Sakaratmak vichardhara - 18 books and stories free download online pdf in Gujarati

સકારાત્મક વિચારધારા - 18

સકારાત્મક વિચારધારા 18

સકારાત્મક વિચારધારા 18

નવીન ની ઉંમર 22 વર્ષ.તેનામાં નામ પ્રમાણે ના ગુણ નાનપણ થી જ તેને કંઇક નવું કરવાનો ભૂતસવાર .માંડ હજુ તો ગ્રે્જયુએશન પૂરું કરતાં જ પપ્પા ને કહેવા માંડ્યો,"પપ્પા મને એક લાખ આપોને." મારે ધંધો કરવો છે."ત્યારે પપ્પાએ પૂછ્યું એક સફળ બિઝનેસમેન કોને કહેવાય?

ત્યારે નવીન જવાબ આપે છે જે એક રૂપિયા ના રોકાણ પર બે રૂપિયા નો નફો કરી શકે .ના, દીકરા નવીન," એક સફળ બિઝનેસમેન માત્ર નફો કરવાથી નથી થવાતું. તેમાં સામાજિક સંબંધો ને પણ જાળવવા પડે છે. ક્યારેક વર્તમાન નો નફો છોડી લાંબા ગાળા ના નફા ના હેતુ ને સાર્થક કરવા માટે ઘણું જતું કરવું પડે છે.ઘણું નવું કરવું પડે છે.અન્ય ના અનુભવ થી શીખવું પડે છે. જે અન્ય ના અનુભવ થી નથી શીખતા તે ઠોકર ખાઈને શીખે છે અને સૌથી અગત્યની વાત એ છે કે,યોગ્ય સમયે યોગ્ય નિર્ણય,કઠોર પરિશ્રમ, યોગ્ય માર્ગદર્શન."

પિતા પુત્ર નો આ વાર્તાલાપ મોટા દાદી સાંભળી રહ્યા હતા.ત્યારે દાદી કહેવા લાગ્યા."નવીન દીકરા માત્ર ધંધો કરવા નહી, જીવન માં પણ આ જ નિયમો લાગુ પડે છે."


"આપણને આ દુર્લભ માનવીય જીવન જે મળ્યું છે તેનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો તે આપણા હાથ માં છે.,આ અમૂલ્ય શ્વાસો નું આપણે કેવી રીતે રોકાણ કરવું અને કંઇ દિશા માં જવું એ આપણી ઉપર નિર્ભર છે."આ વાત નવીન દીકરા ને સમજાવવા માટે દાદી એક ખૂબ સુંદર દૃષ્ટાંત આપે છે. તેમણે કહ્યું કે,"એક વૃદ્ધ મહિલા ને એક દિવસ યમદૂત લેવા આવે છે.ત્યારે તે વૃદ્ધ મહિલા યમદૂત ને કહે છે કે," હું તમારી સાથે આવવા તૈયાર
છું પણ શું એક પશ્ન પૂછી શકું? ત્યારે યમરાજજી ને કહે છે કે,તમે
મને ક્યાં લઈ જશો? સ્વર્ગમાં કે નર્કમાં. ત્યારે યમરાજે જવાબ આપ્યો તમે તો ખૂબ સારા કર્મો કર્યા છે તો હું તમને હું વૈકુંઠધામ લઈ જઈશ.ત્યારે વૃદ્ધ મહિલા કહ્યું સારું પણ મારી એક ઈચ્છા પૂરી કરશો?યમરાજજી મારે સ્વર્ગ અને નર્ક બંને ની મુલાકાત લેવી છે.મને જાણવું છે કે બંને માં શું ફેર છે?

યમરાજ તે વૃદ્ધ મહિલા ને પહેલાં નર્કમાં લઈ જાય છે.ત્યાં દરેક ના રોવાનો,ભૂખમરો, અન્ય દુઃખોથી પીડાતા હતા. ત્યાં સો ફૂટ ઊંચી દૂધપાક થી ભરેલ તપેલી પડી હતી.દરેક જણ ભૂખમરાથી
તરફડતા હતા પણ કોઈ દૂધપાક ખાઈ શકતું નહોતું.કારણકે કોઈનો હાથ નહોતો પહોંચતો.આ બધું જોઈને પેલી વૃદ્ધ મહિલા નું મન વ્યથિત થઈ ગયું.ત્યાર પછી તે વૃદ્ધ મહિલા ને યમરાજ સ્વર્ગમાં લઈ ગયા. ત્યાં બધા લોકો ખૂબ ખુશ હતા.ત્યાં પણ સો ફૂટ ઊંચી દૂધપાક ની તપેલી હતી.એ જ રીતે ખૂબ ઊંચી. ત્યારે તે વૃદ્ધ મહિલાએ ત્યાં ઉભેલા એક માણસ ને પૂછ્યું ,"આ દૂધપાક ની તપેલી તો ખૂબ ઊંચી છે તો ત્યાં સુધી તો તમારો હાથ પહોંચતો જ નહી હોય પછી ખાતા કંઇ રીતે હશો? ભૂખ્યા રહેતા હશોને?" ત્યારે પેલા માણસે સામે રહેલા વૃક્ષો દેખાડ્યા અને કહ્યું કે,પેલા વૃક્ષો ને કાપીને અને બધાએ મળીને આટલી મોટી સીડી બનાવી છે.જેનો ઉપયોગ અમે દૂધપાક ખાવા માટે કરીએ છીએ.ત્યાર બાદ પેલી વૃદ્ધા ને યમરાજે કહ્યું,"નર્કમાં પણ આ જ સ્થિતિ હતી,દૂધપાક હતો,વૃક્ષો હતા પણ ત્યાંના લોકો આળસુ હતા.તેમને મહેનત નથી કરવી બધું તૈયાર જોઈએ.આથી, જ તેઓ નર્કમાં છે અને મહેનતુ લોકો સ્વર્ગમાં ."


નવીન બોલ્યો,"હવે સમજાયું દાદી,જીવન હોય કે, ધંધો મહેનત તો કરવી જ પડે ."શ્રી કૃષ્ણએ પણ ભગવાન હોવા છતાં ધરતી પર જનમ લઈને કર્મ કર્યા અને અમને પણ કર્મ કરવાની પ્રેરણા આપી."

મહેક પરવાની