Darek khetrama safdata - 42 books and stories free download online pdf in Gujarati

દરેક ક્ષેત્રમાં સફળતા - 42

ભાગ 42
ટીપ્સ
૧) સેલ્ફ એસ્ટીમ વધારવા માટે પોતાના વિશે જે ખોટી માન્યતાઓ, શંકાઓ છે તેને દુર કરી દો અને પોતાની શક્તીઓ પર વિશ્વાસ રાખો. તેના માટે એમ વિચારી જુઓ કે
- આઇ કેન ડુ ઇટ,
- મારા માટે બધુજ શક્ય છે,
- આ દુનિયામા મારા માટે અશક્ય જેવુ કશું છેજ નહી,
- હું પણ ઇશ્વર પુત્ર છુ, તેઓ મારી કસોટીઓ લઈને મને મજબુત બનાવવા માગે છે, જીત માટે તૈયાર કરવા માગે છે, તેમજ આ સંસારના તમામ સુખ, સુવિધાઓ ભોગવવાનો મને હક આપ્યો છે તો મારે મહેનત કરીને તે બધુ મેળવી બતાવવુ જોઇએ.

૨) પોતાની શક્તીઓને ઓળખો. તેનો ઉપાયોગ કરીને જે સફળતાઓ કે અચીવમેન્ટ પ્રાપ્ત કરી બતાવી છે તેને યાદ કરો, અથવાતો એવો સમય યાદ કરો કે જ્યારે લોકોએ તમારી પ્રસંશા કરી હોય, અભાર માન્યો હોય કે આશીર્વાદ આપ્યા હોય. આટલી બાબતો તમે યાદ કરશો તો ૧૦૦ % તમને તમારા પર ગર્વ થશે.

૩) જીવનમા ડરવા જેવુ કે દુ:ખી થવા જેવુ કશું હોતુ નથી, જે કંઈ પણ હોય છે તે બધુજ સમજવા માટે હોય છે તેમ માની નિષ્ફળતાનો સ્વીકાર કરી આગળ વધવુ જોઇએ અને એ વાતનો ક્યારેય પણ સ્વીકાર કરવો જોઈએ નહી કે તમે પોતે નિષ્ફળ વ્યક્તી છો અને આજીવન તેવાજ રહેવાના છો કારણકે આ દુનિયામા ક્યારેય કોઇ બાબત કાયમી હોતી નથી પછી તે નિષ્ફળતાજ કેમ ન હોય.

૪) સમસ્યાઓ કરતા જીંદગી મોટી છે, તેની કીંમત વધારે છે એટલે સમસ્યાઓથી એટલા વધા પણ ડરી ન જવુ જોઈએ કે સંપુર્ણ જીંદગી જ વ્યર્થ લાગે. જો જીંદગી વ્યર્થ લાગતી હોય કે પોતે કમજોર છીએ તેવા વિચારો આવતા હોય તો એક વખત એમ વિચારી જુઓ જોઈએ કે મારી જીંદગી ખુબજ કીંમતી છે, હું પણ આ વિશ્વનો એક ભાગ છુ, મારી પણ કોઇને જરુરીયાત છે, મારા પ્રત્યે પણ કોઇકને લાગણી છે તો મારે આવા વ્યક્તીઓને નજર સમક્ષ રાખીને જીવવુ જોઇએ. એવા વ્યક્તીઓ કે જેઓને મારી કદર છે, મારા પ્રત્યે માન સમ્માન અને આશા રાખીને બેઠા છે તેઓની વાતનેજ ગંભીરતાથી લેવી જોઇએ. ટુંકમા તમને પ્રેમ કરતા, તમારા પ્રત્યે લગાવ ધરાવતા, તમારા પ્રત્યે સમ્માનની લાગણી અનુભવતા વ્યક્તીઓને નજર સમક્ષ રાખીને જીવશો કે તેઓના પહેલો વિચાર કરશો તો તમને તમારા પ્રત્યે જરુરથી માન થશે, તમને તમારી કીંમત સમજાશે અને આ રીતે તમારુ સેલ્ફ એસ્ટીમ ઉંચુ આવશે.

