Sapna Ni Udaan - 4 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 4

પ્રિયા હવે કોલેજ જવા માટે તૈયાર હતી. અમદાવાદ માં પ્રિયા ના પિતા ના મિત્ર મહેશ ભાઈ રહેતા હતા. પ્રિયા ના પિતા એ તેમને ત્યાં પ્રિયા ને પીજી તરીકે રહેવા માટે વાત કરી હતી. મહેશ ભાઈ એ પણ તેમને ખુશી થી સ્વીકૃતિ આપી હતી. આજે પ્રિયા અને તેના પિતા અમદાવાદ જવા માટે તૈયાર હતા. કલ્પનાબેન ની આંખો આંસુ થી ભરાઈ ગઈ હતી. તેમને પ્રિયા ને પ્રેમ થી કહ્યું, " પ્રિયા ! તારા વગર તો ઘર એકદમ સૂનું થઈ જશે, તું અમને ત્યાં જઈ ભૂલી ન જતી, અને હા મને દરરોજ ફોન કરવો પડશે તારે, અને હા મહેશ ભાઈ ના ઘરે શાંતિ થી રહેજે , તેમને પરેશાન થવું પડે એવું કંઈ કરતી નહીં." પ્રિયા હસતા બોલી, " હા હા મારા પ્યારા મમ્મી! હું ત્યાં કોઈ ને પરેશાન નહિ કરું, અને તમને રોજ ફોન કરીશ બસ , પણ મમ્મી તમને તો હું ફોન માં પણ ખૂબ જ પરેશાન કરીશ " અને પ્રિયા એ તેના મમ્મી સામે આંખ મારી. તરત જ બધા હસવા લાગ્યા.

પ્રિયા અને તેના પિતા બંને અમદાવાદ પહોંચી ગયા. મહેશ ભાઈ તેમને લેવા આવ્યા હતા. હવે તેઓ બધા ઘરે જાય છે. મહેશ ભાઈ ના પત્નિ સંગીતાબેન તેમની જ રાહ જોઈ રહ્યા હતા. પ્રિયા અને તેના પિતા આવતા જ તેમને તેમનું સ્વાગત કર્યું. પ્રિયા ને પોતાનો રૂમ પણ બતાવ્યો . હવે પ્રિયા ના પિતા વિદાય લઈ રહ્યા હતા. તેમની આંખો માં પણ આંસુ આવી ગયા હતા . તેમને મહેશ ભાઈ ને કહ્યું, " મારી દીકરી ને હું તમારા ભરોસે અહીં મૂકી ને જાવ છું , તમે તેમનું ધ્યાન રાખજો.' તરત મહેશભાઈ એ તેમને ગળે મળીને કહ્યું, " તમે પ્રિયા ની બિલકુલ ચિંતા ન કરો, તે અમારી પણ દીકરી છે અમે તેનો પુરે પૂરો ખ્યાલ રાખીશું". ત્યાર પછી પ્રિયા પણ પિતા ને ગળે મળી રડવા લાગી. પછી પ્રિયા ના પિતા એ વિદાય લીધી.

રાત્રે સંગીતાબેન એ પ્રિયા ને જમવા માટે બોલાવી. તેને ત્યાં જઈ જોયું તો સંગીતાબેન અને મહેશ ભાઈ ટેબલ પર જમવા માટે તેની જ રાહ જોઈ રહ્યા હતા. સંગીતાબેન એ પ્રિયા ને કહ્યું, " બેટા! અમારા ઘરે અમે બધા એક સાથે જ જમવા બેસીએ છીએ. હવે તું પણ અમારા પરિવાર નો જ એક ભાગ છે ને." ત્યાર પછી બધા જમવા લાગ્યા. થોડી વાર થઈ ત્યાં એક વ્યક્તિ પાછળ થી દોડી ને આવીને સંગીતાબેન અને મહેશભાઈ ને પાછળ થી ભેટી પડી. પ્રિયા તો તેની સામે તાકીને જોતી રહી. તેને જોઈ સંગીતાબેન એ તેને કહ્યું, " બેટા! આ અમારી નટખટ દીકરી પરી છે. તે થોડાક દિવસ માટે પ્રવાસ માટે બહાર ગઈ હતી, અત્યારે જ આવી છે." પછી સંગીતાબેન એ પરી ને પણ પ્રિયા વિશે જણાવ્યું.

