કબૂતર ફડફડ પાંખો ફફડાવવા લાગ્યું હતું. સઘડી સંઘર્ષની.....

❣️કૂબો સ્નેહનો❣️

સમય સાંકળોથી બંધાઈને ચાલતો હોય એમ ચાલતો હતો. નતાશાના બોલાયેલા એ શબ્દો હવામાં ઝળુંબી રહ્યાં હતાં. શૌતન શબ્દે દિક્ષાના આસપાસ ભરડો લીધો હતો અને ચહેરા પર આગિયા માફક ઝબકી રહ્યાં હતાં.

અમ્માએ વિરાજનો હાથ પકડી હળવેથી પથારીમાં સૂવાડ્યો, પગ પર બ્લેન્કેટ ઓઢાડી કપાળ પર હળવેકથી ચુંબન કરી, વ્હાલ કરી એને સમજાવતા કહ્યું,

"વિરુ દીકરા તું શાંત રહે.. આટલો બધો ક્રોધ તારા માટે ઠીક નથી.. કાદવમાં ઢેકારો નાખવાથી કાદવના છાંટા આપણી ઉપર ઊડ્યાં વિના નથી રહેતાં. તારી પરિસ્થિતિ અત્યંત નાજુક છે. શાંત રહેવું તારા માટે અત્યારે વધારે ઉચિત રહેશે.."

પાંપણો પરના આંસુ દરિયો ઉલેચી અવાજને ધોઈ ધોઈને ત્રૃટક ત્રૃટક શબ્દોની માળા ગુંથવાની અમ્માના મનમાં ગડમથલો ચાલતી રહી.

"એનાથી તો તું.. જોજનો દૂર જ રહેજે.. સંસ્કાર નામની.. કોઈ ચીજ નથી તારામાં.. આટલું બધું કોઈ નફ્ફટ ક્યાંથી હોઈ શકે..?"

દિક્ષાની નજીક જઈને અમ્માએ એના ખભે હાથ મૂક્યો અને ત્યાં જ અસાધારણ કંઈક બનાવ બનવાના એંધાણ ભર્યા વિચારોના જંગલમાંથી દીક્ષા ત્યાં પાછી ફરી.

બે હાથોનો આશ્રય લઈને દિક્ષાએ પોતાનો ચહેરો ઢાંકી દીધો. પાતળા તંતુએ બાંધેલી તલવાર ક્યાં સુધી હવામાં ઝૂલતી રહે? પડવાની તો હતી જ અને પડી. પાંપણના પાણિયારાની પાળ તૂટી અને બેય મટકાના જાણે નળ વછૂટી ગયાં હોય એમ હથેળીમાં છલકાવાં માડ્યાં.

દિક્ષા મનોમન વિચારી રહી, 'હજુયે કોણ જાણે કેટકેટલા વિરુના પાના ખુલવાના બાકી છે. અમ્મા સામેય હવે વિરુનું એકેએક પાનું ઉઘાડું થઈ જવા રહ્યું છે. હવે મારાથી કશું રોકાયે રોકાય એમ નથી. જે છુપાવવા માંગતી હતી એજ ધીરેધીરે અમ્માના સામે આવી રહ્યું છે. અત્યારે નતાશાને રોકવી ખૂબજ અઘરું કામ છે. એ ભલે કાબૂ બહાર જઈ રહી છે, પણ વિરુને સંભાળવાની મારી ફરજ છે. ડૉક્ટરની વાત યાદ આવી, "આટલી ધીરજ ધરી છે, એમાં હવે થોડી વધારે.. આમ પણ હવે રિકવરી થવા લાગી છે એટલે જલ્દીથી હરતા ફરતાં પણ થશે જ. તમારે ફક્ત એમના મગજ પર કોઈ બોજો ન પડે એનું ખાસ ધ્યાન રાખવાનું છે."

"ક્યા નહી હૈ તેરે પાસ?? બ્રાન્ડેડ કપડે, પરફ્યુમ, ચપ્પલેં, ઘડિયેં, હેન્ડ બેગ્સ.. ઈનમે સે મુજે તેરા કુછ નહી ચાહિયેં.? વિરાજ કે સાથ હમારે પરિવાર મે હમ સબ ખુશ હૈ.."