૫) પોતાને લગતી દરેક બાબતોની કાળજી રાખો, પોતાના પ્રત્યે ગંભીર અને સતર્ક રહો કારણકે જે વ્યક્તીને પોતાનીજ કંઈ ચીંતા નથી હોતી કે જેઓ પોતાનુજ ધ્યાન નથી રાખતા હોતા તેઓ પોતાના પર ક્યારેય ગર્વ નથી અનુભવી શકતા હોતા.

૬) સિદ્ધાંતોથી જીંદગી જીવો અને પોતે સ્વીકારેલા જે કંઈ પણ સિદ્ધાંતો છે તેને વળગી રહો કારણકે તેનાથી માનસીક શાંતી અને આત્મસરાહનામા વધારો થતો હોય છે. દા.ત. તમારો સાદગીથી રહેવાનો સિદ્ધાંત હોય અને તમે તેમા અતુટ વિશ્વાસ ધરાવતા હોવ તો તમારી સામે ગમે તેવા ભપકાદાર કે ફેશનેબલ લોકો આવી જાય તો પણ તમે નાનપ અનુભવતા કે વિચલીત થતા બચી જતા હોવ છો જેથી તમે પોતે સંપુર્ણ છો તેવી લાગણી અનુભવી શકતા હોવ છો અને સમાજને કોઇ રાહ ચીંધી રહ્યા છો તેવુ અનુભવી આત્મસરાહના પણ કરી શકતા હોવ છો.

૭) તમે વિશ્વના દરેક કાર્યો કરવા માટે લાયક છો તે વાતનો સ્વીકાર કરો અને આ વાતને સતત મનમા રીપીટ કરત રહો જેથી તમને તે બરોબર સમજાઇ જાય અથવાતો જરુરીયાતના સમયે યાદ આવી જાય.

૮) પોતાનુ સેલ્ફ એસ્ટીમ વધારવા એવીજ પ્રવૃતીઓ કરો કે જેના વખાણ થાય, લોકો તમને ફોલો કરવા પ્રેરાય, તમારુ માર્ગદર્શન મેળવવા પ્રેરાય કે તમારી સાથે સબંધો વિકસાવવા પ્રેરાય તે ઉપરાંત લોકોને મદદ કરવા, સમાજની સેવા કરવા હરહંમેશ તૈયાર રહો કારણકે સમાજને તમારી જરુરીયાત છે કે તમે સમાજને મદદરુપ થઈ રહ્યા છો તે વાતનો વિચાર માત્રજ તમને આનંદીત કરી ગર્વથી ગદગતીત કરી આપશે.
૯) જો તમે ખરેખર તમારી કીંમતમા વધારો કરવા માગતા હોવ કે સુખ ચૈનની જીંદગી જીવવા માગતા હોવ તો સંપત્તી ભેગી કરવાની સાથે સાથે સબંધો કમાવા પર વધારે ધ્યાન કેન્દ્રીત કરો કારણકે જે વ્યક્તી પાસે સૌથી વધારે સાચા સબંધો હોય છે તેવા લોકોને કોઇ પણ બાબતમા ડર લાગતો હોતો નથી કારણકે તેઓને બધાજ પ્રેમ કરતા હોય છે, વિશ્વાસ કરતા હોય છે અને તમામ પ્રકારની મદદ ગમે ત્યારે આપવા તૈયાર રહેતા હોય છે. આમ વ્યક્તીને જ્યારે કોઇ અન્ય વ્યક્તી પ્રેમ કરે છે, તેને માન, મહત્વ કે પ્રાથમિકતા આપે છે ત્યારે તેને સૌથી વધારે પોતાના પર ગર્વ અનુભવાતુ હોય છે.