પ્રિયા અને પરી મળવાની સાથે જ વાતું એ વળગી ગયાં. તેમનું મળતાની સાથે જ ખૂબ બનવા લાગ્યું હતું. હવે પરી અને પ્રિયા બંને તેના રૂમ માં બેસી વાતો કરી રહ્યા હતા. પરી એ પ્રિયા ને કહ્યું, " પ્રિયા! તું હવે કોલેજ માં આવી ગઈ હવે તારે થોડુક ફેશનેબલ થવું જોઈએ , ચાલ હું તને પાર્લર લઈ જાવ, પછી તું જો તારી એકદમ કાયાપલટ ન કરી દવ તો મારું નામ પણ પરી નહીં." પ્રિયા કહે છે , " ના પરી મને આવું બધું ના ગમે હું જેવી છું તેવી બરાબર છું". પણ આપડી પરી કઈ માને એમ થોડી હતી. તેતો જીદ કરીને પ્રિયા ને સાથે લઈ ગઈ. પાર્લર માં લઇ જઇ પરી એ તો પ્રિયા ની સાચે જ કાયાપલટ કરી દીધી હતી. પ્રિયા ના છૂટા વાળ એકદમ અપ્સરા જેવા લાગી રહ્યા હતા. પરી હવે તેને ખરીદી કરવા માટે લઈ જાય છે, અને તેના પર સારી લાગે એવી કેટલીક કુર્તી અને ડ્રેસ ની ખરીદી કરે છે. અને પછી બંને બહેનપણી બજાર માં પાણીપુરી ખાઈ ઘરે પાછા આવે છે.

આજે પ્રિયા નો કોલેજ માં પહેલો દિવસ હતો. તે કોલેજ માં પ્રવેશ કરે છે. તે આજે ખૂબ સુંદર લાગી રહી હતી. તેને વાદળી કલર નો પટિયાલા ડ્રેસ પહેર્યો હતો, તેના છૂટા કાળા વાળ હવા માં ઉડી રહ્યા હતા. આંખ માં કાળી કાજલ અને કાન માં એરિંગ્સ પહેરી હતી. તે સાચે જ અપ્સરા લાગી રહી હતી , અને લાગે પણ કેમ નહિ પરી એ જો તૈયાર કરી હતી. પ્રિયા કોલેજ માં દાખલ થઈ જઇ રહી હતી ત્યાં જ તે એક વ્યક્તિ સાથે ટકરાઈ જાય છે અને તેની પુસ્તક પડી જાય છે. તે જેની સાથે ટકરાઈ છે તે રોહન હતો. તે પ્રિયા ને જોતા જ તેની ખૂબસૂરતી માં ખોવાઈ જાય છે. પ્રિયા તેની પુસ્તક લઈ તેની પાસે જઈ ગુસ્સા માં કહે છે કે , " ઑય હેલ્લો! તું જોઈ ને ચાલી નથી શકતો?" પણ રોહન તો કઈ સાંભળ્યા વગર બસ તેને જ નિહાળી રહ્યો હતો. પ્રિયા એ બીજી વાર જોરથી તેને કહ્યું, ત્યારે રોહન હડબડાઈ ને તેને કહે છે, " હું તો જોઈ ને જ ચાલતો હતો , તારું જ ધ્યાન નહોતું , અને તું મને જ સંભળાવી રહી છે? ભલાઈ નો તો જમાનો જ નથી". આ સાંભળતા જ પ્રિયા તેની સામે મોઢું બગાડી ચાલી જાય છે. અને રોહન આ ઘટના યાદ કરી ધીમેથી હસી ને ત્યાંથી ચાલ્યો જાય છે.

શું પ્રિયા અને રોહન વચ્ચે ની આ ટકરાર નો અંત આવશે? તે બંને મિત્રો બની શકશે ? કે પછી તેમના આવા મીઠાં ઝગડાઓ ચાલ્યા કરશે ? જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન'

To be continue. .