પણ નતાશા એક એવી વિહારી માયા હતી, જે એમ વિરાજનો પીછો છોડે એમાંની નહોતી અને કશેથીયે સીધેસીધો તંત મૂકે એમાંની નહોતી.

"તુમ્હે પતા નહી ઔર ભી દો ચીજે હૈ હમારે પાસ વિરાજ કી, કી તુમ સુન હી નહી પાઓગી દિક્ષા.."

"મેરા નામ, ના હી લો તો અચ્છા હૈ.. તુમ જાઓ યહાઁ સે!! તુમ સામને હોતી હો કૂછ સુઝતા નહી હમે. હમારા જીના હરામ મત કરો.. જાઓ.."

"અરે.. એસે કૈસે ચલે જાયે તુમ્હે બિના બતાયે? વિરજ કા અંશ હમારે પાસ હૈ.. એક નહીં દો..દો.. હૈ..!"

વિરાજની નજીક જઈને એનો હાથ પકડી બોલવા લાગી,

"વિરાજ, મેરા પ્રેગ્નન્સી રિપોર્ટ પોઝિટિવ આયા ઔર હમારે પેટ મે ટ્વિન્સ્ હૈ સુનકર તુમ કિતને ખુશ હુએ થે! તબ હમને સેલિબ્રેશન ભી કિયા થા યાદ હૈના? મેરે લિયે ડાયમંડ નૅકલેશ ભી લાયે થે.. હમ હમારે જીવન મે.કિતને ખુશ થે.."

"જબ તુમ્હારા યે એક્સિડન્ટ હૂઆ તો હમે પતા ભી નહી ચલને દિયા યે તેરી એક્ષ વ્હાઇફને.. હમને હર જગહ બ્હોત ઢૂંઢા તુમ્હે.. તબ હમ અકેલે યે દુનિયા કે સામને લડે, ભીડે ઔર ટ્વિન્સ્ બેટોં કો જનમ દિયા.. વે અભી તુમ્હારી રાહ દેખ રહે હૈ.."

મોટા મોટા મગરમચ્છ આંસુ સાથે નતાશા એકધારી શબ્દ સાંકળ સડસડાટ બોલે જતી હતી.

ડુંગરની છાતી વીંધીને જેમ ઝરણું ફૂટે એમ દિક્ષાની આંખોથી અશ્રુનું ઝરણું ફૂટ્યું હતું. કાનોના પડદા ચિરતો 'શૌતન અને ટ્વિન્સ્' નામના શબ્દોનો ધસમસતો પ્રવાહ આંખોમાંથી આજે વેગ અને બળના જોરે, એ ઝરણું ધોધ બનીને વહેતું રહ્યું. સંગીતના કોઈ પણ વાદ્યના આધાર વિના પણ ડુંગરાઓના વાયુ રૂપી તાનપુરા સાથે સ્નેહના રિયાઝના કારણે જાણે કંઠમાંથી દર્દનાક ગૂંજ પેદા થઈ રહી હતી.

રેશમ જેવું મૃદુ પોત ધરાવતી નતાશાનું બોલે જવાનું હજુય ચાલુ જ હતું. નતાશાએ સાવ છીછરા લેવલની કુચાલીપણુંની હદ તો ત્યારે વટાવી જ્યારે એણે વિરાજને છોડીને અમ્મા અને દિક્ષાને અહીંથી જતાં રહેવા માટે દબાણ કરવા લાગી,

"સ્નેહ સે પેટ થોડા હી ભરા જાતા હૈ.. જીને કે લિયે પૈસે કી જરૂરત પડતી હૈ. સહી હૈ ના અમ્મા.!? યે સ્નેહ કેવલ બોલને મે ઔર સુનને મે અચ્છા લગતા હૈ ! બિના પૈસે જીવન ગુજારના બહોત હી કઠિન હૈ.. મેરી એક બાત માનો.. વિરાજને યે જો ધન દૌલત કમાઈ હૈના, યે સબ યહાઁ સે લેકર આપ દોનો ઇન્ડિયા ચલે જાઓ.. વહી આપકે લિયે બહેતર રહેંગા.. આપ ભી વહાઁ શાંતિ સે રહે શકેગેં ઔર યે રોજરોજ કી કિચકિચ સે મુજે છુટકારા મિલ જાયેગા ઔર મેરે દોનોં બેટો કો અપને પાપા મિલ જાયેગે.."