૧૦) નકારાત્મક અને નબળા વિચારોથી તોબાજ કરે દો કારણકે આવા વિચારો તમારી પાસે બધુજ હશે તો પણ પોતાના પર ગર્વ કરવાજ નહી દે. આવા વિચારો સુખના સમયને દુ:ખમા અને દુ:ખના સમયને ડિપ્રેશનમા ફેરવી દેતા હોય છે જ્યારે હકારાત્મક વિચારો અભાવની પરિસ્થિતિમા પણ વિશ્વાસ જાગૃત કરી શકતો હોય છે.

૧૧) તમને જે પ્રવૃત્તીમા રસ હોય, આનંદ આવતો હોય કે જેમા તમારી માસ્ટરી હોય તેવી પ્રવૃત્તીઓ રોજે કરવાનુ રાખો. આવી પ્રવૃત્તીઓમા સફળતા મેળવી શકાતી હોવાથી સ્ટ્રેસ્સ હળવો કરી વિશ્વાસનુ નિર્માણ કરી શકાશે.

૧૨) સમાજને મદદ કરો, સેવા કરો અથવાતો લોકોના દુ:ખ દુર થાય તેવી પ્રવૃતી કરો. આવી પ્રવૃતીઓથી મનને શાંતી મળતી હોય છે અને પોતે કંઈક સારુ કામ કરી રહ્યા છીએ કે સાચી દિશામા આગળ વધી રહ્યા છીએ તેવી અનૂભુતી થતી હોય છે જે આપણને ગાડરીયા પ્રવાહથી અલગ તારવતી હોય છે. આમ આપણે બધાથી અલગ, નિખાલસ અને સાચા છીએ તેવી ભાવનામા વધારો થતો હોય છે જેથી આપણુ આત્મમુલ્ય વધી જતુ હોય છે.

૧૩) સામે ચાલીને તમારી નબળાઓ, ખામીઓ અને ચેલેન્જીસનો સ્વીકાર કરો, પોતાને નવા નવા પડકારો આપો, તેને પાર કરવા તનતોડ મહેનત કરો. આ રીતે તમને જે શીખવા મળશે તેજ તમારા સેલ્ફ એસ્ટીમમા વધારો કરી આપશે કારણકે તનતોડ મહેનત કરનાર, પ્રયત્નો પર પ્રયત્નો કરનાર વ્યક્તી પાસે જે જ્ઞાન અને અનુભવ હોય છે તે સફળતા કરતા પણ વધારે કીંમતી અને અસરકારક હોય છે. અહી તમે કોઇ પણ એક પડકાર પુરો કરી બતાવશો તો તમારુ સેલ્ફ એસ્ટીમ આપોઆપ ઉંચુ આવી જશે.

૧૪) પોતાના વિશે નબળા વિચારો ત્યારેજ આવતા હોય છે કે જ્યારે પોતાની શક્તીઓ પર વિશ્વાસ ન હોય. પોતાની શક્તીઓ પર આવી શંકાઓ ત્યારેજ થતી હોય છે કે જ્યારે જ્ઞાન અને અનુભવની ખામી હોય. જ્ઞાન અને અનુભવની ખામી ધરાવતા વ્યક્તી ક્યારેય એ વાત સમજી શકતા હોતા નથી કે પોતે શું કરી શકે તેમ છે અને પરીસ્થિતિઓને કેવી રીતે હેન્ડલ કરવી જોઇએ. આ રીતે વ્યક્તી પોતાની આવળતો પર શંકા કરતો થઈ જતો હોય છે જેથી તેમનો આત્મવિશ્વાસ, આત્મગૌરવ કે સેલ્ફ રીસ્પેક્ટ જે કહો તે બધુજ ડાઉન થઈ જતુ હોય છે. આવુ ન થાય તેના માટે તમામ બાબત, વિષય અને ઘટનાઓનુ સંપુર્ણ જ્ઞાન અને અનુભવ મેળવો જોઈએ. આ બે બાબતો ધરાવનાર વ્યક્તી ક્યારેય કોઇ પણ બાબતમા પાછા પડતા હોતા નથી જેથી તેઓએ નાનપ અનુભવવાનુ કોઇ કારણ બચતુ હોતુ નથી.

