Pariksha - 14 - last part books and stories free download online pdf in Gujarati

પરીક્ષા - 14 - છેલ્લો ભાગ

ભાગ :- 35

જાદુઇ દરવાજા પાસે છાયા અને રાક્ષસ આવે છે. છાયા પાસે ચમત્કારિક પાંચ કમળ હતા. એ બંને માયા અને દીવા ને જોય છે. એકબીજા ને જોતા જ ત્યાં યુદ્ધ શરુ થાય છે.

માયા અને છાયા પોતાના જાદુથી એકબીજા પર વાર કરતાં હતા કોઈ વાર માયા પાછળ ધકેલાઈ તો કોઈ વાર છાયા એ બંને પાસે સરખી જ શક્તિ હતી. આ બંનેમાંથી કોણ જીતે તે કહેવું જ મુશ્કેલ હતું. આ બાજુ રાક્ષસ અને દીવા નું પણ ભયંકર યુદ્ધ ચાલુ હતું પણ દીવા ની યુક્તિ અને શક્તિ થી તેણે રાક્ષસ ને એક દોરડાથી બાંધી દીધો. છાયા અને માયા નું યુદ્ધ ચાલુ જ હતું.

🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻

જાનકી અને જીયા મહા મૃત્યુંજય મંત્રના જાપ પુરા થાય છે. જાપ પુરા થતા જાદુઇ દરવાજો ખુલે છે. જાનકી અને જીયા જાદુઇ લોકની અંદર આવે છે. ત્યા એ બંનેની ભેટ ચંદ્ર વંશી સાથે થાય છે. સવિતા બધી હકિકત જણાવે છે.

જાનકી : જલ્દી મને જાદુઇ દરવાજા પાસે લઇ જા

સવિતા : પણ

જાનકી : રાક્ષસ સામે કોઈ જીતી ન શકે
દીવા અને માયા નો જીવ ખતરામાં છે

સવિતા : તો ચાલો

મહેશ : માસી દીપક તો અહીં નથી

માલતી : કયાં ગયો દીપક

સવિતા : અહીં જ હશે

જનક : મને ખબર છે

માલતી : કયાં છે ?

જનક : એ વચ્ચેથી જાદુઇ દરવાજા તરફ જતો રહયો છે મને કહેવા ના પાડી હતી

રાધા : કેમ જવા દીધો

જનક : કસમ આપી દીધા હતા

જાનકી : વાત કરવાનો સમય નથી
જલ્દી જાદુઇ દરવાજા પાસે જઇએ

સવિતા : હા

માલતી : હા

બધા જાદુઇ દરવાજા પાસે જાય છે.

માયા જીતશે કે છાયા ?

રાક્ષસ કંઇ રીતે મરશે?

તે માટે વાચતાં રહો પરિક્ષાનો આગળનો ભાગ

ભાગ :- 36

માયા અને દીવા સાથે પોતાની શક્તિથી છાયા પર વાર કરે છે.

આ યુદ્ધ છે આખરી .....
આ યુદ્ધ છે આખરી .....
આ જ છે પરીક્ષા
આજ છે કસોટી
આ યુદ્ધ છે આખરી .....
આ યુદ્ધ છે આખરી .....
પરીક્ષા ની આ ઘડી છે
જીવનની આ પરીક્ષા છે
આ યુદ્ધ છે આખરી .....
આ યુદ્ધ છે આખરી .....

ધણી કોશિશ પછી માયા અને દીવા બંનેની શક્તિ ના વારથી અંતે છાયા મૃત્યુ પામે છે.

દીવા અને માયા પાંચ કમળ જાદુઇ દરવાજા પાસે મુકે છે. જાદુઇ દરવાજો ખુલે છે. જાદુઇ દરવાજા માંથી સફેદ કલરનો પ્રકાશ આવતો હતો. દરવાજા ની બહારથી જ પીળા કલરના પ્રકાશ થી જાદુઇ સિંહાસન ચમકતું હતું.

