Sapna Ni Udaan - 5 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 5


પ્રિયા માટે કોલેજ નો પ્રથમ દિવસ હોય છે માટે તેને પોતાનો ક્લાસ મળી રહ્યો નહોતો. ત્યાં થોડી વાર માં ત્યાંથી થોડા સિનિયર વિદ્યાર્થીઓ તેની પાસે આવી ને પૂછે છે," અમે કઈ મદદ કરી શકીએ તમારી?" . પ્રિયા તેને કહે છે , " હા , મને અમારો પ્રથમ વર્ષ નો ક્લાસ ક્યાં છે એ ખબર નથી તમે મને જણાવી શકશો?" તેઓ પહેલાં એકબીજાની સામે જોવે છે અને તેને આગળ જઈ જમણી બાજુ આવેલા ત્રીજા રૂમ માં જવા કહે છે.પ્રિયા ને ખબર ન હતી તેથી તે એમના કહ્યા મુજબ ના રૂમ માં જાય છે. તે રૂમ માં અંદર પ્રવેશ કરે છે ત્યાં તેઓ બહાર થી દરવાજો બંધ કરી ચાલ્યા જાય છે.

પ્રિયા અંદર આવી જોવે છે તો રૂમ માં કોઈ હોતું નથી. અને રૂમ માં એકદમ અંધારું હોય છે. તે આગળ જાય છે ત્યાં એક ટેબલ સાથે ભટકાય જાય છે. તેના પર એક કાપડ હોય છે. તે કાપડ ઉંચું કરે છે તો એક મૃત , અમુક જગ્યા થી કાપેલું એવું માનવ શરીર જોવે છે. તેના મોઢા માંથી ચીસ નીકળી જાય છે. તે ખૂબ ગભરાઈ જાય છે, અને દોડીને બહાર નીકળવા જાય છે ત્યાં તે એક હાડપિંજર સાથે ટકરાઈ જાય છે , તે જોઈ તે ' ભૂત' ' ભૂત' કઈ જોર જોરથી દરવાજો ઠપકરવા લાગે છે.


એ જ સમયે રોહન ત્યાંથી પસાર થઈ રહ્યો હોય છે. તે આ અવાજ સાંભળી દરવાજો ખોલે છે તો પ્રિયા તરત કોણ છે એ જોયા વગર તેને ભેટી પડે છે. અને ફરી ભૂત ભૂત કહેવા લાગે છે. જ્યારે તેને ખબર પડે છે એટલે તે તરત તેનાથી થોડી આઘી ખસી જાય છે. અને ડરી ને તેને કહે છે , ' ભ..ભ .. ભૂત..છે અહીંયા ' . રોહન આ સાંભળી જોરથી હસવા લાગે છે અને કહે છે," શું બોલે છે તું અહી કોઈ ભૂત નથી.


" પ્રિયા કહે છે , " ના ભૂત છે મે હમણાં મારી નજર સામે જોયું એક મૃત શરીર હતું, પછી હું તે જોઈ ભાગી તો મારી સામે એક હાડપિંજર આવી ગયું." રોહન ફરી હસવા લાગ્યો. પછી તે પ્રિયા ને કહે છે, " આ બાયોલોજી ની લેબ છે , તો અહી મૃત શરીર અને હાડપિંજર તો હોય જ ને, અને તું મને એમ કે તું અત્યારે અહીં શું કરી રહી છે?" . પ્રિયા કહે છે , " મને ક્લાસ મળી રહ્યો નહોતો તો ત્યાં થોડા સિનિયર હતા તેમને મને કહ્યું કે અહી તમારો ક્લાસ છે, એટલે હું અહીંયા આવી." ત્યારે રોહન એ થોડું હસતા કહ્યું," આ કોલેજ છે, અને હજી આપડો પહેલો દિવસ છે, અહી કોઈ સિનિયર પર વિશ્વાસ નઈ કરવાનો, અને હા બધા મારી જેવા સીધા તો ના હોય ને" રોહન એ થોડીક મસ્તી કરતા કહ્યું. આ સાંભળી પ્રિયા એ કહ્યું," ખબર નહિ માણસો પોતાને શું સમજતા હશે , આટલી અકડ લાવતા ક્યાંથી હશે." તરત જ રોહન એ કહ્યું, " એમાં એવું છે ને મિસ લેડી " રોહન હજી પોતાના શબ્દ પૂરા કરે ત્યાં પ્રિયા બોલી ," ઓય મિસ લેડી શું કરવા કહે છે?". રોહન બોલ્યો , " એમાં એવું છે ને મિસ લેડી કે જ્યાં સુધી કોઈનું નામ ખબર ના હોય ત્યાં સુધી તેને આવી રીતે જ બોલાવા પડે, બાય ધ વે મારું નામ રોહન , અને તારું?". પ્રિયા એ કહ્યું , " મને તને મારું નામ જણાવવામાં માં કઈ રસ નથી."