૧૫) તમારુ એક ગૃપ બનાવો, મજબુત નેટવર્ક તૈયાર કરો, સબંધોમા વિશ્વાસ અને આપસી સમજનુ નિર્માણ કરો. લોકો તમને રીસ્પેક્ટ આપતા હશે, તમારો વિશ્વાસ કરતા હશે કે તમારા પક્ષમા રહેવાનુ પસંદ કરતા હશે તો તમને જરુરથી તમારી કીંમત સમજાશે.

૧૬) કસરત અને યોગા કરો કારાણકે કસરત, યોગા કે એક્ષરસાઇઝ કરવાથી શરીરમા સ્ફુર્તી અને શક્તીનો સંચાર થતો હોય છે, આખી દુનિયા જીતી લેવાનુ સામર્થ્ય અને જુસ્સો પ્રાપ્ત થતો હોય છે. આ રીતે શારીરિક જુસ્સો માનસીક જુસ્સામા રુપાંતરીત થતો હોય છે જેથી નબળા વિચારો દુર કરી આંતરીક શક્તી પ્રાપ્ત કરી શકાતી હોય છે.

૧૭) તમને જે કંઈ પણ બાબતનો ડર લાગતો હોય તેનો સામનો કરવા તૈયાર થઈ જાઓ. તમામ પ્રકારની તૈયારીઓ કરી સતત પ્રેક્ટીસ કર્યે રાખશો તો જે તે વિષય પર તમારી પકડ વધારે મજબુત બનતી જશે. જેમ જેમ તમારી વિષય પર પકડ મજબુત બનતી જશે તેમ તેમ તમે અન્યોથી આગળ છો તેવી સુપીરીયોરીટી અનુભવાતી જશે અને તમામ ડર, શંકા કુશંકા દુર થઈ જશે.

૧૮) જ્યારે પણ પોતાનાથી ભુલો થાય ત્યારે પોતાને બ્લેમ કરવાને બદલે, ટીકાઓ કરી દુખી થવાને બદલે જે કંઈ પણ ભુલ થઈ છે તેનો સ્વીકાર કરી ફરી પાછુ તેવુ ન થાય તેના માટે તૈયાર રહો અને ભુલને સુધારવાનો પ્રયત્ન કરો. ભુલોતો બધાથી થાય તેમા નવુ શું છે ? જે ભુલ કરે છે તેઓજ શીખી શકે છે અને તેઓજ આગળ વધતા હોય છે. આ વાક્યને ધ્યાનમા રાખીને ભુલોને સ્વીકારવાનુ સ્પીરીટ જગાવી પોતાને ક્રીટીસાઇઝ કરવાનુ બંધ કરશો તો ક્યારેય તમે તમારી નજરોમા નીચા પડશો નહી.

