Sapna Ni Udaan - 9 books and stories free download online pdf in Gujarati

સપના ની ઉડાન - 9

આજે લગ્ન નો દિવસ હતો. ચારે બાજુ ખૂબ દોડ ધામ હતી. મહેશ ભાઈ અને સંગીતા બહેન પણ પોતાની તૈયારી માં લાગી ગયા હતા. આજે જાન આવવાની હતી તો તૈયારી તો એકદમ જબરદસ્ત કરવી જ પડે ને. પ્રિયા પણ તેમની મદદ કરી રહી હતી. આ બાજુ પરી તો પોતાના ફ્યુચર પતિ જોડે ફોન માં વાત કરી રહી હતી. પ્રિયા તો આજે બોવ ખુશ હતી કેમ કે તેના મમ્મી અને પપ્પા જો આવના હતા. થોડા કામ માં વ્યસ્ત હોવાને કારણે તે આગળની રસમો નો હિસ્સો ન બની શક્યા પણ આજે તો તેમને આવવું જ પડે એમ હતું કેમ કે મહેશ ભાઈ એ પોતાની કસમ જો આપી હતી.

હવે પરી અને પ્રિયા તૈયાર થવા માટે પાર્લર માં જાય છે. પ્રિયા ના માતા પિતા આવી જાય છે. તે મહેશભાઈ અને સુનિતા બેન ને મળે છે, પછી પ્રિયા અને પરી ક્યાંય દેખાતા નથી તો સુનિતા બેન ને તેમના વિશે પૂછે છે," અરે! આ બંને છોકરીઓ કેમ દેખાતી નથી?". સુનિતા બેન કહે છે," હા તે બંને પાર્લર માં આજે વહેલા જતી રઈ કાલે રાત્રે થોડું મોડું થઈ ગયું હતું તો મે કીધુ આજે વહેલા જતાં રહો તો સમયસર અહી પહોંચી શકો." કલ્પનાબેન કહે છે," હા તો વાંધો નહિ." પછી તેઓ પણ તૈયાર થવા લાગે છે.

પરી અને પ્રિયા તૈયાર થઈ સીધા લગ્ન ની જગ્યા એ જ પહોંચે છે. તેમના બાકીના ઘર ના પહેલેથી જ ત્યાં પહોંચી ગયા હોય છે. તે બંને અંદર પ્રવેશે છે તો ત્યાંના બધા લોકો તે બંને ને જોતા જ રહી જાય છે . અરે! જોતા જ રહે ને પરી ને પ્રિયા એટલી સુંદર જો લાગતી હતી. અને પરી તો આજે સાચે જ પરી જેવી લાગતી હતી. પરી એ લાલ રંગ ની ભરાવદાર ચોલી પહેરી હતી , સાથે એટલાજ ભારે અને સુંદર જ્વેલરી પહેરી હતી. ચહેરા પર મેકઅપ અને માથા પર ચુંદડી ઓઢી હતી. તેતો આજે વિશાલ ના તો હોંશ જ ઉડાડી દેવાની હતી.

અરે ! વિશાલ તો શું તેતો ત્યાંના બધા જ છોકરા નો હોંશ ઉડાડવા માટે કાફી હતી. હવે પ્રિયા ની વાત કરીએ તો તેને મરૂન રંગ ના ચોલી પહેર્યાં હતાં. તે એટલા ભરાવદાર તો ન હતા પણ આજ ની ફેશન પ્રમાણે સાદા અને ડિઝાઈનર હતા. તેને તેની સાથે મેચિંગ જ્વેલરી પહેરી હતી. ચહેરા પર હલકો મેકઅપ કર્યો હતો તે પણ ખૂબ સુંદર લાગી રહી હતી.