નતાશાની ગંદી અવહેલના અમ્મા હોઠ ભીડીને હૈયે ઝીલ્યે જતાં હતાં. સામેનું ચિત્ર ધુંધળું તો ધુંધળું પણ કિતાબના હકીકતના પાના ખુલ્લા પડવા લાગ્યાં હતાં. એમણે પોતાના હોઠ સીવી દીધાં. હૈયે આરી ચાલવા લાગી. તોફાની ડમરી ઊડી હોય એમ અમ્માને આંખે અંધારા આવી રહ્યાં હતાં. એમને કશુંજ દેખાતું નહોતું. મગજ ચક્કરે ચડ્યું. એમના મગજની બધી જ બારીઓ બંધ થઈ ગઈ હતી. મન મસ્તિષ્ક પર અંધારપટ છવાઈ ગયો હતો.

વિરાજે હવે પોતાની પાંખો કાપીને હવામાં ફંગોળી દીધી હતી. મૌન ધારણ કરી બોલકી વ્યાકુળતાને એણે સંભાળી લીધી હતી.

અમ્મા ઉપર નતાશાના ઝેરનું અત્તર છંટાઈ ચૂકયું હતું.

'પોતાની ગરીબી ક્યારેય એને અકળાવતી નહોતી. એને ક્યારેય પોતાનામાં કોઈ પણ પ્રકારની ઊણપ કે નાનપ નથી આવવા દીધી. આટલું કમાતો હોવા છતાં પોતાના વ્યક્તિત્વમાં દંભ નથી આવવા દીધો. વ્યવહારની બાબતમાં મારો વિરુ કેટલો બધો કુશળ ને નજર પણ એની ગરુડ જેવી શાર્પ છે. તો પછી આવી? અને આટલી મોટી ભૂલ કઈ રીતે એ કરી શકે?!' આવા અનેક વિચારો સાથે એમનું હૈયું દરદથી પીડતું હતું.

વોશરૂમ તરફ ઉભેલા અમ્મા, કંઈક બોલવા મથી રહ્યાં, પણ બોલવામાં શ્રમ પડી રહ્યો હતો. વિરાજ પાસે જવું હતું પણ ત્યાં સુધી પહોંચી ન શક્યા અને ધબાકા સાથે મૂર્છિત થઈ અમ્મા ત્યાં જ ઢળી પડ્યાં. વિરાજના બેડની નજીક ઉભેલી દિક્ષા કંઈ સમજે, વિચારે એ પહેલાં તો અમ્મા ફસડાઈ પડ્યાં હતાં. એમને ઢળી પડતાં જોઈને દિક્ષાનો શ્વાસ અદ્ધર થઈ ગયો,

"અમ્મા..." બુમ પાડીને રોબોટની જેમ દોડીને ફસડાઈ પડેલા અમ્મા પાસે પહોંચી.

આ બધું જોઈને નતાશાનું મોઢું વંકાયું. એની ત્વચા તો મખમલી મુલાયમી હતી, પણ દિલની ત્વચા તો સાવ પથ્થર જેવી નઠોર હતી. એણે મનોમન બબડાટ કર્યો, "યેહ.. લો.. નૌટંકી શુરુ.. અબ ઈશ્વર બચાયે ઈનકો!"

અમ્માને ભાન ન આવે ત્યાં સુધી હાલકડોલક થતાં નાનકડાં હોડકામાં દિક્ષા સાવ એકલી જ હતી. દરિયાના બધાં તોફાનોનો સામનો એણે એકલીએ જ કરવાનો હતો. જમીન ક્યારે દેખાશે અને દેખાશે કે નહીં એ ક્યાં સુધી ભટકે જશે, એ ખુદ જાણતી નહોતી.

વિરાજને પોતાનો કરી લેવા મજબૂર કરી રહેલી નતાશાને કોઈનીયે કરુણતાની જરાપણ ચિંતા નથી. વિરાજને પણ મહેસૂસ થઈ રહ્યું હતું કે, હવે આવનારો સમય નવું જ એક ભયંકર તોફાન લઈને આવશે! ©

ક્રમશઃ વધુ આવતા પ્રકરણ : 56 માં અમ્માની આંખોનું રતન છે વિરાજ. માયામીના દરિયાનું ધોળું ફીણ શું એ સ્નેહ ભીના પગલાં પાછા આપશે?

-આરતીસોની©