૧૯) અન્ય વ્યક્તીઓ સાથે પોતાની સરખામણીઓ કરવાનુ બીલકુલ બંધજ કરી દો કારણકે તમારાથી વધારે પ્રાપ્ત કરનાર કે તમારાથી ચઢીયાતી વ્યક્તી આ દુનિયામા ક્યાંકને ક્યાકતો હોવાનીજ છે. હવે જો તમે એ બધાની સાથે સરખામણી કરતા રહેશો તો પછી ક્યારેય તેમાથી બહારજ નહી આવી શકો અને આખી જીંદગી પોતાને અન્યોથી નીચાજ સમજતા રહી જશો. આવી સરખામણીઓનો ક્યારેય કોઇ અંત હોતો નથી. દા.ત. આજે તમારી પાસે સાઇકલ હોય તો એવુ ૧૦૦ % શક્ય છે કે તમારી આસપાસ કોઇકને કોઇક બાઇક ધરાવતુ હોય. હવે તમે તમારી સરખામણી આ વ્યક્તી સાથે કરીને કે ઇર્ષા કરીને બાઇક ખરીદી લ્યો તો એવુ ફરી પાછુ બનવાનુ છે કે તમારી આસપાસ કોઇકની પાસે કાર હોય. તો આરીતે નવી બાઇક આવવાની ખુશી કરતા પેલા કાર વાળા વ્યક્તીની ઇર્ષા વધારે થશે અને તમે ફરી પાછા નાનપ અનુભવવા લાગશો. આમ આ ચક્ર ચાલ્યાજ કરશે, તેનો ક્યારેય કોઇ અંત આવતો હોતો નથી અને આવી સરખામણીઓ કરનાર વ્યક્તી ક્યારેય ખુશ રહી પોતાના પર ગર્વ કરી શક્તો નથી જેથી તે આજીવન અન્યોથી પાછળ રહી ગયો છે તેવા ભ્રમમા સમગ્ર જીંદગી વેડફી નાખતો હોય છે.
જો તમારે સરખામણી કરવીજ હોય તો પોતાની સાથે કરો, પોતાના ભુતકાળના કાર્યો સાથે કરો, પોતે પહેલા કેવા હતા અને હવે કેવા છીએ, પહેલા કેટલુ સામર્થ્ય ધરાવતા હતા અને હવે કેટલુ સામર્થ્ય ધરાવીએ છીએ, પહેલા કેટલા પ્રયત્નો કરતા હતા, કેવા પરીણાઅમો મેળવતા હતા અને હવે કેવા પરીણામો પ્રાપ્ત કરી શકીએ તે બધુ સમજો. આવી સરખામણીઓ કરશો તો તમે પોતે કેટલે પહોચ્યા છો તેમજ હજુ કેટલી મહેનત કરવાની જરુર છે તે સમજાઇ જશે જેથી તમારુ ધ્યાન મહત્વના કાર્યો પર કેન્દ્રીત થઈ જશે.

૨૦) તમારો સેલ્ફ એસ્ટીમ બીલકુલ ડાઉન થઈ ગયો હોય તો નીચે પ્રમાણેનો પ્રયોગ કરી જુઓ.
પોતાને નાના નાના કે સીંપલ ચેલેંજીસ કે ટાસ્કસ આપો અને તેને ખુબજ ધ્યાનથી પુર્ણ કરવાનો પ્રયત્ન કરો. તમને આવા કાર્યમા એક વખત સફળતા મળશે કે તરતજ તમારો આત્મવિશ્વાસમા વધારો થશે અને અનુભવના આધરે તમે વધુ મોટા કામ કરવાની હીંમત પ્રાપ્ત થશે.

૨૧) એમ વિચારો કે શા માટે હું આત્મહત્યાં કરુ ? શા માટે હું પોતાનેજ નુક્શાન પહોચાળુ, શા માટે હું વ્યસનો, ગુસ્સાનો ગુલામ બનીને પોતાની હસતી ખેલતી અને હજુ પણ સુધારી શકાય તેવી જીંદગીને બર્બાદ કરી દઉ. ભગવાને મને આટલી સરસ જીંદગી આપી છે તો શું હું રાજી ખુશીથી જીંદગી જીવી ન બતાવી શકુ ? આવો વિચાર કરવાથી પોતાના આત્મસમ્માનમા વધારો કરી શકાશે.

