My Poetry - 7 books and stories free download online pdf in Gujarati

મારા કાવ્ય - 7

1. તને મારો બનાવી દઉં

તને મારી આંખમાં તો ડાઉનલોડ કર્યો છે,
તું કહે તો તને મારા દિલ માં સેવ કરી દઉં.

તને મેં મારી ફેસબુક વોલ માં તો રાખ્યો છે,
તું કહે તો ફેસબુક ની સ્ટોરી બનાવી દઉં.

તને મેં મારી ફોનની ગેલેરીમાં તો રાખ્યો છે,
તું કહે તો મારું વોટ્સએપ ડીપી બનાવી દઉં.

તને મેં મારું ઇન્સ્ટા નું પેજ તો બનાવ્યું છે,
તું કહે તો ઇન્સ્ટાની હાઈલાઇટ બનાવી દઉં.

તને મેં મારી સ્નેપચેટ માં તો રાખ્યો છે,
તું કહે તો મારો સ્નેપશૂટ બનાવી દઉં.

તને મેં મારા માઈન્ડમાં પ્રોટેકટ તો કર્યો છે,
તું કહે તો તને હું બધામાં ફેમસ કરી દઉં.


2. તું કેમ નથી

ચાલતાં ચાલતાં બધે હું તને જ શોધું છું,
છતાં! કોઈ રસ્તે મને તું કેમ મળતો નથી.?

હવે કાપી નાખું છું અંતર હજારો માઈલોનું,
છતાં! તું ક્યાંય મને કેમ નજરે ચડતો નથી.?

દરેક શેરીએ ભટકતી રહું છું બની બાવરી,
છતાં! ક્યાંય મને સામે તું કેમ મળતો નથી.?

ક્યારે થાય સૂર્યોદય અને ચંદ્રોદય ખબર નથી,
છતાં! તને શોધું દરેક પળ તું કેમ જડતો નથી.?

એવી તો બની ગઈ મૃગજળ માટે હું તરસી,
છતાં! પાગલ 'નિક્સ' માટે કેમ વરસતો નથી.?


3. તારું જ તારું

નથી આ મૂર્તિ કે છબી તારી,
તો પણ પૂજા હું તારી કરું.

નથી આ હ્રદય કે ધડકન તારી,
તો પણ ધડકે ફક્ત તારી માટે.

નથી આ આંખો કે પાંપણ તારી,
તો પણ આંસુ તારા માટે વહે.

નથી આ રાતો કે ઊંઘ તારી,
તો પણ સપનાં તારા માટે જોવું.

નથી આ રસ્તા કે સડકો તારા,
તો પણ વાટ હું તારી માટે જોવું.

નથી આ જીસ્મ કે રૂહ તારા,
તો પણ તડપ તારી માટે થાય.

છે તો બસ આ નિક્સ તારી,
રહેશે હંમેશા તારી જ તારી.


4. તારા વગર

સફર તો ઘણાં છે મારા જીવનનાં તારા વગર,
કરવા છે જીવનનાં એ સફર પૂરાં તારા વગર.

ખુશ રહેવાનો પ્રયત્ન કરું છું તારા વગર,
ખુશી ને છે વહેર મારી સાથે તારા વગર.

રહેવું ગમે છે હવે એકાંત માં તારા વગર,
છતાં સૂનું લાગે છે હવે બધું તારા વગર.


5. દિલની રમત

એક નાનું સરસ મજાનું રમકડું છે,
લોકોને એની સાથે રમવું ગમે છે.

જ્યારે મન થાય ત્યારે રમી જાય,
જ્યારે મન થાય ત્યારે તોડી જાય.

નથી અવાજ આવતો એ તૂટવાનો,
નથી કોઈને અણસાર એના દર્દનો.

વિચારો કોઈનું દિલ દુભવ્યાં પહેલાં,
તૂટે દિલ નીકળે છે અંતર ની આહ.

કદી ખાલીના જાય નીકળેલ હાય,
કરો જો વર્તન નિર્દયી સૌની સાથે.

એક નાનું અમથું મળ્યું છે જીવન,
જીવીલો દિલ ખોલીને સૌની સાથે.

થવાનું છે એ જે ઈચ્છે રાધેગોવિંદ,
શું જરૂર આપણે એને બદલવાની.


6. તારા દિલની ચૂંટણી

હવે થાય જો તારા દિલની ચૂંટણી,
પહેલી ઉમેદવાર તો હું જ બનીશ.

તારા દિલની ટિકિટ મને આપજે,
જીતવા તને હું ઢંઢેરો પીટાવીશ.

તારા પોસ્ટર ગલીગલીમાં લગાવીશ,
તારા હ્રદય ને મારું ચિહ્ન બનાવીશ.

દિલનાં ઈ.વી.એમ તારમાં ગોટાળા કરીશ,
ભલે થાય છબરડાં તને હું જ જીતીશ.

તારા દિલની ખુરશી પર હક રહેશે મારો,
આજીવન માટે તારું દિલ હું હવે જીતીશ.


7. જીવનની રમત

રમતા રમતમાં રમત રમી ગયા,
ભરબજારે એકલાં છોડી ગયા.

મોલ એકાંતનો બતાવીને મને,
સાથ આપીને એકલાં પાડી ગયા.

કિંમત અમારી આંકી ખૂબ સરસ,
અનમોલ પણ ક્યાં બનાવતા ગયા?

વાયદો જન્મોજન્મનો કરેલોને પછી,
બેપળમાં તો આગળ ચાલી ગયા.

દિલાશા તો ઘણાં આપેલા મને,
નિરાશાનો નિ:શાસો એ દેતા ગયા.

મીઠાં બે બોલ બોલતા રહ્યા રોજ,
અને કાળજું અમારું કોરતા ગયા.

બંધ મુઠ્ઠીમાં કશુંક ભર્યું હશે શાયદ,
જાણે જીવડો અમારો લેતા ગયા.
©Niks 💓 Se 💞 Tak