Sapna Ni Udaan - 6 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 6

પ્રિયા ખૂબ જ મહેનત કરી રહી હતી. તે દરેક વર્ષ માં ખૂબ સારા માર્ક્સ થી પાસ થતી હતી. આ બાજુ રોહન નો પ્રેમ પ્રિયા માટે વધતો જતો હતો. તે જ્યારે પ્રિયા ને જણાવવા જતો તો કોઈ ના કોઈ કારણ થી તે બોલવામાં અચકાઈ જતો અને તેને કહ્યા વગર જ ચાલ્યો જતો. ધીરે ધીરે સમય જતા તેમની ઇન્ટરશિપ પણ પૂરી થઈ ગઈ હતી. હવે પ્રિયા એમ. ડી કરી ને હાર્ટ સર્જન બનવા માગતી હતી. મોના ના સપના થોડા અલગ હતા તે ગાયનેકલોજિસ્ટ બનવા માગતી હતી તેથી તેને બીજા શહેર માં જવું પડ્યું. રોહન એ પ્રિયા સાથે રહેવા પોતે પણ હાર્ટ સર્જન બનવાનું નક્કી કર્યું. તેમને બંને એ એસ.જી. એમ. યુ માં પ્રવેશ લીધો.

આજે તેમનો પહેલો દિવસ હતો . રોહન અને પ્રિયા એસ.જી. એમ. યુ માં પ્રવેશે છે. પ્રિયા ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેને બદામી કલર ની લોંગ કુર્તી પહેરી હતી. તેના સિલ્કી કાળા વાળ તેનું સૌન્દર્ય વધુ નિખારી રહ્યા હતા, તેના વાળ ની એક લટ તેના ચહેરા પર આમ થી તેમ ઉડી રહી હતી, આંખ માં કાળી કાજલ , અને હોઠ પર માત્ર લિપ બામ જ લગાડેલી હતી, કાન માં મેચિંગ જુમખા પહેર્યા હતા. ડોક માં માત્ર એક નાનું પેન્ડલ પહેર્યું હતું. તે મેકઅપ વગર પણ ખૂબ સુંદર લાગી રહી હતી. ત્યાં કોઈ હતું જે પ્રિયા ના સુંદર ચહેરા ને એક ટકી નજરે જોઈ રહ્યું હતું. તે હતો ડૉ. અમિત. અમિત પણ કંઈ કમ નહોતો. તે બ્લેક શર્ટ અને જિન્સ માં ખૂબ હેન્સમ લાગી રહ્યો હતો, તેના સિલ્કી વાળ કપાળ પર આવી ઉડી રહ્યા હતા. તેનો ગોરો વર્ણ અને જોન અબ્રાહમ જેવી બોડી કોઈ પણ છોકરી ને ઘાયલ કરવા કાફી હતી.


તે અહીં સિનિયર ડોક્ટર હતો, અને હા તે પણ એક હાર્ટ સર્જન હતો. તે જાણવા ખૂબ ઉત્સુક હતો કે આ સુંદર છોકરી છે કોણ. તેને ઉત્સાહ માં આવી ને પ્રિયા પાસે જઈ પૂછ્યું," હેલ્લો! હું અમિત , શું હું જાણી શકું કે તમે કોણ છો ? ." પ્રિયા એ તરત કહ્યું, " એય ! તું જે હોય , હું શું કરવા તને કવ કે હું કોણ છું". ત્યાં રોહન થોડું હસીને મનમાં બોલે છે," બિચારા એ કોની સાથે પંગો લઈ લીધો, આજ તો નઈ મૂકે આ". પ્રિયા તરત બોલે છે, " ખબર નહિ આ લોકો ને આટલી પંચાત શું હશે તરત કોઈ છોકરી ને જોઈ નથી ત્યાં પૂછવા આવી જાય છે. સાંભળ! હું અહીંની સિનિયર ડોક્ટર છું. શાંતિ . મળી ગઈ ઓળખાણ! ." એમ કહી ચાલતી પડે છે. ડૉ . અમિત તો આ બધું સાંભળતા જ રહ્યા. અને પ્રિયા ના ગયા પછી મનમાં હસવા લાગે છે અને બોલે છે ' નકચડી છે એકદમ'.

પ્રિયા , રોહન અને બીજા વિદ્યાર્થી ને સિનિયર ડોક્ટર ની નીચે હાર્ટ સર્જરી શીખવા માટે જવાનું હોય છે. તેઓ સર્જરી નો રૂમ માં ઉભા હોય છે અને સિનિયર ડોક્ટર ની આવવાની રાહ જોઈ રહ્યા હોય છે, જેમની નીચે તેમને કામ કરવાનું હોય છે. સામેથી દરવાજો ખુલે છે અને ત્યાંથી ડૉ. અમિત આવતા દેખાય છે. પ્રિયા રોહન ને ધીમેથી કહે છે," આ અહી શું કરી રહ્યો છે!" રોહન તેને ધીમેથી કહે છે , " એ તો હમણાં ખબર પડી જ જશે". ડૉ . અમિત તેમની સામે આવી ઊભો રહે છે, અને પ્રિયા સામું જોઈ બોલે છે," હેલ્લો મિત્રો! હું છું તમારો સિનિયર ડોક્ટર , ડૉ .અમિત".