૨૨) પોતાના આત્મસમ્માન પ્રત્યે સતર્ક બનો. જે લોકો પોતાના આત્મસમ્માન પ્રત્યે સતર્ક નથી હોતા તેઓને તમે ગમે તે કહી દેશો કે દારુડીયો કહેશો તો પણ તેને કશો ફર્ક પડશે નહી કારણકે તેઓ મનોમન પોતાને એમજ સમજતા હોય છે, તેઓ મનોમન એ વાત સ્વીકારી લેતા હોય છે કે હા હું દારુડીઓજ છુ, મારુ સમ્માન હવે જતુ રહ્યુ છે તો પછી મારે હવે સુધરવાની કોઇ જરુર નથી. આ રીતે તેને કોઇ ફર્ક પડતો હોતો નથી જેથી તે વધુને વધુ લઘુતાગ્રંથીનો શીકાર બનતો જતો હોય છે, પણ જે વ્યક્તી પોતાના આત્મસમ્માન પ્રત્યે સતર્ક રહેતા હોય છે તેઓ તરતજ આવી બાબતોનો વિરોધ કરતા હોય છે અને પ્રયત્નો કરીને પોતાને સાચા સાબીત કરી બતાવતા હોય છે. આમ આત્મસમ્માન વ્યક્તીને સતર્ક બનાવતો હોય છે, લડત લડવાની શક્તી પ્રદાન કરતો હોય છે જેથી તેઓ કોઇ પણ ભોગે પોતાનુ નુક્શાન થતા અટકાવી શકતા હોય છે.

૨૩) દરેક વ્યક્તીને પોતાના વિશે સારુ વિચારવાનો, પોતાને પ્રેમ કરવાનો અને પોતાના પર ગર્વ કરવાનો અધીકાર છે. પોતાના માટે કંઈક કરી બતાવાનો અધીકાર છે તો પછી શા માટે તમે તેમ નથી કરતા ? શા માટે તમે પોતાની જાતને સર્વોચ્ચ શીખરે નથી જોઇ શકતા ? શા માટે તમે લોકોના ઓપીનીયન માત્રથીજ પોતાને નબળા માનતા થઈ જાઓ છો ? જ્યારે તેવુ કશું હોતુજ નથી ! જે વ્યક્તીઓ પોતાના પ્રત્યે લાગણી નથી અનુભવી શકતા તેઓએ આ વાતને બરોબર સમજી લેવી જોઇએ અને એમ વિચારવુ જોઇએ કે હું બેસ્ટ છુજ અને હજુ પણ તેમા આગળ વધી શકુ તેમ છુ જો હું પ્રામાણિકતાથી અંતઃ મનથી અને એકાગ્રતાથી પ્રયત્નો કરુ તો. પોતે સારા છીએ કે ખરાબ, ચઢીયાતા છીએ કે નબળા તેવી ચર્ચાઓ કરવાને બદલે જો હું માત્રને માત્ર મારા હેતુઓ પરજ ધ્યાન કેન્દ્રીત કરુ તો બધુજ મને મળી શકે તેમ છે. જો બધુજ મને મળી શકે તેમ હોય તો પછી શા માટે મારે નબળા વિચારો કરીને હાથે કરીને દુખી થવુ જોઇએ ? શા માટે મારે લોકોની ખોટી વાતો પર ધ્યાન આપવુ જોઇએ? આટલી વાત જો વ્યક્તી બરોબર સમજી લે તો તેણે ક્યારેય પાછુ વળીને જોવુ પડતુ હોતુ નથી.

