My Poetry - 5 books and stories free download online pdf in Gujarati

મારા કાવ્ય - 5

1.મારી ઈચ્છાઓ

તું મારી સાથે વાત કરે એવો હક નથી તારો,
છતાં તું ઘણી વાતો કરે મારી સાથે રાત દિવસ,
એવી ઈચ્છા છે મારી...
તું મને પ્રેમથી પ્રેમ કરે એવો હક નથી તારો,
છતાં તું ઘણો પ્રેમ કરે મને દિલ ખોલીને,
એવી ઈચ્છા છે મારી...
તું મારી સામે જોવે એવો હક નથી તારો,
છતાં તું મને મારી સામે જોવે આખો દિવસ,
એવી ઈચ્છા છે મારી...
તું મને કારણ વગર હસાવે એવો હક નથી તારો,
છતાં તું જ મને કારણ વગર હસાવે,
એવી ઈચ્છા છે મારી...
તું મને તારી વાતો થી રડાવે એવો હક નથી તારો,
છતાં તારી તકલીફ આપતી વાતોથી રડવું છે મારે,
એવી ઈચ્છા છે મારી...
તું મારી ઉપર ગુસ્સે થાય એવો હક નથી તારો,
છતાં તું મારા પર કારણ વગર નો ગુસ્સો કરે,
એવી ઈચ્છા છે મારી...
તું મને આમ તડપાવે એવો કોઈ હક નથી તારો,
છતાં તડપવું છે તારા માટે ઘણું પ્રેમમાં તારા,
એવી ઈચ્છા છે મારી...
તું મને યાદ આવે હંમેશા એવો કોઈ હક નથી તારો,
છતાં મને યાદ તારી અને તારી જ આવે હંમેશા,
એવી ઈચ્છા છે મારી...
તું મને તારી રાહ જોવડાવે એવો કોઈ હક નથી તારો,
છતાં હું તારી જ રાહ જોઈશ હંમેશા પલકો ઢાળીને,
એવી ઈચ્છા છે મારી...
તું મને તારા પ્રેમમાં પાગલ પ્રેમી બનાવે એવો હક નથી તારો,
છતાં તારા પ્રેમમાં જ નિક્સ ને તારી પાગલ પ્રેમી બનવું છે,
એવી ઈચ્છા છે નિક્સ ની...

2. રાધા અને મીરાંનો પ્રેમ

રાધાનો મુરલી મોહન, મીરાં નો ગિરધર ગોપાલ,
પ્રેમ તો બંને નો એક જ.....

રાધા શોધે વૃંદાવન માં, મીરાં શોધે મંદિર માં,
શોધ તો બંને ની એક જ.....

રાધા સાથે રાસ રમે, મીરાં સાથે કીર્તન કરે,
સાથે રમનાર તો એક જ.....

રાધા છે હૃદયાની રાણી, મીરાં ભક્તોની રાણી,
છતાં પ્રેમ તો એક જ.....

રાધા પ્રેમ ની દિવાની, મીરાં દર્શન ની દિવાની,
ચાહત તો બંને ની એક જ.....

રાધા ને વિરહ ની વેદના, મીરાં ને મળવાની વેદના,
વેદના તો બંને ની એક જ.....

રાધા મોરલી ની દિવાની, મીરાં એકતારા ની દિવાની,
દીવાનગી તો બંનેની એક જ.....

રાધા પ્રેમના પારખા આપે, મીરાં ભક્તિ ના પારખા આપે,
છતાં જીત તો બંને ની એક જ.....

રાધા અને મીરાંના પ્રેમની કસોટીની લીલા છે કાન્હાની,
બાકી રાધા ને અને મીરાં ને ક્યાં જરૂર હતી પ્રેમ ની સાબિતી આપવાની.

3. કુદરત નો નિયમ

નથી ગમતું પાન ને પણ અલગ થવું,
છતાં તે ઝાડ નો પ્રેમ મેળવવા થાય છે.

નથી ગમતું ફૂલો ને પોતાની જાતે શોષાવું,
છતાં ભમરાનો પ્રેમ મેળવવા માટે શોષાય છે.

નથી ગમતું ફૂલ ને પોતાની જાતે કરમાવું,
છતાં પ્રકૃતિ ની લીલા માટે કરમાય છે.

નથી ગમતું પાણી ને વાદળ થી દુર થવું,
છતાં મળવા ધરતી ને આવે છે ધસમસતું.

નથી ગમતું લહેરો ને કિનારા થી દુર થવું,
છતાં દરિયાને ફરી મળવા દૂર થાય છે.

આદિકાળ થી કુદરત નો નિયમ રહ્યો છે,
કોઈને મળવા કોઈના થી દુર થવું પડે છે.

4. પ્રેમનો વ્યવહાર

તું મને તારું દિલ આપ,
હું તને મારું દિલ આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને તારા બધા દુઃખ આપ,
હું તને મારા બધા સુખ આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને તારી એક સાંજ આપ,
હું તને મારા બધી સાંજ આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને તારી થોડી નફરત આપ,
હું તને મારો બધો જ પ્રેમ આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને એક તો વચન આપ,
હું તને સાત જન્મો ના વચન આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને એક હક તો આપ,
હું તને મારા બધા હક આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને એક ખાલી ઝલક આપ,
હું તને મારો પૂરો નઝારો આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું મને એક જુઠ્ઠો દિલાસો આપ,
હું તને મારો બધો આધાર આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...

તું આ નિક્સ ને એકવાર પાગલ તો કર,
હું તને નહિ ભૂલવાનું પાગલપન આપું,
ચાલ આવો એક વ્યવહાર લેણદેણ નો કરીએ...
©Niks 💓 Se 💓 Tak