પ્રિયા આ સાંભળતા જ ચોંકી જાય છે અને મન માં બોલે છે," અરે! આ મારાથી શું થઈ ગયું , કેમ હું કઈ જાણ્યા વિચાર્યા વગર બોલી જતી હઈશ હવે પાક્કું આ ખડુસ મને નઈ મૂકે." પછી ડૉ.અમિત ફરી બધાને સંબોધી બોલ્યા," તમારે બધાએ અહી એકદમ ધ્યાન પૂર્વક કામ કરવાનું છે, કોઈ પણ ભૂલ ચલાવવામાં નઈ આવે, કેમ કે તમારી એક ભૂલ કોઈ દર્દી ના જીવન પર જોખમ ઉભુ કરી શકે છે." હવે તે પ્રિયા સામે જોઈ બોલે છે," અને હા કોઈ પણ સિનિયર ડોક્ટર જોડે આદર પૂર્વક વર્તવું, એમના જોડે કોઈએ બત્તમિઝી થી પેશ ના આવવું". પ્રિયા આ સાંભળી મન માં ગુસ્સો કરી બોલે છે," ખબર જ હતી આ સંભળાવવા માં કંઈ બાકી નઈ મૂકે , ઘમંડી". ત્યાર પછી તેઓ પોતાના કામ પર લાગી જાય છે. હવે સર્જરી પૂરી થતાં જ બધા રૂમ ની બહાર જતા હોય છે ત્યાં ડૉ.અમિત , પ્રિયા ને કહે છે," એક મિનિટ તમે અહી આવો તો " પ્રિયા ત્યાં જાય છે. ડૉ . અમિત તેને કહે છે," હવે તો હું તમને તમારું નામ પૂછી શકું ને?" અને સ્માઈલ કરવા લાગે છે. પ્રિયા તેને કહે છે," હું ડૉ. પ્રિયા , અને હા આજે સવારે જે થયું એના માટે સોરી , મને ખબર નહોતી કે તમે કોણ છો, ". ડૉ. અમિત એ કહ્યું," કઈ વાંધો નહિ , હવે તો ઓળખી ગયા ને ". પ્રિયા એ હસી ને કહ્યું ," હા". પછી બંને ત્યાંથી જતાં રહે છે.

પ્રિયા હવે તેના સેવેલા સપના ને પૂરું કરવા માટે તૈયાર હોય છે. તે હવે રોહન સાથે જુદી જુદી જગ્યા પર જઈ કેમ્પ કરતાં હતાં . ત્યાં આવેલા લોકો ને વિનામૂલ્યે તપાસતા અને તેનો ઇલાજ કરતાં. આ કામ તેઓ રજા માં કરતા . બાકી નાં સમય માં તો તેઓ એસ.જી. એમ. યુ માં જ પોતાની ડયુટી કરતાં. ડૉ . અમિત પ્રિયા જોડે વાત કરવાનો મોકો ગોત્યા કરતાં. પ્રિયા તેમાં બોવ રસ દાખવતી નહિ. તેના પ્રશ્ન નો માત્ર જવાબ જ આપતી.

એકદિવસ ડૉ. અમિત સર્જરી કરી રહ્યા હોય છે અને સામે ઉભેલા પ્રિયા, રોહન અને બીજા કેટલાક ડોક્ટર ને સમજાવી રહ્યા હોય છે. એવામાં ડૉ.અમિત પ્રિયા ને તેની પાસે પડેલી છરી આપવા કહે છે. પ્રિયા તે આપવા જતી હોય છે ત્યાં તેના હાથ માંથી છરી છટકી જાય છે અને ત્યાં સૂતેલા દર્દી ના પેટ પર પડે છે અને ત્યાંથી લોહી વહેવા લાગે છે. આ જોઈ ડૉ.અમિત ખૂબ ગુસ્સે થાય છે, અને પ્રિયા ને કહે છે," આ શું કર્યું તે? કેટલી વાર કીધું મે કે દર્દી હોય ત્યારે એક પણ ભૂલ ન થવી જોઈએ , તારું ઘ્યાન ક્યાં હતું ? ખબર નથી પડતી કે સર્જરી સમયે દર્દી નું લોહી વહેવા લાગે તો તેની જાન ને જોખમ છે. " તે ખૂબ જોરથી તેને કહે છે," get out". પ્રિયા રડતા રડતા ત્યાંથી ચાલી જાય છે. રોહન ને ખૂબ ખોટું લાગે છે પણ તે કંઈ કહી શકતો નથી. સર્જરી પૂરી થતાં ડૉ.અમિત ને યાદ આવે છે કે તેને પ્રિયા ને ગુસ્સામાં કેટલું સંભળાવી દીધું છે.તે અફસોસ કરતાં મન માં બોલે છે," અમિત , તે આ શું કરી દીધું, તું આટલી નિર્દયતા થી પ્રિયા જોડે આમ કેવી રીતે વાત કરી શકે! તેને કેટલું હર્ટ થયું હશે. મને ગુસ્સામાં કેમ કઈ ખબર રહેતી નથી. હવે મારે જ કંઇક કરવું પડશે ." એમ કહી તે પોતાના ઘરે જાય છે. રાત્રે તેને ઊંઘ આવતી નહોતી તે પ્રિયા વિશે જ વિચારતો હતો.

શું ડૉ.અમિત પ્રિયા ને મનાવી શકશે? શું પ્રિયા તેને માફ કરશે? પ્રિયા ના જીવન માં બીજા કેટલા પરિવર્તન આવશે? જાણવા માટે વાચતા રહો . 'સપના ની ઉડાન '.


To Be Continue...