૨૪) વ્યક્તી પોતાના વિશે કેવા અભીપ્રાયો ધરાવે છે તેના આધારેજ તે આગળ વધતો હોય છે. દા.ત. કોઇ વ્યક્તી એમ માનતો હોય કે મારાતો નશીબજ ફુટેલા છે, મારી સાથેતો આવુ બધુ થયાજ કરવાનુ છે, હું નિષ્ફળતાનેજ લાયક છુ તો આવા વિચારો ધરાવતી વ્યક્તી ક્યારેય મજબુત પ્રયત્નો કરી શકતા હોતા નથી અને પ્રયત્નો કરવા જાય તો તેમા કશી ભલીવાર હોતી નથી કારણકે તે ખુબજ ડર અને નિરાશાથી ભરેલા હશે. આવા પ્રયત્નોથી ક્યારેય સફળતા મળતી હોતી નથી. જો આવા સમયે તમે એમ વિચાર કરો કે ભગવાને મને બધુજ આપ્યુ છે, બે હાથ, પગ, બુધ્ધી, મગજ તો પછી શા માટે મારે બીચારા નિ:સહાય બનીને ફરવુ પડે ? શા માટે હું મહેનત કરવાને બદલે હાથ ફેલાવતો ફરુ ? સમાજમા એવા ઘણા વ્યક્તીઓ છે જેઓના શરીરમા ગંભીર ખોડખાપણો છે તેમ છતાય તેઓ કામયાબીની મીશાલો સ્થાપીત કરી શકતા હોય તો પછી મારી પાસે તો સંપુર્ણ શરીર છે તો પછી હું પણ શા માટે તેમ ન કરી બતાવુ ? હું પણ ઇશ્વર્પુત્ર છુ, મને પણ તેઓના આશીર્વાદ મેળવવાનો હક છે અને ભગવાન મને આશીર્વાદ આપી પણ રહ્યા છે તો પછી શા માટે હુજ હાથે કરીને માત્ર એક નકારાત્મક વિચારોની દિવાલ ઉભી કરીને પાછો પડુ ? શા માટે હું મારી શક્તીઓ પર શંકાઓ કરીને મારોજ વિરોધી બની જાવ જ્યારે આગળ રસ્તો ખુલ્લો કરી શકાય તેમ છે ? શા માટે હું પ્રયત્નો કરવાને બદલે ભીખ માગુ ? શા માટે હું નવરો ધુપ કે નિરાશ થઈને બેસી રહું જ્યારે હું ધારુ તે બધુજ મેળવી શકુ તેમ છુ? આવી વિચારસરણી ધરાવનાર વ્યક્તી સતત પોતાનામા કંઈક સામર્થ્ય છે તેવો અનુભવ કરતા રહેતા હોય છે જેથી તેઓ તમામ પ્રકારના દુખ, નિરાશાઓ અને આળસ ખંખેરીને રાત દિવસ મહેનત કરવા લાગી જતા હોય છે.

૨૫) ગેર માન્યતાઓ દુર કરો
વ્યક્તી પોતાના વિશે જે હદ સુધી વિચારી શકતો હોય છે, જોઇ શકતો હોય છે તે હદ સુધીજ તે આગળ વધી શકતો હોય છે એટલેકે તેની પોતાના પ્રત્યેની જેવી માન્યતાઓ હોય છે તે હદ સુધીજ તેનો વિકાસ થઈ શકતો હોય છે કારણકે વ્યક્તીના વિકાસમા તેની પોતાના પ્રત્યેની માન્યતાઓ ખુબ મોટો ભાગ ભજવતી હોય છે. દા.ત. કોઇ વ્યક્તી પોતાના વિશે એમ સમજતા હોય કે આ કામ હું નજ કરી શકુ તો તે વ્યક્તી તે કાર્ય ત્યાં સુધી ક્યારેય કરી શકતો નથી કે જ્યાં સુધી તેની આવી ખોટી માન્યતાઓ દુર ન થઈ જાય. આવી ગેર માન્યતાઓ જ્યારે દુર થઈ જતી હોય છે અને વ્યક્તી જ્યારે એમ સમજવા લાગતો હોય છે કે કોઇ કામ એવુ નથી કે જે હું ન કરી શકુ ત્યાર પછી તે કોઇ પણ ક્ષેત્રમા પાછો પડતો હોતો નથી. આમ માન્યતાઓ રૂપી કાચના ગ્લાસને તોડવામા આવે છે ત્યાર બાદજ તેમા રહેલો ફુગ્ગો વિશાળતા ધારણ કરી શકતો હોય છે. જો તેમ ન થાય તો પછી ફુગ્ગો ગમે તેટલો મોટો હોય કે ગમે તેટલી જોરથી ફુંક મારવામા આવે તો પણ તેનુ કદ તેની ઉપર રહેલા ગ્લાસ કરતા ક્યારેય વધી શકતુ નથી. જો તમે પણ વિશાળતા પ્રાપ્ત કરવા માગતા હોવ તો પોતાના વિશે મનમા ઘર કરી ગયેલી ખોટી માન્યતાઓ રુપી કાચના ગ્લાસને તોડી નાખો અને નક્કી કરી લ્યો કે હું એવા વિચારો ક્યારેય નહી કરુ કે જે મને ઉંચે ઉડાન ભરતા અટકાવે. એવી માન્યતાઓનો ક્યારેય સ્વીકાર નહી કરુ કે જે મને ગુલામની જેમ જકડી રાખે અને આગળ વધતા અટકાવે. આટલુ એક વખત તમે નક્કી કરી લેશો તો પછી ગુલામીની તમામ જંજીરો તોડી ઉંચી ઉડાન ભરતા તમને કોઈજ શકી નહી શકે.

