My Poetry Window Part: 13 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ :13

મારો કાવ્ય ઝરૂખો ભાગ :13

એક ન્યુઝ ચેનલ નો ઇન્ટરવ્યુ જોતો હતો જેમાં ૨૬ જાન્યુઆરી નુ કેમ મહત્વ છે અને શું કામ ઉજવાય છે એવું કોલેજ ના યુવક અને યુવતી ઓ ને પૂછતા અને તેમના ઘણાં ખરા જવાબ હાસ્યાસ્પદ હતાં... હસવું કે રડવું ખબર ના પડી ...

અહી હું સ્વતંત્રતા દીવસ અને ગણતંત્ર દિવસ વચ્ચે જે ફરક છે તે સમજાવવા નો નાનો પ્રયત્ન કરું છે... કોઈ ક્ષતિ કે ત્રુટિ રહી હોય તો ક્ષમા કરશો....

26 જાન્યુઆરી... ગણતંત્ર દિવસ

લોકો નું, લોકો દ્વારા, લોકો માટે ચાલતું
અનેરું તંત્ર એટલે લોકશાહી તંત્ર

દરેક સ્વતંત્ર દેશ ને છે પોતાનાં
સવિધાંનનો સંપૂર્ણ હક નાગરિક ના
વાણી સ્વતંત્રતા અને બીજા નીજી હક માટે

સ્વતંત્રતા મળી ભારત ને
૧૫ ઓગસ્ટ ૧૯૪૭ ના રોજ

ભારત માં સંવિધાન અમલી હતું
૧૯૪૭ થી ૧૯૫૦ સુધી
બ્રિટિશ સામ્રાજ્યનું

સંપૂર્ણ સવિધાંન વગર અધુરી
હતી અંગ્રેજો થી મળેલી સ્વતંત્રતા

ડો. બાબા આંબેડકર સાહેબ ની
રાત દિવસ ની અગાથ મહેનત બાદ
બન્યું સર્વમાન્ય સવિધાંન ભારત નું

ભારતના અભિન્ન અંગ જેવુ સવિધાંન બન્યુ
૨૬ નવેમ્બર ૧૯૪૯ ના રોજ
અમલી થયું ૨૬ જાન્યુઆરી ૧૯૫૦ ના રોજ

સવિધાન થી સંપૂર્ણ સ્વતંત્રતા મળી આપણે
આથી અનેરું મહત્ત્વ છે ૨૬ જાન્યુઆરીનુ
અને ઉજવાઈ છે એટલે ગણતંત્ર દિવસ તરીકે

કાવ્ય 02

નવું ભારત....

આજ નુ ભારત અડીખમ કારણ
હતુ મજબૂત ગઈકાલ નું યુવાધન

વિકટ પરસ્થિતિ માં હાર નહી માનું
હારેલી બાઝી જીતી ને હું બતાવું
એવો બુલંદ વિશ્વાસ છે
આજ ની યુવાપેઢી નો

જેવો બુલંદ ઉત્સાહ હોસલો છે
આજ ના યુવાધન નો નથી જોવા મળ્યો
ઉમળકો પહેલાં કયારેય કદીય

નવભારત નુ નિર્માણ કરવા
ગઈકાલ ના અનુભવ સાથે
જરૂર છે આજના યુવાધન ની

મળ્યું છે જે વિશ્વાસનુ પ્લેટફોર્મ
આગળ ધપાવવાની ફરજ છે યુવાધનની

ભારત ના નવનિર્માણ
થી બનવાની ઉજળી છબી ભારત ની

આવતીકાલ છે વધુ મજબુત
ઉજ્જવળ ભવિષ્ય છે મારા ભારત નુ

વિશ્વાસ છે મને ટુંક માં લેવાશે
ખૂબ માન થી નામ મારા દેશ નુ
લોકો મીટ માંડશે ભારત સામે
આત્મવિશ્વાસ થી...

કાવ્ય 03


તાંડવ...

તાંડવ ના નામે ખોટુ મચાવ્યું તાંડવ
હલકી પબ્લીસીટી માટે રચ્યું તરકટ

ન્યૂઝ ચેનલ વાળા ભેગા મળી
ઉમેરે વગર મફત ના મિર્ચ મસાલા

કરે પ્રયત્નો એતો લોકો ની
લાગણી ઓને ભડકાવવાના

હિન્દુ સંસ્કૃતિ છે ઘણી ગૂઢ
નથી છીછોરા ની ઔકાત
હિન્દુ સંસ્કૃતિ ને સમજવાની

હિન્દુ સંસ્કૃતિ ને છે દિલથી સન્માન


કાવ્ય 04

ધન..

ધન છે કમાલ નું
નથી હાથ કે પગ
છતા માનવી ને
દોડાવે દિવસ ને રાત

ડગલે - પગલે,
હાલતાં - ચાલતાં,
ઉઠતા - બેસતા
જરુર પડે ધનની

રોટી કપડા ને મકાન
જરૂરી છે જીવન કાજે
જીવનભર માનવી ને
આમ ધન કરાવે વૈતરા

ધન કમાવા ની લ્હાય માં
સુખ ચૈન લાગે દાવ માં
ધન કમાતા કમાતા
સાથ છૂટે વ્હાલા ના

નથી મર્યાદા કોઈ ધન કમાવવાની
કમાવવું ધન જરૂરીયાત પુરતું
મળ્યું છે જીવન જીવવા માટે...

ધન કમાવવાની લાલશા માં
માનવી નું થાય એક દિ નિધન
સ્મશાને લઇ જાય માનવી ને
ની-ધન નીધન થતા....

કાવ્ય 05


મનમધુ

મધ જેવી મધુર મધુ એ
મન હરી લીધુ મનહર નું

મધુ ને મનહર એ માવજત થી
ખીલાવ્યો મનમધું તણો બાગ

મનમધુ ની સારી કાળજીથી
બાગ ના છોડવા મોટાં થયાં

છોડવા પરિપક્વ થતાં
ફૂલ ગુલાબ ખીલ્યા ઘણાં તેમાં

હર્યો ભર્યો બગીચો જોઇ
મનમધું હરખાતા ઘણાં

સોપી બાગ ની જવાબદારી મધુને
એક દિવસ જલ્દી મળીશું કહી
મનહરએ હસતાં સાથ છોડ્યો મધુનો

મનમધુ બાગ માં સંસ્કાર સીંચતા
મધુ ને યાદ ઘણી મનહર ની આવતી

મનહર ને આપેલ વચન યાદ આવતા
મધુ ની આંખ ભરાઇ આવતી...

બગીચો સવારવા નો છે બાકી
વાત એમ સમજી મધું એ સંભાળી
બાગડોર મનમઘુ બાગ ની ફરી ફરી

આજે સુવાસ મહેકે ચારેકોર
મનમધુ બાગ ની ઘણી..

હિરેન વોરા
તા. 18/01/2021
Rate & Review

Hiren Manharlal Vora
Parul

Parul Matrubharti Verified 2 years ago

alpadoshi.tinu@gmail.com

🙏🏻🙏🏻💗🙏🏻🙏🏻