હવે આપડા વરરાજા તરફ એક નજર કરીએ તો તેને ક્રીમ કલર ની શેરવાની પહેરી હતી.માથા પર સાફો બાંધ્યો હતો. પગ માં મોજડી પહેરી હતી. એક દમ હેન્ડસમ લાગતા હતા . હવે આપડા ડોક્ટર સાહેબ ને પણ જોઈ જ લઈએ. તેમણે મરૂન કલર ની શેરવાની પહેરી હતી. તે પણ સાફો બાંધતો હતો પણ તેના મમ્મી એ કહ્યું હતું કે અમિત સાફો બાંધશે તો બધાને લાગશે કે વિશાલ નહિ પણ અમિત વરરાજા છે, કેમ કે તે વિશાલ કરતાં વધુ ઉંચો લાગતો હતો. એટલે અમિતે આજે સાફો ના બાંધવાનો જ નિર્ણય કર્યો હતો. અને એમ પણ આપડા ડોક્ટર ને આવા સાફા ની ક્યાં જરૂર હતી , તેના તો વાળ જ છોકરીઓ ને ઘાયલ કરવા કાફી હતા. એકદમ હીરો લાગતો હતો અમિત.

હવે તો વરઘોડો નીકળવા તૈયાર હતો. તેમનું ઘર લગ્ન ના સ્થળ થી નજીક જ હતું એટલે ત્યાંથી જ તેઓ એ નાચગાન સાથે વરઘોડો શરૂ કરી દિધો હતો. વરરાજા તો ઘોડા પર બેસી મજા માણી રહ્યા હતા. ડીજે જોર જોર થી વાગી રહ્યું હતું. અમિત અને બધા મિત્રો અને સંબંધીઓ ખૂબ ડાંસ કરી રહ્યા હતા. પછી તો નાગિન ડાંસ અને સનેડા ની મજા પણ બધાએ ખૂબ લીધી .

વધુ પક્ષ ના તેમના સ્વાગત માટે તૈયાર હતા. ત્યાર બાદ વધુ પક્ષ ના એ સામૈયા કર્યા અને પછી તેઓ એ અંદર પ્રવેશ કર્યો. આ બાજુ વરરાજા ની બધી રસમો ચાલતી હતી અને બીજી બાજુ અમિત પ્રિયા ને આમતેમ નજર કરી ગોતી રહ્યો હતો. જેવી તેની નજર પ્રિયા પર ગઈ તે તો તેને જોતો જ રહી ગયો. પછી એક હાથ દિલ પર મૂકી મન માં બોલ્યો "હાય......મે મરજાવા...." પછી તે પ્રિયા પાસે જઈ બોલે છે," સો બ્યુટીફુલ.." પ્રિયા તેને અચાનક સામે જોઈ ચોંકી જાય છે. ત્યાં અમિત બોલે છે," હું એમ કહેતો હતો કે તમે આજે બોવ પ્રિટી લાગો છો, અને આપડી ચોઈસ તો જોવો બંને એ મેચિંગ કપડાં પહેર્યાં છે." એમ કહી તે કોલર હલાવી પ્રિયા ને પોતાના કપડા બતાવવા માગતો હોય તેમ કરે છે. પ્રિયા કહે છે," thanks" , and you are also looking good". અમિત કહે છે ," અમારા અહો ભાગ્ય કે તમે અમારી તારીફ કરી" એમ કહી હસવા લાગે છે.

હવે લગ્ન ની વિધિ શરૂ થઈ જાય છે. ફેરા ની વારી આવે છે , બધા વર વધુ પર ફૂલો નાખી રહ્યા હોય છે. જ્યારે અમિત પ્રિયા ની સામે જોઈ એની તરફ ફૂલો નાખી રહ્યો હોય છે. હવે બધી વિધિ પૂરી થાય છે. વિશાલ અને પરી હવે પતિ પત્ની ના સંબંધ માં બંધાય જાય છે. હવે વિશાલ ની નજર જાય છે કે તેની મોજડી ત્યાં હતી નહિ. આ જોઈ તે અમિત ને કહે છે કે," અમિત! મારી મોજડી ક્યાં ગઈ?" . અમિત કહે છે ," અરે ! થોડીક વાર પહેલા તો અહીંયા જ હતી મારું ઘ્યાન પણ હતું આટલી વાર માં ક્યાં જઈ શકે?". ત્યાં તો પ્રિયા અને બીજી સ્ત્રીઓ આવી પ્રિયા તેના હાથ માં મોજડી ફેરવતી હોય છે. તે કહે છે," તો જી..જા..જી તમારી મોજડી અહીંયા છે, તો ચાલો કાઢો બે હજાર ની નોટ!".