૨૬) આરોપો, ટીકા ટીપ્પણીઓનો અસ્વીકાર કરો.
ઘણી વખત વ્યક્તીથી કોઇ ભુલ થઈ જાય ત્યારે લોકો તેને ખુબ બ્લેમ કરતા હોય છે, તેના પર લેબલ લગાડી દેવામા આવતુ હોય છે કે તુ તો સાવ મુર્ખ છો, તને કશી ખબરજ પડતી નથી, તુ આ કામ ક્યારેય કરીજ નહી શકે, વગેરે વગેરે. જ્યારે આવી પરીસ્થિતિઓ ઉદ્ભવે છે ત્યારે વ્યક્તીના મન પર તેની ગંભીર અસરો પડતી હોય છે. જો વ્યક્તી આવી બાબતોનો પ્રતીકાર ન કરે તો આવા આરોપો સાંભળી સાંભળીને છેવટે તે પોતે પણ એવુ માનવા લાગતો હોય છે કે હા લોકો જે કહે છે તે સાચુ જ છે, હું તો સાવ મુર્ખજ છુ, આ કામ મારાથી થઈજ ન શકે, હું તેને લાયક નથી વગેરે. આ રીતે વ્યક્તીની પોતાના પ્રત્યેની માન્યતાઓમા નેગેટીવીટી આવી જતી હોય છે અને તે પોતાના પર ગર્વ અનુભવવાને બદલે શરમ સંકોચ અનુભવતો થઈ જતો હોય છે. તો આવી નિરાશાઓથી બચવા માટે આપણો સેલ્ફ એસ્ટીમ ખુબજ મદદરુપ થઈ શકે છે કારણકે તેના દ્વારા વ્યક્તીઓ પોતાના વિશે લોકોના મનમા રહેલા ખોટા ખ્યાલો કે તેઓના દ્વારા થોપાતા લેબલ્સનો ક્યારેય સ્વીકાર કરતા હોતા નથી કારણકે તેઓ જાણતા હોય છે કે પોતે શું છે, પોતે શું કરી શકે તેમ છે અને પોતાનામા કેટલી અદભુત શક્તીઓ રહેલી છે. આ રીતે તેઓ આત્મવિશ્વાસ ગુમાવતા બચી જતા હોય છે અને સતત આગળ વધવાનુ ચાલુ રાખી પોતાને સાચા સાબીત કરી બતાવતા હોય છે. આમ પોતે નિ:સહાય, બેબસ, લાચાર નથી તે વાતનો સ્વીકારજ આપણી આંતરિક શક્તિઓને મજબુત બનાવી દેતો હોય છે.