Prem...Aek Adbhut... in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | પ્રેમ...એક અદ્ભુત...

Featured Books
Categories
Share

પ્રેમ...એક અદ્ભુત...

કોલેજમાં આજે રોઝ ડે હતો રિચા ખૂબ જ સુંદર લાગી રહી હતી આજે તે કોલેજની બ્યુટી ક્વીન તરીકે સિલેક્ટ થઇ હતી. આખી કોલેજની નજર તેની ઉપર હતી.

રીધમની નજર પણ તેની ઉપર પડી અને રીધમે તેને પ્રપોઝ કર્યું રિચા પણ મનોમન રીધમને ગમાડતી હતી તેથી તેણે તરત જ "હા" ભણી દીધી. રીધમ પણ સ્કૂલ લાઈફથી રિચા અને રેશ્માની સાથે જ હતો જુદી જુદી છોકરીઓ સાથે લવ અફેર કરવાની તેની ખૂબજ ખરાબ આદત હતી તેથી રિચાએ "હા" પાડી તે વાત સાંભળીને જ રેશ્મા ચોંકી ઉઠી હતી. રેશ્માએ તેને સમજાવાની ખૂબ કોશીશ કરી પણ રિચાને આજે પ્રેમનું ભૂત વળગ્યું હતું જે ઉતરે તેમ ન હતું..!!

રીચા રેશ્માને ભેટી પડી અને તેને પકડીને પોતાની સામે બેડ ઉપર બેસાડી દીધી અને કહેવા લાગી કે, "પ્રેમ એટલે શું..?? ' કોઈ પૂછે તો, શું જવાબ નીકળે મોઢામાંથી એ તો પ્રેમ થાય તો જ ખબર પડે...!! કારણ કે પ્રેમ એક અદ્ભુત અનુભૂતિ છે. પ્રેમ થાય એટલે આખી દુનિયા રંગીન લાગે છે..!! બધું જ ગમવા લાગે છે..!! અંતઃકરણમાં એક મીઠું મધુરું સંગીત લયબધ્ધ રીતે જાણે ગૂંજ્યા કરે છે..!! આ જીવન ખૂબજ પ્યારું અને જીવવા જેવું લાગે છે..!! ઘણું બધું થાય છે પ્રેમમાં તને કેવી રીતે સમજાવું ડીઅર..?? "

અને રેશ્મા હસી પડી અને બોલી, "I love you ' આ ત્રણ શબ્દો બોલવાથી પ્રેમ કદાચ થઈ તો જાય પણ.... પ્રેમ થઈ ગયા પછી આ શબ્દોનું માન કેટલું જળવાય છે તે તો પછીથી જ ખબર પડે...!! 'I love you' બોલવું જેટલું સહેલું છે તેટલું જ તેને નિભાવવું અઘરું છે., રિચા "
પણ રિચાને આજે પ્રેમનું ભૂત વળગ્યું હતું તે ઉતરે તેમ ન હતું..!!

રીચા અને રેશ્મા બંને બાળપણથી ખાસ મિત્ર બંને એક જ સ્કુલમાં, એક જ ક્લાસમાં સાથે જ ભણે અને સાથે જ રમે, કોલેજમાં પણ સાથે...

રિચા પૈસા વાળા બાપની એકની એક દીકરી એટલે હરવા ફરવામાં અને મોજશોખમાં તેનો પહેલો નંબર આવે... બાળપણમાં જ મમ્મીની મીઠી છત્ર છાયા તેના માથા ઉપરથી ખસી ગઈ હતી એટલે પપ્પા સુભાષભાઈ અને દાદીમાએ તેને ખૂબજ લાડકોડથી ઉછેરીને મોટી કરેલી... સમાજમાં તેમજ પોતાની મમ્મીએ સુભાષભાઈને બીજા લગ્ન માટે ખૂબ સમજાવેલા પણ તેમણે "રિચાને પછી અન્યાય થશે. " તે વિચારે બીજા લગ્ન ન જ કર્યા અને રિચાને મમ્મી-પપ્પા બંનેનો પ્રેમ આપી ખૂબજ લાડકોડથી ઉછેરીને મોટી કરી.

હવે તે કોલેજના પ્રથમ વર્ષમાં હતી. કોલેજમાં તેનું ખૂબજ સરસ ગ્રુપ બન્યું હતું પણ બાળપણથી જ રેશ્મા તેની બેસ્ટ ફ્રેન્ડ એટલે બધું જ તેને રેશ્માને કહેવા જોઈએ.

રીધમ સાથે લવ થયા પછી તો રિચા જાણે આકાશમાં જ ઉડતી પરી બની ગઈ હતી, જમીન ઉપર જાણે પગ મૂકવા પણ તૈયાર ન હતી..!! દરરોજ કોલેજમાં પણ નિત નવા કપડાં પહેરીને તૈયાર થઈને જ આવતી. રીધમ પોતાની જૂની આદતથી મજબુર હતો તેથી તેણે પોતાના ક્લાસની બીજી એક છોકરી નાવ્યાને પ્રપોઝ કર્યું. આ વાતની ખબર રિચાને પડી તેથી રિચા ખૂબ જ નારાજ થઈ હની બંને વચ્ચે ખૂબ ઝઘડો પણ થયો. અને બંનેનું બ્રેક અપ થઇ ગયું.

આ વાતની ખબર રેશ્માને પડી તેથી રેશ્માને ખૂબજ દુઃખ થયું રિચા હવે રેશ્મા સાથે ઓછું જ બોલતી હતી..!! પણ એક જુના મિત્ર તરીકે રિચા અને રીધમ બંનેને ભેગા કરવાની જવાબદારી રેશ્માએ ઉપાડી લીધી.

નવરાત્રિ નજીક આવી રહ્યા હતા નવરાત્રિમાં કોલેજમાં ખૂબજ સરસ ગરબા થતા હતા. રેશ્માએ રિચાની અને રીધમને ભેગા કરવાનો પોતાનો પ્લાન પોતાના આખા ગૃપને જણાવ્યો.

રિચાની ધરાર "ના" હોવા છતાં પણ રેશ્મા તેને લઈને કોલેજના ગરબા ફંક્શનમાં પહોંચી ગઈ આ બાજુ રીધમને પણ પ્લાન પૂર્વક ગરબા રમવા માટે બોલાવવામાં આવ્યો અને ઇરાદાપૂર્વક બંનેની પેર બનાવી બંનેને ગરબામાં રમતા મૂકી દીધા બંનેનો ખોવાઈ ગયેલો પ્રેમ પાછો ફળીભૂત થયો અને બંને ખૂબ જ નજીક આવી ગયા.

કોલેજ નું ભણવાનું પૂરું થયા બાદ રિચાએ તેમજ રીધમે પોતપોતાના ઘરે પોતાના પ્રેમની વાત જણાવી અને બંનેના ધામધૂમથી લગ્ન લેવાયા.
આજે પોતાના નવા જીવનમાં બંને ખૂબજ ખુશ છે અને રેશમા તેમજ પોતાના આખા ગ્રુપના આભારી છે...

~ જસ્મીન