ત્યાં અમિત બોલે છે," ભાઈ! કઈ નોટ આપવાની જરૂર નથી હું બીજી જોડ મોજડી લેતો આવું." ત્યાં પ્રિયા કહે છે," જીજુ આ ભૂલ ના કરતા , નહિ તો આપણું સિકરેટ હું અહી બધા ને કહી દઈશ". વિશાલ બોલ્યો," નહિ નહિ આલ્યો સાળી સાયબા બે હજાર ની નોટ પણ તે વાત નહિ" અમિત કહે. ," કઈ વાત? મને કોઈ કહેશે?" વિશાલ તેને કહે છે," ચૂપ રે તું હું તને પછી કઈ દઈશ" પછી વિદાય નો સમય આવે છે , બધા ખૂબ રડે છે . પ્રિયા પણ ખૂબ રડે છે તેની પ્રિય સહેલી જો જતી હતી. હવે બધા બાકીની રસમ પતાવી પોતાના ઘરે જતા રહે છે.આ સમય દરમિયાન બધા ખૂબ થાકી ગયા હોય છે એટલે ઘરે જતા જ બધા સુઈ જાય છે. બધા મહેમાન પણ બીજા દિવસે પોતાના ઘરે ચાલ્યા જાય છે.

હવે મહેશ ભાઈ નું ઘર પરી વગર સૂનું થઈ ગયું હતું. પ્રિયા હોય પણ તે દિવસ નો વધુ સમય એસ.જી.એમ.યુ માં જ હોય. આ તરફ રોહન ના મમ્મી ની તબિયત સારી થઈ ગઈ હતી . હવે રોહન પાછો અમદાવાદ આવવા નીકળી રહ્યો હતો ત્યાં તેના મમ્મી તેને કહે છે," બેટા રોહન! હવે મારે એક સુંદર વહુ જોવે છે હો તો હજુ તે પ્રિયા ને કીધુ કે નહિ? " રોહન એકદમ આશ્ચર્ય થી તેની સામે જોવે છે પછી કહે છે," મમ્મી તમે શું કહો છો એવું કંઈ નથી" તો તેના મમ્મી કહે છે," બેટા હવે કેટલું છુપાવિશ અમને ખબર છે તું પ્રિયા ને પસંદ કરે છે અને એ પણ ઘણા સમય થી . મારા થી તું કંઈ છુપાવી ના શકે." હવે રોહન શરમાઈ તેના મમ્મી ને ભેટી પડે છે . પછી તે કહે છે," મમ્મી હું પ્રિયા ને ખૂબ જ પ્રેમ કરું છું પણ શું એ મને પ્રેમ કરતી હશે?" તેના મમ્મી કહે છે ," તું પહેલા તારા દિલ ની વાત પ્રિયા ને કઈ તો જો તને બધી ખબર પડી જશે, અને જો આવી વાત માં બોવ વાર ના લગાડાય નહીતો એવું ના થાય કે તેને કોઈક બીજું પસંદ આવી જાય". રોહન કહે છે," ના મમ્મી એવું ના બોલો હું પ્રિયા ને બીજા કોઈ સાથે ના જોઈ શકું હું આવખતે પાક્કું પ્રિયા ને પ્રપોઝ કરી જ દઈશ." પછી તે અમદાવાદ આવવા નીકળી જાય છે.

તો તમને શું લાગે છે રોહન પ્રિયા ને પ્રપોઝ કરી શકશે? આમ જોતા તો એવું લાગે છે કે અમિત પણ પ્રિયા ને પ્રેમ કરે છે . તો હવે પ્રશ્ન થાય કે રોહન અને અમિત બંને પ્રિયા ને પ્રેમ કરે છે તો પ્રિયા કોને પ્રેમ કરે છે? અમિત કે પછી રોહન? આવતા ભાગ માં તમને આ બધા પ્રશ્નો ના ઉત્તર મળી જશે અને હજુ એક નવી એન્ટ્રી પણ બાકી છે . તો કોણ છે તે જાણવા માટે વાચતા રહો , ' સપના ની ઉડાન '.


To Be Continue...