રોહન એ કહ્યું," ઠીક છે કઈ વાંધો નહીં મારા માટે મિસ લેડી જ બરાબર છે તમારું નામ". પ્રિયા એ ગુસ્સો કરતાં કહ્યું," મારું નામ પ્રિયા છે બસ હવે આ સિવાય બીજા નામ થી ના બોલાવતો ઓકે." રોહન એ કહ્યું, " નાઈસ નેમ પ્રિયા" પ્રિયા એ તેની સામે થોડો ગુસ્સો કરી જોયુ.અને કહ્યું " હવે ચાલીશ નહીં તો પહેલાં દિવસે જ પહેલો ક્લાસ ચૂકી જાશું." પછી બંને ક્લાસ માં જાય છે. પણ તેઓ થોડા મોડા પડે છે તેથી ક્લાસ માં એકપણ બેન્ચ ખાલી હોતી નથી. પાછળ એક જ બેન્ચ ખાલી બતાય છે , એટલે પ્રિયા ને રોહન સાથે જ એક બેન્ચ પર બેસવું પડે છે.

તે જ દિવસે પ્રિયા ની મુલાકાત મોના સાથે થાય છે. તે તેની સારી સહેલી બની જાય છે. હવે પ્રિયા મહેશ ભાઈ ના ઘરે પણ પોતાના પ્રેમ થી બધાને અભિભૂત કરી મૂકે છે. તેઓ પ્રિયા ને હવે પોતાના જ પરિવાર નો હિસ્સો માનવા લાગ્યા હતા. કોલેજ માં રોહન ને પ્રિયા ના મીઠાં ઝગડા ચાલ્યા કરે છે, રોહન પ્રિયા ને પરેશાન કરવાનો કોઈ મોકો છોડતો નહિ. પણ સમય જતાં રોહન પણ પ્રિયા નો સારો મિત્ર બની જાય છે. તેઓ સાથે પોતાના કોલેજ ના દિવસો માણી રહ્યા હતા. તેઓ એકબીજા ના જન્મદિવસ ઉજવતા, પાર્ટી કરતા , કયારેક ફરવા જતા. આમ તેમનું એક વર્ષ વિતી જાય છે.

પ્રિયા , રોહન અને મોના ખૂબ જ સારા માર્ક્સ થી પોતાની પહેલાં વર્ષ ની પરિક્ષા પૂર્ણ કરે છે.હવે તેઓ ખૂબ સારા મિત્રો બની ગયા હતા. ધીમે ધીમે દિવસો વિતી રહ્યા હતા. તેઓ ડૉક્ટર બનવા માટેના સપના ની નજીક પહોંચી રહ્યા હતા. હવે ત્રણ વર્ષ પૂરા થવા આવ્યા હતા. સમય જતાં રોહન એ પ્રિયાને પ્રેમ કરવા લાગ્યો હતો. તે પ્રિયા ને ઘણી વાર કહેવા માટે પ્રયત્ન કરતો પણ તે કહી શકતો નહોતો. આ બાજુ પ્રિયા એકદમ આ વાત થી અજાણ પોતાના સપના પૂર્ણ કરવા લાગી ગઈ હતી.

આજે વેલેન્ટાઇન ડે હતો. કોલેજ માં બધા પોતાની પ્રેમી પ્રેમિકા ને ગુલાબ આપી પ્રપોઝ કરી રહ્યા હતા. રોહન એ નક્કી કર્યું હતું કે આ દિવસે તે પ્રિયાને પોતાના દિલ ની વાત કહી ને જ રહેશે. તે આજે લાલ ગુલાબ નું ફૂલ લઈ આવ્યો હતો. તે પ્રિયા પાસે જઈ જ રહ્યો હતો ત્યાં તે જોવે છે કે રોહન નો જ એક મિત્ર પ્રિયા પાસે જઈ તેને ગુલાબ આપી પ્રપોઝ કરે છે. આ જોઈ પ્રિયા એકદમ ગુસ્સે થઈ જાય છે અને તેનું ફૂલ ફેંકી દે છે અને તેને ધમકાવવા લાગે છે. આતો મોના આવી જાય છે અને પ્રિયા ને સમજાવી ને ત્યાંથી લઈ જાય છે. બાકી પ્રિયા આજે તેને મૂકે એમ હતી નહિ. આ જોઈ રોહન ગભરાઈ જાય છે, તે સપનું જોવે છે કે તે પ્રિયા ને પ્રપોઝ કરે છે અને પ્રિયા પણ તેના પર ખૂબ ગુસ્સે થઈ જાય છે અને તેની સાથે મિત્રતા તોડી નાખે છે. તરત રોહન હોંશ માં આવે છે તો પ્રિયા સામે ઊભી હોય છે. પ્રિયા તેને કહે છે," રોહન! ક્યાં ખોવાઈ ગયો છે? અને આટલો ગભરાઈ કેમ ગયો છે? અને તું પાછળ શું સંતાડે છે?" . રોહન એ પ્રિયા ને જોઈ ગુલાબ પાછળ સંતાડી દીધું હોય છે. રોહન કહે છે , " નહિ કંઈ પણ નઈ" એમ કહી તે ત્યાં થી ચાલ્યો જાય છે.અને હમણાં પ્રિયા ને કંઇ પણ ના કહેવાનો નિર્ણય કરે છે.

શું રોહન પ્રિયા ને પોતાના દિલ ની વાત કહી શકશે? કે તેના મન ની વાત મન માં જ રહી જશે? જાણવા માટે વાચતા રહો ' સપના ની ઉડાન'.

To Be Continue..