દીવા : ચંદ્ર વંશી ને બોલાવી લાવું

માયા : હું પણ આવું

દીવા : સારું

બંને જણા દરવાજા પાસેથી નીકળે છે. રાક્ષસ પોતાની શકિત થી જાદુઇ દોરડાથી મુકત થાય છે.
રાક્ષસ અને માયા, દિવા નું યુદ્ધ થાય છે. બંને ની શકિત રાક્ષસ ને હરાવી શકિત ન હતી. રાક્ષસ એ જાદુથી માયા ને પિંજરા પુરી દીધી. દીવાની શક્તિ પણ કામ આવતી ન હતી કેમકે છાયા ના અંતમાં જ એની શક્તિ ઓછી થઇ ગઇ હતી.

દીવા જાણતી હતી કે રાક્ષસ ને હરાવવા વિભુતિ જોઈશે તે માતા જાનકી પાસે હતી બસ કોઈ પણ રીતે માતા જાનકી આવે ત્યાં સુઘી યુદ્ધ કરવાનું હતું. રાક્ષસ અને દીવા નું યુદ્ધ થાય છે. અંતે રાક્ષસ જાદુઇ તીર દીવા પાસે ફેંકે છે.

માયા : " દીવા "

દીપક તરત જ દીવા ની આગળ આવી જાય છે. એ તીર દીપક ને વાગે છે.

દીવા : દીપક
આ તે શું કરયું ?

દીપક : દીવા દીવા
હવે હું જામ છું

દીવા : ના દીપક
ના

દીપક : ( પોતાના હાથમાંથી વીંટી કાઢીને દીવા ને આપે છે)
દીવા હું જામ છું
જાદુઇ સિંહાસન ની રક્ષાકરજે

દીવા : દીપક

( દીપક જાદુઇ તીર વાગવાથી મૃત્યુ પામે છે)

ચંદ્ર વંશી , જાનકી અને જીયા પણ ત્યા આવી જાય છે. જાનકી શક્તિથી માયા ને મુકત કરે છે.

જાનકી : ( વિભુતિ આપે છે ) માયા સિંહાસન ની રક્ષા કર

માયા જાદુઇ શક્તિથી રાક્ષસ ની આગળ આવે છે અને વિભુતિ નાખે છે. વિભુતિ નાખતાં જ રાક્ષસ બળીને રાખ બની જાય છે.

થોડા દિવસો પછી

જાદુઇ સિંહાસન પર દીવા નો અભિષેક થાય છે. માયા ને દુનિયાની જાદુગરની નું પદ મળે છે. સવિતા, માલતી, રાધા, પાયલ, મહેશ અને જનક પૃથ્વી લોક પર આવી જાય છે. જાનકી અને જીયા યાત્રા પર નીકળી જાય છે.

દીવા ગીત ગાય છે.

तुम बिन क्या है जीना
क्या है जीना
तुम बिन क्या है जीना

तुम बिन जिया जाए कैसे
कैसे जिया जाए तुम बिन
सदियों से लम्बी हैं रातें
सदियों से लम्बे हुए दिन
आ जाओ लौट कर तुम
ये दिल कह रहा है
.....
.....
इस दिल से तूफ़ां गुजरते हैं
तुम बिन तो जीते न मरते हैं
आ जाओ...

દીવા દીપકની આપેલી વીંટી જોય છે.

( સમાપ્ત )

પ્રિય વાંચક મિત્રો આ મારી પહેલી નવલકથા પરીક્ષા અહીં જ સમાપ્ત થાય છે. વાંચક મિત્રો ને આ નવલકથા ગમી હશે. પહેલી નવલકથા છે એટલે ઘણી ભુલો થઇ હશે તે તરફ ધ્યાન દોરવવા નમ્ર વિનંતી છે. તમારો અમુલ્ય પ્રતિભાવ જરુર આપજો. તમારો પ્રતિભાવ મને નવી રચના લખવા પ્રોત્સાહિત કરશે.

મારી નવલકથા વાંચવા માટે વાંચક મિત્રનો ખુબ ખુબ આભાર.